________________
આમુખ
'
1
'
: * *
'
*
' *
ન રહ્યા. જ્ઞાનદાન અને શ્રીસંઘોનાં બધા જ ઇષ્ટ કાર્યક્ષેત્રોમાં તેમની સદા સ્થિર નિષ્કપતા !
ધ્યાન ધારામાં સદા મસ્ત ! તેમની પૂર્વભવની કોઈ ચીવટપૂર્વકની બહુમાન સહ સાધના જ હશે અને તેથી જ આત્મપ્રદેશોની રણભૂમિ પર રાગ-દ્વેષને હણવા તે શૂરવીર છેલ્લી ક્ષણ સુધી ઝઝૂમ્યા ! તે પૂજ્યશ્રીનાં પ્રભાવને શબ્દોમાં શી રીતે મઢી શકાય ? તેમની ગેરહાજરી તો સૌને સાલવાની જ, પણ...
આત્મોન્નતિના પથ પર અવિરત વિહાર કરી રહેલા અધ્યાત્મસંપન્ન પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા. (પ. પૂ. નાના પંડિત મ. સા.), જેઓશ્રી જ સંસ્થાના પ્રાણ સમાન છે, જેમની પાવન નિઃસ્પૃહી નિશ્રા વિના તો સંસ્થા નાવિક વિનાની નાવ સમાન છે; તત્ત્વદૃષ્ટિ અને વિવેકના પાયા પર ઊભેલા તેમના ગંભીર આશયો, ક્લિષ્ટ અને કપરા સંયોગોનાં તોફાની ઝંઝાવાતોમાં તેમનો અદીનભાવ ! સર્વત્ર ઔચિત્યનો પરિણામ ! શબ્દોની સીમા હોય છે. કેટલું લખી શકાય ? પૂજ્યશ્રીની કે સમયસૂચકતા તો ત્યારે પરખાઈ કે તીર્થો પરનાં આક્રમણોને જોઈને સંસ્થાનું કામ થોડું ગૌણ કરીને પણ તેઓશ્રીએ તીર્થરક્ષા-ધર્મરક્ષાને પ્રાધાન્ય આપ્યું. શિખરજી, કેસરીયાજી, શત્રુંજય વગેરે પર જ્યારે ચારે બાજુથી આક્રમણ થઈ રહ્યું હોય ત્યારે તે દીર્ઘદ્રષ્ટા શી રીતે શાંત બેસી શકે ? આ કાર્યોમાં તેમના યોગદાનનો ભારતભરનો જૈનસંઘ સાક્ષી છે. સૌ ગુણદૃષ્ટિ જીવોએ તેની ભૂરી ભૂરી અનુમોદના કરી છે. સમયની ખેંચ, અનેક પ્રકારની શારીરિક પ્રતિકૂળતાઓ વગેરેનો જરાય વિચાર કર્યા વિના નિઃસ્વાર્થભાવે વીર્ય છે. ફોરવવામાં તેમણે પાછું વાળીને જોયું નથી. પૂજ્યશ્રીનો ક્ષયોપશમ જ એવો વિશેષ છે કે જે કાર્ય હાથમાં લે, તેમાં તેમની નિપુણતા જુદી જ તરી આવે ! તેમનું મન જ એવું અગ્નિ કે ટ્રસ્ટ એક્ટની આંટી-ઘૂંટી હોય, લઘુમતિનો પ્રશ્ન હોય કે મહારાષ્ટ્રનું પંદરમું લૉ કમિશન હોય - ક્યારેય તેમનામાં ઉત્સાહ ભંગ, બુદ્ધિભેદ, આવેશ, કશું દેખાય જ નહીં. ચિત્તઘાતી કોઈ પરિણામ તેમને સ્પર્શી શકે જ નહીં ! તેમની દીર્ઘદૃષ્ટિ અને લક્ષ્યવેધી વિચારશ્રેણી જ તેમને પુરુષાર્થનાં અધિકારી બનાવે છે.
પરાર્થવ્યસની પણ કેવા ? ખૂબ ટૂંકા સમયગાળામાં ૧૩-૧૪ યોગ્ય જીવોને સર્વવિરતિના પંથે ચઢાવી દીધા.
તેમની આચાર્યપદવી પ્રસંગે દેવલાલીમાં ઊભરાયેલો માનવ મહેરામણ ! કેવો ? આનંદ-મંગળ-ઉત્સાહ ?! પ. પૂ. સૂરિમંત્રસમારાધક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પુણ્યાનંદસૂરીશ્વરજીની નિશ્રા, અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન ઉપસ્થિતિ, મુંબઈઅમદાવાદ-સુરત-રાજકોટ-જુનાગઢ-બેંગલોર ક્યાં ક્યાંથી ઊભરાયેલો શ્રાવક-શ્રાવિકા વર્ગ ! વિવિધ સંઘો અનેક પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, શ્રેષ્ઠિવ વગેરે તરફથી આવેલા અનુમોદનાના જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org