________________
પ્રથમ પ્રકાશ
૧૯
ઉપશમ સમ્યક્ત્વનો કાળ અંતમુહૂર્તનો છે. સાસ્વાદન સમ્યકત્વનો કાળ છ આવળનો છે, વેદક કાળ એક સમયનો છે, ક્ષાયક સમ્યકત્વનો કાળ તેત્રીસ સાગરોપમથી કાંઇક અધિકને છે અને ક્ષયોપશમસમ્યક્ત્વનો કાળ બાસઠ સાગરોપમથી કાંઈક અપેક એટલે ક્ષયોપશમનો ક્ષાયકના કરતાં બમણે કાળ છે. આ ઉત્કૃષ્ટ કાળ કહેલો છે. ક્ષાય સમ્યકત્વની સ્થિતિ જે તેત્રીશ સાગરોપમથી અધિક કહેલી છે. તે સર્વાર્થસિદ્ધાદિકની અપેક્ષાએ સંસારને આશ્રીને સમજાવી અને સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ તો તેની સાથે અનંત સ્થિતિ જાણવી. જે ક્ષપશમની બમણું રિસ્થતિ કહી છે. તે વિજ્યાદિક અનુત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમની સ્થિતિમાં બે વાર જવાની અપેક્ષાએ કહી છે. અથવા બારમાં દેવકને વિષે બાવીસ સાગરોપમની સ્થિતિએ ત્રણવાર જવાની અપેક્ષાએ કહી છે. જે સાધક-(અધિક સહિત) એમ કહેવામાં આવ્યું છે, તે મનુષ્યભવને આયુષ્યનો પ્રક્ષેપ કરવાથી જાણવું. આ સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્યસ્થિતિ તો વેદક, ઉપશમ અને સાસ્વાદન–એ ત્રણેની એક જ સમયની સ્થિતિ છે અને ક્ષપશમ તથા લાયક એ છેલ્લા બે સમ્યક્ત્વની સ્થિતિ જઘન્યપણે અંતમુહૂર્તની છે. આઠ સમયથી માંડીને બે ઘડીમાં એક સમય આછો તે અંતમુહુર્ત કહેવાય છે. તે અંતમુહૂર્તના અસંખ્યાતા ભેદ છે.
સમ્યક્ત્વ કેટલીવાર પમાય છે. "उकोसं सासायणं उवम मियं हुँ ति पंचवाराओ ।
वेयग खइगाइकसि असंखवारा खउवसमो" ॥१॥ આ સંસારને વિષે ઉત્કૃષ્ટથી સાસ્વાદન અને ઉપશામિક સમ્યકત્વ પાંચ વાર હોય છે. પણ તે પ્રથમ વાર ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે ચાર વખત ઉપશમણની અપેક્ષા હોય છે. વેદક તથા ક્ષાયક સમ્યકત્વ એકજવાર હોય છે અને ક્ષયેશમસમ્યકત્વ અસંખ્યાતિવાર હોય છે. તે પણ બહુ ભવની અપેક્ષાએ સમજવું.”
કયા ગુણસ્થાનકે કહ્યું સમ્યક્ત્વ હોય છે. 'बीयगुणे सासाणो तुरियाइसु अठिगारचउचउसु ।
उवसमखायगवेयगवाओवसमा कमा हुति" ॥१॥ સાસ્વાદનસમ્યકત્વ બીજે ગુણ ઠાણે હોય છે. અને ઉપશમસમ્યકત્વ ચોથા સમ્યદૃષ્ટિ ગુણઠાણાથી અગિયારમાં ગુણઠાણા સુધી આઠ ગુણસ્થાનકે એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org