________________
રાખી શકે છે. ભકિતના ક્ષેત્રમાં પ્રભુ નામ-સ્મરણનું મહત્વ છે. તે સ્મરણ સ્મૃતિ-વિકાસ વગર થઈ શકતું નથી.
બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને સાધક કહે છે – प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्वं सच्चित् सुख परम हंस गतिं तुहीयम
–આવાં પો વડે તે ભાવોને ઉન્નત કરે છે; મનને એકાગ્ર કરે છે ત્યારે તેમના માટે ભક્તિ રસના કવિનું પદ તે વારંવાર ગાય છે.
સુમિરન કરલે મેરે મના.......! પિતાનાં મન, બુદ્ધિ, ચિત્ત અને ઈન્દ્રિયરૂપ સાધન દ્વારા સ્મરણ કરવાની તાલીમ જીવનનાં દરેક ક્ષેત્રે ઉપયોગી નીવડે છે.
નારી જાતિ પણ સ્મૃતિ એક ઉપગી અને ઉત્તમ ગુણ છે. તેને કુટુંબના દરેક વહેવારમાં ઘણું યાદ રાખવું પડે છે. ગીતામાં નારીના ઉત્તમોત્તમ ગુણ તરીકે સ્મૃતિને બતાવવામાં આવી છે –
कीर्तिः श्रीर्वा च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा
કેવળ નારીના સાત મહાગુણ આ પ્રમાણે છે:–કીર્તિ, શ્રી, વાણ, સ્મૃતિ, મેધા (બુદ્ધિ) ધૃતિ અને ક્ષમા. આ સાત ગુણો વડે તે દીપે છે.
જિંદગીના દરેક ડગલે અને પળે સ્મૃતિની જરૂર છે. એટલું જ નહીં જિંદગી સાથે તેનો નિકટનો સંબંધ છે. જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે તેની સ્મૃતિ ક્રમે ક્રમે ઓછી થતી જાય છે. બેભાન–અવસ્થામાં પણ સ્મૃતિને લગભગ લેપ થઈ જાય છે.
એક અંગ્રેજ વિધાન ડૉ. લાઈમેટે છેઃ “આધ્યાત્મિક, માનસિક અને શારીરિક આ ત્રણે શકિતઓના ક્ષીણ થવાનું પ્રથમ કારણ સ્મરણ શકિતને અભાવ જ છે.” સ્મૃતિના અભાવને ભ્રમ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com