Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ | શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | _| શ્રી આદિનાથાય નમઃ | ને આત્મ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચંદ્ર-મોહજિતસગુરુભ્યો નમઃ | * જ .' * આમુખ : છે , મકર કોઈક અકસ્માતમાં રાજાની આંગળી કપાઈ ગઈ. શ્રદ્ધાળુ પ્રધાન બોલી ઊઠ્યા : “જે થયું તે સારા માટે.” રાજાનો ગુસ્સો ગયો. પ્રધાન આવું બોલે ? જેલમાં પૂરો. જે - થોડા દિવસો બાદ જંગલમાં શિકારે જતાં રાજા ભૂલો પડ્યો. સેવકો છૂટા પડી ગયા. રાજા કોઈક ભીલોની ટોળીમાં સપડાઈ ગયો. ભીલોને તેમનાં આદિવાસી રિવાજોમાં કોઈક સાધના માટે બત્રીસ લક્ષણા પુરુષનો બલી ચઢાવવાનો હતો. આ રાજા ઠીક ? મળી ગયો. તેનો બલી ચઢાવવાનું નક્કી કર્યું. બધું ગોઠવાઈ ગયું. રાજાને માથે મોત ભમતું હતું. થરથર ધ્રુજતો હતો, પણ શું કરી શકે ? ત્યાં અચાનક ભીલ આગેવાનની આ નજર રાજાની તૂટેલી આંગળી પર પડી. તે બોલ્યો – “આની આંગળી તો તૂટેલી છે. તે બલી માટે અયોગ્ય છે.” ભીલોએ રાજાને છોડી મૂક્યો. રાજાને પ્રધાનના શબ્દો યાદ જ આવી ગયાં. જંગલો ખૂંદતો ખૂંદતો તે પાછો પોતાના નગરમાં પહોંચ્યો. પહેલાં પ્રધાનને જ જેલમાંથી છૂટા કર્યા, બધી વિતક કહાની સંભળાવી. પ્રધાન બોલ્યા “સાંભળો હવે. તમે મને જેલમાં પૂર્યો તે પણ સારા માટે જ હતું. જો હું છૂટો હોત તો ચોક્કસ તમારી સાથે જ હોત. અને પેલા ભીલો મારો બલી ચઢાવી દેત” ! “ધર્મતીર્થ ભાગ-૨” કોઈક ને કોઈક કારણોસર વિલંબમાં પડતું જ રહ્યું ! તેમાં પણ કોઈક શુભસંકેત ધરબાયેલો હશે. - પ. પૂ. પ્રાતઃસ્મરણીય સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર સિદ્ધાંતસંરક્ષક સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમ્યફ સૂચનથી, તેઓશ્રીના શિષ્યરત્ન પદર્શનવિશારદ સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા તેઓશ્રીના લઘુગુરુભ્રાતા જિનશાસનના અજોડ વિદ્વાન પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાની નિઃસ્પૃહી નિશ્રામાં કાર્યરત થયેલ ગીતાર્થગંગા સંસ્થાની સ્થાપનાને આજે લગભગ ૧૬ વર્ષ વિતી ગયાં ! સમયની સરવાણીમાં સારા-નરસાં ઘણાં પ્રસંગોની હારમાળા સર્જાતી ગઈ. આપણા સૌનાં હૈયાના હારસમા પ્રાવચનિકપ્રભાવક પ. પૂ. મોટા પંડિત મ. સા.નો આ સ્વર્ગવાસ, તેમની ગેરહાજરીમાં પણ જેમણે ક્યારેય દીનતાને સ્પર્શવા દીધી નથી અને ગજરાજની માફક જેમણે મોક્ષયાત્રાની સફર ચાલુ જ રાખી છે તેવા શુદ્ધમાર્ગ,રૂપક * ' : * * 5 જ જ આ કારણ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 508