Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/001160/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અંશવાચનાનો સાર દ્વાદશાપુગીનો 'વાચનાપ્રદાતા 8 'પ.પૂ.આ.શ્રી.વિ. શ્રી ચન્દ્રગુપ્ત સૂરીશ્વરજી મ. : પ્રકાશક શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજિયસ ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ અંશ વાચનાનો : સાર કાદશાગીનો : વાચના-પ્રદાતા : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ. શ્રી.વિ. રામચંદ્ર સૂમ.સા. ના પટ્ટાલંકાર પૂ.સ્વ. આ.ભ. શ્રી.વિ. મુક્તિચંદ્ર સૂમ.સા. ના શિષ્યરત્ના પૂ.સ્વ.આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂમ.સા. ના શિષ્યરત્ના પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સુ.મ. : પ્રકાશક : શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રિલીજીયસ ટ્રસ્ટ : આર્થિક સહકાર : શા. મફતલાલ જેસિંગલાલ પરિવાર હ. : શા. ભરતભાઈ મફતલાલ ૪૦૧/બી, સુપ્રિમટાવર, માણેકલાલ રોડ, મુ.પો. નવસારી. Page #3 -------------------------------------------------------------------------- ________________ અંશ વાચનાનો : સાર કાદશાહગીનો નકલ-૧૦૦૦ આવૃત્તિ: પ્રથમ વિ.સં. ૨૦૫૮ કારતક વદ – ૫ પ્રાપ્તિ-સ્થાન છે. 0 શા. સૂર્યકાંત ચતુરલાલ | વિજયકર કાંતિલાલ ઝવેરી મુ.પો. મુરબાડ પ્રેમવર્ધક ફ્લેટ્સ, (જિ. ઠાણે) ૪૨૧ ૪૦૧ નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૭ 1 મકુંદભાઈ આર. શાહ ધરતી ટેક્ષટાઈલ્સ ૭૦, વૃંદાવન શોપિંગ સેંટર, પાનકોર નાકા, રતન પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. રજનીકાંત એફ. વોરા. ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કેમ્પ, પુણે-૪૧૧૦૦૧. શા. જતીનભાઈ હેમચંદd કોમલ છાપરીયાશેરી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ૯ ફોટો કંપોઝિંગ કુમાર ૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી.પી. ટેક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. Page #4 -------------------------------------------------------------------------- ________________ અંશ વાચનાનો સાર બાદશાણીનો શૈ.વ. ૫ થી ચૈ.વ. ક્રિ. ૭ વિ. સં. ૨૦૧૭ વાચનાપ્રદાતા પ.પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. નવસારી, ૨.ઇ. આરાધના ભવન અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા મહાપુરુષો જ્યારે જ્યારે પણ મુમુક્ષુજનોને ઉપદેશ આપે છે ત્યારે તેમનો ઈરાદો એક જ હોય છે કે- અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવોને આ સંસારથી પાર પામવા માટેનો રાજમાર્ગ બતાવવો અને એ રાજમાર્ગની પ્રાપ્તિમાં તેમ જ એ રાજમાર્ગે પ્રયાણ કરવામાં આવતા અવરોધોને દૂર કરી ઈષ્ટસ્થાનની પ્રાપ્તિનો ઉપાય બતાવવો. પરમોપકારી સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ષોડશકપ્રકરણના ચૌદમા ષોડશકમાં યોગપ્રાપ્તિમાં અવરોધ કરનારા આઠ પ્રકારના દોષોનું વર્ણન ક્યું છે. એ દોષોનું સ્વરૂપ અને તેને દૂર કરવાનો ઉપાય આ ચાર દિવસમાં આપણે સમજી લેવો છે. આપણે સારા માણસ છીએ, મોક્ષમાં જવા નીકળ્યા છીએ-એમ સમજીને ગ્રંથકારશ્રીએ મોક્ષમાર્ગના અવરોધો બતાવવાનું કામ ચૌદમા ષોડશમાં કર્યું છે, જ્યારે આપણી હાલત તો એવી છે કે- મોક્ષે જવાનું મન છે કે નહિ, એ ય વિચારવું પડે મોક્ષે જવાનું મન એ સાધનામાર્ગની સૌથી પહેલી યોગ્યતા છે. આજના મોટા ભાગના ધર્મ ગણાતા વર્ગને આ સંસારમાંથી વહેલામાં વહેલી તકે ભાગી છૂટવાનું અને Page #5 -------------------------------------------------------------------------- ________________ મોક્ષે પહોંચી જવાનું મન થતું નથી : એ જ મોટામાં મોટો અવરોધ છે. આ અવરોધને દૂર કરવા માટે સૌથી પહેલાં પ્રયત્ન કરવાની જરૂર છે. જેને મુસાફરીએ જવું જ ન હોય તેને જવા માટેનું સાધન કેમ નથી મળતું-તેની ચિંતા થતી નથી, એ જ રીતે જેને આ સંસારનો ત્યાગ કરી મોક્ષે જવું નથી તેને યોગપ્રાપ્તિના અવરોધોની ચિંતા કરવાની રહેતી નથી. વરસોથી ધર્મ કરનારાને મોક્ષે જવાનું અને સંસાર છોડવાનું મન ન થાય તો તેની ચિંતા થાય ને ? જ્ઞાનીઓ સંસારને ભયંકર અને મોક્ષને રમણીય કહે છે, છતાં આપણને એવું ન લાગતું હોય તો તેનું કારણ વિચારવું પડે ને ? સંસારના અને મોક્ષના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે અને સંસારનો ત્યાગ કરી મોક્ષે જવાની ઈચ્છા પેદા કરવા માટે ગ્રંથકારપરમર્ષિએ તેરમા ષોડશકની છેલ્લી બે-ત્રણ ગાથાઓથી પાંચ પ્રકારના ઉપાયો વર્ણવ્યા છે. ૧. સિદ્ધાન્તકથા ૨. સત્સંગ ૩. ગુવિનય ૪. મૃત્યુનું પરિભાવના છે. સ્વતપુણયપાપનું આલોચન. યોગમાર્ગના પ્રારંભથી માંડીને યોગમાર્ગની પૂર્ણતા સુધીનાં પરમ કારણ સ્વરૂપ આ સિદ્ધાન્તસ્થાદિ છે. સિદ્ધાન્ત એટલે આગમ. જેનાથી હેયોપાદેયનું જ્ઞાન થાય, - એવા આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે. એ આગમનું અધ્યયન, શ્રવણ, ચિંતન કરવું તેનું નામ સિધાન્તકથા. સંસારને છોડવાનો સંકલ્પ કરવા માટે આ સિદ્ધાન્તકથા ખૂબ જરૂરી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સિદ્ધાન્તની કથા ભવની વ્યથાને હરનારી છે. ભવની પીડા દૂર કરનાર સિધાન્તકથામાં આજે દેવાળું છે. એમ Page #6 -------------------------------------------------------------------------- ________________ કહું તો ખોટું નથી ને ? સિદ્ધાન્તક્યા લગભગ કરવી નહિ અને ભવવ્યથાને વધારનાર વિથા કર્યા વગર રહેવું નહિ-એવી જ દશા આજે જોવા મળે ને ? વિકથા કરવા માટે ગમે તેનો સંગ ચાલે, સિદ્ધાન્તસ્થા કરવી હોય તેને સત્સંગની જરૂર પડે. સિદ્ધાન્તકથા અને સત્સંગ માટે ગુરુવિનય કરવો પડે. જે અવિનયી હોય તેને ગુરુભગવન્ત ભણાવે પણ નહિ અને પાસે પણ ન રાખે. આથી સિદ્ધાન્તકથા માટે ગુરુવિનયથી શરૂઆત કરવાની. ગુરુભગવન્તોનો વિનય કરવા દ્વારા તેઓશ્રીના સત્સંગે સિધાન્તકથાનું શ્રવણ કરવાથી સંસારના સ્વરૂપનું ભાન થાય છે. જેને સંસારનું સ્વરૂપ સમજાઈ જાય તે સંસારથી છૂટવા માટે મૃત્યુનું પરિભાવન અને સ્વકૃતપુણ્ય પાપનું આલોચન ક્ય વગર ન રહે. પહેલા ત્રણ ઉપાયોનું સેવન ઉપાશ્રયાદિ ધર્મસ્થાનમાં કરે અને બાકીના છેલ્લા બે ઉપાયો ધર્મસ્થાનમાંથી નીકળ્યા બાદ સંસારનાં કાર્યોમાં પરોવાય ત્યારે પણ સેવ્યા કરે તેને સંસાર પ્રત્યે નફરત અને મોક્ષ પ્રત્યે રુચિ પ્રગટ્યા વિના ન રહે. પરંતુ આજે તકલીફ એ છે કે ધર્મસ્થાનમાંય વિકથાનું સામ્રાજ્ય ફેલાવા માંડ્યું છે. દુનિયાના બીજા કોઈ પણ ક્ષેત્રમાંધંધાના ક્ષેત્રમાં, રમતગમતના ક્ષેત્રમાં કે સંગીત વગેરેના ક્ષેત્રમાં-કોઈ ઠેકાણે એવું નહિ હોય કે જ્યાં અન્ય ક્ષેત્રની વાતો કરનારા મળે ! આ ધર્મનું ક્ષેત્ર જ એવું છે કે જ્યાં વિકથા(સંસારની વાતો) શરૂ થવાથી સિદ્ધાન્તકથા નાશ પામવા માંડી છે. વિકથાના સંયોગોથી છૂટવા માટે જ્યાં જવાનું હતું ત્યાં પણ વિસ્થાના સંયોગો ઊભા કરે; “શાસ્ત્રમાં શું કહ્યું છે ?' એની ક્યા કરવાના બદલે કોણ શું Page #7 -------------------------------------------------------------------------- ________________ કરે છે ? એની કથા ચાલુ હોય તો આરો ક્યાંથી આવે ? બીજાનું આલોચન કરવાના બદલે પોતાની જાતનું આલોચન કરવા માંડીએ તો સિદ્ધાન્તસ્થાની કિંમત સમજાશે. આપણે તો ધર્મસ્થાનમાં જ નહિ, સંસારમાં ય વિસ્થાના સંયોગો ટાળવા છે. રસ્તામાં જતાં કે ફોન ઉપર મળતા સ્નેહસંબંધીઓને કેમ છો ?' પૂછવાના કારણે વિસ્થાની શરૂઆત થાય છે. તેના બદલે પોતાની જાતને કેમ છીએ ?' પૂછવાની જરૂર છે. અત્યાર સુધી કેમ છો ?' પૂછીપૂછીને પારકી પંચાતમાં જીવન પસાર કર્યું છે, હવે કેમ છીએ ?' પૂછીને જાતની ચિંતા શરૂ કરીશું તો તેમાંથી સિધાન્તસ્થાનો જન્મ થશે. આત્મચિંતામાંથી સિધાન્તક્યા, સિદ્ધાન્તસ્થામાંથી સંસારનો નિર્વેદ, સંસારના નિર્વેદમાંથી મોક્ષની અભિલાષા અને મોક્ષની અભિલાષામાંથી ચારિત્રની તાલાવેલી જન્મે છે. ઉદાયન રાજર્ષિએ આ રીતે સિદ્ધાન્તક્યા અને આત્મચિંતા કરી તો તેમાંથી દીક્ષા પામી ગયા. માર્ગનું જ્ઞાન મેળવવા સિધાન્તસ્થાની જરૂર છે અને માર્ગે ચાલવાની તૈયારી કરવા માટે આત્મચિંતાની જરૂર છે. દીક્ષા નથી લીધી એનો અર્થ એ નથી કે વિસ્થા કરવાનો પરવાનો મળી ગયો છે. વરસોથી કરેલો ગૃહસ્થપણાનો ધર્મ સાધુપણું ન અપાવતો હોય તો તે વિસ્થાના કારણે. માતાપિતાના સંગનો ત્યાગ કરીને ચોવીસ કલાક સુગુરુના સંગમાં રહેનારા પણ જો વિસ્થાનો ત્યાગ કરી પંદર કલાક સિધાન્તકથા માટે મહેનત કરતા હોય તો ચોવીસ કલાક સંસારના સંગમાં રહેનારા એકાદ-બે કલાક માટે સુગુરુના સંગમાં આવે ત્યારે પણ સિદ્ધાન્તસ્થા માટે મહેનત કરવાને બદલે Page #8 -------------------------------------------------------------------------- ________________ વિસ્થામાં રચ્યાપચ્યા રહે-તે કેમ ચાલે ? અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વતિથિએ ઉપવાસનું વિધાન પણ સિદ્ધાન્તકથા માટે કરવામાં આવ્યું છે. તેથી જ માત્ર ઉપવાસ ન કહેતાં પૌષધોપવાસ કરવાનું ફરમાવ્યું છે. સિધાન્તકથા અપ્રમત્તપણે અવિરતપણે થઈ શકે એ માટે પૌષધ કરવાનો અને પૌષધમાં ઉપવાસ કરવાનો. ભગવાનના શાસનમાં અભ્યન્તરતપને અનુકૂળ એવો બાહ્યતપ કરવાનું વિધાન છે. બાહ્યતાના કારણે મનવચનકાયા ઉપર નિયંત્રણ આવવાથી સ્વાધ્યાયાદિ કરવાનું સરળ બને છે. તેથી સ્વાધ્યાયાદિ અભ્યન્તરતા માટે અનશનાદિ બાહ્યતાનું વિધાન છે. જ્યારે આજે મોટે ભાગે એવી દશા જોવા મળે કે બાહ્યતાના કારણે જ અભ્યન્તરતપ સિદાય ! વર્તમાનમાં આપણો ધર્મ, શાસ્ત્રાજ્ઞા ભૂસવા માટે અને ઈચ્છા મુજબ જીવવા માટે જ જાણે સર્જાયો હોય, એવું લાગે છે. ધર્મ સમજવા કે ધર્મ પામવા માટે મહેનત કરવાને બદલે ધર્મ કરવાની ઉતાવળ કરવાના કારણે આ સ્થિતિ સર્જાતી જાય છે. ધર્મ કરવો-એ મહત્ત્વનું નથી, ધર્મ શા માટે કરો છો એ મહત્ત્વનું છે. તમે મોક્ષે જવા માટે ધર્મ કરો છો કે સંસાર સારો રહે તે માટે ધર્મ કરો છો ? સ0 અમે તો ધર્મ મોક્ષ માટે કરીએ છીએ. મોક્ષે જવા માટે જે ધર્મ ભગવાને બતાવ્યો છે તે ધર્મ કરો છો-એની ના નથી, પરંતુ એ ધર્મ તમે મોક્ષ માટે જ કરો છો એવું પ્રામાણિકપણે કહી શકશો ખરા? જો ધર્મ મોક્ષ માટે કરતા હો તો મોક્ષને અપાવનાર યોગમાર્ગની પ્રાપ્તિના ઉપાય રૂપ આ Page #9 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાન્તકથા વગેરે માટે તમે કેટલી મહેનત કરી ? સંસારના સુખનાં સાધનો માટે જેટલો ભોગ આપો છો એટલો, અથવા એનાથી અડધો પણ ભોગ મોક્ષનાં સાધનો માટે આપો છો ? આજે સિદ્ધાન્તકથા તો ધર્માત્માના જીવનમાંથી લગભગ વિદાય પામી, સત્સંગ ગમતો નથી, એના કારણે ગુરુવિનયનો પ્રસંગ નથી આવતો, મૃત્યુનું પરિભાવન કરવાનો સમય નથી મળતો અને સ્વકૃતપુણ્યપાપના આલોચનને બદલે બીજાના આલોચનમાં જિંદગી વીતી ગઈ.... આવી હાલતમાં સંસારને છોડવાની અને મોક્ષે જવાની ઈચ્છા પણ ક્યાંથી પેદા થાય ? વર્તમાનનું આપણું ધર્મજીવન ખોટા પાયા ઉપર મંડાયેલું છે-એમ કહું તો લગભગ ખોટું નથી. જ્યાં સુધી આ મંડાણ તૂટી નહિ પડે ત્યાં સુધી આપણો નિસ્તાર નહિ થાય. આજ સુધી ધર્મ કરીને આપણે લોકોને, આપણા ગુરુભગવન્તને, તીર્થંકરપરમાત્માને અને છેવટે આપણી જાતને પણ છેતરવાનું કામ કર્યું છે. આ અવસ્થામાંથી બહાર નીકળવું હોય તો ગંભીરતાપૂર્વક વિચાર્યા વગર નહિ ચાલે. લાખોના ખરચે આવાં (વાચનાશ્રેણીનાં) આયોજનો કરાય છે તે માનસન્માન મેળવવા માટે કે મોટી સંખ્યામાં લોકને ભેગું કરવા માટે નથી કરાતાં. લોકો પોતાની જાતને ઓળખે અને ભગવાનનું શાસન લોકોના હૈયા સુધી પહોંચે એ માટેનો આ પ્રયાસ છે. ખરચનાર જો માનસન્માનની લાલચે ખર્ચે અને સાંભળનાર સંસારનું સુખ કેમ મળે અને દુ:ખ કેમ ટળે એ માટે સાંભળે તો બેમાંથી એકેયને લાભ ન થાય. ખરચનાર ભગવાનનું શાસન પોતાના હૈયામાં પરિણામ ૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ પામવાની સાથે લોકોના હૈયામાં પણ પરિણમે એ ભાવે ખર્ચે અને સાંભળનાર સંસારના સુખ ઉપરનો રાગ અને દુઃખ ઉપરનો ઠેષ દૂર કરવાનો ઉપાય શોધવા માટે સાંભળે તો એ ખર્ચેલું અને એ સાંભળેલું લેખે લાગે. યોગમાર્ગની યોગ્યતા મેળવવા માટે સિદ્ધાન્તકળ્યા પછી સત્સંગ જણાવ્યો છે. યોગમાર્ગે પગ ઉપાડવા પહેલાં મન ચલાવવું પડશે. મન ચલાવવા માટે પરાણે પણ સારાં નિમિત્તો વચ્ચે રહેતાં થઈ જવું. ગૃહસ્થપણામાં જેટલો પણ સમય મળે તે સત્સંગમાં જ ગાળવો, બે દિવસ રજા મળે તોય સત્સંગ કરવા માટે નીકળી પડવું. સિધાન્તકથા માટે સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ગૃહસ્થપણામાં જેનો સંગ થાય છે તે કરવા જેવો નથી અને જેનો સંગ કરવા જેવો છે તે ગૃહસ્થપણામાં રહીને થઈ શકે એવો નથી માટે સાધુપણું લેવું છે : આ રીતે સત્સંગનો પરિણામ પણ સાધુપણા સુધી પહોંચાડે છે. સાધુપણું પામ્યા પછી સાધુપણાના નિર્મળ પાલન માટે પણ સત્સંગ એટલો જ જરૂરી છે. સાધુપણામાં આવેલાને સત્સંગ ન ગમે તો સ્વછંદતા આવ્યા વિના ન રહે. માત્ર જ્ઞાની ગુરુનો સંગ કરવો એ સત્સંગ નથી. ગૃહસ્થો સિદ્ધાન્તકથા માટે ગુરો સંગ કરે અને સાધુભગવન્તો ગુરુભગવનની આજ્ઞા ઝીલવા માટે સંગ કરે તો તે તેમના માટે સત્સંગ. વિકથા કરવા માટે કે ઈચ્છા મુજબ જીવવા માટે ગુરુનો સંગ કરે તે સત્સંગ નથી. સિદ્ધાન્તથા ગમતી ન હોય અને આજ્ઞા માનતાં જોર આવતું હોય-એવા આગળ સત્સંગની વાત .. Page #11 -------------------------------------------------------------------------- ________________ કરવી નકામી છે. ચાર જ્ઞાનના ધણી એવા ગૌતમસ્વામી મહારાજા પણ પરમગુરુની આજ્ઞા ઝીલવા માટે તત્પર રહેતા. ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે પણ તેમને મારા સંદેહ કોણ ભાજશે, મને આજ્ઞા કોણ આપશે.' એની ચિંતા થયેલી. આજે તો આજ્ઞા આપનારા વિદ્યમાન હોવા છતાં લગભગ ગમતા નથી. ગૌતમસ્વામી મહારાજાને જ્ઞાનનો પાર નહોતો છતાં આજ્ઞાપાલનમાં કોઈ જાતની કમીના ન હતી, આજે જ્ઞાનમાં માલ નથી ને સ્વચ્છંદતા પાર વિનાની ગમે છે, તો સત્સંગ ક્યાંથી આવે ? ગુરુની પાસે રહેવું જુદું અને ગુરુની આજ્ઞામાં રહેવું જુદું. ગુરુની ગેરહાજરીમાં પણ ગુરુની આજ્ઞા માનવી તે ગુરનો સત્સંગ. સ0 ગુરુમાં ઊણપ હોય તો ? શેની ? માર્ગના જ્ઞાનની, માર્ગપ્રવર્તનની કે વાત્સલ્યની ? ગુરુભગવન્ત આપણી ભૂલ બતાવે તે ઊણપ કે આપણી ભૂલ ચલાવી લે તે ઊણપ ? માર્ગનું જ્ઞાન આપવામાં કે માર્ગે ચલાવવામાં ઊણપ લાગતી હોય તો ગુરુને છોડવાની છૂટ, પણ ગુરુની પાસે રહીને ઈચ્છા મુજબ જીવવાની છૂટ નહિ મળે. આપણી અપેક્ષાઓ પૂરી ન થવાના કારણે ગુરુમાં ઊણપ લાગતી હોય તો તે મોટામાં મોટી ઊણપ આપણામાં છે- તેમ માનવાનું. ગુરુ ગુરુ હોવા છતાં તેમનામાં ઊણપ વર્તાયા કરે એ આપણી જ ઊણપને સૂચવે છે. ગુરુને પૂર્ણ માનતા થઈશું તો આપણી ઊણપ દૂર થયા વિના નહિ રહે. હોસ્પિટલમાં દાખલ થયેલા દઈને, બે દિવસ ડૉક્ટર ના આવે તો કેવી ચિંતા થાય ? એવી ચિંતા ગુરુભગવન્ત આપણી Page #12 -------------------------------------------------------------------------- ________________ ભૂલ ન બતાવે ત્યારે થાય તો સમજવું કે ગુરુનો સંગ ગમ્યો. સિદ્ધાન્તકથા અને સત્સંગ વગર ચાલે એવું નથી-એમ લાગે તો ગુરુવિનયની જરૂર જણાશે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે ગુરવિનય એ સર્વસિદ્ધિઓનું મૂળ છે. ગુરગ્નો વિનય કરવાના કારણે, મોક્ષની ઈચ્છા થવામાં અને મોક્ષની આરાધના કરવામાં આડાં આવનાર કર્મો દૂર થાય છે, તેથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિનયના કારણે ધર્મની યોગ્યતા સૂચિત થતી હોવાથી, એવા યોગ્ય જીવોને ગુરુભગવન્ત પ્રસન્નચિત્તે સર્વસિદ્ધિઓને સાધી આપનાર શ્રુતજ્ઞાનનું પ્રદાન કરે છે. આ રીતે સિદ્ધાન્તકથા, સત્સંગ અને ગુરુવિનય : આ ત્રણ કર્તવ્યોનું યથાશક્તિ પાલન કરનારનો બાકીનો સમય મૃત્યુનું પરિભાવન અને સ્વકૃતપુણ્યપાપનું આલોચન કરવામાં પસાર થાય. મૃત્યુ નજર સામે હોય અને જીવનમાં પોતે કરવાયોગ્ય કેટલું કેવું કર્યું તેમ જ કેટલું ક્યા ક્યા કારણસર ન છ્યું, એની વિચારણા ચાલુ હોય તો સંસારમાં બેસી રહેલાને ઊભા થવાનું, ઊભા રહેલાને ચાલવાનું અને ચાલી રહેલાને દોડવાનું મન થયા વિના ન રહે. મૃત્યુના પરિભાવનના બદલે સંસારમાં સુખ કેમ મળે અને દુ:ખ કેમ ટળે એનું પરિભાવન કરે તો મોક્ષેચ્છા ક્યાંથી પ્રગટે ? સ0 મૃત્યુનું પરિભાવન કેવી રીતે કરવાનું? અઈમુત્તામુનિએ અને અનાથી મુનિએ ક્યું એ રીતે. આ બે મહામુનિઓ મૃત્યુના પરિભાવનમાંથી દીક્ષાને પામી ગયા. અઈમુત્તામુનિ જે વખતે દીક્ષા લેવા તૈયાર થયા હતા ત્યારે તેમની Page #13 -------------------------------------------------------------------------- ________________ બાળવયને લીધે તેમની માતાએ તેમને પૂછયું હતું કે તું દીક્ષામાં શું સમજે ?' તે વખતે અઈમુત્તામુનિએ માતાને જણાવ્યું હતું કે જે જાણું તે નવિ જાણું, જે નવિ જાણું તે જાણું . જે જાણું તે નવિ જાણું એટલે મૃત્યુ આવવાનું છે તે જાણું છું પરંતુ ક્યારે આવવાનું છે તે નથી જાણતો. અને જે નવિ જાણું તે જાણું એટલે જીવો ક્યા કર્મના કારણે સંસારમાં ભમે છે - એ નથી જાણતો પણ પોતાના કર્મના કારણે જીવ સંસારમાં ભમે છે-તે જાણું છું તેથી મારે દીક્ષા લેવી છે. આ સાંભળીને માતાએ સહર્ષ દિક્ષાની અનુમતિ આપી. આને મૃત્યુનું પરિભાવન કહેવાય. મૃત્યુનું પરિભાવન કરે તો સંસારનો સ્વાદ ઊડી જાય. મૃત્યુનું પરિભાવન આ ભવના મૃત્યુને કે મરણાન્ત રોગોને દૂર કરવા માટે નથી કરવાનું, મૃત્યુના કારણરૂપ જન્મનો અને જન્મના કારણરૂપ સંસારનો ઉચ્છેદ કરવા માટે મૃત્યુનું પરિભાવન કરવાનું છે. અનાથીમુનિએ પણ, પોતાની અસહ્મવેદનામાંથી બચાવનાર કોઈ નથી એવું લાગ્યું તો તરત શું વિચાર્યું છે જો આ વેદના એક વાર પણ શાંત થઈ જાય તો જન્મજરામૃત્યુરોગાદિના કારણરૂપ સંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષા