________________
રોગદોષ પીડા એટલે અતિચારસ્વરૂપ અથવા ભંગ એટલે કે અનાચારસ્વરૂપ છે. આ રોગદોષ છઠ્ઠા ગુણઠાણા સુધી હોય છે. સાતમા અપ્રમત્તસંયત ગુણઠાણે રોગ દોષ હોતો નથી. આ રોગ દોષ ટાળીએ એટલે વર્તમાનની સાધના પૂર્ણ થાય છે. કારણ કે છેલ્લો આસંગદોષ તો સાતમા ગુણઠાણાના અંતે આઠમે જાય છે અને વર્તમાનમાં છઠ્ઠા-સાતમા ગુણઠાણાથી આગળ જઈ શકાતું નથી. વર્તમાનમાં સાધનાનો આ છેલ્લો અવરોધ છે. આ ભવમાં મોક્ષ મળી શકે એવું નથી છતાં મોક્ષને નિફ્ટ બનાવવા માટેનો પ્રયાસ અહીં પૂરો કરી લેવો છે. સાતમું ગુણઠાણું પામ્યા વગર મરવું નથી એટલો નિર્ણય જો થઈ જાય તો આ સાતે દોષો ટાળીને આ જ ભવમાં સિદ્ધિની સમીપ પહોંચી જવાય. છઠે ગુણઠાણે રોગ દોષની અર્થાત્ અતિચારની સંભાવના હોવાથી ત્યાં સાતિચાર ચારિત્ર મનાય છે અને સાતમા ગુણઠાણે અતિચાર ન હોવાથી નિરતિચાર ચારિત્ર મનાય છે.
સસાતિચાર ચારિત્ર અને નિરતિચાર ચારિત્રમાં કેટલો ફરક પડે ?
કાણાંવાળું કપડું અને કાણાં વગરનું કપડું : એ બેમાં જેટલો ફરક પડે એટલો. ફૂટેલા ભાજનમાં અને આખા ભારતમાં જેટલો ફરક પડે એટલો. તડ પડેલું કે ભાંગી ગયેલું પાત્ર જેમ પાણી વગેરે ભરવા કામ નથી લાગતું તેમ સાતિચાર ચારિત્ર પણ ફળની પ્રાપ્તિ માટે કામ નથી લાગતું.
સવ અતિચાર એટલે શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org