Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩ર
રાવ્યાં. કેટલાંક જૂનિ પુસ્તકો જે ઢાળવશથી જીણુ થઈ ગયાં હતાં, તેના પણ પુનરૂદ્ધાર તે કાર્પાસ નામના વણકે કર્યો.
આ પ્રમાણે જ્ઞાનનેા વિસ્તાર કરવાને તેમણે ઉત્તમેાત્તમ પ્રયાસ આદર્યા હતા. તેમના જીવનના સંબંધમાં જેટલી હકીકત મળી, તે ઉપરથી આ લેખ લખવામાં આવ્યો છે. કયે સ્થળે ચાતુર્માંસ કર્યાં કયાં કયાં વિહાર કર્યાં, કાના કાના પ્રસંગમાં આવ્યા, તથા ખીજી અનેક ખાખતા સંબધી આપણને કાંઈ પણ મળી શકતુ નથી. તે ટલા વર્ષે કાળ ધર્મ પામ્યા, તે પણ આપણે જાણી શકતા નથી. તેમના ચરિત્ર લેખક શ્રી ચંદ્રપ્રભસૂરિ છેવટમાં એટલુ જણાવે છે કે શ્રુતશાસ્ત્રથી પતાના કાળ સમીપ છે, એમ ધારી તેમણે અનશન કયુ" અને છેવટે સમાધિમાં મરણ પામી સ્વગમન કર્યું.
આવા જૈન ધર્મના એક સ્તંભરૂપ મહાન સૂરિના ચરિત્રના સબધમાં આપણને બહુજ ઓછું જણવા મળે છે, એ ખરેખર ખેદની વાત છે. છતાં તેમના ગ્રન્થાના વાચનથી એટલુ` તે। કહી. શકાય કે તે કદાત્રડી નહિ પણ સત્યના ઉપાસક હતા, અને જે જે અપેક્ષાએ જ્યાં જ્યાં સત્ય રહેલુ હાય તે જણાવવાને તેઓ પ્રવ્રુત્ત થતા હતા. તેઓ દૃઢ પ્રતિજ્ઞાવાળા હતા. પેાતાની પ્રતિજ્ઞા પાળવાથી માન ભંગ થશે, તેની પણ દરકાર નહિ રાખતાં સત્ય ટેકને તેએ વળગી રહ્યા અને તે કારણથીજ તેમણે જૈન ધર્મ અંગીકાર કર્યા હતા. તેમણે એક સ્થળે કહ્યું છે કે ઃ
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।
મને વીર તરફ પક્ષપાત નથી, તેમજ કપિલ આદિ તર દ્વેષ નથી. જેનું વચન યુક્તિયુક્ત લાગે તે ગ્રહણ કરવુ જોઈએ. આ તેમની સત્ય તરફની પ્રીતિનું સ્મરણુ કરી આચરિત્ર સમાપ્ત કરવામાં આવે છે.