ગ્રહણ કરું ! આ ભવના મૃત્યુનો ભય સાધનામાં અસ્થિર બનાવે, ભવાન્તરના મૃત્યુનો ભય સાધનામાં સ્થિર બનાવે છે. આ ભવના મૃત્યુને ઠેલવાના ઉપચાર સેવવાના બદલે અમરણ અવસ્થા મેળવવાના ઉપાય સેવવા તે મૃત્યુનું પરિભાવન. સભય તો અસ્થિર બનાવે, મૃત્યુના ભયે સાધનામાં સ્થિરતા કઈ રીતે આવે ? WWW.jainelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ ' આ ભવના મૃત્યુના ભયમાં પણ ડૉક્ટરમાં, દવા લેવામાં સ્થિરતા આવે ને ? ત્યાં જેમ જિજીવિષા (જીવવાની ઈચ્છા) છે અને સાથે આ ઉપચાર જિવાડનાર છે-તેવી શ્રદ્ધા છે, તેના કારણે ઉપચાર કરવામાં સ્થિરતા આવે છે તેમ અહીં પણ મુમુક્ષા (મોક્ષે જવાની ઈચ્છા) છે અને સાથે આ સાધના મોક્ષે પહોંચાડનાર છેજન્મમરણ ટાળનાર છે એવી શ્રદ્ધા છે, તેના કારણે મરણાન્તવેદના હોવા છતાં સાધનામાં સ્થિરતા આવે છે. રોગનો અંત આવતો હોય તો ‘શું થાય છે’ એ જોવા બેસો કે ‘શું કરવાનું છે’ એમાં ચિત્ત હોય ? એવી જ રીતે સંસારનો- ભવોભવના જન્મમરણનો- અંત આવતો હોય તો સાધક ‘શું થાય છે’ એ જોવાને બદલે ‘શું કરવાનું છે’ એમાં જ મગ્ન હોય. “શું થઈ રહ્યું છે', એ વિચારવાના બદલે ‘શું કરવાજેવું છે’ એ વિચારીએ તો ગમે તેવા કપરા સંયોગોમાં પણ કર્તવ્યપાલનમાં કચાશ ન આવે. મૃત્યુના પરિભાવન બાદ સ્વકૃતપુણ્યપાપનું આલોચન જણાવ્યું છે. આ આલોચન કર્તવ્યનું ભાન કરાવવા દ્વારા કર્તવ્યની પ્રત્યે તત્પર બનાવે છે. બીજાનું પુણ્ય કેટલું છે, બીજા કેટલું પાપ કરે છે-એ નથી જોવું, આપણે કેટલું સારું કર્યું અને કેટલું ખરાબ કર્યું : તેનો હિસાબ રાખવો છે. ‘સારું કેટલું કર્યું, કેટલું બાકી છે; ખરાબ કેટલું છોડ્યું, કેટલું છોડવાનું બાકી છે...' આવી વિચારણા કરવાની ટેવ હોય તો કર્તવ્ય ચુકી ન જવાય. તમે સંસારનાં કાર્યો કેટલાં કર્યાં ને ધર્મનાં કાર્યો કેટલાં કર્યાં-એ વિચારો અને અમે આજ્ઞાનું પાલન કેટલું કર્યું અને ઈચ્છા મુજબનાં અનુષ્ઠાન કેટલાં ૧૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્યાં એ વિચારીએ તો આળસ ખંખેરાઈ જાય અને કર્ત્તવ્યપાલનમાં અપ્રમત્ત બનાય. ગમે તેટલી ઊંઘ આવતી હોય છતાં ‘સ્વાધ્યાય બાકી છે, નહિ કરું તો ભુલાઈ જશે' એ વિચાર ઊંઘ ઉડાડીને પણ ગોખવા બેસાડે ને ? સ્વકૃતપુણ્યપાપના આલોચનના કારણે ઘણા સાધુપણું પામી ગયા અને કેવળજ્ઞાન પણ પામી ગયા. દૃઢપ્રહારી, ઈલાતીપુત્ર, ફૂરગડુમુનિ વગેરે અનેક આત્માઓ આ આલોચન દ્વારા સાધુપણાની કઠોર સાધના અને સાધનાના પરમફળને પામી ગયા. આ રીતે સિદ્ધાન્તકથા, સત્સંગ, ગુરુવિનય, મૃત્યુનું પરિભાવન અને સ્વકૃતપુણ્યપાપનું આલોચન : આ પાંચ, સંસારથી તારનારા યોગમાર્ગના પરમ ઉપાય છે. તેરમા ષોડશની સાથે ડી મેળવી હવે આપણે ચૌદમા ષોડશની વાતો ઉપર આગળ ચાલવું છે. યોગમાર્ગે પ્રયાણ કરવાની ઈચ્છાવાળાને ક્યા કયા અવરોધો નડે છે તે જણાવવા પહેલાં ચૌદમા ષોડશની પહેલી ગાથાથી યોગ કેટલા પ્રકારનો છે તે જણાવે છે - सालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं खल्वाद्यस्तत्त्वगस्त्वपरः ।। १४- १॥ સાલંબન અને નિરાલંબન : એમ બે પ્રકારનો ઉત્તમ યોગ છે. શ્રી જિનેશ્વરદેવના રૂપનું જે ધ્યાન તે સાલંબનયોગ અને તેઓશ્રીના આત્મતત્ત્વનું જે ધ્યાન તે નિરાલંબનયોગ કહેવાય છે. શ્રી જિનેશ્વરદેવનાં બાહ્ય તત્ત્વો અર્થાત્ તેઓશ્રીની પ્રતિમા, સમવસરણ, અષ્ટમહાપ્રાતિહાર્ય વગેરેનું આલંબન લેવા પૂર્વક તેઓશ્રીનું'ધ્યાન ધરવું તે સાલંબનયોગ અને તેઓશ્રીનાં અભ્યન્તર ૧૨ BCER Page #16 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ કેવળજ્ઞાનાદિ ગુણો સ્વરૂપ તત્ત્વોનું આલંબન લેવા પૂર્વક ધ્યાન ધરવું તે નિરાલંબનયોગ. બાહ્ય તત્ત્વ કર્મજન્ય હોવાથી વિભાવરૂપ છે માટે તે આત્માથી કથંચિદ્ર ભિન્ન(ા) છે જ્યારે અભ્યન્તર તત્ત્વ શુદ્ધાત્મસ્વરૂપ હોવાથી આત્માનો સ્વભાવ છે, માટે તે આત્માથી અભિન્ન છે. જેમ મેલું કપડું એ વિભાવદશા છે તેથી કપડું અને મેલ બને એક નથી, પડાથી મેલ છૂટો પાડી શકાય છે, જ્યારે શુદ્ધ ઊજળું) પડું એ સ્વભાવદશા છે તેથી કપડું અને શુદ્ધિ(ઊજળાશ) બંને એક જ છે, એને જુદાં પાડી શકાય નહિ. એવી જ રીતે શ્રી તીર્થંકરભગવન્તની સમવસરણની ઋદ્ધિ વગેરે તીર્થંકરનામકર્મથી જન્ય હોવાથી એ નામકર્મ જ્યારે ખપી જાય ત્યારે બાહ્ય સ્વરૂપ રહેતું નથી, જ્યારે કેવળજ્ઞાનાદિ ગુણો તો સિદ્ધાવસ્થામાં પણ આત્માની સાથે જ હોય છે. સ0 તીર્થંકરનામર્મ કેવી રીતે ખપે ? શ્રી તીર્થકરના આત્માઓ ‘સવિ જીવ કરું શાસનરસીની ઉત્કટકોટિની ભાવનાથી તીર્થંકરનામકર્મની નિકાચના કરતા હોય છે. સર્વ જીવોને શાસનના રસિયા બનાવવાની ભાવના દેશના આપવા દ્વારા સફળ બને છે, કારણ કે દેશના દ્વારા જ શાસનનો રસ બીજા આત્માઓ સુધી પહોંચાડી શકાય. આથી તીર્થંકરનામકર્મના ઉદય (રસોદય) ના કારણે શ્રી તીર્થંકરભગવન્તો દેશના આપવાનું કામ કરે છે, અને દેશના આપવાના કારણે તેમનું તે કર્મ ક્ષય પામે છે. તીર્થકર નામકર્મ ક્ષય પામ્યા બાદ આયુષ્યકર્મ બાકી હોય તોપણ શ્રી તીર્થંકરભગવન્તો દેશના આપતા નથી અને આયુષ્યકર્મ પૂરું થવા Page #17 -------------------------------------------------------------------------- ________________ આવ્યું હોય ને તીર્થંકરનામર્મ બાકી રહી ગયું હોય તો શ્રી મહાવીરપરમાત્માની જેમ સોળ પ્રહરની દેશના આપીને પણ તીર્થંકરનામકર્મ ખપાવી દે છે. જે કર્મ નિકાચિત હોય તે વિપાથી ભોગવીને જ પૂરું કરવું પડે છે. શ્રી તીર્થકરના આત્માઓનું તીર્થંકરનામકર્મ નિકાચિત હોવાથી આ રીતે દેશના આપવા દ્વારા જ તેમનું તે કર્મ ખપે છે. શાસનરસીની ભાવનાથી નિકાચિત કરેલા તીર્થંકરનામકર્મના ઉદયમાં એ ભાવના સફળ થાય એવી સમવસરણાદિ સામગ્રી પ્રાપ્ત થાય છે. એ સામગ્રીસંપન્ન શ્રી તીર્થંકરભગવન્તો પોતાની અર્થયિાને કરનારા હોવાથી ભાવતીર્થકર કહેવાય છે. જે વસ્તુમાં અર્થક્રિયાકારિત્વ હોય તેને ભાવવસ્તુ કહેવાય. અર્થડિયાકારિત્વ એટલે પોતાનું જે કાર્ય હોય તે કરવું. સમવસરણમાં બેસીને ભવ્યજીવોને દેશના આપવી એ શ્રી તીર્થંકરભગવન્તોનું અર્થક્રિયાકારિત્વ છે. જે વસ્તુ અર્થયિાને ન કરે તે દ્રવ્યવસ્તુ કહેવાય. શ્રી તીર્થંકરના આત્માઓ પણ દેશના ન આપે ત્યારે દ્રવ્યતીર્થકર કહેવાય છે. દેશના આપે ત્યારે ભાવતીર્થકર કહેવાય છે. અહીં એટલું યાદ રાખવું કે શાસનરસી બનાવવાની ભાવનાથી તીર્થંકરનામકર્મની નિકાચના થતી હોવા છતાં તીર્થંકરનામકર્મના રસોદય વખતે એ ભાવના હોતી નથી. કારણ કે તીર્થંકરનામકર્મનો રસોદય કેવળજ્ઞાન પામ્યા બાદ થાય છે અને કેવળી ભગવન્તને કોઈ પણ જાતની ભાવના નથી હોતી. દેશના આપ્યા વગર તીર્થકર નામકર્મ ખપે એવું નથી માટે તેઓ દેશના આપે છે, આપણા ઉપકાર માટે નહિ. સૂર્ય લોકોને પ્રકાશ આપવા માટે ઉદય પામતો Page #18 -------------------------------------------------------------------------- ________________ નથી છતાં સૂર્યોદયે લોકોને પ્રકાશ મળે છે, તેમ લોકોને શાસનના રસિયા બનાવવાની ભાવનાથી શ્રી તીર્થંકરભગવન્તો દેશના આપતા નથી, છતાં તીર્થંકરનામકર્મના ઉદયે અપાતી એ દેશનાના યોગે ભવિછવો શાસનના રસિયા બન્યા વિના રહેતા નથી. શ્રી તીર્થંકરભગવન્તની ઔદયિકભાવની આ બધી સંપત્તિઓ; તેઓશ્રીના ભાવતીર્થંકરપણાને સૂચવવા સાથે આપણા માટે ભાવચારિત્રને પ્રાપ્ત કરાવનારી પણ બને છે. પરમાત્માની આ એક લોકોત્તર કોટિની મહત્તા છે કે તેઓશ્રીના અભ્યન્તર-ક્ષાયિભાવના કેવળજ્ઞાનાદિ ગુણોની સાથે રહેવાના કારણે, ઔદયિકભાવના દેશનાદિ ગુણો પણ આલંબનને યોગ્ય બની જાય છે. તેઓશ્રીના ઔદયિકભાવના ગુણો પણ આપણા માટે ક્ષયોપશમભાવના ગુણો પ્રાપ્ત કરાવવા દ્વારા સાયિકભાવ સુધી પહોંચાડનારા બને છે. આવા અતિશયસંપન્ન આત્માઓએ આપણા માટે શું બતાવ્યું છે તેનો વિચાર આપણે કરી લેવો છે. પરમાત્માના સમવસરણનું સ્મરણ પણ તેઓશ્રીના વચનયોગને યાદ કરવા માટે કરવાનું છે. શ્રી અરિહન્તપરમાત્માનું ધ્યાન અરિહન્ત થવા માટે નથી ધરવાનું, સિદ્ધ થવા માટે, સાધુ થવા માટે પરવાનું છે. શ્રી અરિહન્તના ધ્યાને અરિહન્ત થવાય, પરન્તુ અરિહન્ત થવા માટે અરિહન્તનું ધ્યાન નથી ધરવાનું ચારિત્ર લીધા વગર તીર્થકર થવાતું નથી. છતાં શ્રી તીર્થકરના આત્માઓ તીર્થંકર થવા માટે ચારિત્ર નથી લેતા, આઠે કર્મની નિર્જરા કરવા દ્વારા મોક્ષને પામવા માટે જ તેઓ ચારિત્ર ગ્રહણ કરે છે. પરમાત્માની પ્રતિમા જોઈને તમને શું યાદ આવે ? પરમાત્માનો વૈભવ યાદ Page #19 -------------------------------------------------------------------------- ________________ આવે ? વીતરાગતા યાદ આવે ? કે વીતરાગતા પામવા માટે ચારિત્રની જે કઠોર સાધના કરી હતી તે પણ યાદ આવે ? પરમાત્માની પ્રતિમા જાઈને પરમાત્માનું સાધુપણું યાદ આવે તો સાલંબનધ્યાનની યોગ્યતા આવે. સવ પરમાત્માની પ્રતિમા જોઈને અતિશયો યાદ આવે તો? અતિશયો પણ શેના માટે યાદ કરવાના ? એવી ઋદ્ધિસિદ્ધિ મેળવવા માટે કે ભગવાનનું વચન હૈયે ઉતારવા માટે ? શાસ્ત્રમાં કહ્યું છે કે અભવ્યના આત્માઓ મોક્ષને માનતા ન હોવા છતાં શ્રી તીર્થંકરાદિની ઋદ્ધિ વગેરે જોઈને એવી ઋદ્ધિ મેળવવા માટે નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હોય છે. એવા ચારિત્રની કોઈ કિંમત નથી. ભગવાનનું વચન આ સંસારમાંથી તારનારું છે એમ માનીને ભગવાનને કે ભગવાનના અતિશયોને યાદ કરે તો સાલંબનધ્યાન આવે. તમને ભગવાનને જોઈને ભગવાનનું કયું વચન યાદ આવે ? ‘પાપ કરવાથી દુઃખ આવે અને ધર્મ કરવાથી સુખ મળે એ યાદ આવે કે પાપ કરવાથી સંસાર વધે અને ધર્મ કરવાથી મોક્ષ મળે એ યાદ આવે ? બને વચન ભગવાનનાં જ હોવા છતાં તમને ક્યું વચન ગમે ? સંસારમાં દુઃખ ન આવે માટે પાપને ટાળવું છે કે સંસાર જોઈતો નથી માટે પાપ ટાળવું છે ? ધર્મ કરવાથી સંસારનું સુખ મળે છે માટે ધર્મ કરવો છે કે ધર્મ કરવાથી મોક્ષ મળે છે માટે ધર્મ કરવો છે ? સંસારના સુખની લાલચે અને દુખના ભયે ભગવાનનું વચન માને-એ વચનની શ્રધ્ધા ન કહેવાય. સંસારના ભયે અને મોક્ષની લાલચે ભગવાનનું વચન માનવું-તે સાચી શ્રદ્ધા. Page #20 -------------------------------------------------------------------------- ________________ સુખનો રાગ અને દુઃખનો દ્વેષ પાપરૂપ છે, એ રાગદ્વેષને પુષ્ટ કરનાર આશય પણ પાપરૂપ છે અને એ આશયથી ભગવાનનું વચન માનવું એય પાપરૂપ છે. ભગવાનનું વચન ભગવાને કહેલા આશયથી માનવું તે વચનની શ્રદ્ધા. માત્ર ક્રિયાની કે કોરી શ્રદ્ધાની ભગવાનના શાસનમાં કોઈ કિંમત નથી. આશય શુદ્ધ હોય તો ક્રિયા કે શ્રદ્ધા માર્ગાનુસારી કહેવાય. આશય ફિરે એટલે ક્રિયા એની એક હોવા છતાં પણ ફળપ્રાપ્તિમાં ભેદ(ક) પડ્યા વિના ન રહે. અનાદિકાળથી આપણે આ સંસારમાં રખડી રહ્યા છીએ-તે, ધર્મ કર્યો નહિ માટે નહિ, ધર્મ જે આશયથી કરવાનો હતો તે આશયથી ન ર્યો માટે. તમે તપ કરો તો શા માટે કરો ? આહારસંશા મારવા માટે કે તપસ્વી કહેવડાવવા માટે ? માત્ર આહારનો ત્યાગ કરવો તે તપ નથી, ભગવાને બતાવેલા આશયથી આહારનો ત્યાગ કરવો તે તપ. ભૂખ ન લાગી હોય માટે ન ખાવું-તે તપ નહિ, ભાવતું ન હોય માટે ન ખાવું-એ તપ નહિ, ગુસ્સો આવવાના કારણે ન ખાવું-એ તપ નહિ, તપના કારણે શરીર સારું રહે છે માટે ન ખાવું-એ તપ નહિ, તપ કરવાથી આ ભવમાં માનસન્માન અને પરભવમાં વિપુલ સંપત્તિ મળે, માટે આહારનો ત્યાગ કરવો એ તપ નથી. તપ કરવાના કારણે આહારની લાલસા મરે છે અને આઠે કર્મની નિર્જરા દ્વારા અણાહારીપદ મળે છે : એ આશયથી આહારનો ત્યાગ કરવો તેનું નામ તપ. પરમાત્માના પ્રત્યેક વચનમાં સામર્થ્ય છે કે આપણા રાગદ્વેષની પરિણતિને દૂર કરે. ભગવાનની વાત જેટલી યાદ આવે Page #21 -------------------------------------------------------------------------- ________________ એટલા આપણે તત્ત્વ સાથે જોડાઈશું. આજે તત્ત્વને બદલે અતત્ત્વ કે પરતત્ત્વ સાથે જોડાણ થતું હોય તો તે ભગવાનનું વચન વિસારી મૂક્યું માટે. અતત્ત્વની મજા મારી નાખે, તત્ત્વની રુચિ પેદા કરે અને ક્રમે કરીને પરમતત્ત્વમાં રમણતા કરાવે : એવો આ ભગવાનના વચનનો ઉપયોગ છે અને આ વચનનો ઉપયોગ એ જ સાલંબનધ્યાન છે. સાલંબન ધ્યાન કહો, ચારિત્રધર્મ કહો કે યોગમાર્ગ કહો : બધું એક જ છે. યોગ એ કાંઈ ચારિત્ર કરતાં ચઢિયાતી વસ્તુ નથી. આઠ કર્મની નિર્જરા કરાવવા દ્વારા જે મોક્ષ સાથે જોડી આપે તેને યોગ કહેવાય અને આત્માએ મિથ્યાત્વાદિ હેતુઓ વડે સંચિત કરેલાં કર્મોનો જે ક્ષય કરે તેને ચારિત્ર કહેવાય. વર્તમાનમાં યોગનું કે ધ્યાનનું નામ લઈએ તો લગભગ દીક્ષા લીધા વગરના અથવા દીક્ષા ન પાળનારા નજર સામે આવે. ચારિત્રધર્મને બાજુએ મૂકી જે યોગ કે ધ્યાનની વાતો કરાય છે તે યોગાભાસ અને ધ્યાનાભાસ છે. એકાન્તસ્થાનમાં પગ ઉપર પગ ચઢાવી આંખો મીંચીને વિચારતા બેસી રહેવું તે ધ્યાન નથી, ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રધર્મનું પાલન કરવું તે ધ્યાન છે. હિમાલયમાં ધ્યાન લગાવીને બેસેલાઓ, છ મહિને-વરસે એકાદ વાર દર્શન આપી ‘બેટા તેરા કલ્યાણ હોગા’ એવા આશીર્વાદ આપી આ ભવ પૂરતી પૌદ્ગલિક સિદ્ધિને સર્જી આપે- એ ચમત્કાર નથી. એ યોગનો પ્રભાવ નથી, પુણ્યનો જ એક પ્રકાર છે. અનાદિકાળથી કર્મસહિત આત્માને કર્મરહિત બનાવવો એ જ મોટો ચમત્કાર છે. આ ચમત્કાર ચારિત્રધર્મ સ્વરૂપ યોગના પ્રભાવે સર્જાય છે. ચોવીસે કલાક પળે પળે ભગવાનની આજ્ઞામાં { ૧૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ રાખી તે મુજબ પ્રવૃત્તિ કરે તો સાલંબનધ્યાન આવે. સ૦ એવો ઉપયોગ સંસારીને ક્યાંથી રહે ? હવે બરાબર સમજ્યા. સંસારમાં ચોવીસ ક્લાક આજ્ઞાનો ઉપયોગ રહેતો નથી, આથી જ જ્ઞાનીઓએ સંસારનો ત્યાગ કરી સાધુપણું સ્વીકારવાનું ફરમાવ્યું છે. ધ્યાન; સંસારમાં સ્થિર થવા માટે નથી, સંસારમાંથી નીકળીને સ્વભાવમાં સ્થિર થવા માટે ધ્યાન છે. સ્વભાવમાં સ્થિર થવા માટે સાધુપણા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પરમાત્માની સાથે એકાત્મતા કેળવવા પહેલાં તેઓશ્રીનાં વચનની સાથે એકાત્મતા કેળવવી પડશે, તે માટે સાધુપણું છે. ગૃહસ્થપણામાં આજ્ઞા મુજબ કરાતાં ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં અલ્પકાળ માટે આંશિક ધ્યાન હોય છે. પરિપૂર્ણ ધ્યાન તો સાધુભગવન્તોને હોય અને એ પણ સ્વાધ્યાયાદિના ક્રમે પ્રાપ્ત થાય છે. બાર પ્રકારના તપમાં ધ્યાન અગિયારમા સ્થાને છે. અનશનાદિ તેમ જ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય : આ બધું પડતું મૂકીને અથવા એ કશું કરવું ન પડે, એ માટે ધ્યાન લગાવીને નથી બેસવાનું. સ્મશાનાદિમાં કાઉસ્સગ્ગધ્યાને રહેનારા મહામુનિઓ પણ પહેલાં ગચ્છમાં રહી આજ્ઞા મુજબ સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિને આત્મસાત્ કરી, સાલંબનયોગ સાધી, નિરાલંબનધ્યાનનું સામર્થ્ય કેળવી પછી ધ્યાનમુદ્રાએ સ્થિર થાય છે, ત્યારે ધ્યાનના ફળને પામે છે. સાધનને સેવ્યા વગર સાધ્યને સાધવા મથે તેને સિદ્ધિ ન મળે. સિદ્ધિ ગમે તેટલી રમણીય હોય પણ સાધનામાર્ગ તો કષ્ટમય જ રહેવાનો. આજ્ઞા મુજબ કષ્ટ વેઠ્યા વિના; માત્ર [૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ સુખાકારિતામાં ધ્યાન ન આવે. સુગંધી મઘમઘાટ વાતાવરણમાં, રેશમી વસ્ત્રો ધારણ કરી સુખાકારી આસને બેસવું એય ધ્યાન નથી અને અજ્ઞાનપણે કષ્ટ વેઠવું એય ધ્યાન નથી. પરમાત્માના વચન સામે દૃષ્ટિ સ્થિર કરી એ વચનના અનુસાર પ્રવૃત્તિ કરવી તેનું નામ ધ્યાન. શ્રી સ્થૂલભદ્ર મહારાજાએ પણ કોશ્યાને કહ્યું હતું કે, નિર્લોભી-નિર્મોહીપણાશું સુણ કોશ્યા અમે રહેશું રે, યોગવશે શુભવીરજિનેશ્વર-આણા મસ્તક વહેશું... લોભ એટલે કષાય અને મોહ એટલે અજ્ઞાન. લોભના કારણે સુખ મેળવવાની અને મોહના કારણે દુઃખ ટાળવાની વૃત્તિ એવી ઘર કરી જાય છે કે જેથી સુખાકારિતાનો ત્યાગ કરી આજ્ઞા મુજબનું કષ્ટ વેઠી શકાતું નથી. લોભ અને મોહની આધીનતા ટાળ્યા વગર યોગની પ્રાપ્તિ થતી નથી અને યોગ વગર ભગવાનની આજ્ઞા માથે રાખીને જીવી શકાતું નથી. અત્યાર સુધી સુખ ભોગવવાની અને દુઃખ ટાળવાની વૃત્તિથી કર્મબંધ કરતા આવ્યા છીએ, હવે કર્મબંધ અટકાવી કર્મનિર્જરા કરવી હશે તો સુખ ટાળવાની અને દુઃખ ભોગવવાની વૃત્તિ કેળવ્યા વગર નહિ ચાલે. દુઃખ ટાળવાની વૃત્તિથી કર્મ આવે છે અને સુખ ટાળવાની વૃત્તિથી કર્મ જાય છે. આવું જાણ્યા પછી સાધક શું કરે ? દુઃખમાં ડૂબતા હોઈશું તો ચાલશે પણ સુખનો તો અશેય ન જોઈએ-એવું થાય ને ? સ૦ દુ:ખ ભોગવવામાં આર્તધ્યાન થાય છે. મહાપુરુષોને દુઃખો ભોગવતાં આર્તધ્યાન થયેલું ? આર્તધ્યાન દુખ ભોગવવાના કારણે નહિ, દુખ ન ભોગવવાની Page #24 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિના કારણે થાય છે. દુ:ખ દુ:ખરૂપ ન લાગે તો આર્તધ્યાન ન થાય. ધંધામાં કષ્ટ કેટલું પડે છે. ત્યાં તમને આર્ત્તધ્યાન થાય છે ? સ૦ ત્યાં તો લાભ પણ થાય છે ને ? એટલે નક્કી છે ને કે લાભ મળતો હોય, લાભ લેવાની વૃત્તિ હોય તો દુ:ખ ભોગવવામાં આńધ્યાન નથી થતું. તેવી રીતે અહીં પણ કર્મનિર્જરા અને ગુણોનો આવિર્ભાવ : આ બે મોટામાં મોટા લાભ છે. દુઃખના ડુંગરો તૂટી પડે તોય ‘દુઃખ પડે છે’ના બદલે ‘મારાં કર્મ જાય છે' આ પરિણામ આવે તો પરમસમાધિમાં ઝિલાય. ધંધો કરતી વખતે પૈસા મેળવવાનું અને ચિકિત્સા કરાવતી વખતે આરોગ્ય મેળવવાનું મન હોવાથી દુ:ખ મજેથી વેઠાય છે તેમ યોગની સાધના કરતી વખતે મોક્ષ મેળવવાનું મન હોવાથી અસહ્ય દુ:ખો પણ મજેથી વેઠાય છે. યોગમાર્ગ સુધી પહોંચવું હોય તો દુઃખ નથી ટાળવું, દોષો ટાળવા છે. દરિયાકિનારે નાળિયેરના ઝાડ નીચે બેસીને ધ્યાન લગાવવું-એ યોગ નથી, ધર્મસ્થાનમાં જઈને ગુરુની અને ભગવાનની આજ્ઞા મુજબ કઠોર સંયમધર્મનું પાલન કરવું તે યોગ છે. દરિયાકિનારે ધ્યાન લગાવવાથી કદાચ દુ:ખ ટળશે પણ દોષો નહિ ટળે, જ્યારે આજ્ઞા મુજબ ચારિત્ર પાળવાના કારણે દુ:ખ પડશે પણ દોષો ટળ્યા વગર નહિ રહે. આજ્ઞાયોગ હશે તો અનન્તદુ:ખની વચ્ચે પણ સાધના થઈ શકશે અને આજ્ઞાયોગ નહિ હોય તો ગમે તેટલી અનુકૂળતામાં પણ સાધના નહિ થાય. તમને અનુકૂળ સંયોગો મળે તો ઈચ્છા પૂરવાનું મન થાય કે આજ્ઞા પાળવાનું મન થાય ? શરીર સાચવવાનું મન ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ થાય કે આત્મા સાચવવાનું મન થાય ? ધર્મ કરવાનું મન થાય કે સુખ ભોગવવાનું? સ) ધર્માત્માને તો ધર્મ કરવાનું મન થાય. - તમને શું થાય, એ વાત છે. ધર્માત્માને શું થાય એ તો ધર્મદેશકો સમજાવશે, તમારે તમારી જાતનો વિચાર કરવાનો. લોકોએ શું કરવું જોઈએ-એના માટે વ્યાખ્યાન નથી સાંભળવાનું. આપણે શું કરવું જોઈએ એ જાણવા માટે વ્યાખ્યાન સાંભળવાનું છે. તમે ડૉક્ટર પાસે જાઓ તો તમને શું થાય છેએની ફરિયાદ કરો કે દર્દીને શું થતું હોય છે એ કહેવા બેસો ? જેને તાવ આવે તેને માથું દુઃખે, આંખો બળે.. એવું કહો કે “મારું માથું દુઃખે છે” એમ કહો? જ્યાં સુધી માત્ર તમારી જાત ઉપર નજર સ્થિર નહિ થાય ત્યાં સુધી કોઈ પણ ધર્મદેશના ફળદાયી નહિ બને. તમારા પોતાના પરિણામ તપાસો તો તમારી જાતને સુધારવાનું મન થશે અને જાતને સુધારવા માટે વ્યાખ્યાન સાંભળો તો સુધરવાનો ઉપાય મળ્યા વિના નહિ રહે. અનુકૂળ સંયોગો મળ્યા પછી શરીર સુધારવાનું મન થાય કે પરિણામ ? પહેલા શરીર સાચવો કે ધર્મ ? સ) શરીરમાં રહેવું સાધન (શરીર એ જ ધર્મનું પહેલું સાધન છે.) એ તો લૌકિક વાક્ય છે. આપણે ત્યાં તો “હુ મહાપણું ” આ સૂત્ર છે. શરીરને કષ્ટ આપવાથી મહાને ફળની પ્રાપ્તિ થાય છે-એ લોકોત્તર વચન છે. શરીર સારું હોય તો ધર્મ સારો થાય-એવું નથી. શરીર સારું ન લાગે, શરીરનું મમત્વ મરે તો ધર્મ સારો થાય. Page #26 -------------------------------------------------------------------------- ________________ સવ આંગણું સારું રાખે તો ઘર સારું ચોખ્ખું) રહે ને ? ઘર ચોખ્ખું રાખવું હોય તો આંગણામાં કચરો ન નાખવો. આંગણું ચોખ્ખું શા માટે રાખો ? ઘર ચોખ્ખું રહે એ માટે જ ને ? જરૂર પડે તો ઘરને ચોખ્ખું રાખવા ઘરનો કચરો આંગણામાં નંખાય, પણ આંગણું ચોખ્ખું રાખવા આંગણાનો કચરો ઘરમાં ન નખાય. તેમ અહીં પણ આત્માને સારો બનાવવા શરીરનો ઉપયોગ કરવાનો, પણ શરીરને સુખી બનાવવા આત્માનો ભોગ નથી આપવો. શરીરની ર્તિ અને સ્વસ્થતા જળવાઈ રહે એ માટે આજે યોગના નામે જે આસનો કરાય છે તે યોગાસન નથી, ભોગાસન છે. શરીર ઘાણીમાં પિલાય છતાં ચિત્ત ચલાયમાન ન થાય : એવી અવસ્થા કેળવાય તો ધ્યાન આવે. શરીરના પૂજારી યોગના ઉપાસક ન બની શકે. શરીરની રક્ષા માટે યોગાસનના અર્થી બનેલાઓને ભૌતિકવાદમાંથી અધ્યાત્મવાદ તરફ વળનારા માનવા એ તો યોગનો ઉપહાસ કરવા જેવું છે. અસલમાં આવાઓ અધ્યાત્મ તરફ (આત્માની સન્મુખ) નથી વળ્યા, અધિશરીર (શરીરની સન્મુખ) વળેલા છે. સવ એવાં યોગાસનથી પણ માનસિક શાંતિ તો મળે છે ને ? શરીરની સુખાકારિતામાં મન પ્રસન્ન રહે એ પણ એક પ્રકારની અસમાધિ છે એ જાણો છો ? શરીરના સુખમાં મન શાંતિ અનુભવે એ મિથ્યાત્વનો પ્રકાર છે. આત્માની સ્વસ્થતામાં સમાધિ માણવી એ સમ્યત્વનો પ્રકાર છે. શરીર કે મનના અસ્તિત્વને સ્વીકારવાથી આસ્તિક્તા નથી આવતી. “આત્મા છે' એવું માને તો આસ્તિકતા આવે, માટે જ એને સમ્યકત્વના સ્થાનમાં ગયું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શરીર અને મનથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વને સ્વીકારે એ સાચો આસ્તિક. શરીર, મન અને આત્માની એકાત્મતા મિથ્યાત્વરૂપ કર્મના યોગે લાગે છે. શરીર અને આત્માનું ભેદજ્ઞાન; મિથ્યાત્વને નબળું પાડ્યા વિના ન થાય. મિથ્યાત્વને નબળું પાડવા માટે શરીર ઉપરથી નજર ખસેડવી પડશે અને શરીરનું મમત્વ મારવા માટે દુઃખ વેઠવાનો અભ્યાસ પાડવો પડશે. દુ:ખ ભોગવી લેવા માટે શારીરિક સ્વસ્થતા અને માનસિક શાંતિનો ઉપયોગ કરી લેવાનો. શરીરનું મમત્વ મારીને આત્માને મુક્ત બનાવવા માટે યોગ છે. યોગ એ વિશુદ્ધ એવો ક્રિયા-માર્ગ છે, છતાં તેને જુદો પાડવાનું કામ આજે કહેવાતા યોગીઓ કરી રહ્યા છે. શાસ્ત્રમાં ક્રિયાની અશુદ્ધિઓ દૂર કરવાના આશયથી, અશુદ્ધક્રિયાની નિરર્થકતા અને જ્ઞાનમાર્ગની ઉપાદેયતા જણાવનારાં જે વિધાનો હોય, તેને ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરી પોતે માનેલા ધ્યાનમાર્ગના સમર્થનમાં વાપરવાં એ શાસ્ત્રનો ભયંકર દુરુપયોગ છે. ક્રિયાના દોષો દૂર કરવામાં ન આવે તો દોષયુક્ત ક્રિયાઓ પોતાના ફળને આપવા અસમર્થ હોવાથી નિરર્થક છે, એનો અર્થ એ નથી કે ક્રિયામાર્ગ વ્યર્થ છે. દૂધપાકમાંથી ગરોળી નીકળવાના કારણે દૂધપાક ફેંકી દેવો પડે ત્યારે દૂધપાક ફેંક્યો કહેવાય કે વિષ ફેંક્યું કહેવાય ? અને ફૂંકી દીધા પછી બીજી વાર દૂધપાક ન બનાવવાનો નિર્ણય લો કે ગરોળી ન પડે તેની કાળજી રાખવાનું વિચારો ? બગડી ગયેલી રસોઈ ફેંકી દેનારા પણ બીજીવાર બગડે નહિ એની કાળજી રાખીને રસોઈ કરે છે, ભૂખ્યા બેસી નથી રહેતા. જ્યારે અહીં અશુદ્ધ ક્રિયાને નકામી ૨૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ માની શુદ્ધકિયામાં પ્રયત્ન કરવાના બદલે ક્રિયામાત્રનો ઉચ્છેદ કરી બેસી જાય, તો શું સમજવું ? ધર્મની ભૂખ નથી લાગી એમ જ ને ? ક્રિયામાં આવતા દોષો દૂર કરવાથી યોગની પ્રાપ્તિ થાય, ક્રિયા દૂર કરવાથી નહિ. ક્રિયા કરવામાં કષ્ટ પડતું હોવાથી ક્યિા પ્રત્યે અરુચિ હોય અને એ અરુચિને ઢાંક્વા માટે ધ્યાનનો આશરો લેવો એ તો એક જાતની વંચના છે. દુઃખ ભોગવવાનો અધ્યવસાય હોય નહિ અને ધર્મ કહેવડાવવાની અભિલાષા જાગે તેમાંથી આવી વચના જન્મે છે. ગુણના પડદા નીચે છુપાવી રાખેલા દોષો મહાદોષનું કામ કરે છે, કારણ કે એ ઢાકેલા અંગારા જેવા છે. દોષના આવરણ નીચે ગુણો ઢંકાઈ ગયા હોય તો તે નભાવાય, કારણ કે દોષમાં હેયબુદ્ધિ હોવાથી એ આવરણ દૂર કરી ગુણો પ્રગટ કરી શકાય. પરંતુ ગુણના આવરણ નીચે ઢંકાઈ ગયેલા દોષો તો મહાઅનર્થન કરનારા બને છે. આજે પ્રભાવનાના આવરણ નીચે આરાધના સિદાતી હોય તો તે આવા દોષોના કારણે. યોગાભાસને યોગ માની તમે ઉન્માર્ગે ન જાઓ એટલા પૂરતી આ વાત છે. સંસારની નિર્ગુણતાનું પરિભાવન કર્યા વગર ધર્મ કરવાની શરૂઆત કરવાથી આવી વિષમતા સર્જાય છે. આજે ધર્મ કરનારો વર્ગ વધતો જાય છે અને આત્માનું લક્ષ્ય વિસરાતું જાય છે, માટે ધર્મ ફળદાયી નથી બનતો. - સ૦ વરસોથી ધર્મ કરીએ છીએ છતાં ધર્મ સ્વાદ વગરનો કેમ લાગે છે ? જીભ બગડી ગઈ છે માટે. તાવમાં સારી રસોઈ ખાવા બેસે Page #29 -------------------------------------------------------------------------- ________________ તો તે કડવી જ લાગે ને ? તેમ સંસારના સુખનો સ્વાદ લઈને ધર્મ કરવા બેસે તેને ધર્મ બેસ્વાદ લાગે. સંસારનાં સુખોનો સ્વાદ મારીને ધર્મ કરવા આવે તો દુઃખ ભોગવીને ધર્મ કરવામાં આનંદ આવે. સંસારના સુખનો સ્વાદ મરતો નથી માટે ધર્મમાં સ્વાદ આવતો નથી. સંસારમાં સુખ લાગે છે તેથી ચારિત્રમાં સુખ લાગતું નથી. જેને સંસારના સુખની અસારતા સમજાઈ જાય તેને ચારિત્ર સારભૂત લાગ્યા વગર ન રહે. જેને ચારિત્ર સારભૂત લાગે તેને તેમાં સ્વાદ આવ્યા વિના ન રહે. સંસારના સુખનો સ્વાદ લઈને ધર્મ કરનારા ધર્મના નામે પણ અધર્મ જ કરવાના. ધર્મના નામે અધર્મ કરે અને પછી ધર્મમાં સ્વાદ ન આવવાની ફરિયાદ કરે તો એ ફરિયાદનો નિકાલ ક્યાંથી આવે ? ધર્મ ઓછોવધતો થાય એ બને, પરંતુ ધર્મમાં સ્વાદ ન આવે તો માનવું ન પડે કે મળ જામ થઈ ગયો છે ? પાચનશક્તિ મંદ હોય તો ખોરાક ઓછો લે એ બને, પણ સ્વાદ ન આવે તો પેટ બગડ્યું છે એમ માનવું પડે ને ? સંસાર તો ભૂંડો છે જ પણ એ ભૂંડો લાગતો નથી તે એથીય ભૂંડું છે. શ્રાવક પોતાની શક્તિ અનુસાર ધર્મ કરે, પણ જે ધર્મ કરે એમાં એને સ્વાદ આવ્યા વગર ન રહે. શ્રાવક અને સાધુની દશામાં ફેર હોય, પણ દિશા તો બંન્નેની એક જ હોય. સાધુ સદા સુખિયા હોય, શ્રાવક સદા સુખિયો ન હોય તોય તેને સ્વાદ તો ધર્મમાં જ આવે, સંસારનું સુખ ભોગવવા છતાં તેમાં સ્વાદ ન આવે. શારીરિક શક્તિ ઓછી હોય, માનસિક નબળાઈ હોય, સત્ત્વ ઓછું હોય, ક્ષયોપશમ મંદ હોય, તેના કારણે ચોવીસે ૨૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ ય કલાક ધર્મ ન કરી શકે તોય “સંસારમાં સુખ નથી, મોક્ષમાં જ સુખ છે અને મોક્ષને અપાવનાર ચારિત્રધર્મમાં જ સુખ છે' આવી મજબૂત શ્રદ્ધા શ્રાવકની હોય. આ શ્રદ્ધાના બળે અવિરતિની હાજરીમાં, અવિરતિને ભોગવવા છતાં અવિરતિને તોડવાનું કામ શ્રાવક કરે. આથી જ અવિરતિને દૂર કરવા પહેલાં અવિરતિ ઉપરથી નજર દૂર કરવાનું જ્ઞાનીઓ ફરમાવે છે. અવિરતિ એટલે સંસારના સુખનો રાગ. એ રાગ ઉપરથી નજર ખસે એટલે સમ્યગ્દર્શન આવે અને એ રાગ ખસે અર્થાત્ રાગની આધીનતા ટળે એટલે સર્વવિરતિ આવે. સર્વવિરતિ આવે એટલે મોહનીયર્મને ખસતાં વાર ન લાગે અને મોહનીય ગયા પછી બાકીનાં કર્મો ટકી શકે નહિ. આ રીતે પોતાના આત્મા પર લાગેલાં આઠ પ્રકારનાં કર્મોની નિર્જરા કરવા માટે જેઓ સાધુ થયા છે, તેઓ જ સાચા યોગી છે. સકલ કર્મથી રહિત થઈ મોક્ષે જવા નીકળેલાને મોક્ષમાર્ગસ્વરૂપ યોગમાર્ગની પ્રાપ્તિમાં તેમ જ પરિપૂર્ણતામાં ક્યા ક્યા અવરોધો નડે છે અને એ અવરોધો કેવી રીતે દૂર કરવા : એની વિચારણા આ બે-ત્રણ દિવસમાં આપણે કરી લેવી છે. દોષોનું જ્ઞાન માત્ર જાણકાર થવા માટે નથી મેળવવાનું, દોષોને દોષો તરીકે જાણીને તેને કાયમ માટે નાબૂદ કરવા માટે મેળવવાનું છે. ચૌદમા ષોડશકની પહેલી ગાથાથી સાલંબનધ્યાન અને નિરાલંબનધ્યાન સ્વરૂપ બે પ્રકારના યોગને વર્ણવીને, હવે બીજી ગાથાથી આઠ પ્રકારના ચિત્તવિપ્લવસ્વરૂપ દોષોનો ત્યાગ કરવાથી યોગીનું ચિત્ત પ્રાપ્ત થાય છે... ઈત્યાદિ જણાવે છે Page #31 -------------------------------------------------------------------------- ________________ अष्टपृथग्जनचित्तत्यागाद् योगिकुलचित्तयोगेन । जिनरूपं ध्यातव्यं योगविधावन्यथा दोषः ॥२॥ જેઓ યોગી નથી એવા જનોના સામાન્યથી આઠ પ્રકારના અકુશલપરિણામસ્વરૂપ ચિત્તનો ત્યાગ કરવાથી જે યોગીજનોને ઉચિત એવું ચિત્ત પ્રાપ્ત થાય છે તેના વડે શ્રી જિનેશ્વરભગવન્તના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ, નહિ તો યોગવિધિમાં અર્થાત્ યોગના આસેવનમાં દોષ લાગશે. યોગમાર્ગનો સ્વીકાર ગુણની પ્રાપ્તિ માટે કરવાનો છે. પરંતુ એ સ્વીકાર કરતી વખતે આઠ પ્રકારના દોષયુક્ત ચિત્તનો ત્યાગ કરવામાં ન આવે અને યોગીના કુળમાં જન્મેલાઓના ચિત્તને અનુસરવામાં ન આવે તો ગુણના બદલે દોષની પ્રાપ્તિ થાય છે. તમારા વ્યવહારમાં પણ તમને આ વસ્તુ અનુભવસિદ્ધ છે ને ? નુકસાનની સંભાવના ટાળ્યા વગર ધંધો કરે તો લાભના બદલે નુક્સાન જ થાય ને ? ગણતરી ઊધી પડે એ બને પરંતુ ગણતરી કર્યા વગર અથવા ઊંધી ગણતરી રાખીને કોઈ વ્યાપારી ધંધો કરે ? કમાણી ઓછી થાય તે નભાવાય પણ નુકસાની તો ન જ થવી જોઈએ એટલું ખરું ને ? તેમ અહીં પણ ગુણો ઓછા મળે તો વાંધો નહિ, પણ દોષ તો એક પણ ન નભાવાય. કાયાના પણ નહિ, વચનના પણ નહિ, મનના પણ નહિ. અહીં શિષ્ય શંકા કરે છે કે શરીરના કે વચનના દોષો ટાળવા જોઈએ એ બરાબર પરન્તુ ચિત્તના દોષો ટાળવાની જરૂર નથી. શરીરના કે વચનના દોષ ટાળી શકાય એવા છે. ચિત્તના દોષો ટાળવા એ આપણા હાથની વાત Page #32 -------------------------------------------------------------------------- ________________ નથી. ચિત્તના દોષો ટાળીને જ સાધના કરવાની હોય તો તો સાધના કરી જ નહિ શકાય... આવી શંકાના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે- માનસાતિચારસ્થાપિ મ વત્વાત્ - મનસંબંધી અતિચાર પણ ક્રિયાના ભંગ સ્વરૂપ છે. આજે ઘણાઓને લગભગ આ શિષ્ય જેવી જ ફરિયાદ છે ને ? આજે ઘણા ધર્મ કરનારાઓ કહે છે કે ચિત્ત તો ચંચળ છે, રોક્યું રોકાતું નથી. તેથી શુદ્ધ ક્રિયાઓ કર્યે રાખીએ તોય થોડુંઘણું ફળ તો મળશે ને ? એવાઓને પૂછવું પડે કે તમારાં દુન્યવી કાર્યોમાં ચિત્ત વગર, ઉપયોગ (ધ્યાન) રાખ્યા વગર કરેલી ક્રિયાઓમાં થોડુંઘણું ફળ મળે કે ઊલટું નુકસાન થાય ? ધ્યાન રાખ્યા વગર નોટો ગણીને આપે તો કમાણી કરે કે ગુમાવે ? ધ્યાન રાખ્યા વગર દવા લે તો સાજો થાય કે નવી ઉપાધિ ઊભી કરે ? મન વગર કરેલો ધંધો અને મન વગર કરેલી ચિકિત્સા જો નુકસાનકારી બનતી હોય તો મન વગર કરેલો ધર્મ કઈ રીતે ફળે ? વર્તમાનમાં શુદ્ધ ક્રિયા કરવાના આગ્રહવાળા હજુ મળી આવે પણ ઉપયોગપૂર્વક ક્રિયા કરવાના આગ્રહવાળા કેટલા મળે ? પ્રતિક્રમણ ઊભાં ઊભાં કરનારા મળે પણ પ્રતિક્રમણમાં સૂત્રનાં પદો અને અર્થ ઉપર ઉપયોગ રાખનારા મળે ખરા ? તમે વરસોથી ધર્મક્રિયાઓ કરો છો ને ? તમને કોઈ વાર તમારી ક્રિયા રહી જાય એનું દુ:ખ થાય કે ક્રિયા કરવા છતાં ધ્યાન ન રહ્યાનું દુ:ખ થાય ? ક્રિયા જેમતેમ કરી હોય તો એનું કદાચ દુ:ખ થાય પણ ક્રિયામાં ઉપયોગ ન રાખ્યો હોય, ભાવ ન આવ્યો હોય તેનું કદી દુ:ખ થયું છે ખરું ? મન ચંચળ છે એની ના નહિ, પણ એ મનને દબાવવા માટે પ્રયત્ન ૨૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ તો કરવો પડે ને ? આજે તો એવું ય કહેનારા મળે છે કે મન ઉપર દબાણ કરીએ તો મન ઉછાળો મારે છે.” એવાઓને પૂછવું પડે કે ઊલટી જેવું થતું હોય તો દબાવવા મહેનત કરો કે ઊછળવા દો ? દબાવવા છતાં ઊછળે એ બને, પણ પ્રયત્ન કયો ? વમન દબાવે અને મનને ઊછળવા દે, એ ચાલે ? વમનને શમાવવા માટે જેટલી મહેનત કરો છો એટલી ય મહેનત મનને દબાવવા માટે કરી ? કહે છે કે “મન માંગે એટલે આપી દેવાનું, નહિ તો મન આધ્યાન કરે !' તમારા પોતાના છોકરા કોઈ વસ્તુ માંગે તો તરત આપી દો કે ના પાડો ? સમજાવવા છતાં ન માને તો દબડાવો ને ? તે છતાં રોકકળ કરે તો જરૂર પડ્યે ધોલ પણ મારો ને ? કદાચ આપો તો ય બીજી વાર માંગવાની ટેવ ન પડે એ રીતે આપ ને ? અને જો એનું અહિત થાય એવી જ વસ્તુ હોય તો કોઈ સંયોગોમાં ન જ આપો ને ? સવ ખોટા સંસ્કાર ન પડવા જોઈએ ને ? પોતાના છોકરાને ખોટા સંસ્કાર ન પડે એ માટે જેટલી કાળજી રાખો છો એટલી કાળજી તમારી જાતને ખોટા સંસ્કાર ન પડે એ માટે રાખી છે ? છોકરો માંગે તો ન આપવું અને મને જે માંગે તે આપી દેવું, ખાવા માંગે તે ખાવા આપવાનું, વિસ્થા કરે તો કરવા દેવાની.. આ કયાંનો ન્યાય ? મન માંગે તો તેને ક્યારે સમજાવ્યું? ક્યારે દબડાવ્યું ? દબડાવીને ન માને તો ધોલ મારીને આપ્યું કે માગતાંની સાથે જ આપી દીધું? છોકરાના આર્તધ્યાનની ચિંતા કરવાના બદલે તેના હિતની ચિંતા કરો છો તેમ મનના Page #34 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનની ખોટી ચિંતા ક્યા વગર હિતનો વિચાર કરો તો મન સુધર્યા વગર નહિ રહે. આચાર્યભગવન્ત ફરમાવે છે કે માત્ર કાયાના દોષોના કારણે જ સાધના દૂષિત થાય છે એવું નથી, મનસંબંધી દોષો પણ સાધનાને ખંડિત કરે છે. ચિત્તના દોષો પણ ભંગસ્વરૂપ હોવાથી જ આપણે ક્રિયાશુદ્ધિ માટે ચિત્તના આઠ દોષોનું સ્વરૂપ આ બે-ચાર દિવસમાં સમજી લેવું છે. ચિત્તના દોષો ટાળ્યા વગર કિયા પરિપૂર્ણ બનતી નથી. આજે મોટા ભાગના ધર્માત્માઓ ક્રિયાઓ થઈ ગયાનો સંતોષ માને છે, પણ તેમને ક્ષિામાં ઉપયોગ ન જળવાયાનું દુ:ખ નથી. તેથી તેમની શુદ્ધ ગણાતી ક્રિયાઓ પણ પરિપૂર્ણ બનતી નથી. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે કે અત્યન્ત શુદ્ધ ક્રિયા પણ ઉપયોગ વગરની હોય તો તે અપ્રધાન(તુચ્છ) દ્રવ્યક્યિા છે. અર્થની અનુપ્રેક્ષા વગર દિયા દ્રવ્યક્રિયા બને છે અને અર્થનું અનુસંધાન ઉપયોગ હોય તો જ રહે છે. ક્ષિામાં ઉપયોગ રાખવાનો પરિણામ હોય તો દ્રવ્યક્યિા ભાવનું કારણ બને. બાહ્યપરિણતિમાંથી મનને ખસેડી આ પવિત્ર ક્રિયાઓમાં જોડવાનો પુરુષાર્થ કરવામાં ન આવે તો આપણી ક્રિયાઓ ભાવનું કારણ શી રીતે બને ? ઉપયોગ વગરની ક્રિયાઓ પરમપદે નહિ પહોંચાડે. ભગવાનના શાસનની આ ક્રિયાઓ તો સંસારમાંથી તારનારી છે. એ તારનારી ક્લિાઓ પણ ઉપયોગ વગર કરીશું તો ડુબાવનારી બન્યા વગર નહિ રહે. સંસારની ખાવાપીવાની પહેરવા-ઓઢવાની ક્યિા પણ ઉપયોગ વગર કરીએ તો પરિણામ સારું નથી આવતું, તો આ ધર્મની ઉત્તમક્રિયાઓ Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ વગરની કરીએ તે કેમ ચાલે ? માત્ર વસ્ત્ર બદલવાથી કે આસન લગાવવાથી સાધના નથી થતી, સૌથી પહેલાં ચિત્ત બદલવાની જરૂર છે. કાયાની કે વચનની નિર્મળતા ચિત્તની નિર્મળતા વગર નકામી જાય છે. તારક ક્રિયાઓમાં ચિત્તનો ઉપયોગ રહે તે જ ચિત્તની નિર્મળતા છે. ચિત્તનો ઉપયોગ માત્ર ક્રિયાભ્યાસના કારણે નથી આવતો, ધ્યેયપ્રાપ્તિની તીવ્ર અભિલાષામાંથી ચિત્તનો ઉપયોગ આવે છે. અભ્યાસથી આત્મસાત્ કરેલી ક્રિયાઓ પણ ધ્યેયપ્રાપ્તિની તમન્નાથી ઉપયુક્ત ન બને તો કેવળ દ્રવ્યક્રિયારૂપ જ બની રહે છે. ભાંગીતૂટી વસ્તુ કામમાં નથી આવતી અને વાપરીએ તો અનિષ્ટનો પ્રસંગ આવે છે. એવો અનિષ્ટનો પ્રસંગ અહીં ન આવે એ માટે ક્રિયાને અભંગ બનાવવા ચિત્તના આઠ દોષો ટાળવાનું ફરમાવ્યું છે. માનસ અતિચાર પણ ભંગસ્વરૂપ છે આટલું સમજાય તો આપણી ક્રિયાઓ શુદ્ધ, પરિપૂર્ણ અને તારક બન્યા વિના નહિ રહે. વર્તમાનમાં અનુપયોગપૂર્વક ક્રિયા કરવાની જાણે રજા મળી ગઈ છે માટે ધર્મ કરવાનું ફાવે છે. જો અનુપયોગની સજા મળે તો આજે ધર્મ કરવાની મજા ઊડ્યા વગર ન રહે. વરસોથી ધર્મ કરવા છતાં સર્વવિરતિધર્મની, દેશવિરતિની, સમ્યગ્દર્શનની કે માર્ગાનુસારીપણાની પણ પ્રાપ્તિ ન થઈ હોય, વિષય-કષાયની પરિણતિ ઘટી ન હોય તો તે બધો પ્રભાવ આ લક્ષ્યવિહીન ક્રિયાઓનો છે. ધર્મશાસન એ આપણા આત્માનું અનુશાસન છે. આપણે ભૂલ કરીએ ત્યારે તેને સુધારવા માટે અનુશાસનની જરૂર પડે. જેના વડે J'ain Education International Page #36 -------------------------------------------------------------------------- ________________ કે શિખામણ અપાય તે શાસન. શિખામણ શેની આપવી પડે ? દુ:ખ ભોગવવાની કે સુખ ભોગવવાની ? શાસ્ત્રમાં કહ્યું છે કે સુખ ભોગવવામાં અને સુખ ભોગવવાના ઉપાયો શોધવામાં તો લોકો વગર ઉપદેશે પણ નિપુણ છે. આથી સ્પષ્ટ છે કે સુખનો ત્યાગ કરી દુ:ખ વેઠી લઈને ધર્મ કરવાનો ઉપાય બતાવવા માટે શાસનની જરૂર છે. તમને ધર્મની જરૂર છે ને ? શેના માટે ? સુખ ભોગવવા માટે દુઃખ મજેથી વેઠી લેવા માટે ? તમને ધર્મ ક્યારે યાદ આવે ? દુ:ખમાં કે સુખમાં ? દુ:ખમાં પણ કદાચ યાદ આવે તો તે દુ:ખને દૂર કરવા માટે યાદ આવે કે સહન કરી લેવા ? જે દુઃખથી બચાવે તે ધર્મ નથી, જે દુઃખ વેઠતાં શિખવાડે તે ધર્મ. દુ:ખમાં પણ ધર્મ યાદ આવે તોય ઠેકાણું પડી જાય. આજે તો દુ:ખ આવ્યા પછી દુ:ખ આપનારા અને દુઃખથી બચાવનારા (ડોકટરો..) યાદ આવ્યા કરે છે, દુ:ખમાં સમાધિ આપનારો ધર્મ યાદ નથી આવતો. વર્તમાનદુ:ખને દૂર કરવાની ભાવનાથી ધર્મ યાદ આવે તે ધર્મને યાદ કર્યો ન કહેવાય. વર્તમાનદુઃખને પ્રતીકાર કર્યા વગર વેઠી લેવા માટે અને ભવિષ્યમાં નવું દુઃખ ઊભું ન થાય એ રીતે જીવવા માટે ધર્મ યાદ આવે તો ધર્મને યાદ કર્યો એવું કહેવાય. દુ:ખ આવ્યા પછી પરમાત્માને અને મહાપુરુષોને યાદ કરીએ તો દુ:ખ વેઠવાનું આલંબન મળ્યા વગર ન રહે, આ જ એ મહાપુરુષોનો ઉપકાર છે. દુઃખનો પ્રતીકાર કરવાની અને સુખ ભોગવવાની વૃત્તિમાંથી ભૂલો સર્જાય છે, અનુપયોગપૂર્વકની ક્રિયાઓ પણ આ વૃત્તિના કારણે જ થાય છે. ઉપયોગ રાખવામાં કષ્ટ પડે છે અને ૩૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ અનુપયોગદશામાં સુખશીલતા જળવાય તે માટે ઉપયોગ રાખવાનું ગમતું નથી. તેથી જ શાસ્ત્રકારો દુઃખ વેઠવાનો અને સુખ છોડવાનો ઉપદેશ આપે છે. અત્યાર સુધી જે ભૂલો કરી છે તેને સુધારવાનો એક જ ઉપાય છે કે સુખશીલતાનો ત્યાગ કરી દુઃખ ભોગવવાની વૃત્તિ કેળવી લેવી અને ભગવાનની આજ્ઞા મુજબની ક્રિયાઓમાં ચિત્ત પરોવવું. આઠ પ્રકારના ચિત્તના દોષોને ટાળીને જ શ્રી જિનેશ્વર ભગવન્તોએ ફરમાવેલી ક્રિયાઓ કરવી જોઈએ, એ પ્રમાણે જણાવીને હવે ચિત્તના આઠ દોષોનાં નામ ત્રીજી ગાથાથી જણાવે છે खेदोद्वेग - क्षेपोत्थान - भ्रान्त्यन्यमुद्रुगासङ्गः । युक्तानि हि चित्तानि प्रबन्धतो वर्जयेन्मतिमान् ॥