________________
'
આ ભવના મૃત્યુના ભયમાં પણ ડૉક્ટરમાં, દવા લેવામાં સ્થિરતા આવે ને ? ત્યાં જેમ જિજીવિષા (જીવવાની ઈચ્છા) છે અને સાથે આ ઉપચાર જિવાડનાર છે-તેવી શ્રદ્ધા છે, તેના કારણે ઉપચાર કરવામાં સ્થિરતા આવે છે તેમ અહીં પણ મુમુક્ષા (મોક્ષે જવાની ઈચ્છા) છે અને સાથે આ સાધના મોક્ષે પહોંચાડનાર છેજન્મમરણ ટાળનાર છે એવી શ્રદ્ધા છે, તેના કારણે મરણાન્તવેદના હોવા છતાં સાધનામાં સ્થિરતા આવે છે. રોગનો અંત આવતો હોય તો ‘શું થાય છે’ એ જોવા બેસો કે ‘શું કરવાનું છે’ એમાં ચિત્ત હોય ? એવી જ રીતે સંસારનો- ભવોભવના જન્મમરણનો- અંત આવતો હોય તો સાધક ‘શું થાય છે’ એ જોવાને બદલે ‘શું કરવાનું છે’ એમાં જ મગ્ન હોય. “શું થઈ રહ્યું છે', એ વિચારવાના બદલે ‘શું કરવાજેવું છે’ એ વિચારીએ તો ગમે તેવા કપરા સંયોગોમાં પણ કર્તવ્યપાલનમાં કચાશ ન આવે. મૃત્યુના પરિભાવન બાદ સ્વકૃતપુણ્યપાપનું આલોચન જણાવ્યું છે. આ આલોચન કર્તવ્યનું ભાન કરાવવા દ્વારા કર્તવ્યની પ્રત્યે તત્પર બનાવે છે. બીજાનું પુણ્ય કેટલું છે, બીજા કેટલું પાપ કરે છે-એ નથી જોવું, આપણે કેટલું સારું કર્યું અને કેટલું ખરાબ કર્યું : તેનો હિસાબ રાખવો છે. ‘સારું કેટલું કર્યું, કેટલું બાકી છે; ખરાબ કેટલું છોડ્યું, કેટલું છોડવાનું બાકી છે...' આવી વિચારણા કરવાની ટેવ હોય તો કર્તવ્ય ચુકી ન જવાય. તમે સંસારનાં કાર્યો કેટલાં કર્યાં ને ધર્મનાં કાર્યો કેટલાં કર્યાં-એ વિચારો અને અમે આજ્ઞાનું પાલન કેટલું કર્યું અને ઈચ્છા મુજબનાં અનુષ્ઠાન કેટલાં
Jain Education International
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org