________________
દરિદ્ર કે હીન અવસ્થા ય કર્મના કારણે આવે અને ભ્રમ વગેરે દોષો પણ ચારિત્રમોહનીય કે દર્શનમોહનીયર્મના ઉદયના કારણે આવે છે, છતાં ટાળવાનું શું ? દરિદ્રતા વગેરે ટાળવું એ આપણા હાથની વાત નથી જ્યારે ભ્રમાદિ દોષો ટાળવા એ આપણા હાથની વાત છે. કારણ કે સંસારનું સુખ કર્મના યોગે મળે છે જ્યારે દોષોને ટાળવા માટે કર્મના વિયોગની જરૂર છે. કર્મનો વિયોગ આપણા પુરુષાર્થને આધીન છે. દોષો આવે છે કર્મના કારણે, પરંતુ દોષો નડે છે મનના કારણે. જેને ઈષ્ટ સ્થાને પહોંચવાનું મન હોય તેને કોઈ દોષ નડે નહિ તેથી દોષોને દૂર કરવા પહેલાં ઈદને પામવાની તાલાવેલી જાગે એવું કરવાની જરૂર છે. ૬. અન્યમુદ્ દોષ :
ભ્રાન્તિદોષ જવાના કારણે હૈયામાં સરળતા આવે છે. સરળ બનેલું હૈયું ભગવાનના દરેક વચનને દલીલ કર્યા વગર સ્વીકારી લે છે. ભગવાન સંસારને અસાર કહે છે અને સંયમને સારભૂત કહે છે-એ જાણીને તે સાધુપણું લેવા તૈયાર થાય છે. શાસ્ત્રમાં મોક્ષમાર્ગને
જુગામીનો માર્ગ કહ્યો છે. કારણ કે સરળ જીવોનો સંસાર જલદીથી છૂટી જાય છે અને સાધુપણાની પ્રાપ્તિ થાય છે. આ રીતે સાધુપણું સ્વીકારીને સાધના કરવા નીકળેલા પણ સિદ્ધિને શેના કારણે પામી શકતા નથી તે જણાવવા માટે આગળના ત્રણ દોષો બતાવ્યા છે. આગળના દોષો સાધુભગવંતને આશ્રયીને છે એનો અર્થ એ નથી કે શ્રાવકોને એ દોષો નડતા નથી. જ્યાં પૂર્વના દોષો પડેલા હોય ત્યાં ઉત્તરના દોષો તો રહેવાના જ. આથી આ દોષોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org