________________
એટલે આ વિષય રસિક, ચમત્કારિક તેમજ દરેક માટે અનુકરણીય છે. દરેકની પાસે અખૂટ આત્મ-શક્તિ ભરેલી છે અને સ્મૃતિ તેને એક સ્ત્રોત છે. માણસ પિતાની એ શક્તિને ભૂલીને, બાહ્યશક્તિથી અંજાઈ જાય છે. પણ તે ભૂલે છે કે તેની અંદર પણ એવી અખૂટ શકિત ભરી પડી છે જેનો તેણે વિકાસ સાધવાનો છે. તે આત્મશકિત સાધી શ્રદ્ધા સાથે સ્મૃતિ-વિકાસના, વર્તમાન યુગે શોધાયેલા ઉપાયો વડે પોતાની સ્મૃતિનો વિકાસ સાધે; તે તેને મળતી રકૃતિની સિદ્ધિ પણ એક આશ્ચર્યજ થશે.
સ્મરણ શકિત આપણા મનની-માનસની એક વિદ્યુત શકિત છે. તે પોતે જ અસંખ્ય સાચા ચમત્કારોની જનની છે. તે ઉપરાંત જીવનના ડગલે ને પગલે માણસને તેની જરૂર છે. માણસ ગમે તે ક્ષેત્રમાં કામ કરતો હોય પણ તેને નાના મોટા પ્રસંગમાં સ્મૃતિ-વિકાસની જરૂર પડશેજ. સ્મૃતિ વિકાસની જરૂર :
મૃતિ વિકાસના મુદ્દાને અહીં ચર્ચાનું કારણ એટલું જ છે કે તે માનવજીવનની સર્વાગી સાધનામાં ઘણે ઉપયોગી મુદ્દો છે. જે સ્મૃતિ અને ધારણ શકિત બળવાન હોય તો માણસ નાની-મોટી દરેક સાધનામાં ઝડપથી પ્રગતિ કરી શકે છે. તે તન કે પુરાતન દરેક વિચારને વિચારકોની દષ્ટિએ સ્પષ્ટ કરી શકે છે. જ્યારે ધર્મમય સમાજ રચના કરવી, એ આપણે ઉદ્દેશ્ય છે ત્યારે અલગ અલગ ધર્મના લોકોને તે વાત તેમના ગ્રંથો વડે સમજાવવી પડે છે. આ ત્યારેજ બની શકે
જ્યારે સ્મૃતિ વિકસિત હોય અને તે ધર્મગ્ર થેની વાતો દષ્ટાંતે, ભલોકો, છંદ વગેરે, યાદ રાખી શકીએ, જે કાર્ય સ્મૃતિનું છે.
એવી જ રીતે રાજકીય ક્ષેત્રમાં વિવિધ ઉતાર-ચઢાણના પ્રસંગો યાદ રાખવાની, વિવિધ શાસન પ્રણાલીઓનો અનુભવ યાદ રાખવાની જરૂર પડે છે. સામાજિક જીવનમાં વિધાથી, શિક્ષક, પ્રાધ્યાપક, ડોકટર, વકીલ, પત્રકાર લેખક વકતા વગેરે દરેક માટે સ્મૃતિ વિકાસ અત્યંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com