Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 28
________________ માની શુદ્ધકિયામાં પ્રયત્ન કરવાના બદલે ક્રિયામાત્રનો ઉચ્છેદ કરી બેસી જાય, તો શું સમજવું ? ધર્મની ભૂખ નથી લાગી એમ જ ને ? ક્રિયામાં આવતા દોષો દૂર કરવાથી યોગની પ્રાપ્તિ થાય, ક્રિયા દૂર કરવાથી નહિ. ક્રિયા કરવામાં કષ્ટ પડતું હોવાથી ક્યિા પ્રત્યે અરુચિ હોય અને એ અરુચિને ઢાંક્વા માટે ધ્યાનનો આશરો લેવો એ તો એક જાતની વંચના છે. દુઃખ ભોગવવાનો અધ્યવસાય હોય નહિ અને ધર્મ કહેવડાવવાની અભિલાષા જાગે તેમાંથી આવી વચના જન્મે છે. ગુણના પડદા નીચે છુપાવી રાખેલા દોષો મહાદોષનું કામ કરે છે, કારણ કે એ ઢાકેલા અંગારા જેવા છે. દોષના આવરણ નીચે ગુણો ઢંકાઈ ગયા હોય તો તે નભાવાય, કારણ કે દોષમાં હેયબુદ્ધિ હોવાથી એ આવરણ દૂર કરી ગુણો પ્રગટ કરી શકાય. પરંતુ ગુણના આવરણ નીચે ઢંકાઈ ગયેલા દોષો તો મહાઅનર્થન કરનારા બને છે. આજે પ્રભાવનાના આવરણ નીચે આરાધના સિદાતી હોય તો તે આવા દોષોના કારણે. યોગાભાસને યોગ માની તમે ઉન્માર્ગે ન જાઓ એટલા પૂરતી આ વાત છે. સંસારની નિર્ગુણતાનું પરિભાવન કર્યા વગર ધર્મ કરવાની શરૂઆત કરવાથી આવી વિષમતા સર્જાય છે. આજે ધર્મ કરનારો વર્ગ વધતો જાય છે અને આત્માનું લક્ષ્ય વિસરાતું જાય છે, માટે ધર્મ ફળદાયી નથી બનતો. - સ૦ વરસોથી ધર્મ કરીએ છીએ છતાં ધર્મ સ્વાદ વગરનો કેમ લાગે છે ? જીભ બગડી ગઈ છે માટે. તાવમાં સારી રસોઈ ખાવા બેસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146