________________
( ૧૦ ) તે મારા ધર્મને લીધે ! એટલે, જે ખરો ધર્મ સમજે તેને લિકિક ધર્મ સ્વીકારવામાં માલ નથી. એ પણ ખજ તે. - એક કહે છે કે માણસના અંત:કરણની ગુપ્ત પ્રાર્થના તે ધર્મ બીજે પુછે છે તેથી શું વા કાંઇ ક્રિયાકર્મ જે તે વિનાને ધર્મ કેવો? ત્રીજે કહે છે એ બંને વાત બેટી છે—–અંતઃકરણની ગુપ્ત પ્રાર્થના કહે, કે બહારનાં યિાકર્મ કહે–એ માત્ર વહેમ છે, ધર્મ તો નહિ. - હવે ધમની વ્યાખ્યા શોધતાં આપણે થાકયા. અને કશુંએ નક્કી તે થયું નહિ. ખરી વાત એ છે કે ધર્મ એટલે શું એ પ્રશ્ન પૂછવા સરખો નથી, અને એને એકજ ઉત્તર મળ્યો નથી અને મળશે પણ નહિ. ધર્મ એટલે આ, પેલું અને બધું એ–ધર્મ એટલે આએ નહિ, પેલુંએનહિ, અને કશુંએ નહિ! વાંચનાર પુછશે કે ત્યારે આટલી બધી પંચાતી શીદને કરીએ કાંઈ પંચાતો નહોય; એ તો પંચમતીવિચાર એકઠા કર્યા છે. એમાં બહુ શિખવાનું અને સમજવાનું છે ! ધર્મ એટલે શું એ બહુજ વિકટ પ્રશ્ન છે. પણ નિજધર્મ કે અંતરધર્મ (Subjective Religion, Faith) ના આપણા કર્તા જે અર્થ કરે છે તે જાણવા જેઇયે. અંતરધર્મ એટલે મનુષ્ય માત્રમાં જે એવી સંભાવ્ય શકિત (Potential Energy) છે કે જેથી અનંતને સમજી શકાય, તે શક્તિ. મને લાગે છે કે ખરા ધર્મની આ સર્વિથી સ્પષ્ટ અને સમજવાય એવી વ્યાખ્યા છે.
હવે એ સંભાવ્ય શકિત અને એના વિષે વિચાર કર્યો. એમ કરતાં ધર્મનો ખ્યાલ કેમ ઉભો થયો તે જણાશે. સધળા પક્ષવાળા વિધાન આટલું તે સ્વીકારશે કે માણસને ઈન્દ્રિ(Sense) અને બુદ્ધિ(Reason) છે; અને એને પોતપોતાની ક્રિયા કરી જાય છે. વળી સઘળાને એટલું પણ સ્વીકારવું પડશે કે ઈક્તિ છે તે સહજ (આપણી સાથે જન્મેલી) છે. અને બુદ્ધિ તેનું પ્રસારણ છે; તેથી ઇ%િ જે ક્રિયા કરે છે તેના ફળને સાધન કરી બુદ્ધિ ક્રિયા કરે છે. બીજી રીતે બેલતાં, આપણે કાંઈ જાઈયે છિયે કે સાંભળિયે છિયે, તે ક્રિયાને પસ આપણું મન ઉપર પડે છે, તેથી હવે આપણે પેલી કે સાંભળેલી વસ્તુ અનુભવિષે છિો. પહેલી ક્રિયાના ફળને ભાસન (percept) કહિયે બીજી ક્રિયાના ફળને ભાવના (concept) કહિયે. બીજીને પેહલીને પરિણામ કહેતો ચાલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com