________________
આમુખ
*
,
: ,
A
,
5
,
આ
1
',
પત્રો અને સંદેશાઓ ! અને આ બધાની વચ્ચે પૂ. આ. ભ. શ્રી યુગભૂષણસૂરીશ્વરજી ૯
મહારાજાનો નિર્દોષ-નિઃસ્પૃહ ચહેરો ! આ બધું તેમનો વૃદ્ધિ પામતો પુણ્ય પ્રભાવ, છે લોકપ્રિયતા અને મોક્ષલક્ષી આત્મપરિણતિઓ તરફ અંગુલીનિર્દેશ કરે છે !
વીતેલા વર્ષોમાં ગીતાર્થગંગા સંસ્થાએ જે શાંત અને મૌનપણે પ્રગતિ કરી છે, મૂળ લક્ષ્યને આંબવા માટે જે પાયાનાં કાર્યો કર્યાં છે, વિવિધ વિષયો પર જે પુસ્તકો પ્રકાશિત કર્યા છે. વગેરે... વગેરે.. ની પાછળ ઉપકારી એવા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ જ મોતાનો ફાળો વિશેષ નોંધનીય છે. તેમની સમ્યજ્ઞાનની પરબનો લાભ ઘણાં સાધુ- સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ લઈ રહ્યા છે. સમ્યજ્ઞાનની સતત સરવાણી સવારથી સાંજ છે સુધી ગચ્છ-સમુદાયનાં કોઈ પક્ષપાત વિના તે વહાવી રહ્યા છે. સંસ્થાને ગૌરવ છે કે જે આવા ઉત્તમ ગુણીયલ જ્ઞાની પુરુષ તેની પડખે છે.
તઉપરાંત પૂ. સાધ્વીજીશ્રી ચારૂનંદિતાશ્રીજી (પૂ. બહેન મ. સા.) અને તેમનો શિષ્યા પરિવાર, પૂ. બોધિરત્નાશ્રીજી મ. સા., પૂ. ઋજુમતિશ્રીજી મ. સા., પૂ. ચંદનબાળાશ્રીજી મ. સા. વગેરેનો સંસ્થાને અમૂલ્ય સહકાર અને યોગદાન મળી રહ્યા છે. તે સૌનો આ પુરુષાર્થ પણ અનુમોદનાને પાત્ર છે.
જે ધર્મતીર્થને તીર્થકરો પણ નિત્ય નમસ્કાર કરે છે તેનો મહિમા સમજવો તે પણ અત્યંત મુશ્કેલ છે; તો ચારે નિપાથી ધર્મતીર્થને સમજવું તો દુષ્કર કાર્ય છે, પરંતુ આ શુદ્ધમાર્ગપ્રરૂપક આચાર્યદેવ શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ આપેલા પ્રવચનોના માધ્યમથી ધર્મતીર્થના મહિમા, વ્યાખ્યાઓ તથા ભાવનિક્ષેપે ધર્મતીર્થ પૈકી પ્રથમ ત્રણ ભાવતીર્થોને ખૂબ સરળ શૈલીમાં આપણે ભાગ-૧માં જોઈ ગયા. હવે ભાગ-રના માધ્યમથી આપણે ધર્મતીર્થના ભાવનિક્ષેપો પૈકી ચતુર્થ અને પંચમ ભાવતીર્થ તથા દ્રવ્યતીર્થ અને પછી ધર્મતીર્થની સ્થાપના, તેના ઉદ્દેશ તથા વિધિને પામીને સંવેગવૃદ્ધિપૂર્વક આપણે સૌ જ ધર્મતીર્થરૂપ નાવમાં બેસીને મોક્ષમાર્ગમાં આગળ વધીએ અને શીધ્ર ભવસમુદ્રનો પાર પામીએ તે જ શુભેચ્છા.
જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્.
જેઠ વદ-૩, વિ. સં. ૨૦૬૪, િતા. ૨૧-૬-૨૦૦૮, શનિવાર, * ૫, જૈન મર્ચન્ટ સોસાયટી,
પાલડી, અમદાવાદ-૭.
ગંગોત્રી ગ્રંથમાળા તથા ગીતાર્થ ગંગાના ટ્રસ્ટીગણ વતી, જ્યોતિષ અમૃતલાલ શાહના પ્રણામ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org