३॥ ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુ, રોગ અને આસંગથી યુક્ત એવાં ચિત્તોને પ્રવાહથી અર્થાત્ સતત ન રહે તે રીતે બુદ્ધિમાને વર્જવાં જોઈએ. ૧) ખેદ : માર્ગમાં મુસાફર જેમ થાકી જાય છે અને આગળ ચાલવાનું બંધ કરે છે તેમ ધર્મક્રિયા કરતાં અટકાવે એવી જે થાન્તતા(શ્રમ) છે તેને ખેદ કહેવાય છે. પૂર્વષિાની પ્રવૃત્તિના કારણે ઉત્પન્ન થયેલ અને ઉત્તરક્રિયા કરતાં અટકાવે એવું જે દુઃખ, તે દુઃખસ્વરૂપ ખેદ છે. ૨) ઉગઃ ખેદ ન હોવા છતાં સ્થાને બેઠા ઉગ આવે છે. - ક્રિયા કરવામાં સુખ નથી મળતું, મજા નથી આવતી ૩૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ ઊલટું કષ્ટ પડે છે-આવા જ્ઞાનથી ઉત્પન્ન થયેલ ક્રિયાની આળસને ઉગ કહેવાય છે, જેથી શ્રમ ન હોય તોય ક્રિયા કરવાનો ઉત્સાહ થતો નથી, કદાચ કરે તો પણ આનંદ નથી આવતો. ૩) ક્ષેપઃ જે ક્રિયા કરતા હોઈએ તેમાં વચ્ચે વચ્ચે બીજે ચિત્ત જોડવું તેને ક્ષેપ કહેવાય છે. આ એક પ્રકારની ચિત્તની ચંચળતા છે. બીજા કામમાં જોડેલા ચિત્ત જેવું ચિત્ત, આપણા ચાલુ કામમાં હોય તો તે ચિત્ત લેપદોષથી દુષ્ટ મનાય છે. ૪) ઉત્થાન : ચિત્તની અપ્રશાન્તવાહિતાને ઉત્થાન કહેવાય છે. કામાદિ દોષોની ઉદ્રિત અવસ્થાના કારણે, મનવચન-કાયાની જે ઉદ્દેકાવસ્થા છે તેને ઉત્થાન કહેવાય છે. મદથી અવષ્ટબ્ધ(ઘેરાયેલા) પુરુષની અવસ્થા જેવું આ ઉત્થાનદોષવાળું ચિત્ત હોય છે. ૫) ભાન્તિઃ છીપમાં રજતનો ગ્રહ થાય તેમ જે વસ્તુ જેવી ન હોય તેવી જણાય તેને ભ્રમ કહેવાય. ભ્રાન્તિ (ભ્રમ) એ ભ્રમાત્મક મિથ્યાજ્ઞાન સ્વરૂપ છે. ૬) અન્યમુદ્ ઃ આરંભેલા અનુષ્ઠાનને છોડીને બીજા અનુષ્ઠાનમાં જે પ્રીતિ(હર્ષ) છે તેને અન્યમુદ્ નામનો દોષ કહેવાય છે. ૭) રર્ દોષ રોગસ્વરૂપ છે. અનુષ્ઠાનમાં જે અતિચાર લાગે છે તે પીડા અથવા ભંગસ્વરૂપ હોય છે તેને જ દોષ કહેવાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૮) આસંગ ઃ આરંભેલા અનુષ્ઠાનમાં; વિહિત એવા બીજા અનુષ્ઠાન કરતાં જે અતિશય પ્રીતિ થાય તેને ‘આસંગ કહેવાય છે. અત્યન્ત અભિળંગ (આસ ફતિ) સ્વરૂપ આ દોષ છે. મોક્ષમાર્ગની સાધના કરવા નીકળેલા પણ જો મોક્ષને પામી શકતા ન હોય તો તે આ આઠ દોષોના કારણે. આમાંથી કેટલાક દોષો યોગની પ્રાપ્તિને રોકે છે, કેટલાક દોષો યોગના વિકાસને રોકે છે જ્યારે કેટલાક દોષો યોગની પરિપૂર્ણતાને રોકે છે. અવિલંબે ફળને આપનારી સાધનામાં અવરોધ કરનારા આ આઠ દોષો મોક્ષમાર્ગના મુસાફરને ઘેરો ઘાલીને બેસે છે. જે માર્ગે ચાલતો ન હોય તેને કોઈ વિઘ્ન નથી નડતું, જે માર્ગે પ્રયાણ કરે તેને વિના આવે. મોહનો સ્વભાવ જ એવો છે કે આ સંસારમાંથી ભાગી નીકળતા જીવોને રોકવાનું કામ કરવું. આથી જ મોહને આધીન થયેલા જીવો પણ સંસારમાંથી નીકળી જતા જીવોને રોકવાનું કામ કરે છે. જ્યાં સુધી તમે સંસારમાં રહીને ધર્મ કરતા હો ત્યાં સુધી લગભગ કોઈ આડું ન આવે, પણ જો સંસાર છોડીને ધર્મ કરવાની વાત કરો-દીક્ષા લેવાની વાત કરો-તો એકી સાથે બધા આડા આવે, સ્વજનો પણ ઘેરાવો ઘાલે અને ઘરની સ્ત્રી પણ વાંધો ઉઠાવે. એ વખતે ઢીલા પડો તો શું થાય ? અવરોધો તો રોકવાનું કામ કરવાના જ, રોકાઈ જવું કે સામનો કરવો એ આપણા હાથની વાત છે. ચક્કર આવે ત્યારે પડી જવાના બદલે સ્થિર થવાની મહેનત કરીએ છીએ તેમ અવરોધો આડા આવ્યા પછી વધુ Page #40 -------------------------------------------------------------------------- ________________ સાવધાની રાખે એવાનું આ સાધનામાર્ગમાં કામ છે. સુબાહુકુમાર દીક્ષા લેવા નીકળ્યા તો માતા અને પાંચસો પત્નીઓ આડી આવી ને ? છતાં તેમણે શું કર્યું ? પાંચસો નાગણીઓમાં મારું મન આકુળવ્યાકુળ થાય છે એમ કહીને ચાલી નીકળ્યા ને ? તમને સંસારમાંથી નીકળવા ન દે તે કેવા લાગે છે તમારી પ્રત્યે બહુ લાગણી ધરાવનારા લાગે કે સાપજેવા લાગે ? અવરોધો ગમે તેટલા મજબૂત હોય, આપણે જો મક્કમ રહીએ તો ગમે તેવા અવરોધોમાંથી પણ માર્ગ કાઢી શકીશું. બાહ્ય કોઈ અવરોધો સાધનાની આડે નથી આવતા, આપણા પોતાના ચિત્તના દોષો જ આપણને આરાધના કરતાં અટકાવે છે. આટલું જે સમજાઈ જાય તો આપણું આગળનું કામ સરળ થઈ જાય. ચિત્તના દોષો આપણને યોગમાર્ગથી દૂર કરે એ પહેલાં આપણા આત્મામાંથી એ દોષોને દૂર કરવા પ્રયત્ન કરી લેવો છે. તે માટે ખેદાદિ દોષોનું સ્વરૂપ સમજવું પડશે, સ્વરૂપ સમજીને ખેદાદિ દોષો કેવા પ્રકારના વિપાકને બતાવે છે-એ પણ સમજી લેવું પડશે. ખેદાદિ દોષો સાધનામાં કેવી રીતે અવરોધ કરે છે એ સમજાઈ જાય તો એ દોષોને વહેલામાં વહેલી તકે દૂર કરવાનું મન સાધકને થયા વગર ન રહે. ૧. ખેદ. ખેદ એટલે શાન્તતા. અર્થાત્ ક્રિયામાં પ્રવૃત્તિ ન કરાવે એવો થાક. પૂર્વદિયાના કારણે ઉત્પન્ન થનારું અને ઉત્તરક્રિયાને કરવા ન દે એવું જે દુ:ખ, તેને ખેદ કહેવાય છે. મુસાફરી કરી રહેલો માણસ થાકના કારણે એક ડગલું પણ ભરી શક્તો નથી, તેમ ક્યિા કરવામાં 39. Page #41 -------------------------------------------------------------------------- ________________ ખેદ થવાના કારણે ક્રિયામાં પ્રવૃત્તિ અટકી જાય છે. મોક્ષમાર્ગમાં પ્રયાણ શરૂ ર્યા પછી કષ્ટ પડવા માંડે એટલે દુઃખના ભયે ઈષ્ટસ્થાને પહોંચવાની તાલાવેલી નાશ પામે છે, તેથી ખેદ જન્મે છે. આ ખેદ ટાળવાનો ઉપાય એક જ છે કે દુઃખનો ભય ટાળી સંસારનો ભય પેદા કરવો. ભયાનક અટવીમાંથી પસાર થનારો માણસ ભરબપોરે ભૂખ-તરસ અને થાકના યોગે એક ડગલું પણ ચાલવા માટે અસમર્થ બન્યો હોય અને તેથી માર્ગમાં ભોજનનાં પાત્ર ખોલીને જમવા બેઠો હોય, એટલામાં ક્યાંકથી બૂમ આવે કે દોડો દોડો..વાઘ આવ્યો!.' તો થાકના કારણે બેસી રહે કે ઊભો થઈને પાત્ર પડતાં મૂકીને દોડવા માંડે ? ત્યાં જેમ મરણના ભયથી પ્રયાણનો ખેદ જતો રહે છે તેમ અહીં પણ સંસારનો ભય પેદા થઈ જાય તો ક્રિયામાં લાગેલો મનનો થાક ઊતરી જાય. આથી જ શાસ્ત્રકારો ફરમાવે છે કે સંસારનો ભય પેદા થયા વિના અને પોતાના સંસારનો ઉચ્છેદ કરવાની ભાવના જાગ્યા વિના ધર્મની સાચી શરૂઆત થતી નથી. વર્તમાન દુઃખ કરતાં ચઢિયાતું દુઃખ નજર સામે આવે તો વર્તમાનનું દુઃખ હળવું બન્યા વગર ન રહે. ભૂખના દુઃખ કરતાં મરણનું દુઃખ ભયંકર લાગે તો થાક ઊતરી જાય ને ? તેમ ક્રિયાના કષ્ટ કરતાં પણ આ સંસાર ભયંકર છે, દુઃખરૂપ છે, એવું લાગે તો ક્રિયાનો ખેદ જતો રહે. ખેદ દોષને દૂર કરવા માટે શું કરવું એ વિચારવા પહેલાં આપણે ખેદદોષની ભયંકરતા અને ખેદના અભાવની ઉપાદેયતા ચોથી ગાથાથી વિચારી લઈએ. खेदे दादाभावान्न प्रणिधानमिह सुंदरं भवति । एतच्चेह प्रवरं कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ॥४॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ ખેદના કારણે, યિાની સમાપ્તિ સુધીની સ્થિરતા સ્વરૂપ દૃઢતા નથી આવતી, તેથી પ્રસ્તુત ક્લિામાં એકાગ્રતા જળવાતી નથી. ધાન્યની નિષ્પત્તિ માટે પાણી જેમ પ્રધાન અંગ મનાય છે તેમ અહીં એકાગ્રતા એ ક્રિયાના ફળની પ્રાપ્તિમાં મુખ્ય હેતુ છે. ખેતી કરવાવાળાને પાણીની જેટલી ગરજ છે, તેટલી ધર્મ કરવા માટે ખેદના અભાવરૂપ દૃઢતાની જરૂર છે. ખેદના કારણે દૃઢતા નથી આવતી. દૃઢતા ન હોવાથી ફળપ્રાપ્તિ માટેની એકાગ્રતાઅવિચલિતતા સ્વરૂપ પ્રણિધાન નાશ પામે છે, તેથી ક્રિયા અટકી પડે છે. પ્રયાણ કરનાર માણસ થાકી જાય તો પગ લથડિયાં ખાવા માડે, તેથી મન ઢીલું પડે અને અંતે ગમનક્રિયા અટકી પડે. તે જ રીતે અહીં પણ બને છે. પાણી વગર ખેતી ન થાય તેમ સ્થિરતા વગર ક્રિયા ન થાય, વરસાદ ન આવે તો ખેડૂતો કેટલી મહેનત કરે છે ? યજ્ઞયાગ વગેરે કરાવે, કૃત્રિમ પણ વરસાદ વરસાવે. ખેડૂત જેટલી મહેનત, ખેદને દૂર કરી સ્થિરતા મેળવવા માટે ક્યારે કરી ? ખેદના કારણે ક્રિયા મૂકી દેનારા મળે પણ ખેદ ટાળીને ક્યિા કરવા માટે પ્રયત્ન કરનારા કેટલા મળે ? ખેદ દૂર કરવા માટે દૃઢતા કેળવવી પડશે, દૃઢતા માટે સંકલ્પબળ મજબૂત કરવું પડશે. સંકલ્પબળ મજબૂત કરવા માટે શક્તિની જરૂર નથી, તાત્ત્વિક ઈચ્છાની જરૂર છે. નાના છોકરાઓની શક્તિ કેટલી હોય છે ? છતાં ચાલવાની ઈચ્છા હોય તો ચાલતાં ચાલતાં પડી જવા છતાં થાતા નથી, એમનો ચાલવાનો સંકલ્પ કેટલો મજબૂત હોય છે ? આપણને આવો સંકલ્પ ક્રિયા કરવામાં ન આવતો હોય તો તેનું Page #43 -------------------------------------------------------------------------- ________________ કારણ એ જ માનવું પડે કે મોક્ષે જવાની, સંસારનો ઉચ્છેદ કરવાની ઈચ્છા નથી. શાસ્ત્રકારો કહે છે કે “ભવોર્જ વાહન, થરા ૩છે યાત્... ?' (આ સંસાર દુ:ખથી ગહન-વ્યાપ્ત છે, તેનો ઉચ્છેદ કઈ રીતે થાય ?) આ ભાવનાથી ધર્મની શરૂઆત થાય છે. પહેલાં સંસારની જિહાસા જાગે, પછી સંસારોચ્છેદના ઉપાયની જિજ્ઞાસા જાગે અને ત્યાર બાદ તે ઉપાયના સેવનની ચિકીષ જાગે. જિહાસા(હાનિષ્ઠT) એટલે છોડવાની ઈચ્છા. જિજ્ઞાસા (જ્ઞાતુમિચ્છા) એટલે જાણવાની ઈચ્છા અને ચિકીર્વા (વર્તમચ્છ) એટલે કરવાની ઈચ્છા. પહેલાં સંસારના ઉચ્છેદની ભાવના જાગે પછી ધર્મ જાણવાની ઈચ્છા જાગે અને પછી ધર્મ કરવાનું મન થાય, તેને ધર્મની તાત્વિક ઈચ્છા કહેવાય છે. વર્તમાનમાં ભવની ગહનતા અને દુઃખપ્રચુરતાનું પરિભાવન ક્યાં વિના ધર્મ કરવાની શરૂઆત કરવાના કારણે પરિણામ સારું નથી આવતું. આજે તાપૂરણ નિમિત્તે, પ્રતિષ્ઠા-અંજનશલાકા નિમિત્તે, દીક્ષા-વડી દીક્ષા નિમિત્તે, દીક્ષાતિથિ-સ્વર્ગતિથિ નિમિત્તે ઉત્સવ કરનારા મળે ? પરંતુ સંસારના ઉચ્છેદનો પરિણામ આજે જાગ્યો છે. એ નિમિત્તે ઉત્સવ કરનારા મળે ? તમે વરસોથી ધર્મ કરો છો ને ? સંસારના ઉચ્છેદનો પરિણામ તમને ક્યારે જાગ્યો ? જાગ્યો હોય તો તેને ટકાવ્યો ? ન જાગ્યો હોય તો તેનું દુઃખ થયું ? કોઈ ગુરુભગવન્ત પાસે જઈને ફરિયાદ કરી ખરી કે “સાહેબ, વરસોથી ધર્મ કરું છું પણ હજુ સંસારનો રસ ઘટ્યો નથી, સંસારનો ઉચ્છેદ કરવાનો પરિણામ જ આવતો નથી !' ? બધાં ધર્માનુષ્ઠાનના મૂળમાં આ સંસારના Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છેદનો પરિણામ હોવા છતાં તે પરિણામ વગર કે તે પરિણામ લાવવાની ભાવના વગર અનેક પ્રકારનાં ધર્માનુષ્ઠાનો કર્યે રાખે, તેનું શું ફળ મળે ? સંસારને છોડવાની ઈચ્છા ન જાગે ત્યાં સુધી ધર્મ કરવાની ઉતાવળ નકામી છે. ધર્મની તાત્વિક ઈચ્છા વગરનાને ધર્મ આપવાના કારણે આજે ધર્મની વિટંબણા શરૂ થઈ છે. જેને ખાવાની ઈચ્છા ન હોય તેને ખાવા આપીએ તો તે ઊલટી જ કરે ને ? માટે સાચા ધર્મદેશકો ધર્મ કરાવવાની ઉતાવળ ન કરતાં ભવની નિર્ગુણતાનું ભાન કરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. સંસારની સાધના અને મોક્ષની સાધના સાથે ન ચાલે. સંસારની ઈચ્છા મરે, પછી મોક્ષની, ધર્મની ઈચ્છા જાગે. શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન જેના હૈયે વસ્યું હોય તેને આ સંસાર અકારો લાગે, કારાગૃહ જેવો લાગે. સંસારને અને શાસનને બાપજનમનું વેર છે. સંસાર હૈયામાં રાખીને આવે તેને શાસન ન અપાય. સવ અહીં આવનારા તો સંસારની ઈચ્છાવાળા ન હોય ને ? એવું એકાન્ત નથી. અહીં આવનારા બધા સંસારની અરુચિવાળા હોય છે એવું ન માનતા.’ એમ અમારા આચાર્યભગવન્ત અમને કહેતા. અહીં આવનારા એવા પણ મળે કે-મોટાના સેવક થઈએ તો સમાજમાં મોભો મળે, સંસારમાં બરાબર ગોઠવાઈ જાય ને ધરમનો ધરમ થાય. આવાઓને ધર્માત્મા માનવાની ભૂલ ન કરાય. ધર્માત્મા તો તેને કહેવાય કે જે સંસારના સુખથી ભાગતો ફરે. સંસારના સુખ માટે ધમપછાડા કરે તે ધર્માત્મા ન હોય. અનુકૂળતા શોધવા નથી નીકળવું અને પ્રતિકૂળતા આવે તો ટાળવી નથી : આ શાસનની આરાધનાનું લક્ષણ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ સ0 ઘરેડ મુજબ ધર્મ કરીએ તો તેનું કંઈક તો ફળ મળે ને ? ઘાંચીના બળદને શું ફળ મળે ? માત્ર કાયક્લેશ જ ને ? એ રીતે ઘરેડ મુજબના ધર્મનું માત્ર કાયક્લેશ જ ફળ મળે. બહુ બહુ તો ચાર માણસ તમને ધર્મી કહેશે, પણ એનાથી ધર્મી થવાશે નહિ. ધર્મી થવું હશે તો ઘરેડ મુજબ ધર્મ કર્યું નહિ ચાલે. સંસારનું લક્ષ્ય ફેરવવું પડશે, સાધુપણાનું-મોક્ષનું લક્ષ્ય કેળવવું પડશે. ધંધો ઘરેડ મુજબ કરો છો કે પૈસા મેળવવાનું લક્ષ્ય હોય જ છે ? દુનિયામાં દરેક ઠેકાણે લક્ષ્યવેધી પ્રવૃત્તિ કરનારા તમને અહીં ધર્મમાં જ લક્ષ્ય વગરની ક્રિયાઓ કરવાની ટેવ ફક્યાંથી પડી ગઈ છે ? “સંસારનો ઉચ્છેદ કરવો નથી તો ધર્મ શા માટે કરો છો ?' આવું કો'ક દિવસ તો આત્માને પૂછો ! વરસોથી ધર્મ કરનારા તમને કોઈ પૂછે કે ધર્મ શા માટે કરો છો, તો શું કહો ? સંસારના ઉચ્છેદ માટે કરું છું, એમ કહો ? સ) ધર્મ તો એના માટે જ કરીએ છીએ ને ? આ અવાજ બોદો કેમ નીકળે છે ? તમે ગમે તેટલું બોલો, તમારા હૈયામાં એ પરિણામ નહિ હોય તો અવાજ બોદો જ નીકળવાનો. અમે ગમે તેટલો ઉપદેશ આપીએ પણ જ્યાં સુધી તમારું હૈયું ન બદલાય ત્યાં સુધી પરિણામ આવું જ આવવાનું. સસંસારના ઉચ્છેદની ભાવના તો હોય પણ સાધુપણું કઠિન લાગે તો શું કરવું ? સંસારના ઉચ્છેદની ભાવના જાગ્યા પછી સાધુપણું કઠિન ન લાગે, સંસાર કઠિન લાગે. શાસ્ત્રકારો ફરમાવે છે કે સંસાર છોડવો. Page #46 -------------------------------------------------------------------------- ________________ એ કઠિન નથી, સંસારને ઓળખવો એ કઠિન છે. મોક્ષમાર્ગની આરાધના કરવી કઠિન નથી, સંસારની નિર્ગુણતાનું ભાન થવું અને સંસારના ઉચ્છેદની ભાવના જનમવી એ કઠિન છે. લોકમાં કહેવાય છે કે વિષવૃક્ષ પણ જો પોતે વધાર્યું હોય તો તેને દવા માટે હાથ ઊપડતો નથી. તેમ પોતે કરેલા આ સંસારના સર્જનને જ્ઞાનીઓ વિષરૂપ કહે છે છતાં તેનું વિસર્જન કરવા માટે મન તૈયાર થતું નથી. પોતાનું લખેલું ફાડવાનું મન ન થાય, પોતે ઘડેલું શિલ્પ તોડવાનો જીવ ન ચાલે. કારણ કે ત્યાં મમત્વ પડ્યું છે તેમ જ્યાં સુધી સંસારનું મમત્વ પડ્યું છે ત્યાં સુધી સંસારના ઉચ્છેદનો પરિણામ ક્યાંથી આવે ? જ્ઞાનીઓ આ સંસારને નિર્ગુણ કહે છે તો આપણે એમાં ગુણ શોધવા નથી નીકળવું. આટલું જો નક્કી કરીએ તો મમત્વ મર્યા વગર નહિ રહે. મમત્વ મરવા માટે એટલે સંકલ્પબળ મજબૂત બને. એકવાર સંકલ્પ મજબૂત થાય તો પછી સાધુપણાનો માર્ગ સહેલો છે. પૂર્વના મહાપુરુષોને દીક્ષાનો માર્ગ અઘરો નહોતો લાગ્યો, સંસારનો માર્ગ અઘરો લાગ્યો હતો તેથી એ માર્ગ છોડીને દીક્ષાના માર્ગે ચાલી નીકળ્યા. જેણે ભૂમિ પર પગ નહોતો મૂક્યો તે ક્ષણવારમાં રસ્તે ચાલતા થઈ ગયા. પુંડરિકરાજર્ષિ ઘોડા ઉપર બેસીને પોતાના ભાઈ કંડરિકરાજર્ષિને વંદન કરવા ગયા હતા, પણ ત્યાંથી વેષ પહેરીને રસ્તે ચાલવા માંડ્યા, સનકુમાર ચક્રવર્તીને દુઃખ વેઠવાનો કોઈ અભ્યાસ ન હતો છતાં સાત સો વરસ સુધી રોગ સહન કરી સાધુપણામાં વિચર્યા ને ? આવાં દૃષ્ટાન્તો તો જોઈએ એટલાં શાસ્ત્રના પાને નોંધાયેલાં છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ અનંતા આત્માઓએ ખેડેલો આ માર્ગ છે. આપણે ગભરાવાની જરૂર નથી. અત્યારે સમજણ પણ મળી છે, શક્તિ પણ મળી છે અને સંયોગો પણ મળ્યા છે તેનો ઉપયોગ સંસાર છોડવા અને સાધુપણાનાં કષ્ટો વેઠવા માટે કરી લેવો છે. આ પાંચમા આરામાં ચક્રવર્તીનું સુખ ન મળે, પણ ઘાણીમાં પિલાવું પડે એવું દુઃખ તો અત્યારે પણ આવે એવું છે. આ અવસર્પિણીકાળમાં સુખનો હાસ થાય છે, દુઃખનો નહિ. દુઃખ પાપના યોગે આવે છે, પાપ નહિ જાય ત્યાં સુધી દુઃખ નહિ ટળે. દુઃખ કેટલું આવ્યું છે એ જોવા કરતાં પાપ કેટલું કર્યું છે એ જોવું છે. સહનશક્તિ કેટલી છે એ જોવા કરતાં કેટલું સહન કરવાનું છે એ જોવું છે. સહનશીલતાની સામે જોયા વિના દુઃખને અનુરૂપ સહનશીલતા કેળવીને જેટલું આવે એટલું વેઠી જ લેવું છે : આવો પરિણામ આવે તો આજે ચારિત્ર આવ્યા વગર ન રહે. સ0 દુઃખ નિકાચિત હોય તો ટાળી ન શકીએ પણ માત્રા ઓછી કરવા તો પ્રયત્ન કરીએ ને ? જે દુઃખને ટાળીને દુઃખની માત્રા ઓછી કરવા મહેનત કરે તેની માત્રા ન ઘટે. દુઃખ દુઃખરૂપ ન લાગે તો માત્રા ઓછી થાય, દુઃખ મજેથી વેઠીએ તો દુઃખ ઓછું લાગે. જેલમાં રહેલા ગુનેગારો પણ સારું વર્તન બતાવે છે તો તેમની સજા ઓછી કરવામાં આવે છે એમ તમે પણ જો સારું વર્તન કરો, દુઃખ મજેથી ભોગવી લો, નવું દુઃખ ઊભું ન કરો તો કર્મસત્તા માત્રા ઓછી કરી આપશે. જેઓ દુઃખનો પ્રતીકાર કરવા માટે પ્રયત્ન ક્ય કરશે તેનું દુઃખ Page #48 -------------------------------------------------------------------------- ________________ બેવડાયા વગર નહિ રહે. જેઓ આ સંસારમાં સંયમનાં કષ્ટો વેઠી લે છે તેને દુઃખ ભોગવવા માટે નરકાદિગતિમાં જવું પડતું નથી. જેઓ અહીં દુઃખને હડસેલો મારે તેમને એ દુઃખ ભોગવવાનો વારો નરકાદિગતિમાં આવવાનો. સ્વાધીનપણે જે દુઃખ વેઠી લે તેને પરાધીનપણે દુ:ખ વેઠવાનો અવસર નથી આવતો. જેઓ સ્વાધીનપણે દુઃખ વેઠતા નથી તેઓને પરાધીનપણે દુઃખ વેઠવાનો અવસર આવશે જ. સઆ ગણિતમાં કોઈ ફેરફાર ન થાય ? આ ગણિત તમારું-અમારું નથી. કેવળજ્ઞાનીઓએ કેવળજ્ઞાનથી જોઈને ભાખેલું છે, શાસ્ત્રના પાને અંકાયેલું છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પહેલા અધ્યયનમાં જણાવ્યું છે કે वरं मे अप्पा दन्तो संजमेण तवेण य । माहं परेहिं दम्मन्तो बन्धणेहिं वहेहि य ॥