________________
ભગવાનના વચન પ્રત્યેનો અનાદર છે. અને વચનનો અનાદર એ મોટામાં મોટું પાપ હોવાથી સર્વ અનર્થનું કારણ છે. ભગવાનના વચનના અનાદરથી મિથ્યાત્વનો બંધ થાય છે, દુર્ગતિમાં જવું પડે છે, દુઃખે કરીને જેનો અંત લાવી શકાય એવો સંસાર વધે છે. જે અનુષ્ઠાન સર્વવિરતિમાંથી યથાખ્યાતચારિત્રને લાવી આપે એવું હતું તે અનુષ્ઠાન અન્યમુદ્દોષના કારણે ક્રમે કરી મિથ્યાત્વનો બંધ કરાવી સખ્યત્વથી પણ ભ્રષ્ટ કરવાનું કામ કરે છે-એ ઓછું નુક્સાન છે ? ઘાતિકર્મનો ઘાત કરવા માટે સમર્થ પણ અનુષ્ઠાન ગુણનો ઘાત કરી આપે-એ જ મહાન અપાય છે.
અવિહિત કાળે વિહિત એવી ક્યિા કરવા છતાં જે તે અન્યમુદ્દોષના કારણે વ્યર્થ જતી હોય, આગળ વધીને અનર્થકર બનતી હોય તો જે ક્રિયાઓ સાધુપણામાં સર્વ કાળે નિષિદ્ધ છે તેનું તો આચરણ કેવી રીતે કરાય ? આજે સાધુસાધ્વીઓએ આટલો નિયમ લેવો છે કે ભગવાન જેની ના પાડે છે, તે નથી કરવું? પ્રવૃત્તિ ઓછી-વધતી થાય તો વાંધો નહિ પણ નિવૃત્તિમાં અપવાદ નથી રાખવો. ભગવાને સ્વાધ્યાય કરવાનું કહ્યું છે તે ન બને તો ય વિકથા નથી જ કરવી-આટલું નક્કી કરવું છે ? આટલું નક્કી થાય તોય ઘણા દોષોથી બચી જવાય. ઈચ્છા મુજબ, ફાવે એ સમયે સ્વાધ્યાય પણ ન કરાય તો ઈચ્છા મુજબ વિકથા તો ક્યારે ય ન જ કરાય ને ? અનુકૂળતા મળે કે ન મળે, પ્રતિકૂળતા વેઠવી પડે કે ન વેઠવી પડે, ભગવાનની આજ્ઞા હણાય-એવું એકે ય કામ નથી કરવું. વર્તમાનમાં આપણા સાધુપણાના દોષોને ઝીણવટથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org