१-१५॥ સંયમ અને તપ વડે હું જાતે જ મારા આત્માનું-અપ્રશસ્ત કષાયોનું અને ઈન્દ્રિયોનું- દમન કરી લઉં એ સારું છે. અન્યથા નરક-તિર્યંચગતિમાં વધ અને બંધન દ્વારા બીજા મારા આત્માનું દમન કરશે. બીજા બંધન કરે એના કરતાં હું જાતે જ ન કરી લઉં?' સુખનો રાગ મારવા અને દુ:ખનો દ્વેષ ટાળવા માટે ભગવાને બે ઉપાય બતાવ્યા છે : સંયમ અને તપ. પાંચે ઈન્દ્રિયોના વિષયોના ભોગવટાનો સંયમ કરવાના કારણે સુખનો રાગ મરવા માટે અને અનશનાદિ બાર પ્રકારનો તપ કરવાના કારણે દુઃખ કોઠે પડવા માંડે તેથી દુઃખનો દ્વેષ જતો રહે. Page #49 -------------------------------------------------------------------------- ________________ સ૦ સુખ આવ્યે જીવિતવ્ય વાંધ્યું, દુ:ખ આવ્યે મરણ વાં-એવી હાલત હોય તો શું કરવું ? આવેલું સુખ પણ છોડવા માટે તૈયાર થઈ જવું. જીવવું કે મરવું એ આપણા હાથની વાત નથી, સુખ છોડી દેવું અને દુ:ખ વેઠી લેવું એ આપણા હાથની વાત છે. મન થાય કે ન થાય, કર્યા વગર ચાલે એવું નથી. સુખ આવે કે દુ:ખ આવે, સુખની લાલચ મારીને દુ:ખની નફરત કાઢીને ધર્મ કરવા લાગી જવું છે. સ૦ દુ:ખમાં ધર્મ નથી સૂઝતો ! દુ:ખ ટાળવાનું મન છે માટે નથી સૂઝતો, બાકી તો દુ:ખમાં સહેલાઈથી ધર્મ સૂઝે છે. વર્તમાનનું દુ:ખ નથી ટાળવું, કાયમનું દુ:ખ ટળી જાય માટે પાપ ટાળવું છે, કર્મ ટાળવું છે આટલું સમજાઈ જાય તો અસહ્યદુ:ખમાં પણ ધર્મધ્યાન અવિચલ રહે છે. ગજસુકુમાલમુનિને સોળ વરસની ઉંમરે માથે સઘડી મુકાઈ, છતાં ધ્યાન ન ગયું. કયા કુળમાં તે જન્મેલા ? કૃષ્ણવાસુદેવના કુળમાં. એમનો સંસાર કેવો હશે ? સુખમય જ ને ? છતાં એ સંસાર દુ:ખથી ભરેલો લાગ્યો, અટારો લાગ્યો તો કાયાની માયા મૂકી દીક્ષા લીધી ને પહેલા જ દિવસે સ્મશાનમાં ચાલી નીકળ્યા. ભગવાને અનુમતિ પણ આપી, માથે સઘડી મુકાશે એમ ચેતવ્યા ય નહિ. ગજસુકુમાલમુનિ પોતે પણ માથે અંગારા ચંપાયા પછી ‘દુ:ખ પડે છે' એના બદલે ‘કર્મ ટળે છે’- એ ભાવનામાં ચઢયા તો કેવળજ્ઞાન પામી મુક્તિએ પહોંચ્યા. કૃષ્ણ મહારાજા અને દેવકી માતાને ખબર પડી ત્યારે શું થયું હશે ? પહેલા જ દિવસે સ્મશાનમાં કેમ જવા 100000 Y: 00000000 ૪૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ દીધા એવો વાંધો ઉઠાવ્યો હશે ? મોહના કારણે આંખમાં આંસુ આવે એ બને પરંતુ હૈયે તો સમતાપૂર્વક ઉપસર્ગ સહી મુક્તિએ પહોંચ્યાનો આનંદ જ હોય ને ? સ૦ એ બધા પરિણામને જોનારા હતા. તો તમે વર્તમાન સામે દૃષ્ટિ સ્થિર કરી કેમ બેસી રહ્યા છો ? આપણે પણ એ મહાપુરુષોના કુળમાં જ જન્મ્યા છીએ ને ? જે શાસન એમને મળ્યું હતું એ જ આપણને મળ્યું છે. જે શાસનને પામી એ મહાપુરુષો કેવળજ્ઞાન પામી મોક્ષે પહોંચી ગયા એ શાસનને પામી આપણે સમ્યક્ત્વ પણ મેળવી ન શકીએ ? ચારિત્ર પણ ન મેળવી શકીએ ? પોતાના આત્માના આઠે પ્રકારનાં કર્મોને દૂર કરાવી આપે એવું શાસન મળ્યા પછી દુ:ખથી ભાગ્યા કરે અને પુણ્ય માટે દોડાદોડ કર્યા કરે એ બુદ્ધિમાનનું લક્ષણ છે ? ચારિત્ર માટે પુણ્ય જોઈતું હોય તો હજુ નભાવાય, પણ સંસારમાં સુખી થવા માટે પુણ્યની જરૂર હોય તો કેમ નભાવાય ? પુણ્યથી મળતા સુખ ઉપરથી નજર ખસ્યા વગર સમ્યગ્દર્શન પણ મળતું નથી તો ચારિત્રધર્મ ક્યાંથી મળે ? એ મહાપુરુષો પરિણામને જોનારા હતા તો આપણે પણ પરિણામને જોનારા થવું છે, વર્તમાનના સુખ-દુ:ખમાં મૂંઝાવું કે અકળાવું નથી. સુખ જોઈતું નથી, દુ:ખ આવતું હોય તો ભલે આવતું, અનુકૂળતા આપતા હોય તોય નથી જોઈતી, પ્રતિકૂળતા આપતા હોય તો લઈ લેવી છે : આ અધ્યવસાય આત્મસાત્ કરવો છે. જરૂર પડે તો અનુકૂળતા આપનાર સામે ડક થઈશું તો વાંધો નહિ પણ પ્રતિકૂળતા આપનારને ખખડાવવા નથી. [૪૭] Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે : સાધુભગવન્તો માટે આધાર્મી આહાર કોઈ બનાવતું હોય એની સાધુને ખબર પડે તો તરત જ જઈને તે ગૃહપતિને કડક શબ્દોમાં કહે કે તમે અમારા માટે આહાર બનાવશો નહિ, જો તમે અમારા માટે રાંધશો તો તેમાંથી અમે કશું જ નહિ વહોરી જઈએ, પછી પાછળથી તમને એમ ન થાય કે સાધુભગવત્તે કશું વહોર્યું નહીં.' પ્રતિકૂળતાને, પ્રતીકાર ક્યા વગર સહેનાર સાધુભગવન્તો અનુકૂળતાને આ રીતે હડસેલો મારે. તમારે સાધુ થવું છે ને ? તો અહીંથી શરૂઆત કરવા માંડો. સ, સુખમાં છકી ન જવું. ના ભાઈ ના. સુખ છોડી દેવું છે. સુખમાં છકી ન જવાની વાત કરી-કરીને સુખ ભોગવવાનો પરવાનો મેળવવાનું કામ અત્યાર સુધી કર્યું છે. હવે તો સુખ છોડવાથી જ શરૂઆત કરવી છે. સવ આ તો હજુ અભ્યાસદશા છે ને ? ક્યાં સુધી અભ્યાસ કરશો ? છોકરાના છોકરા ભણી ઊડ્યા તોય તમારો અભ્યાસ પૂરો નથી થયો ? સૂર્યાસ્ત થાય ત્યાં સુધી રસોઈ કરવાનો અભ્યાસ કર્યા કરે તે ખાવા પામે કે કરેલી રસોઈ ફેંકવાનો વખત આવે ? મળેલું થોડું-ઘણું સુખ ભોગવવામાં અને નહિ મળેલા સુખની ઝંખનામાં જિંદગી પૂરી થવા આવી, હજુય ચેતવું નથી ? આ મનુષ્યભવ આમ જ વેડફી નાંખવો છે ? આપણે કોના શાસનમાં જન્મ્યા ને કેવા ગુરુને પામ્યા ? જેમણે સુખ સામે કરડી નજર કરી અને દુઃખ સાથે દોસ્તી કરી, આવા પૂરા કાળમાં પણ શાસનની રક્ષા અને પ્રભાવના કરી આપણા જેવા સુધી Page #52 -------------------------------------------------------------------------- ________________ આ શાસને પહોંચાડ્યું, તે કેવી આરાધના તેઓશ્રીએ કરી હશે? સત્ર પૂર્વભવની સાધના પણ કામ કરે ને ? એમ કહીને છટકી નથી જવું. આપણી પાસે પૂર્વભવની સાધના નથી એવું લાગતું હોય તો આ ભવમાં સાધના કરવા માંડો. સાધના કરવા માટે સુખથી દૂર રહેવું છે, ઘરથી દૂર રહેવું છે. વિષયોનો ત્યાગ કરીએ તો વિષયોનો રાગ છૂટે. વિષયો સામે જોયા કરે તો રાગ થયા વગર ન રહે. ચોવીસ કલાક વિષયોની વચ્ચે રહો તો વૈરાગ્ય ક્યાંથી મળે ? વિષયોથી દૂર રહીએ તો વૈરાગ્ય મળે. ઘર છોડવું નથી, પરિવાર છોડવો નથી ને વૈરાગ્ય જોઈએ છે-ક્યાંથી મળે ? શ્રી યોગશત ગ્રંથમાં જણાવ્યું છે કે ઈષ્ટથી દૂર રહે તો ઈષ્ટ ઉપરનો રાગ મરે અને અનિષ્ટની સાથે રહીએ તો અનિષ્ટ ઉપરનો દ્વેષ ટળે. જેને આયંબિલનું ભાવતું ન હતું તેવાઓ પણ આયંબિલ કરવા લાગ્યા તો તેની અરુચિ દૂર થઈ ગઈ ને ? એ જ રીતે દૂધપાકથી કાયમ માટે દૂર રહ્યા હોત તો એનો રાગ પણ દૂર થઈ જાત. પણ આયંબિલના પારણે દૂધપાક વાપરવા તૈયાર થઈ જાય તો આયંબિલ કરવા છતાં દૂધપાકનો રાગ ન મરે. જેઓને ધર્મસાધના કરી પરમપદે પહોંચવું છે તેઓ માટે આ નિરૂપણ છે. જેને સંસારમાં રહેવું છે એના માટે કોઈ ઉપદેશ નથી. સંસારના સુખ પ્રત્યે વૈરાગ્ય જાગ્યા વગર સાધનાનો સંકલ્પ મજબૂત નહિ થાય અને સુખનો વેરાગ્ય પેદા કરવા માટે સુખ આપનારા વિષયોથી દૂર રહેવું છે. સુખની ઈચ્છા Page #53 -------------------------------------------------------------------------- ________________ ખરાબ છે એમાં તો બે મત જ નથી, પરંતુ એ ઈચ્છાનું ઈધન બનનારા વિષયો એથીય ખરાબ છે. ઈચ્છાને ઓલવવા માટે સૌથી પહેલાં ઈધન આપવાનું બંધ કરવું પડશે. સુખની ઈચ્છાને આધીન થઈને તેને શાંત કરવા એમાં વિષયોનું ધન પૂર્યા કરવું એ મોટામાં મોટી મૂર્ખાઈ છે. ગમે તેવો દાવાનળ પણ ઈંધન ન મળે તો એની મેળે શાંત થાય છે અને અખંડ દીપક સતત ઈધન મળ્યા કરવાથી બળ્યા જ કરે છે. પહાડજેવી ઈચ્છાનો પણ જો આવિર્ભાવ કરવામાં ન આવે, એને આધીન થઈને પ્રવૃત્તિ કરવામાં ન આવે તો કકડભૂસ થઈને તૂટી પડશે અને નાનકડી પણ ઈચ્છા પૂરી કરવા બેસીશું તો ઈધન મળવાથી પહાડજેવી બનીને સાધનામાર્ગમાં આડે આવીને ઊભી રહેશે. સ૦ મનને કાબૂમાં કેવી રીતે રાખવું ? મનને આધીન ન થવું. મન કાબૂમાં રહેતું નથી એવી ખોટી દલીલો ન કરો. સામો માણસ આપણા કરતાં બળવાન હોય તો ક્રોધને કાબૂમાં રાખતાં આવડે છે ને ? કોઈ ચોર ગળે તલવાર મૂકીને ધન માગે ત્યારે, લોકોનું લોહી પીને ભેગા કરેલા ધનના લોભને કાબૂમાં રાખતાં આવડે છે ને ? મનને આધીન ન થવું એ તમને આવડે તો છે, ક્યાં થવું ક્યાં ન થવું એ તમારી મરજીની વાત છે. તમે “આવડતું નથી' એમ કહો એટલે અમે સમજીએ કે ‘કરવું નથી.' તમે લોકોને છેતરવાનું શરૂ કર્યું તેમ ગુરુને પણ છેતરવાનું શરૂ કર્યું છે. સાચી જિજ્ઞાસા પણ પેદા કરવા વાર લાગશે.. આપણી ઈચ્છાથી તો મનને દબાવતાં આવડે છે, હવે Page #54 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની આજ્ઞા મુજબ મનને દબાવતાં શીખી લેવાની જરૂર છે. ભગવાનની આજ્ઞા જેટલી હોય તેનાથી અધિકની ઈચ્છા નથી કરવી. ઈચ્છા થાય તો ય મેળવવા માટે પ્રયત્ન નથી કરવો. સ, ભવિષ્યનો વિચાર તો કરવો પડે ને ? ભવિષ્યનો એટલે તમારી જાતનો કે સાત પેઢીનો ? તમારી જાતના ભવિષ્યના વિચાર માટે તો આ બધાં શાસ્ત્રો રચાયાં છે. ‘તમારું શું થશે” એની સાચી ચિંતા તો આ મહાપુરુષોએ જ કરી છે. આપણે તો માત્ર “શું થાય છે એની જ ચિંતા કરીએ છીએ શું થશે? એની ચિંતા કરનારા તો આ મહાપુરુષો જ છે. એથી જ તેમણે શાસ્ત્રના પાને પાને સંસારની અસારતા સમજાવીને સંસારના સુખના રાગને મારવાનો ઉપદેશ આપ્યો છે. સવ પ્રારંભિક કક્ષાનો ઉપાય બતાવો ને ? આ પ્રારંભિક કક્ષાની જ વાત છે, સાધુ થવાની વાત નથી. પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોથી દૂર રહેવાનો અભ્યાસ પાડવો એ સાધનાની પ્રાથમિક કક્ષા છે. અગ્નિ બાળે છે માટે અગ્નિથી દૂર રહેવું એ-પ્રાથમિક કક્ષા છે કે ઊંચી વાત છે ? નાના છોકરાઓ અગ્નિ સાથે રમત કરે તો દાઝી જાય, માટે પ્રાથમિક કક્ષામાં એને અગ્નિથી દૂર જ રાખો ને ? કે અગ્નિને અડવા દો ? અહીં પણ ભગવાન કહે છે કે સંસાર દાવાનળ છે. એ દાવાનળથી દૂર થવાની વાત કરવી તે ઊંચું તત્ત્વજ્ઞાન છે કે પ્રારંભની વાત છે ? સ૦ સંસાર દાવાનળસ્વરૂપ લાગતો નથી-તેનું શું ? નાના છોકરાને પણ અગ્નિ બાળનારો નથી લાગતો તો શું Page #55 -------------------------------------------------------------------------- ________________ કરવું ? બળવા દેવો ? બાળવયમાં જ નહિ યુવાનવયમાં પણ તમારો છોકરો પોતાને ગમે-એ છોકરી સાથે ફરતો હોય અને તમને બરાબર ન લાગે તો કેવાં પગલાં લો ? એવાં પગલાં તમારી જાત માટે લેવાં છે ? કે સંસાર દાવાનળસ્વરૂપ લાગે પછી જ નીકળવું છે ? સ૦ અનુભવ થાય તો માનવાનું સરળ બને ને ? તમને તમારા અનુભવજ્ઞાન ઉપર વિશ્વાસ કે અનન્તજ્ઞાનીનાં વચનો પર ? તમે તમારા અનુભવજ્ઞાન પ્રમાણે ચાલો છો કે અનુભવીનાં વચન પ્રમાણે ? પોતાના અનુભવને બાજુએ મૂકી અનુભવીના જ્ઞાન ઉપર વિશ્વાસ મૂકી અનુભવીના વચન પ્રમાણે કામ કરીએ તો સિદ્ધિ મળે : આવો અનુભવ તમારા વ્યવહારમાં પણ તમે કર્યો છે ને ? ઈન્દ્રભૂતિને આત્માનો સંશય હતો, આત્મા દેખાતો નથી તો કેવી રીતે માનવો-એવી શંકા હતી, ત્યારે ભગવાને એમને પૂછ્યું હતું કે, ‘તું પોતે આત્માને દેખે તો માને કે બીજા આત્માને દેખતા હોય તોય માને ?' એમ મારે પણ તમને પૂછવું છે કે ‘તમે તમારા અનુભવથી માનો કે બીજાના અનુભવથી પણ માનો ?’ ઈન્દ્રભૂતિએ તો કહ્યું હતું કે ‘બીજા દેખે તો ય માનું...', તમારે શું કહેવું છે ? ઈન્દ્રભૂતિ તો મિથ્યાદૃષ્ટિ હતા, તમે તો ભગવાનના શાસનને પામેલા છો ને ? ઇન્દ્રભૂતિએ ભગવાનના વચનથી ‘આત્મા છે’ એમ માની લીધું ને ? સ૦ આજે તો સંશોધન કરીને વનસ્પતિમાં જીવ છે એ સિદ્ધ કરી આપ્યું છે. શ્રદ્ધા વગરના ભેગા થયા માટે સંશોધન કરવા નીકળ્યા છે. પર Page #56 -------------------------------------------------------------------------- ________________ સંશોધન કર્યા પછી પણ માનવું છે ખરું ? પોતાના આત્માના અસ્તિત્વને પણ સાચી રીતે સ્વીકારી શકતા ન હોય, વનસ્પતિમાં જીવ સિદ્ધ કર્યા પછી પણ તેની હિંસાથી વિરામ પામવાના ન હોય, એવાઓ વનસ્પતિને જીવ માને કે ન માને શું ફરક પડે છે ? શાસ્ત્રકારોએ તો શ્રી આચારાંગ વગેરે સૂત્રમાં પૃથ્વીકાય, અપ્લાય વગેરે દરેક કાર્યમાં જીવની સિદ્ધિ કરી છે, તમારે માનવું છે ? માત્ર જીવની સિદ્ધિ કરીને અટક્યા નથી, તેની હિંસાથી વિરામ પામવાનો ઉપાય પણ બતાવ્યો છે. એટલું જ નહિ, પરંતુ જે જીવો કોઈનાથી છેદાતા, ભેદાતા, હણાતા નથી એવા સૂક્ષ્મ જીવોની પણ હિંસાથી અને અજીવ પ્રત્યેના પણ દ્વેષથી વિરામ પામવાનું જણાવ્યું છે, કારણ કે જીવને હણવું તે હિંસા નથી, જીવને મારવાનો કે દુઃખી કરવાનો આત્માનો જે સંફિલષ્ટ અધ્યવસાય તેનું જ નામ હિંસા છે. આ હિંસાથી આત્માને બચાવવો હોય તો સંશોધન કરવાની જરૂર છે કે કરેલું સંશોધન માનવા માટે હૈયું કેળવવાની જરૂર છે ? જેને શ્રદ્ધા હોય તે સંશોધન કરવા ન બેસે, એ તો કામે લાગે. “મને સમજાય તો માનું’ એ મહાઅજ્ઞાન. જ્ઞાની સમજાવે તો માની લઉં' એ મહાજ્ઞાન. અનુભવજ્ઞાન એ મહાજ્ઞાન નથી. જ્ઞાનીનું પાતત્ય એ જ મહાજ્ઞાન છે. ભગવાને સંસારને દાવાનળ કહ્યો છે તો આપણને અનુભવ થાય ત્યાં સુધી રાહ નથી જોવી, એમના વચનના વિશ્વાસે ચાલી નીકળવું છે. અનુભવ થતો નથી માટે તો ઉપદેશ આપવો પડ્યો. જ્યાં અનુભવ હોય ત્યાં ઉપદેશની જરૂર જ ક્યાં પડે છે ? અગ્નિ બાળે છે, વિષ Page #57 -------------------------------------------------------------------------- ________________ મારે છે, પાણી ડુબાડે છે તે અનુભવસિદ્ધ હોવાથી તેનાથી દૂર રહેવાનો ઉપદેશ આપવો પડે છે આપણા અનુભવને બાજુએ મૂકીએ તો જ્ઞાની થવાય. શ્રી ગૌતમસ્વામી મહારાજે વેદોનું જ્ઞાન મેળવ્યું તોય આત્માનું જ્ઞાન ન થયું, ભગવાનનું કહ્યું માન્યું તો આત્મજ્ઞાન પણ થયું ને કેવળજ્ઞાન પણ થયું. આપણા અનુભવ કરતાં ભગવાનનું વચન મહાન છે એવું જે દિવસે લાગશે તે દિવસે સાધનાની યોગ્યતા આવશે. આપણું માથું ચલાવવાનું બંધ કરી ભગવાનનું વચન કાને સાંભળવાનું અને હૈયે ઉતારવાનું શરૂ કરવું છે. અનુકૂળ વિષયોથી દૂર રહેવાની વાત પ્રાથમિક કક્ષાની છે, ઉચ્ચ કક્ષાની નથી. વિષયોનો સર્વથા ત્યાગ કરવાની આ વાત નથી. જ્યાં સુધી શરીર અને ઈન્દ્રિયો છે ત્યાં સુધી વિષયોનો સંપર્ક તો થવાનો. તેવા વખતે સલામત અંતરે રહીને સંપર્ક કરે તો ચિંતા નહિ. અગ્નિ બાળે છે, પરંતુ કોઈક વસ્તુના માધ્યમથી અગ્નિ પકડવામાં આવે તો એ બાળે નહિ ઊલટો સહાયક થાય. તેમ આ સંસારમાં રહેલા પાંચે ઈન્દ્રિયોના વિષયો ભગવાનની આજ્ઞાના માધ્યમથી સેવવામાં આવે તો, તે દાવાનળજેવા હોવા છતાં બાળે નહિ, ઊલટા સાધનામાં સહાયક બને. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુની આજ્ઞાથી એકાસણું કરે તો ય નુક્સાન નહિ અને ઈચ્છા મુજબ ઉપવાસ કરે તોય પાપ લાગે. આજ્ઞાથી દોષિત વાપરવું પડે તોય નિર્જરા અને ઈચ્છા મુજબ નિર્દોષ વાપરે તોય કર્મબંધ થાય. તમારે ત્યાં પણ એમ જ છે ને ? શેઠની આજ્ઞાથી ધંધો કરીએ ને નુકસાન Page #58 -------------------------------------------------------------------------- ________________ થાય તો જવાબદારી શેઠની, અને શેઠની આજ્ઞાથી ઉપરવટ થઈને ધંધો કરીને સારી કમાણી કરી હોય તોય શેઠ ગડગડિયું આપી દે ને ? આપણે આજ્ઞા મુજબ જીવીએ તો આપણી કોઈ જવાબદારી નહિ, બધી જવાબદારી આજ્ઞા કરનારની. સ૦ આજ્ઞા કરનારનો નિર્ણય કરવો પડે ને ? બાર વરસ સુધી કરજો, પણ કર્યા પછી માનજો. ભગવાનનો તો નિર્ણય નથી કરવાનો ને ? આટલો નિયમ લેવો છે કે ભગવાનના વચનમાં શંકા ન કરવી ? સ૦ ન જ હોય. તો સંસારથી ખસી જવું છે ? સ૦ શક્તિ મુજબ પ્રયત્ન કરીએ. શક્તિ મુજબ પણ શરૂ કરવું છે ? આજથી નિયમ લેવો છે કે જે વસ્તુ આજ સુધી વાપરી નથી એ હવે પછી નથી વાપરવી ? પછી તે ખાવાની હોય, પીવાની હોય, પહેરવાની હોય કે ગમે તે વસ્તુ હોય. જે સુખો આજ સુધી નથી જોયાં તે હવે નથી જોવાં. અત્યાર સુધી જેના વગર ચાલ્યું તેના વગર બાકીની જિંદગી મજેથી પસાર થઈ શકે ને ? આમાં તો કશું છોડવાની વાત નથી, જે છે તેનાથી નવી વસ્તુ વસાવવી નથી-આટલું તો બને ને ? આજ્ઞા મુજબના ભોગવટાની શરૂઆત જ અહીંથી થાય છે કે- જેટલાથી નિર્વાહ થાય છે, થયો છે, તેનાથી અધિકની ઈચ્છા પણ નથી રાખવી. વિષયનો રાગ મારવા માટે આ રીતે ત્યાગની શરૂઆત કરવી છે. સંસાર છોડવાની શક્તિ ન હોય તોય એ શક્તિ પેદા ૫૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ કરવા અહીંથી શરૂઆત કરવી છે. આ રીતે જીવવાથી ઈચ્છાઓ પર કાપ મુકાશે, વિષયોનો રાગ ઘટવા માંડશે, વૈરાગ્ય પેદા થશે. આજના દિવસે આટલું તો નક્કી કરીને જ ઊઠવું છે કે નવી વસ્તુ ન વાપરવી. જેનું નામ ન સાંભળ્યું હોય તેવી વસ્તુ બજારમાં ગમે તેટલી આવે, આપણે નથી વાપરવી. કોમ્યુટર, કેયૂટર વગેરે અત્યાર સુધી નથી વાપર્યા તો હવે નથી વાપરવાં, આટલું બની શકે ને ? સ૦ ધાર્મિક પુસ્તકો માટે કોમ્યુટર વાપરીએ તો ? આગમનું આયુષ્ય ટકાવવા માટે આ રીતે વાપરવું પડે-એ જુદી વાત છે, અહીં તો તમારા ભોગવટાની વાત ચાલે છે. ભવભીરુ ગીતાર્થભગવન્તો શાસ્ત્રની રક્ષા માટે મર્યાદામાં રહીને પ્રવૃત્તિ કરે તો તે અનુચિત નથી. બાકી પોતે સમર્થ હોવા છતાં શિષ્યોને ભણાવવાને બદલે આખી જિંદગી આની પાછળ ખરચવી એય વ્યાજબી નથી. એક માર્ગનો જ્ઞાતા સાધુ, એ બોલતું-ચાલતું કોમ્યુટર છે. સાધુભગવતે શું કરવું એ તો પોતે શાસ્ત્રના આધારે નક્કી કરશે, તમારે શું કરવું એનો નિર્ણય યોગ્ય ગુરુભગવન્તના માર્ગદર્શનથી કરજો. પરંતુ એટલું તો નક્કી ને કે આપણા પોતાના ભોગવટા માટે નવી વસ્તુ ન વસાવવી ? જ્યાં સુધી વિષય સાથે લગાવ હશે ત્યાં સુધી ધર્મ કરવા માટે યોગ્ય નહિ બનાય. વિષયનો સંપર્ક ન છૂટે એ બને પરંતુ વિષયનો લગાવ ન છૂટે તો કોઈ પણ જાતનો ધર્મ આરાધી નહિ શકાય. અને વિષયનો લગાવ છોડવાનો ઉપાય એક જ છે કે વિષયનો બિનજરૂરી સંપર્ક ટાળવો. Page #60 -------------------------------------------------------------------------- ________________ વિષયનો બિનજરૂરી સંપર્ક ચાલુ રાખીને વિષયોનો વૈરાગ્ય કેળવવાની વાત તો એક જાતની આત્મવંચના છે. સવ સ્થૂલભદ્ર મહારાજા વિષયના સંપર્કમાં કેવી રીતે રહ્યા હતા ? - જ્ઞાન અને ચારિત્રના માધ્યમથી, જ્ઞાન અને આજ્ઞાનું માધ્યમ જેની પાસે હોય તેને વિષયનો સંપર્ક નડે નહિ, એ વાત સાચી પરંતુ વિષયનો સંપર્ક ટાળવાની વૃત્તિ વગર આજ્ઞાનું અને જ્ઞાનનું માધ્યમ આવતું નથી-એ ભૂલવાજેવું નથી. સ્થૂલભદ્ર મહારાજ વેશ્યાને ત્યાં કેવી રીતે રહ્યા, એ પૂછવાનું મન થયું, પણ તેમણે દીક્ષા કેવી રીતે લીધી એ પૂછવાનું મન ન થયું ? આપણું વચન અને આપણી કાયા; આપણા મનનો ઢાળ કઈ દિશામાં છે એ સમજાવવાનું કામ કરે છે. તમારા મનનો ઢાળ વિષયના ત્યાગ તરફ હોત તો તમને દીક્ષા કેવી રીતે લીધી’ એ પ્રશ્ન ઊઠત. તમારે વિષયનો સંપર્ક કરતાં રહીને વૈરાગી થવું છે માટે આવો પ્રશ્ન ઊઠ્યો. સ્થૂલભદ્ર મહારાજાએ દીક્ષા કેવી રીતે લીધી એ જાણો છો ? બાર-બાર વરસ સુધી જેની સાથે પ્રીતિ હતી તેવી પોતાની પ્રિયાને પૂછવા પણ નથી ગયા, એને સમાચાર પણ નથી મોક્લાવ્યા. તમારી આટલી તૈયારી છે ? એ મહાપુરુષો તો સત્ત્વશાળી હતા, નિષ્પાપ જીવન જીવનારા હતા, એમનું નામ લેવા માટે પણ ભવોભવની સાધના જોઈશે. આપણી અયોગ્યતા ઉપર મહોરછાપ મારવા માટે મહાપુરુષોનું આલંબન નથી લેવાનું, આપણી અયોગ્યતાને સુધારવા માટે આ આલંબનો શાસ્ત્રમાં આપ્યાં પS Page #61 -------------------------------------------------------------------------- ________________ છે. દૃષ્ટાન્તો તો અનેક છે અને પ્રસંગો પણ અનેક પ્રકારના બનતા હોય છે, તેના ઉપરથી બોધપાઠ લેવા માટે હૈયું જોઈએ. ઈલાચી પુત્ર કેવી રીતે બોધ પામ્યા, તે યાદ છે ને ? દૃશ્ય કેવું જોયું ને વિચારણા કેવી કરી ? વસ્તુ એક જ હોવા છતાં જોવાની રીતમાં ફરક પડે તો પરિણામમાં પણ ફરક પડે ને ? એક સ્ત્રીના મડદાને ચોર જુએ, કામી જુએ, કૂતરું જુએ ને યોગી જુએ : એમાં કેટલો ફરક પડે ? ચોર સ્ત્રીના દાગીના જુએ, કામીપુરુષ સ્ત્રીની સુંદરતા જુએ, કૂતરું સ્ત્રીના શરીરની ભસ્યતાને જુએ, જ્યારે યોગીજનો તો સ્ત્રીના મૃત કલેવરને જોઈ તેની અનિત્યતાને ચિતવે. એક વાર દૃષ્ટિ ફરે તો ગમે તે પ્રશ્ય તારક બન્યા વગર ન રહે. ઈલાચીપુ રૂપરૂપના અંબારસમી સ્ત્રીને ન જોઈ, મનોહર મોદક ન જોયા, મુનિભગવન્તનો પુણ્યોદય પણ ન જોયો પરંતુ આ બધાની વચ્ચે મુનિવરની નિરીહતા જોઈ. હું કન્યાની લાલચે રાજાના ધન માટે નાચું છું. આ મુનિવરને મળે છે તોય નથી લેતા અને મને મળતું નથી છતાં મેળવવાની મહેનત કર્યા કરું છું, મારામાં અને આ મુનિવરમાં કેટલું બધું અંતર છે ? આ મુનિવરનો અવતાર ધન્યતાને પાત્ર છે અને ભોગમાં વિલાસી એવા મને ધિક્કાર છે.' આ વિચારણાએ ચઢી ગયા તો કેવળજ્ઞાન પામી ગયા. મહાપુરુષોના જીવનમાં ત્યાગ જોવાનો હોય કે ભોગ ? ભોગ ઉપરથી નજર ખસી અને ત્યાગ ઉપર નજર સ્થિર થઈ તો અંતર્મુહૂર્તમાં વિસ્તાર થઈ ગયો. ભૂતકાળના કર્મના ચોગે આવેલા આવેગને શમાવવાની તાકાત માર્ગાનુસારી વિચારણામાં હોય છે. માતાપિતાનું ન માનનારે પણ ભગવાનની Page #62 -------------------------------------------------------------------------- ________________ વાત પોતાના આત્માને મનાવી તો આત્માને પરમાત્મા બનાવી બેસી ગયા. મહાપુરુષો જેવું જીવન જીવવા માટે તો હૈયું ફેરવવું પડશે, પરન્તુ મહાપુરુષોને ઓળખવા માટેય સૌથી પહેલાં દ્રષ્ટિ ફેરવવી પડશે. મહાપુરુષોનું ભોગમય જણાતું જીવન પણ ત્યાગની ભાવનાથી નીતરતું હોય છે, જ્યારે આપણા ત્યાગમય દેખાતા જીવનમાં પણ ભોગની વૃત્તિ ડોકિયું કરતી હોય છે-આટલું અંતર જો સમજાઈ જાય તો મહાપુરુષોના વાદ લેવાના બદલે તેમની વાત સમજીને આપણા જીવનને સુધારી શકીએ. સંસાર દાવાનળજેવો છે એ જૈનશાસનની પાયાની વાત છે. સંસાર દાવાનળજેવો છે એટલે સંસારનું સુખ દાવાનળજેવું છે અને સંસારના સુખની આસક્તિ એ દાવાનળનો દાહ છે. દાવાનળમાં રહે અને દાહ ન લાગે એવું બને ? દાંથી બચવા માટે દાવાનળથી દૂર રહેવું પડે છે તેમ સંસારના સુખની આસક્તિથી બચવા માટે સંસારના સુખથી દૂર રહેવું જ પડશે. આથી જ ભગવાને સંસારના સુખનો ત્યાગ કરી સર્વવિરતિપણાનો ધર્મ કરવાનું ફરમાવ્યું છે. સંસારનાં સુખોની વચ્ચે રહીને પણ સુખની આસક્તિ મારી શકાતી હોત તો ભગવાને સંસારનો ત્યાગ કરી સાધુપણું લેવાનો ઉપદેશ ન આપ્યો હોત. દુર્જનના પરિચયમાં રહેવાથી દુર્જનતા વધે છે તેમ સંસારનાં સુખોની વચ્ચે રહેવાથી સુખની આસતિ વધે છે. આ આસક્તિ મારવાનો એક જ ઉપાય છે કે સુખશીલતા છોડીને કણકારી સાધનામાં લાગી જવું. ભગવાને બતાવેલો સર્વવિરતિપણાથી માંડીને માર્ગાનુસારિતા સુધીનો એક પણ ધર્મ Page #63 -------------------------------------------------------------------------- ________________ એવો નહિ હોય કે જે સુખ છોડ્યા વગર અને દુઃખ વેઠ્યા વગર આરાધી શકાય. સારા માણસોના સંસર્ગમાં રહેવાથી દુષ્ટતા નાશ પામે છે તેમ સંસારમાંથી તારનારી આ યોગમાર્ગની ક્રિયાઓના પરિચયમાં રહેવાથી સંસારની આસતિ નાશ પામે છે. આથી જ આપણે આ યોગમાર્ગની ક્રિયાઓમાં અવરોધ કરનારા દોષોનું વર્ણન શરૂ કર્યું છે. આપણે જોઈ ગયા કે ખેતી માટે પાણીની જેટલી જરૂર છે તેટલી યિામાં દૃઢતાની જરૂર છે. ખેદના કારણે દૃઢતા નાશ પામે છે. એ દૃઢતાની રક્ષા માટે ખેદોષ ટાળવો જરૂરી છે. જે ક્રિયા શરૂ કરી હોય તે ક્રિયાની પરિસમાપ્તિ સુધીની જે સ્થિરતા તેને દૃઢતા કહેવાય છે. સંસારના લગભગ દરેક કાર્યમાં આવી દઢતા જોવા મળે. સ્ટેશનેથી સામાન ઘર સુધી પહોંચાડો તો વારાફરથી હાથ બદલતા રહીને પણ જાઓ ને ? છેવટે સામાનની બેગને પૈડાં લગાડીને પણ ખેદ ટાળો ને ? સંસારની ક્રિયાઓમાં થાક લાગવા છતાં પ્રવૃત્તિ બંધ કરવાના બદલે ખેદ ટાળીને ફળ ન મળે ત્યાં સુધી પ્રવૃત્તિ કરનારા અહીં ધર્મક્રિયાઓમાં ખેદના કારણે પ્રવૃત્તિ ટાળીને બેસી જાય તો ફળની પ્રાપ્તિ ક્યાંથી થાય ? ધર્મક્રિયાઓનું અંતિમ ફળ મોક્ષ છે, એ ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, અવાન્તર ફળની પ્રાપ્તિ થવા છતાં ક્રિયાની પરિસમાપ્તિ ગણાતી નથી. ઊભરો આવવા પહેલાં દૂધની તપેલી ચૂલા ઉપરથી ઉતારી દેવામાં આવે તો દૂધ ગરમ કરવાની ક્રિયા પૂરી થઈ કહેવાય કે અધૂરી રહી કહેવાય? ક્રિયાનો આરંભ કર્યા પછી એ ક્રિયાને Page #64 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણતાના આરે પહોંચાડવા માટે ખેદાદિ દોષો ટાળવા જરૂરી છે, નહિ તો આરંભેલી સાધના પણ અપૂર્ણ રહેવાની. મોક્ષે જવા માટેની સાધના કરનારા પણ જો અનુત્તરાદિ દેવલોકને પામે તો તેમની સાધના અધૂરી રહી છે- એમ માનવું પડે ને ? સવ સર્વાર્થસિધવિમાનમાં ગયેલા તો પૂર્ણતાના આરે પહોંચ્યા કહેવાય ને ? આપણી અપેક્ષાએ પૂર્ણતાના આરે પહોચેલા ગણાય, એ બરાબર. પરન્તુ તેમને પોતાને તો સાત લવની આરાધના અધૂરી રહેવાથી તેત્રીસ સાગરોપમ અને ઉપરાન્ત પૂર્વકોડવર્ષ જેટલો કાળ વધ્યો - એવું લાગે ને ? તળેટીએ રહેલા, શિખરની નજીક પહોચેલાને પહોંચી ગયા' તરીકે જુએ, પરંતુ શિખર પાસે રહેલા તો બાકી છે એ જ જુએ ને ? આપણી તો એ વાત છે કે સાધનાની પરાકાષ્ઠાએ પહોંચીને અટકવું ન પડે એ માટે શરૂઆતથી જ અવરોધોને સ્થિરતાપૂર્વક ટાળતા જવું છે. સાધના ગમે તેટલી ઉત્કટ હોય પણ આયુષ્ય બંધાઈ જાય તો બાજી હાથમાંથી સરી પડે છે. દૃઢપ્રહારીને આયુષ્ય બંધાયું ન હતું તો છ મહિનામાં સાધના પૂરી થઈ ગઈ. આયુષ્ય ક્યારે બંધાવાનું છે એ ખબર નથી, તેથી કાયમ માટે વિશુદ્ધ પરિણામ સાચવી રાખવા. વિશુદ્ધિ ટકાવતાં આવડે તો આયુષ્યના બંધથી બચી શકાય. આયુષ્ય ન બંધાયું હોય તો મોક્ષસાધક સાધના પૂર્ણ કરી શકાય. સવ આ ભવમાં તો મોક્ષ મળવાનો નથી તો વિશુદ્ધિ શું કામ લાગવાની ? Page #65 -------------------------------------------------------------------------- ________________ આ ભવમાં પણ મોક્ષ મળે એવો છે, તમારે જોઈએ છે ખરો ? શ્રી પ્રશમરતિસૂત્રમાં કહ્યું છે કે निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानां इहैव मोक्षः सुविहितानाम् ॥२३८॥ આઠ પ્રકારના જાત્યાદિ મદને અને મનસ્વરૂપ કામને જેમણે જીતી લીધા છે, મનવચનકાયાના વિકારોથી જેઓ રહિત છે અને જેઓની પર એવા પુદ્ગલ તથા પરાત્મા સંબંધી આશાઓ શાંત થઈ ગઈ છે એવા સુવિહિત સાધુભગવન્તોને આ સંસારમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાધુભગવન્તોને વીતરાગકલ્પ કહ્યા છે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે બાર મહિનાના દીક્ષાપર્યાયમાં સાધુભગવન્તો અનુત્તરવાસીનાં સુખોને પણ ઓળંગી જાય છે, તો એ સુખ કયું હશે ? મોક્ષના સુખ જેવું જ એ સુખ હોય ને ? અહીં બેઠાં પણ વીતરાગતાનો અનુભવ થાય એવો છે, કરવો છે ? આ ભવમાં મોક્ષ ભલે ન મળવાનો હોય, પણ મોક્ષસુખનો અનુભવ અહીં કરાવે એવું સાધુપણું મળે એવું છે, તો એટલી વિશુદ્ધિ મેળવ્યા વગર નથી રહેવું, એટલું નક્કી કરવું છે ? માત્ર સર્વવિરતિના પરિણામમાં જ નહિ, સમ્યગ્દર્શનના પરિણામમાં પણ એ સામર્થ્ય છે કે આ ભવચકમાં કદી અનુભવ્યો ન હોય એવા અપૂર્વ કોટિન આનંદનો અનુભવ કરાવે, એ સમ્યગ્દર્શન પામવા માટે પણ મહેનત કરવી છે ? આ ભવમાં જેટલું મળી શકે એવું છે એટલું તો મેળવ્યા વગર નથી જ રહેવું-આવો કોઈ સંકલ્પ ર્યો છે ખરો ? આ ભવની સાધનાથી મોક્ષ નથી મળવાનો, આ તો અભ્યાસદશાનું Page #66 -------------------------------------------------------------------------- ________________ સાધુપણું છે, સાધુપણું પાળવા માટે તો ભવોભવની સાધના જોઈશે..' આ પ્રમાણે બોલીને પોતાના દોષોનો બચાવ કરવાની વૃત્તિ સારી નથી. ભવનો અંત કરવા માટે આવેલા, ભવોભવની સાધનાની વાત કરવા બેસે તો તેવાને ભવોભવ રખડવા જવું પડવાનું. એના કરતાં આ એક ભવની સાધનામાં પણ મોક્ષ આપવાનું સામર્થ્ય છે-એમ કહીને સાધના કરવા માંડે તો, એક ભવના આંતરે પણ ભવનો અંત લાવી શકાય. ભવનો અંત લાવવો હશે તો ભવથી તારનારી યિાઓ પ્રત્યે અરુચિ જન્માવનાર ખેદોષને ઓળખીને એને વહેલી તકે દૂર કરવો પડશે. “અનુકૂળતા નથી, સમય નથી, સંયોગો નથી..' આ બધાં તો ખેદને છુપાવવાનાં બહાનાં છે. ખેદની કબૂલાત કરીએ તો હીન પરિણામવાળા લાગીએ, માટે કબૂલ કરવાની હિંમત નથી થતી. દોષો કાઢવા માટેનો અને ગુણો પ્રગટાવવા માટેનો બધો પુરુષાર્થ દોષો છૂપાવવામાં અને ગુણો બતાવવામાં જ પૂરો થઈ જાય છે, તો દોષોથી મુક્તિ કઈ રીતે મળે ? દોષોની સાચી કબૂલાત કરીએ તો કંઈક માર્ગ પણ નીકળે. વર્તમાનમાં આ ખેદોષનું સામ્રાજ્ય એટલું વ્યાપક બનવા માંડ્યું છે કે સાધુપણામાં પણ એની અસર વર્તાવા માંડી છે. ગૃહસ્થપણાના સંસ્કારો લઈને સાધુપણામાં આવે, તો આવી પરિસ્થિતિ સર્જાયા વગર ન રહે. દીક્ષા લેતાંની સાથે અપ્રમત્તપણે જીવવાના બદલે, થાક લાગે અને ઊંઘ આવે એટલે ઝોકાં ખાવા માડે ! વરસોની ઈચ્છા પૂરી થયા પછી સાધક ઊઘવા તૈયાર થાય કે જાગતો રહે ? “આજે ઘણા વખતની સાધુ થવાની ઈચ્છા પૂરી Page #67 -------------------------------------------------------------------------- ________________ થઈ છે, માટે આજે તો સૂવું જ નથી...' આવો વિચાર આવે ખરો ? આ તો દીક્ષાના ઉત્સવ-મહોત્સવ-મેળાવડા વગેરેના ઉજાગરાનો થાક દીક્ષામાં ઉતારે, તો તે પ્રયાણ કઈ રીતે કરશે ? શાસ્ત્રકારો કહે છે કે ખેદદોષ પહેલા ગુણઠાણે પહેલી દૃષ્ટિમાં જાય છે, જ્યારે આજે છઠ્ઠી-સાતમાના ધણી ગણાતાઓમાં આ દોષ વર્તાયા કરે તો માનવું ન પડે કે વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે જે ઉત્સાહથી લીધેલી દીક્ષાનો ઉત્સાહ પણ ઠંડોગાર થતો હોય તો તે આ ખેદના કારણે. ખેદના કારણે ઈષ્ટ સ્થાને જવાની તાલાવેલી નાશ પામે છે અને આગળ વધીને જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જવાની તૈયારી શરૂ થાય છે. આવી હાલતમાં મુકાવા પહેલાં ખેદદોષને વિદાય આપવા તત્પર થવાની જરૂર છે. શક્તિ અને ઉલ્લાસને નકામા બનાવનાર આ ખેદ છે. સાધુપણું પણ જો ખેદોષના કારણે હારી જવાતું હોય તો ખેદના કારણે આપણું શું થશે-આવી ચિંતા થાય તો ખેદદોષને ટાળવાનું સરળ બનશે. સંસારની અસારતા અને મોક્ષની ઉપાદેયતાનું પરિભાવન કરીએ તો મોક્ષસાધક ક્રિયાઓ કરવા માટે મન તત્પર બન્યા વગર નહિ રહે અને તેથી ખેદદોષ પણ ટળવા માંડશે. ૨. ઉગ : ખેદદોષ ટળી ગયા પછી પણ ઉગ નામનો દોષ સાધનામાં અવરોધ કરે છે. ઉગ એટલે ક્રિયા કરવાનો કંટાળો. ક્રિયા કરવાના કારણે શરીરને થાક ન લાગે છતાં ક્રિયામાં કંટાળો આવવાથી ક્યિા જેમતેમ કરાય છે. દિયા કષ્ટસાધ્ય લાગવાના કારણે ક્રિયા ૬૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આળસ આવે, ડ્યિા કરવાનો ઉત્સાહ જ ન જાગે, કરવા છતાં તેમાં આનંદ ન આવે તેને ઉદ્વેગ કહેવાય. મેદવાળો તો માર્ગમાં અટકી જાય છે, ક્યિા કરતો જ નથી, જ્યારે ઉગવાળો ક્રિયા કરે છે ખરો, પરંતુ વેઠ ઉતારવાનું જ કામ કરે છે. સ૦ ઉગ હોય અને ક્રિયા ચાલુ હોય એ કેવી રીતે ? શેઠની નોકરી કરીએ એવી રીતે. ન કરવાની વૃત્તિ ઘર કરી ગઈ હોય અને સંયોગો એવા હોય કે કર્યા વગર ચાલે એવું ન હોય, ત્યારે ક્રિયામાં ઉગ આવે. સાધનામાર્ગમાં કષ્ટ તો પડવાનું જ. એ કષ્ટથી કાયર બને તો ક્રિયા કરવામાં આનંદ ફક્યાંથી આવે ? ક્રિયાનો આનંદ એ જુદી વસ્તુ છે અને ક્રિયાસમાપ્તિનો આનંદ એ જુદી વસ્તુ છે. આજે મોટા ભાગના ક્રિયા કરનારાઓમાં ક્લિાસમાપ્તિનો આનંદ જેવો દેખાય તેવો ક્રિયા કરવાનો આનંદ દેખાતો નથી, તે આ ઉગદોષનો જ પ્રભાવ છે. તમને ક્રિયા કરવામાં આનંદ આવે કે ક્રિયા પૂરી થાય એમાં આનંદ આવે ? તપ કરવામાં મજા આવે કે તપ પૂરો થાય તો મજા આવે છે પ્રતિક્રમણ ચાલુ હોય ત્યારે મજા આવે કે પૂરું થાય ત્યારે મજા આવે ? આ ઉગ ક્રિયામાં આનંદ આવવા દેતો નથી. ઉદ્વેગને દૂર કરવામાં ન આવે તો એ ખેદને ખેંચી લાવવાનું કામ કરે છે. પૂર્વ પૂર્વ દોષો હોય ત્યાં ઉત્તરદોષો તો હોય જ, જ્યારે ઉત્તરદોષો હોય ત્યાં પૂર્વ દોષો ન પણ હોય. પરંતુ ઉત્તરદોષો ટાળવા માટે પ્રયત્ન કરવામાં ને આવે તો પૂર્વના દોષો ગયેલા હોવા છતાં પાછા આવીને અવરોધ કરવાનું કામ કરે છે. ઉદ્ગ ના પરિણામ વખતે ખેદ ન Page #69 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં, ઉગને દૂર કરવા માટે મહેનત ન કરીએ તો ક્રિયા ચાલુ હોવા છતાં ક્રિયાથી જલદી છૂટવાનો ભાવ આવ્યા વગર નહિ રહે. આ ક્રિયાથી ક્યારે છૂટું ?' આ પરિણામના કારણે, આરંભેલા કાર્યમાં મનવચનકાયાને સ્થિર કરવાના બદલે એ કાર્ય પડતું મૂકવા માટેના ઉપાયોમાં જ મનવચનકાયાની પ્રવૃત્તિ ચાલુ હોવાથી પ્રણિધાન નાશ પામે છે અને ખેદ આવીને ઊભો રહે છે. એના બદલે આ સંસારથી ક્યારે છૂટું ?', 'કર્મથી ક્યારે છૂટું ?' આ પરિણામ કેળવી લઈએ તો ક્રિયાનું કષ્ટ કષ્ટરૂપ નહિ લાગે. જે દુખને ગણકારે નહિ તે દોષોથી બચી શકે. દુઃખને દુઃખ માનીને વેઠે, દીનતાથી વેઠે તો ઉગ ન ટળે. પરિષહોનું દુઃખ વેઠતી વખતે “આ પરિષહો મારા શરીરને જ પીડા કરનારા છે, મારા આત્મગુણના ઘાતક નથી ઊલટા આવિર્ભાવક છે. એવું માનીને વેઠવાના કારણે સાધુભગવન્તોને પરિસહ વેઠવામાં મજા આવે છે. એવી જ રીતે ક્લિાઓ કરતી વખતે પણ જે કષ્ટ પડે છે તેને દુઃખરૂપ માનીને વેઠવાના બદલે આપણા પોતાના જ પરમસુખનું કારણ છે-એમ માનીને વેઠીએ તો ક્લિાઓમાં આનંદનો પાર નહિ રહે અને ઉગ તો ક્યાંય ભાગી જશે. એના બદલે દુઃખમાં દુઃખની લાગણી જન્મી, તો ઉગ ઘર કરી જશે. આત્મહિતને સાધનારી ક્રિયાઓ વેચ્છાપૂર્વક કરવી છે, નાછૂટકે નહિ. જેને સંસારમાં રખડવું છે એના માટે કોઈ બંધન નથી અને જેને સંસારમાં રહેવું નથી તેને ગમે તેવું બંધન બંધનરૂપ લાગતું નથી. જ્યાં સુધી સુખશીલતાનો - રાગ પડ્યો હશે ત્યાં સુધી નાનું પણ બંધન કષ્ટકર લાગવાનું. Page #70 -------------------------------------------------------------------------- ________________ કરવું પડ્યું' આવો ભાવ આવે ત્યાં ઉગ છે એમ સમજી લેવું. “કરવું છે? આ પરિણામ હોય તો સમજવું કે ઉગ નથી. આપણી પોતાની ઈચ્છાથી શરૂ કરેલી જ્યિામાં ઉગ પેસી જતો હોય તો તેવા વખતે વેઠ ઉતારવાના બદલે વહેલામાં વહેલી તકે ઉગને કાઢવાના પ્રયત્નમાં લાગી જવું. ઉગના કારણે નાછૂટકે કરેલી ક્રિયાઓનું ફળ તો મળતું નથી અને ઊલટું એનાથી ધર્મની સામગ્રી પણ દુર્લભ બને છે તે પાંચમી ગાથાથી જણાવે છે उद्वेगे विद्वेषाद्विष्टिसमं करणमस्य पापेन । योगिकुलजन्मबाधकमलमेतत्तद्विदामिष्टम् ॥५॥ ઉગ નામનો દોષ હોય ત્યારે કિયા પ્રત્યેના વિદ્વેષના કારણે યોગની પ્રવૃત્તિ વેઠ ઉતારવા જેવી થાય છે. આ રીતે અનાદરપૂર્વક કરેલી ક્રિયાથી બંધાયેલા પાપના યોગે યોગીઓના કુળમાં થનારા જન્મનો અત્યંત બાધ થાય છે. એ પ્રમાણે યોગના જાણકારો માને છે. રાજાનું કામ કરવાની ઈચ્છા ન હોવા છતાં રાજાની આજ્ઞાથી કામ કરવું પડે તો તે વખતે જેમ વેઠ ઉતારાય છે તેમ અહીં પણ મન વગર ક્રિયાઓ કરવાથી વેઠ ઊતરે છે. ઉગના કારણે અનુષ્ઠાન પ્રત્યે દ્વેષ જાગે છે, આ રીતે દ્વેષપૂર્વક અનુષ્ઠાન કરવાથી અનુષ્ઠાનની ઘોર આશાતના કરવાનું પાપ બંધાય છે અને તેથી એ અનુષ્ઠાન કરવાની અનુકૂળતા જે કુળમાં મળી શકે એવા યોગીઓના કુળમાં જન્મ જ મળતો નથી. તમે ધર્મક્રિયાઓ ઘણાં વરસોથી કરો છો ને ? તેમાં વેઠ જ ઉતારો છો કે એમાં આનંદ આવે છે ? Page #71 -------------------------------------------------------------------------- ________________ સ0 જેવો જોઈએ એવો આનંદ નથી આવતો. ‘ષિામાં આનંદ આવે છે' એવું બોલાય એમ નથી અને ‘નથી આવતો' એમ કહો તો સારું લાગે એવું નથી માટે મધ્યમ માર્ગ (જવાબ) શોધી કાઢ્યો લાગે છે! હૈયાના ભાવોને છુપાવવાના કારણે સારા નહિ થઈ જવાય. હૈયાના પરિણામોને સ્પષ્ટ રીતે ઓળખીને જવાબ આપો તો યોગ્ય ઉપાય જડી આવે. ક્રિયામાં આનંદ નથી આવતો તેનું કારણ વિચાર્યું ? ક્રિયાની વિધિ સાચવે તો આનંદ ન આવતો હોય તોય આવ્યા વગર ન રહે. પણ અવિધિથી જ ક્રિયા કર્યે રાખે તો ક્રિયામાં શું મજા આવે ? અને મજા ન આવે એટલે વેઠ જ ઊતરે ને ? પૂજા કરતી વખતે વસ્ત્ર, કેસર, પુષ્પ, ધૂપ, અક્ષત, ફળ, નૈવેદ્ય વગેરે કેવું વાપરો ? જેવું મળે એવું ને ? સામાયિક-પ્રતિક્રમણમાં કપડાં કેવાં હોય ? મેલાં, ગંધાતાં, ચોળાયેલાં ને ? લગ્નમાં જતી વખતે રૂમાલ પણ બદલીને જનારા પ્રતિક્રમણમાં મુહપત્તી તો મેલીને મેલી જ વાપરે ને ? દ્રવ્યમાં જ આટલી ઉપેક્ષા હોય તો ક્ષેત્રકાળભાવમાં પૂછવાનું જ શું? દ્રવ્યમાં ભલીવાર નહિ, ક્ષેત્રની દરકાર નહિ, કાળની સાચવણી નહિ ને ભાવનાં ઠેકાણાં નહિ. અનુષ્ઠાન કરવા છતાં અવિધિ કઈ રીતે કરી શકાય અને વિધિ કેવી રીતે ટાળી શકાય-એના ઉપાયમાં જ જાણે પ્રવૃત્ત હોય એવું લાગે-એ અનુષ્ઠાન પ્રત્યેના દ્વેષને જ સૂચવે છે. સક્યિા કરવાની ચાલુ હોય છતાં દ્વેષ હોય-એવું કેમ બને ? Page #72 -------------------------------------------------------------------------- ________________ સંસાર પ્રત્યે નફરત ન જાગી હોય, મોક્ષે જવાનું મન ન હોય, ક્ષિા પ્રત્યે રુચિ ન હોય છતાં ધર્મ કહેવડાવવું હોય, ધર્મથી સુખ મેળવવું હોય ત્યારે આવું બને. સ0 ઢેષ હોય તો મોટું ય ન જુએ, અહીં તો ધર્મસ્થાનમાં આવીને ક્રિયાઓ કરે છે છતાં દેશી કઈ રીતે કહેવાય ? આ ઠંડો દ્વેષ છે. મોઢું બગાડવું, ગુસ્સો કરવો, સામે ન જોવું, વસ્તુ પછાડવી...આ બધો પ્રગટ ટ્રેષ છે. જ્યારે ગુસ્સો ક્ય વગર કામ બગાડવું આ અપ્રગટ છેષ છે, અભ્યન્તર દ્વેષ છે. દેખીતી રીતે દ્વેષ ન લાગે છતાં ષ હોય એવું બને ને ? સૂર્યકાંતા રાણીને કેવો દ્વેષ હતો ? પ્રદેશી રાજાના ગળે છૂટા વાળ મૂકીને વળગી, તે દ્વેષ કહેવાય ? છતાં ગળે વળગીને ગળે અંગૂઠો દબાવ્યો એ અપ્રગટ દ્વેષ જ હતો ને ? તેમ અહીં પણ ક્રિયાની અરુચિના કારણે ક્રિયા બિલકુલ કરે જ નહિ તે પ્રગટ દ્વેષ અને ક્રિયા કરવા છતાં તેમાં વેઠ ઉતારે, અવિધિ કર્યા કરે એ અપ્રગટ દ્વેષ છે. શક્તિ ન હોય ને ન કરી શકે એ જુદી વાત છે, બાકી શક્તિ છતાં વિધિને ઠેબે ચઢાવે તો દેશ જ કહેવાય ને ? અવિધિને ઈરાદાપૂર્વક સેવે તેને ક્રિયા પ્રત્યે દ્વેષ છે-એમ સમજી લેવું. શાસ્ત્રમાં કહ્યું છે કે શાસ્ત્રમાં જણાવેલી ક્રિયાઓ, શાસ્ત્રનું અતિક્રમણ કરીને કરે અર્થાત્ શાસ્ત્રની આજ્ઞા મુજબ ન કરે, અવિધિ મુજબ કરે, તે નિયમા શાસ્ત્રનો દેશી છે-એમ સમજવું. સ0 ઘણી વખત, ખબર ન હોવાથી અવિધિ કરે-એવું ય બને ને ? Page #73 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનથી અવિધિ કરતા હોય તો ષ ન હોય એવું બને, પરંતુ જ્ઞાન આપ્યા પછી અવિધિ કરતા હોય તો ષ માનવો પડે ને ? આજે ધર્મસ્થાનમાં આવનારને ખરેખર વિધિનો ખ્યાલ ન હોય એવા કેટલા ? અને વિધિ જાણવા છતાં અવિધિ કરનારા કેટલા ? આજે પૂજા-પ્રતિમણાદિ ક્ષિાઓ અવિધિએ કરનારાને વિધિનું જ્ઞાન નથી માટે આ રીતે કરે છે કે અવિધિવાળી ક્રિયાઓ પણ થોડું ઘણું ફળ આપે છે-એમ માનીને ચલાવે છે ? અને જેઓને વિધિનું જ્ઞાન નથી એવાઓ પણ સંસારની બધી ક્રિયાઓ વિધિનું જ્ઞાન મેળવીને જ કરે છે ને ? અહીં પણ વિધિનું જ્ઞાન મેળવી લેવું જોઈએ ને ? જે ક્ષિા પ્રત્યે રાગ હોય તે ક્રિયાની વિધિ જાણવાનું મન થાય ને ? અને જો વિધિ જાણવાનું મન ન થાય તો ક્રિયા પ્રત્યે દ્વેષ છે એમ માનવું પડે ને ? પહેલાના કાળમાં તો વિધિના જ્ઞાન વગર ધર્મસ્થાનમાં જતા નહિ. શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજ જ્યારે દૃષ્ટિવાદ ભણવા માટે આચાર્યભગવંત પાસે ગયા ત્યારે ઉપાશ્રયમાં પેસવાનો વિધિ જાણતા ન હતા તેથી કોઈ જાણકારની રાહ જોઈને ઊભા રહ્યા. કોઈ શ્રાવક આવ્યો ત્યારે એની વિધિ જોઈને એ પ્રમાણે શીખીને અંદર પેઠા. આજે તો વિધિના જ્ઞાન વગરના, જ્ઞાન મેળવવાની ભાવના વગરના; ધર્મસ્થાનમાં પેસવા માંડ્યા છે. તેથી ધર્મ કરનારાઓની સંખ્યા વધવા છતાં જાણે ધર્મ રસાતળ ગયો હોય એવું લાગે છે. લગ્નમંડપમાં છોકરાને બરાબર શિખામણ આપીને પછી લઈ જાય અને ધર્મસ્થાનમાં આવે ત્યારે સ્થળ ઉપર ભાષણ આપવા બેસે! લગ્નમંડપમાં કે ભોજનમંડપમાં જઈને શું કરવાનું ને Page #74 -------------------------------------------------------------------------- ________________ શું નહિ કરવાનું એ ઘરે સમજાવો કે સ્થળ ઉપર ? રમતનો અભ્યાસ રમતના મેદાનમાં કરવા બેસવાનું કે પહેલાં તૈયારી કરીને પછી મેદાનમાં જવાનું ? અને અહીં પ્રતિકમણની વિધિ પ્રતિક્રમણ કરતાં કરતાં બતાવવાની ? સ૦ પ્રતિક્રમણમાં કાઉસગ્ગ બોલાય ? બધા અજ્ઞાની ભેગા થયા છે માટે આવું ચલાવવું પડે છે. ઘરાક સામે ઊભો હોય તો પોતાના છોકરાને માલનો ભાવ પુછાય ? - સ0 એ તો ઈશારામાં પૂછી લઈએ ! તો અહીં પણ ઈશારાથી પૂછી લેવાનું. ત્યાં જેમ કોઈ ન જાણે તેમ પૂછતાં આવડે છે ને ? તેમ અહીં પણ કોઈનું પ્રતિક્રમણ ડહોળાય નહિ એ માટે ઘરેથી જ વિધિ શીખીને પછી આવવાનું અને કદાચ ભૂલી ગયા હો તો કોઈ જાણે નહિ તેમ બાજુવાળાને ઈશારાથી પૂછી લેવાનું. જે ક્રિયા કરવાની છે તેનું મહત્ત્વ સમજાય, આવશ્યકતા જણાય તો તેના વિધિનું જ્ઞાન મેળવી લેવાનું મન થયા વગર ન રહે. વિધિનો, સ્વરૂપનો, ફળનો જાણકાર ન હોય અને કાર્ય કરવા બેસે-એવું તમારે ત્યાં બને ખરું ? અજ્ઞાનીને તમારા કોઈ ક્ષેત્રમાં અધિકાર છે ખરો ? અહીં અજ્ઞાન ચલાવી લેવાનું ફાવે છે એ પણ ક્રિયા પ્રત્યેના દ્વેષને જ સૂચવે છે ને ? આ રીતે ક્રિયા કરીએ અને વેઠ ઉતારીએ તો, શાસ્ત્રકારો કહે છે કે ભવાન્તરમાં યોગીના કુળમાં જન્મ નહિ મળે. તમારે ત્યાં પણ વેઠ ઉતારે તો કામ બગડે છે ને ? તો અહીં ઊંચામાં ઊંચી ક્રિયા અવિધિથી કરે, જેમતેમ કરે તો પરિણામ સારું ક્યાંથી આવે ? Page #75 -------------------------------------------------------------------------- ________________ સવ તામલીતાપસેનો તપ કેવો કહેવાય ? તેમની અવિધિ તો અજ્ઞાનમૂલક હતી, પ્રમાદ કે કદાગ્રહમૂલક નહિ. તેમને મોક્ષના માર્ગનું જ્ઞાન ન હતું એટલું જ. પરંતુ પોતે જેને મોક્ષનો ઉપાય માનતા હતા તેના સેવનમાં વેઠ નથી ઉતારી, તેથી જ ભવાન્તરમાં જતાંની સાથે સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ ગયું. કારણ કે મોક્ષે જવાની અભિલાષા હોવાથી મોક્ષના પોતે માનેલા ઉપાયનું સેવન અપ્રમત્તપણે ઉલ્લાસથી હતું. મોક્ષનું કે મોક્ષના ઉપાયનું વાસ્તવિક જ્ઞાન ન હતું છતાં તપ કરતાં વેઠ નથી ઉતારી. અશુદ્ધ ક્રિયા પણ શુભભાવથી કરવામાં આવે તો મોક્ષબાધક સામગ્રીનો બાધ કરે છે, જ્યારે શુદ્ધ ક્રિયા અશુભભાવથી કરે તો મોક્ષસાધક સામગ્રીનો-યોગીકુળમાં જન્મનો-બાધ કરે છે : આ બે વચ્ચેનું અંતર સમજાય છે ? યોગની પ્રવૃત્તિ જ યોગમાં બાધા પહોંચાડેએ કેટલું વિચિત્ર છે એ સમજી શકાય છે. આવી વિચિત્ર પરિસ્થિતિ ઉગના કારણે સર્જાય છે. આ ભવમાં તો જનમતાંની સાથે યોગીનું કુળ આપણને મળી ગયું છે, ભવાન્તરમાં આ સામગ્રી દુર્લભ બને એવું નથી કરવું. ભવાન્તરમાં જનમતાંની સાથે યોગ શબ્દ સાંભળવા મળે એવી સાધના અહીં કરી લેવી છે. જનમતાંની સાથે ઊંચું શ્રુતજ્ઞાન કદાચ ન મળે પણ જાતિસ્મરણજ્ઞાન તો મળી શકે ને ? શ્રી નાગકેતુને જાતિસ્મરણજ્ઞાન થયું હતું, શ્રી વજસ્વામી મહારાજાને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, તે શેના યોગે ? જનમતાની સાથે ધર્મ, દક્ષા શબ્દ સાંભળ્યો તેના યોગે ને ? જે કુળમાં જનમતાંની સાથે સમ્યગ્દર્શન, દીક્ષા, યોગ વગેરે શબ્દો સાંભળવા મળે, ધર્મના Page #76 -------------------------------------------------------------------------- ________________ સુંદર આચારવિચાર સંસ્કારમાં મળે, દીક્ષા સુલભ બને, મોક્ષની સાધના કરવાની અનુકૂળતા મળે એવું કુળ મળી ગયા પછી હવે ગુમાવી નથી દેવું. લોકોત્તર ધર્મ પામવા માટે ઘણા આત્માઓને ફાંફાં મારવાં પડ્યાં છે ! એ અપેક્ષાએ તો શ્રી ગૌતમસ્વામી મહારાજા કરતાં ય આપણું ભાગ્ય ચઢિયાતું મનાય ને ? તેમને જૈનકુળ નહોતું મળ્યું. જનમથી જ યજ્ઞયાગ કરનારા મિથ્યાત્વીકુળના સંસ્કાર મળ્યા હતા. એમની અપેક્ષાએ આપણું કુળ કેવું ?! છતાં એક મહાન પાપનો ઉદય કે આવું કુળ પણ ગમતું નથી. મિથ્યાત્વી કુળમાં જન્મેલા, ભગવાનને સર્વજ્ઞ માનવા પણ તૈયાર ન હતા તેવાઓ પણ અંતે ભગવાનનું માનીને તરી ગયા. જ્યારે આપણે ભગવાનને ભગવાન તરીકે પામ્યા પછી પણ તેમનું માનવાના બદલે આપણી ઈચ્છા મુજબ જીવીને સંસારમાં રખડવાના ધંધા શરૂ કર્યા છે-આ કેવી વિષમતા છે ? આ તો જાણે રબારીને રતન મળ્યું ! રબારીને મળેલું રતન કાગડો ઉડાડવા જ કામ લાગે ને ? વ્યાપારીને પથરા મળે તો ય વેચીને બે પૈસા ઉપજાવે. ગુણસાર શ્રેષ્ઠી જ્યારે દાનભૂમિમાંથી પથરા લઈ ગયા હતા ત્યારે વ્યાપારીને વજન માટે કામ લાગશે તો વેચીને બે પૈસા મળશે-એવા આશયથી લઈ ગયા હતા ને ? ગુણસારશ્રેષ્ઠીનું કથાનક તો જાણો છો ને ? સ૦ પથ્થરનાં રત્નો થયાં હતાં તે જ ને ? મહાપુરુષોનાં ચરિત્રોમાંથી પણ તમને આવું બધું જ યાદ રહે ને ? એ કથાનકમાં જેમ પથ્થરનાં રત્નો થયાની વાત આવે છે તેમ એક જ વારના સુપાત્રદાનથી નિર્મળ સમ્યત્વ પામ્યાની વાત (93 Page #77 -------------------------------------------------------------------------- ________________ પણ આવે છે. છતાં એ યાદ ન રાખ્યું ? ગુણસારશ્રેષ્ઠી પૂર્વે ધનાઢ્ય હતા અને પાછળથી કર્મયોગે દરિદ્રાવસ્થા આવી છતાં તેમણે સુગુરુના યોગે જે સુપાત્રદાનનો અને એકાન્તરે ઉપવાસનો નિયમ લીધો હતો તેના પાલનમાં જરા ય કચાશ આવી ન હતી; કારણ કે તેમને મન ગુણ જ સારભૂત હતા, ધન સારભૂત ન હતું. એક વાર પત્નીના અતિઆગ્રહથી સસરાને ત્યાં જવા ભાથું લઈને નીકળ્યા. મધ્યાહે અટવીમાં ઝાડ નીચે ભાથું વાપરવા બેસે છે ત્યારે શું વિચારે છે ? તે ઘા જે મુનિલા વિના ન મુક્તિા ' તેઓ ધન્ય છે કે જેઓ મુનિભગવન્તને દાન આપ્યા વિના ભોજન કરતા નથી. તમે રોજ જમવા બેસો ત્યારે ય આવો વિચાર આવે ખરો ? એમને તો ઉપવાસના પારણે ભર અટવીમાં પ્રયાણના થાકથી શ્રમિત થયેલા હોવા છતાં આવો વિચાર આવે છે. આથી આવી પણ અટવીમાં ચારે દિશાનું અવલોકન કરવા નીકળ્યા. સારા ગૃહસ્થને સુપાત્રદાન વગર ખાવું ભાવે નહિ. શ્રી તીર્થંકરભગવંતો જેમ પરાર્થેકવ્યસની હોય છે તેમ ગૃહસ્થો દાનૈકવ્યસની હોય. ગુણસાર શ્રેષ્ઠીને તેમના ભાગ્યયોગે માસક્ષમણના પારણે ગામમાં ગોચરી ન મળવાના કારણે પાછા ફરતા મુનિભગવંતનાં દર્શન થયાં. તેમના આનંદની સીમા ન હતી. અત્યંત આદરપૂર્વક મુનિભગવંતને વિનંતિ કરી. અટવીમાં મુનિભગવંતનો ભેટો, પોતાની પાસે સૂઝતો આહાર અને દાન આપીને નિસ્તરવાની ભાવના : આ ત્રણેનો સુંદર યોગ થવાથી અપૂર્વ ઉલ્લાસથી બધો જ આહાર વહોરાવી દીધો. મુનિભગવંત પણ માર્ગના જ્ઞાતા હતા. દાતાના ભાવોલ્લાસની વૃદ્ધિ Page #78 -------------------------------------------------------------------------- ________________ જોઈને તેમના પરિણામની ધારા અટકી ન પડે તે માટે બધો આહાર વહોરી લીધો. ગુણસાર શ્રેષ્ઠી આ રીતે સુપાત્રદાન આપવાના કારણે રોમાંચિત દેહવાળા થઈને ચિંતવે છે કે ‘આજે મને લોકોત્તર લાભની પ્રાપ્તિ થઈ. આજે મારું દ્રવ્યભાવદારિદ્રય ટળી ગયું.' મિથ્યાત્વ ગયું એટલે ભાવદારિદ્રય ગયું અને એના યોગે દ્રવ્યદારિદ્રય દારિદ્ર્યરૂપ ન લાગે માટે દ્રવ્યદરિદ્રતા પણ ગઈ. તમને દાન આપ્યા પછી આવો ભાવ જાગ્યો છે ? આવી વિચારણા પણ આવે ખરી ? જેના હૈયામાં ધર્મ પરિણામ પામ્યો હોય તેને આવી વિચારણા આવે. આ રીતે અપૂર્વ ઉલ્લાસથી મુનિભગવંતને પડિલાભીને સુંદર પરિણામમાં રમતા ગુણસારશ્રેષ્ઠીએ ત્યાં બીજા ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું અને સસરાને ઘેર ગયા. નસીબજોગે ત્યાંથી પણ એક જ રાતમાં ખાલી હાથે પાછા ફર્યા. વળતાં આ મુનિદાનની ભૂમિ પાસે આવ્યા ત્યારે પોતાના સુંદર પરિણામ યાદ આવ્યા, મન અત્યંત પ્રસન્ન થયું, બે ઘડી ત્યાં બેઠા. ત્યાંથી જતી વખતે તે ભૂમિ પરના ઘાટીલા પથ્થર ભેગા કર્યા. ‘વ્યાપારીઓને વજન માટે કામ લાગશે તો વેચીને બે પૈસા ઉપજાવીશ, નહિ તો મુનિદાનની સ્મૃતિ તરીકે રાખી મૂકીશ...’ એમ વિચારીને પથ્થરનું પોટલું બાંધીને, માથે મૂકીને ઘર તરફ ચાલવા માંડ્યા. આ રીતે વ્યાપારીને પથરા ય કામ લાગે... એટલા પૂરતી આપણી વાત હતી. એમના પથ્થરો પાછળથી મુનિદાનના પ્રભાવે રત્નો થઈ ગયાં-એની ના નથી. પરંતુ શાસ્ત્રકારોએ એ ચરિત્રગ્રંથમાં નોંધ્યું છે કે એ મુનિદાનના પ્રભાવે તેમણે સમ્યક્ત્વની નિર્મળતા એવી સાધી કે જેના યોગે એક જ ભવના આંતરે તેમનો ૭૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ નિશ્ચિત થઈ ગયો. પથ્થરનાં રત્નો થયાં એવું જાણ્યા પછી પણ પોતાના નિર્મળ અધ્યવસાયના કારણે ઉત્પન્ન થયેલા આનંદને વ્યક્ત કરતાં ગુણસાર શ્રેષ્ઠી પોતાની પત્નીને કહે છે કે ‘પ્રિયે ! એવો ભાવ જો આ ભવચક્રમાં બીજી વાર આવી જાય તો હું આ સંસારમાં નહિ હોઉં!' જેને પથ્થરનાં રત્નો થયાં, તેના હૈયા ઉપર તેની કોઈ અસર નથી; તો આપણું ચિત્ત ત્યાં-રત્નોમાં- જ ઠરે એ કેમ ચાલે ? સારાં આલંબનોને પણ આપણી દુષ્ટ વાસનાઓથી વાસિત થઈને વિકૃત કરીશું તો આપણી પાસે તરવાનું કોઈ સાધન નહિ રહે. મહાપુરુષોનાં ચરિત્રો વાંચતાં-સાંભળતાં આવડે તો આપણી અર્થકામની લાલસા ઉપર કાપ મુકાયા વગર નહિ રહે. અર્થકામ ઉપરથી નજર નહિ ખસે તો ધર્માત્મા કઈ રીતે બનાશે ? અત્યાર સુધી ઘણું ખાધું, ઘણું પીધું, ઘણું ભોગવ્યું. ભગવાનના વચનની ઉપરવટ થઈને સુખ માણ્યું ને દુ:ખ ટાળ્યું, ઘણી ભૂલો કરી. હવે કંઈક પામવું હોય તો સુખ ટાળીને દુ:ખ ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. સત્ત્વ કેળવી લો. માર્ગ આપણી પાસે છે, માર્ગ બતાવનારા ગુરુભગવન્તો અને શાસ્ત્રવચનો મોજૂદ છે. એ વચન ઉપર અતૂટ વિશ્વાસ કેળવીને ચાલવા માંડવું છે. નહિ-જેવા દુ:ખથી ગભરાઈને તુચ્છ સુખ ખાતર આટલી સુંદર સામગ્રીને વેડફી નાખીને દુર્લભ નથી બનાવવી. દુ:ખનો દ્વેષ હળવો થાય તો ક્રિયામાર્ગ ઉપરનો દ્વેષ પણ દૂર થઈ જશે, પરિણામે ઉદ્વેગ સહેલાઈથી ટાળી શકાશે અને ભવાન્તરમાં ય યોગીકુળમાં જન્મ, યોગીજનોનો પરિચય, યોગમાર્ગની પ્રાપ્તિ અને પાલન...વગેરે મોક્ષસાધક સામગ્રી સુલભ બનશે. ૭૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩. ક્ષેપ - - અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે ખેદના કારણે ક્રિયામાં થાક લાગવાથી સાધક, ષિાને પડતી મૂકે છે અને ઉગના કારણે કંટાળો આવતો હોવાથી, ક્રિયા ચાલુ હોવા છતાં અવિધિપૂર્વક ક્રિયા પૂરી કરવાની તાલાવેલી જાગે છે. હવે ક્રિયામાં થાક પણ ન લાગે, કંટાળો પણ ન આવતો હોય પરંતુ અસ્થિરતાના કારણે વચ્ચે વચ્ચે બીજા કાર્યોમાં મન જાય તેને ક્ષેપ કહેવાય છે. પૂજા કરતી વખતે ચૈત્યવંદનમાં ચિત્ત જાય અને ચૈત્યવંદન કરતી વખતે વાતોમાં ચિત્ત જાય, સામાયિક કરતી વખતે ઘરનાં કામોમાં ચિત્ત જાય અને પ્રતિક્રમણ કરતી વખતે ભાવનામાં ચિત્ત જાય...આ બધો ક્ષેપ દોષનો પ્રભાવ છે. શરૂ કરેલ કાર્યનું ફળ શેપના કારણે વિલંબમાં મુકાય છે. ચિત્ત બીજે જવાના કારણે ચાલુ ક્રિયા અપૂર્ણ રહે અને તેથી ફળમાં વિલંબ પડે. અવિલંબે શરૂ કરેલી પ્રવૃત્તિનું પણ ફળ ક્ષેપના કારણે વિલંબે મળે છે. ક્ષેપદોષનું ફળ દ્વારા વર્ણન કરતાં અર્થાત્ તેની અનર્થકારિતા જણાવવા માટે છઠ્ઠી ગાથામાં ફરમાવ્યું છે કે क्षेपेऽपि चाप्रबन्धादिष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः शालिरपि फलावहः पुंसः ॥६॥ ક્ષેપના કારણે ચિત્ત વચ્ચે વચ્ચે બીજા કાર્યમાં જવાના કારણે ચિત્તનો પ્રબંધ- ચિત્તનું જોડાણ- ક્રિયામાં ન હોવાથી ક્રિયાનું સાતત્ય રહેતું નથી. ફળની પ્રાપ્તિ માટે ચિત્તની સ્થિરતા-ચિત્તની એકાગ્રતા-એ પ્રધાન અંગ છે. ક્ષેપના કારણે ચિત્ત શિથિલ-અસ્થિરમૂળિયાવાળું બનવાથી ડામાડોળ થાય છે. ચિત્ત જ સ્થિર ન હોય Page #81 -------------------------------------------------------------------------- ________________ તો તેના કારણે અસ્થિર બનેલી ક્રિયા ફળની પ્રાપ્તિ કેવી રીતે કરાવે ? વર્તમાનમાં ધર્મક્રિયાઓમાં આ ક્ષેપદોષ ઘણો વ્યાપક બની ગયેલો જણાય છે, પછી તે ગૃહસ્થપણાની ક્રિયા હોય કે સાધુપણાની. સાંજનું પ્રતિક્રમણ શરૂ કર્યા પછી પાણીમાં ચૂનો કર્યો છે કે નહિ-ત્યાં ચિત્ત જાય; પ્રતિક્રમણમાં થોયોનો કે સ્તવનસઝાયનો આદેશ આપ્યો હોય ને પહેલેથી ધાર્યું ન હોય તો સૂત્રો બોલાતાં હોય ત્યારે અથવા કાઉસ્સગ્ગમાં બધું યાદ કરી જાય. તે વખતે ચિત્ત ક્યાં રહે ? કાઉસ્સગ્ગમાં કે થોયમાં ? જાહેરમાં ભૂલ ન પડે તે માટે પહેલેથી બધું ધારીને તૈયાર રાખવાનું હોય. એના બદલે કાઉસ્સગ્ગ ભાંગવાની પણ જેની તૈયારી હોય-એવાઓ ક્ષેપદોષ કેવી રીતે ટાળી શકે ? સ॰ ચિત્ત સ્વાભાવિક જ બીજે જતું હોય તો શું કરવું ? ચિત્ત સ્વાભાવિક જાય છે કે જવા દો છો માટે જાય છે ? ચિત્ત સ્વાભાવિક નથી જતું; અરુચિના કારણે, ચંચળતાના કરણે ચિત્ત બીજે જાય છે. જે કામ કરીએ તેમાં ચિત્ત તન્મય બનાવીએ તો ઉપયોગ બીજે નહિ જાય. ઈન્જેક્શન લેતી વખતે મન બીજે જાય છે ? ટી.વી. જોતાં મન બીજે જાય છે ? રસોઈ કરતાં મન બીજે જાય છે ? ગાડી ચલાવતાં મન બીજે જાય છે ? સોનુંચાંદી-હીરા પારખતાં મન બીજે જાય છે ? નહિ ને ? અને કદાચ જાય તો ય ત્યાં પરિણામ કેવું આવે ? જ્યાં રસ હોય છે ત્યાં ચિત્ત ઠરેલું હોય છે, ચંચળ નથી હોતું. ચોપડાપૂજનમાં ચિત્ત કેવું હોય અને અષ્ટપ્રકારી પૂજા કરતી વખતે ચિત્ત કેવું હોય ? ચોપડાપૂજન ७८ Page #82 -------------------------------------------------------------------------- ________________ વખતે બાળકને ત્યાં પગ મૂકવા ન દે અને પૂજા કરવા માટે બાળકને લઈને આવે. એવા વખતે તમારું ચિત્ત પૂજામાં રહે કે છોકરામાં જાય ? સ૦ સંસ્કાર પાડવા માટે તો લઈ જવા પડે ને ? સંસ્કાર આપવા માટે લઈ જવાના, પણ આપણી કિયા બગાડીને નહિ. આપણી પૂજા થઈ જાય પછી, છોકરા માટે જુદો સમય ફાળવીને સંસ્કાર પાડવા લઈ જવાના. પહેલાં સંસ્કાર પોતે ઝીલવાના પછી છોકરાને પાડવાના. તમે પોતે જ અવિધિ કરો તો છોકરાને પણ અવિધિના સંસ્કાર પડે ને ? તમે ચૈત્યવંદન કરતાં કરતાં સાથિયો કરો તો છોકરોય એવું જ શીખે ને ? સરકાર માત્ર ક્યિા કરવાના નથી આપવાના, વિધિ કેવી રીતે સચવાય અને આશાતનાથી કેમ બચાય એનાય સંસ્કાર આપવાના. સંસ્કાર આપવાની ઉતાવળ નથી કરવી, આઠ વરસ સુધી તેની યોગ્યતા ખીલે ત્યાં સુધી રાહ જોવી. યોગ્યતા ન આવે ત્યાં સુધી યોગ્યતા ખીલવવા ઘરમાં બધો જ અભ્યાસ કરાવવાનો અને શિખામણ આપીને તૈયાર કરવાના, જેથી આશાતનાથી બચાય અને વિધિબહુમાનપૂર્વક ક્રિયા કરવાના સંસ્કાર પડે. સ૦ કરતાં કરતાં આવડે ને ? કરતાં કરતાં આવડે ય ખરું અને બગડે ય ખરું. ખરો આધાર આશય ઉપર છે. જેને કરવું હોય તેને કરતાં કરતાં આવડે, જેને કરવું જ ન હોય તે તો કરતાં કરતાં બગાડે. કરતાં કરતાં વિધિ ય આવડે અને અવિધિ ય આવડે. ષિાનો અભ્યાસ પાડતાં પાડતાં Page #83 -------------------------------------------------------------------------- ________________ અવિધિનો અભ્યાસ ન પડી જાય તે માટે તમારે જાતે ય સુધરવું પડશે અને થોડો સમયનો ભોગ પણ આપવો પડશે. આ બધી લોકોત્તર માર્ગની ક્લિાઓ છે, આપણા આત્માનો નિસ્તાર કરનારી છે. આવા આદરબહુમાનપૂર્વક તમે પોતે ક્યિા કરો તો સામાને પણ એવા સંસ્કાર પડે. તમે અસ્થિરતાથી ડ્યિા કરો તો છોકરાને સ્થિરતા ક્યાંથી આવે ? સ0 ચિત્તને ક્રિયામાં સ્થિર કેવી રીતે કરવું ? ક્રિયાની ઉપાદેયતાનો અને તારકતાનો વિચાર કરવો. ક્રિયાની વિધિમાં અને અર્થમાં ઉપયોગ રાખવો. ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે એમ સમજીને એકાગ્રતાથી કાર્ય કરવું. કલાક પંચાવન મિનિટનો રાખવો, પાંચ મિનિટ ક્રિયાની તૈયારી માટે-ક્રિયાના પ્રણિધાન માટે આપી દેવી. ઉપાશ્રયમાં જતાં પહેલાં ઘરના લોકોને પૂછીને પછી જવું, કોઈ કામ બાકી હોય તો તે પતાવીને જવું. ઉપાશ્રયમાં જિનવાણીશ્રવણાદિ ક્રિયા કરતી વખતે પણ પોતાના આત્મા તરફ લક્ષ્ય આપવું, તે વખતે કુટુંબના કલ્યાણની ચિંતા કરવા ન બેસવું. વ્યાખ્યાનની કઈ વાત કોને લાગુ પડે છે-એ વિચારવાને બદલે પોતાને કઈ વાત લાગુ પડે છે-એ વિચાર્યા કરીએ તો ચિત્તમાં અસ્થિરતા આવવાનું ખાસ કોઈ કારણ નહિ રહે. ક્રિયા માટે જેટલી તૈયારી કરવી હોય તે પહેલાં જ કરી લેવાની, ચાલુ ક્ષિામાં કશું કરવા ન બેસવું. ક્રિયામાં એકાગ્રતા એવી કેળવવાની કે ક્રિયામાં ગમે તેટલો પરસેવો થાય તોય કપડું કે હાથ હલાવીને પંખો નાંખવાનું તેમ જ પરસેવો લૂછવાનું યાદ ન આવે. Page #84 -------------------------------------------------------------------------- ________________ અપ્રમત્તતા એવી કેળવવાની કે કાઉસ્સગ્નમાં ય બગાસું ન આવે. સવ કાઉસ્સગ્નમાં તો આગાર આપ્યા છે ને ? તે તો રોગી વગેરેના બચાવ માટે આપ્યા છે, બેફિકર માણસોને છૂટ આપવા માટે નથી આપ્યા. જમતી વખતે બગાસું આવે છે ? નહિ ને ? તેમ અહીં પણ બગાસું આવે જ નહિ-એ રીતે શરીર અને મન કેળવી લેવાનું. ક્રિયામાં દ્રવ્યથી કે ભાવથી : કોઈ પણ જાતની ચંચળતા જોઈએ. શ્રી પુણિયાશ્રાવકને સામાયિમાં ચિત્ત ન લાગ્યું તો અનીતિનું દ્રવ્ય ઘરમાં આવ્યાની શંકા પડી. છેવટે છાણાં સૂકવતાં પાડોશીનું છાણું આવી ગયું હશેએમ માનીને કાઢી નાંખ્યું ત્યારે સ્થિરતા આવી. તમને અસ્થિરતા આવે ત્યારે આવી કોઈ ચિંતા થાય ખરી ? પુણિયાશ્રાવકને છાણામાં પણ અનીતિ ન પાલવી, તમને તો હીરા-સોના-ચાંદીમાં પણ અનીતિ નડે નહિ ને ? આવાને સ્થિરતા ક્યાંથી મળે ? ક્રિયામાંથી આ ક્ષેપદોષ ટાળતાં આવડે તો પ્રણિધાનપૂર્વકની ક્રિયા અવિલંબે ફળને પ્રાપ્ત કરાવી આપે છે. - હવે જો કોઈ એમ કહે કે “ક્ષેપદોષથી યુક્ત ક્રિયા કરીએ તો થોડુંઘણું તો ફળ મળશે ને ?' આવી શંકાના નિરાકરણ માટે ગાથામાં શાલિ(ડાંગર)નું ટાંત આપ્યું છે. ડાંગરનાં બીજ વાવ્યા પછી તેમાંથી નાનાં છોડવાં ઊગે છે. તે છોડવાં ઉખેડી બીજી જગ્યાએ વાવીએ ત્યારે ડાંગર ઊગે છે. પરંતુ વારંવાર જો એ રીતે ઉખેડીને વાવવામાં આવે તો ડાંગર ન પાકે. તે રીતે અહીં પણ બાહ્યભાવમાંથી ચિત્ત ખસેડીને એકવાર તો ક્રિયામાં જોડવું પડે, Page #85 -------------------------------------------------------------------------- ________________ પરંતુ વારંવાર એક ક્રિયામાંથી બીજે ચિત્ત જાય તો વિવક્ષિત ફળની સિદ્ધિ ન મળે. સિદ્ધિ સાતત્યથી મળે છે. બે વાર ગાથા બોલી જાય અને પછી ડાફોળિયાં મારે, ફરી પાછી ગાથા બોલે અને મોઢે થઈ ગઈ છે એમ માનીને મોઢે બોલવા જાય તો ભૂલ જ પડે. એના બદલે પચીસ-પચાસ વાર એકધારું ગોખે તો ગાથા કંઠસ્થ થઈ જાય. જે કામ દસ ઘાથી થવાનું હોય તે દસ ઘા કાલાન્તરે મારવામાં આવે તો કામ ન લાગે. પણ એક સાથે દસ ઘા મારે તો તૂટ્યા વગર ન રહે. કોઈ પણ ક્ષેત્રમાં સાતત્ય વગર ફળસિદ્ધિ થતી નથી. સ્વાધ્યાયમાં ચિત્ત ન લાગતું હોય તો ફરિયાદ કરવાના બદલે કામે લાગવાનું. બેઠાં બેઠાં ગાથા ન ચઢે તો ઊભા થઈ જવાનું, ઊભાં ઊભાં ન આવડે તો વચ્ચે ભગવાન રાખીને પ્રદક્ષિણા દઈ, ખમાસમણ દઈને ગાથા બોલતાં જવાનું. તેનાથી ચિત્તની એકાગ્રતા પણ કેળવાશે, પ્રમાદ પણ ઊડી જશે અને બહુમાનના યોગે જ્ઞાનાવરણીયકર્મની નિર્જરા પણ થશે. ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવો હશે તો લેપદોષ ટાળવો જ પડશે. જાત બચાવીને ધર્મ કરનારને ધર્મનું ફળ ન મળે. અત્યાર સુધી દોષોથી ભરેલું જીવન આવ્યા છીએ. આમ ને આમ ક્યાં સુધી ચલાવવું છે ? જવાના દિવસો નજીક આવે છે. આવું બેદરકારીભર્યું વર્તન સુધાર્યા વગર નહિ ચાલે. ભૂતકાળના તેવા પ્રકારના કર્મના યોગે અસ્થિરતા આવી જાય-એ બને. અત્યાર સુધી જે ક્રિયાઓમાં રસ કેળવ્યો છે, ચિત્ત જોડ્યું છે તે ક્રિયાઓમાંથી મનને ખસેડીને ધર્મક્રિયામાં જોડીએ ત્યારે ભૂતકાળના અભ્યાસના યોગે મન ફરી પાછું ત્યાં જાય-એ Page #86 -------------------------------------------------------------------------- ________________ બનવાજોગ છે. એવા વખતે સાધકનું કર્તવ્ય છે કે પ્રયત્નવિશેષ પણ મનને પાછું વાળી સ્થિર કરવું. સંસારની ક્રિયાઓમાં જોડાયેલું ચિત્ત સંસાર સાથે જોડી રાખશે, જ્યારે આ તારક ક્રિયાઓમાં જોડેલું ચિત્ત મોક્ષ સાથે જોડી આપવાનું કામ કરે છે. તમારે ધર્મક્રિયાઓ કરીને પણ સંસારમાં જ રહેવું છે કે મોક્ષે જવું છે ? જો મોક્ષે જવું હોય તો ક્ષેપદોષની બિલકુલ ઉપેક્ષા સેવ્યા વગર તેને દૂર કરવા માટે કાયમ માટે તત્પર રહેવું. ૪. ઉત્થાન : જેઓ સાચા હૈયાથી આરાધના કરવા માટે તૈયાર થયા છે તેઓ માટે આપણે આ યોગમાર્ગના અવરોધક આઠ દોષોની વાત શરૂ કરી છે. આરાધના કરવા નીકળેલા પણ માત્ર આરાધનાનો આભાસ ઊભો કરવાનું કામ કરતા હોય તો તે આ ઉત્થાનદોષનો પ્રભાવ છે. ગયેલા દોષો પાછા આવવા તેને ઉત્થાન કહેવાય છે. ખેદ જવાના કારણે થાક ન લાગે, ઉદ્વેગ જવાના કારણે કંટાળો ન આવે અને ક્ષેપ જવાના કારણે ચંચળતા પણ નાશ પામે. આ રીતે ફૂર્તિથી, ઉત્સાહથી અને સ્થિરતાપૂર્વક યોગમાર્ગમાં પ્રયાણ કરનારને ભૂતકાળના તેવા પ્રકારનાં વિચિત્ર કર્મોના ઉદયે, ગયેલા દોષો પાછા આવીને હેરાન કરે છે અને તેથી સાધનાનો ઉલ્લાસ પડી ભાંગે છે. જેનો જેનો ત્યાગ કરીને સાધનામાર્ગે પ્રયાણ આરંભ્ય હતું તે ફરી પાછું ઉપાદેય લાગવાથી, ત્યાગના કારણે જે ચિત્તની પ્રસન્નતા આવી હતી તે હણાઈ જાય છે. રાગાદિદોષોની આધીનતા ટાળવાના કારણે ચિત્ત પ્રશાન્તવાહી બન્યું હતું, જ્યારે ઉત્થાનના કારણે ફરી Page #87 -------------------------------------------------------------------------- ________________ રાગાદિની આધીનતા થવાથી ચિત્તમાં અપ્રશાન્તવાહિતા આવે છે. ક્ષેપ ટાળ્યા પછી એકાગ્રતા આવે. ચિત્ત સ્થિર કરીએ એટલે કષ્ટ પડવા માંડે. કષ્ટ પડે એટલે દબાવેલા કષાયો-લોભ, માન, માયા વગેરે પાછા જાગવા માંડે, તેને આધીન બનીએ એટલે ચિત્ત અપ્રશાન્ત બને. વહેતા પાણી નિર્મળ હોય છે, તેમાં જો મળ-ચરો જામી જાય તો પાણીનો ભરાવ થાય ને પાણી ગંધાવા માંડે. તેમ અહીં પણ વિષયકષાયના પરિણામને આધીન થવાથી તે જામી જાય અને તેથી પ્રશાન્તવાહિતા અટકી પડે. વહેતા પાણીમાં કચરાનું ધોવાણ થાય છે તેમ પ્રશાન્તવાહિતામાં પણ અનાદિના કુસંસ્કારોનું અને કુવાસનાઓનું ધોવાણ થાય છે. આથી સાધકનું કર્તવ્ય છે કે પ્રશાન્તવાહિતાને અટકાવવી નહિ. દુખ પ્રત્યે દ્વેષ નહિ અને સુખ પ્રત્યે રાગ નહિ ; પ્રતિકૂળતાની ચિંતા નહિ અને અનુકૂળતાની ઈચ્છા નહિ તેનું નામ પ્રશાન્તવાહિતા. ઉત્થાનદોષ આ પ્રશાન્તવાહિ ચિત્તનો નાશ કરે છે. અનાદિકાળની અપ્રશાન્ત અવસ્થા તે ઉત્થાન નથી. એક વાર કષાયો શાન્ત થયા પછી પાછા કષાય ઊભા થાય તે ઉત્થાન. આ વસ્તુને જણાવવા માટે ગ્રંથકારશ્રીએ મદિરાના કારણે ભાન વગરના બનેલા ચિત્તવાળાની ઉપમા આપી છે. નિગોદના જીવોનું ચૈતન્ય તો અસ્પષ્ટ જ હોય છે જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત અવસ્થાને પામેલાનું ચૈતન્ય સ્પષ્ટતર હોવા છતાં મદિરાપાનના કારણે તેમનું ચૈતન્ય હણાય છે, તેથી ભાન વગરનો થઈને પ્રવૃત્તિ કરે છે, તેના જેવો આ ઉત્થાનદોષ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયની આસક્તિના કારણે સાન ગુમાવે, ભાન ૮૪ · Page #88 -------------------------------------------------------------------------- ________________ ગુમાવે, અક્કલ જાય, વિર્યાન્તરાયનો ક્ષયોપશમ પણ કામ ન લાગે તે ઉત્થાનદોષ. જે દોષોને વિદાય આપી હતી તે દોષો સામે ડોકિયું કરી-કરીને તેને આવકારવાનું કામ કરે તો ઉત્થાનદોષ નડે જ ને ? સુખ છોડીને દુઃખ વેઠવા માટે સાધના શરૂ કર્યા પછી પણ દુઃખ અકારું લાગવા માંડે ને સંસારના સુખનો લોભ સતાવે એટલે સંસાર છોડીને આવેલાને સંસાર યાદ આવે, અનુકૂળતા મૂકીને આવેલાને અનુકૂળતા ઉપાદેય લાગવા માંડે, જે વિષયકષાયનો ત્યાગ કર્યો તેનું આકર્ષણ વધવા લાગે. એના કારણે ગુરુવચન ગમે નહિ, વિનય સચવાય નહિ, વિવેક જળવાય નહિ : એટલે સમજવું કે ઉત્થાનદોષ ઘર કરી ગયો છે. આ ઉત્થાનદોષ; સારું કાર્ય કર્યાનો પશ્ચાત્તાપ પેદા કરાવીને ભૂતકાળની અને વર્તમાનની સાધનાને વેરવિખેર કરીને ભૂંડા ભવિષ્યને સર્જવાનું કામ કરે છે, જે વિકાસ સાધીને આગળ નીકળ્યા હોઈએ તે વિકાસને રૂંધી નાખે છે, નકામો બનાવે છે. સ, આના નિવારણનો ઉપાય શું ? ગયેલા દોષો સામે નજર પણ નથી કરવી, તે દોષોને આવવાના નિમિત્તથી પણ દૂર રહેવું, ગુણીજનોના સહવાસમાં રહેવું. રોગ ગયા પછી ઊથલો ન મારે માટે પથ્ય સેવો છો ને ? ડાયાબિટિસ કાબૂમાં આવ્યા પછી ય સાવધાની રાખો છો ને ? કોઈક વાર ધ્યાનબહાર રહેવાથી થોડીક અસર લાગે તો પછી એકદમ સાવધ થઈ જાઓ ને ? તેમ અહીં પણ દોષો ઊભા થઈ રહ્યા છે એવું લાગે કે તરત સજાગ થઈ જવાનું. કચરો જામ્યો હોય તો વિચાર કરવા બેસો કે સાવરણી લઈને ફરી વળી ? રોગ થયો Page #89 -------------------------------------------------------------------------- ________________ હોય તો વાટાઘાટ કરવા બેસો કે તાત્કાલિક ચિકિત્સા શરૂ કરો ? નિદાન ન થયું હોય ને વાટાઘાટ કરવી પડે-એ જુદું પણ નિદાન થયા પછી વાર ન કરો ને ? તેમ અહીં દોષ નડે છે-એવી ખબર પડતાંની સાથે વાતો કરવાના બદલે કામે લાગવાનું, દુઃખ વેઠવા માટે સજજ થવાનું. એકે ય કર્મના ઉદયને આધીન ન થઈએ તો ઉત્થાનદોષ સહેલાઈથી જીતી શકાશે. કર્મ બહુ બહુ તો ઈચ્છા કરાવશે, પ્રવૃત્તિ કરવી કે ન કરવી તે આપણા હાથની વાત છે. કર્મનો ઉદય કાયમ માટે પ્રવૃત્તિ કરાવ્યા જ કરે તો ક્યારેય કોઈ જીવનો મોક્ષ જ ન થાય. કર્મનો ઉદય જોર કરે ત્યારે ભગવાનના વચનનું આલંબન લઈને તેનું કાર્ય થવા ન દઈએ તો નિષ્ફળ થયેલો કર્મોદય ઉત્થાનને આવવા નહિ દે. દુઃખ ટાળીએ તો ઉત્થાન ન ટળે, દુઃખ અધિક વેઠીએ તો ઉત્થાન ટળે. મેઘકુમાર મુનિ દુઃખથી અકળાયા તો ઉત્થાનદોષ હેરાન કરવા આવ્યો. પણ ભગવાનની વાણીથી પ્રતિબોધ પામી, આંખને છોડીને શરીરના કોઈ પણ અંગની ચિકિત્સા કરવી નહિ એમ નિર્ણય કરી અધિક દુ:ખને વેઠવા તૈયાર થયા તો ઉત્થાનદોષને પરાસ્ત કરી શક્યા. દુઃખને હડસેલો મારે તો ક્યા ક્ષેત્રમાં સિદ્ધિ મળે છે ? દુઃખ વેઠવાના અભ્યાસ વગર ક્યાં ચાલે એવું છે ? રમતગમતના ક્ષેત્રમાં સંગીતના ક્ષેત્રમાં ? ખીસામાં હાથ નાંખીને રમવાના મેદાન ઉપર ઊભા રહે તો ચાલે ? તબલચીને હાથ દુઃખે તો વગાડવાનું બંધ કરે ? વાયોલીન વગાડનારા આંગળીમાં ચીરા પડે તોય સાધન નથી ચઢાવતા, લકવા પડી જાય એવો ય કંપ આપવાનું નથી છોડતા. Page #90 -------------------------------------------------------------------------- ________________ જે ક્ષેત્રમાં જેને આગળ વધવું હોય, સિદ્ધિનાં શિખરો સર કરવા હોય તેને પુરુષાર્થ બેવડો કર્યા વગર નહિ ચાલે. દુ:ખ વેઠવાનો અભ્યાસ ન પાડે તેને કષાયની જરૂર પડે અને કષાયને આધીન બને એટલે ક્રિયામાં કંટાળો આવવાનો જ. ઉત્થાનદોષ વખતે ચિત્તની સ્થિરતા જળવાઈ હોય તોય પ્રસન્નતા નથી રહેતી. પ્રશાન્તવાહિતા નાશ પામે એટલે મનની પ્રસન્નતા ક્યાંથી રહે ? કષાયને શાંત કરવા માટે ધર્મસ્થાનમાં આવવાનું હતું એના બદલે અહીં આવીને પણ કષાય ઊભા કરે તો દોષોનો ઢગલો જ થાય ને ? પછી તે સાધુસાધ્વી હોય કે શ્રાવક-શ્રાવિકા હોય; જે સાવધ ન રહે તે, નિમિત્ત ઊભા કરીને કે નહિ-જેવા નિમિત્તમાં કષાયને આધીન બને તો ઉત્થાનદોષ કેવી રીતે જીતી શકે ? સાધુસાધ્વી કોઈ વાર માંડલીમાં બેઠાં બેઠાં ક્રિયા કરતા હોય અને ગુરુભગવંત તેમને ઊભા કરે તો કષાય આવે ને ? ‘કેમ બેઠા છો ? કંઈ કારણ છે ?’ એવું પૂછે તો માન આપ્યું એમ લાગે અને “કેમ ઊભા થતા નથી ?' એમ કહે તો અપમાન લાગે ને ? એવા વખતે ગુસ્સામાં માંડલીમાંથી ઊભા થઈને જતા રહે તો ઉત્થાનદોષ નડે જ ને ? એવા વખતે એમ વિચાર કરે કે ‘ગુરુભગવંતને કયો સ્વાર્થ છે ? એ મારું ખરાબ દેખાડવા નથી કહેતા. મને સારો બનાવવા કહે છે..' તો ગુસ્સો શાંત થઈ જાય ને ? તમારા જેવા પણ પ્રતિક્રમણ કરવા માટે રોજ જે જગ્યાએ બેસતા હોય એ જગ્યાએ કોઈ બીજો આવીને બેસે તો ગુસ્સો આવે ને ? એવા વખતે ઝઘડો કરવા ય બેસે અને છેવટે ઉપાશ્રય છોડવા પણ તૈયાર થાય ને ? શાક ૮૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ વેચવાવાળી ગમે તેટલો ઝઘડો થાય તોય માર્કેટ છોડીને ન જાય, કેમ ? એને ધંધો કરવો છે. તેમ તમારે ધર્મ કરવો હોય તો સાધર્મિકના બે અક્ષર પણ ન ખમી શકો ? ધર્મ કરવો હોય તો માથું ઠેકાણે રાખીને જીવવું પડશે. વાતવાતમાં માથું જાય તો, આ દોષો પાયમાલ કરી નાખશે. માટે ચેતી જાઓ તો સારું. કષાય બીજા ઉપર કરીએ, પણ કર્મ તો આપણને જ બંધાય છે. નાના માછલાને મોટું માછલું જડે, છતાં તે સમુદ્રને છોડતું નથી તેમ અહીં પણ ‘અપમાન સહન કરીને પણ માન કાઢવા માટે જ આવ્યો છું, નિર્જરા કરવા જ આવ્યો છું...' આ રીતે મન કેળવે તો ગૃહસ્થપણામાંથી જ નિર્જરા કરવાની યોગ્યતા પ્રગટે. સાધુસાધ્વી ભગવંતો પણ શીખી લે કે-કષાય ઊભો થાય ત્યારે આપણે બેસી જવું; ઊભા થઈને બગલમાં ઓઘો ઘાલીને ખુલાસો કરવા ન જવું, હાથમાં પુસ્તક લઈને ગોખવા બેસવું અથવા મૌન ધારણ કરી કામ કરવું-તો આજે ઉત્થાનને પહોંચી વળાય. અમને આચાર્યભગવતે કહ્યું હતું કે ગુસ્સો આવે તો શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની દસ ગાથા ઉચ્ચારપૂર્વક બોલવી. તમને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ન આવડે તો શ્રી દશવૈકાલિક સૂત્રની ગાથા બોલો તોય ચાલે, એય ન કર્યું હોય તો છેવટે શ્રી ભરફેસરની સઝાય આવડે ને ? તેનો સ્વાધ્યાય કરી જવો. મહાપુરુષોનાં ચરિત્રમાં જ નહિ, તેઓશ્રીનાં પુણ્યનામમાં પણ એ તાકાત છે કે આપણા સંક્ષિણ પરિણામને શાંત કરે. ક્રોધાદિ ક્ષાયને કાઢવા હોય તો તેનું એક કાર્ય થવા નથી દેવું. એક વખત પણ ગુસ્સો આવે તો કડકમાં કડક સજા આપણે જાતે Page #92 -------------------------------------------------------------------------- ________________ ભોગવી લેવી છે. માત્ર ક્રોધ માટે જ નહિ, માન-માયા-લોભ માટે પણ આ જ રીતે કરવું. ક્ષાયનો ઉદય થયા પછી તેનું કાર્ય ન થવા દઈએ એટલે ઉત્થાન ચાલવા માંડે. ઉત્થાનદોષ સર્વવિરતિધર્મમાંથી છેક નિગોદ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ચૌદપૂર્વી અપ્રમત્તપણે ચૌદપૂર્વ ભણ્યા પછી પણ કષાયાદિ પ્રમાદને આધીન બન્યા તો નિગોદમાં ગયા. એક વાર લયોપશમભાવ પ્રાપ્ત કર્યા પછી તેને ટકાવવાના બદલે વધારવા માટે મહેનત કરે તો ક્ષાયિકભાવ સુધી પહોંચાય. કષાય મંદ પડ્યા પછી પણ એવા માંદા પાડવા મહેનત કરવી છે કે જેથી ક્યાંય આડા ન આવે. કષાય મંદ છે એમ માનીને તેની ઉપેક્ષા ન કરવી, ગમે ત્યારે તીવ્ર થશે એમ માની સાવધ રહેવું. કષાય, અગ્નિ, રોગ અને દેવું : આ ચારેને મંદ માનીને તેની ઉપેક્ષા કરનારો પાછળથી પસ્તાયા વગર ન રહે. કારણ કે ઉપેક્ષા જ આ બધાને તીવ્ર બનાવે છે. અગ્નિને મંદ માની ઉપેક્ષા કરો તો ભડકો થઈને બાળે ને ? રોગને મંદ માની ઉપેક્ષા કરો તો વકરીને કાલે ઊઠીને પ્રાણનાશ પણ કરે ને ? અને દેવાને મંદ માની ઉપેક્ષા કરીએ તો બેવડાઈ જાય ને ? દોષોની ઉપેક્ષા એ વસ્તુતઃ આપણા હિતની ઉપેક્ષા છે. ક્રિયાના આ દોષો ટાળવા માટે તમારે અને અમારે સાવધ થવાની જરૂર છે. ક્યિા ન કરવાના કારણે જેમ ફળ નથી મળતું તેમ ક્રિયા કરવા છતાં ઉત્થાનના યોગે ક્રિયાનું ફળ નથી મળતું-તે સાતમી ગાથાથી જણાવે છે उत्थाने निर्वेदात् करणमकरणोदयं सदैवास्य । अत्याग-त्यागोचितमेतत्तु स्वसमयेऽपि मतम् ॥७॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉત્થાન નામનો દોષ હોતે છતે નિર્વેદ(કંટાળો)ના કારણે યોગની ક્રિયા કરાતી હોવાથી, ક્રિયા કરવા છતાં ન કરવાનું જ ફળ હંમેશાં પ્રાપ્ત થતું હોય છે. કોઈ કારણથી યોગની ક્રિયાનો અહીં ત્યાગ ન હોવા છતાં તે ત્યાગને ઉચિત જ છે-એમ આપણા આગમમાં પણ કહ્યું છે. આશય એ છે કે ઉત્થાન નામના દોષના કારણે ચિત્ત અપ્રશાન્ત હોવાથી યોગની પ્રવૃત્તિમાં મન સ્વસ્થ નથી રહેતું. આવી અવસ્થામાં આંતરિક રીતે પ્રતિજ્ઞાનો ભંગ થયેલો હોય છે, જ્યારે બાહ્ય રીતે પ્રતિજ્ઞાભંગ થાય તો લોકમાં નિંદા થશે એવા ભયથી અને એ નિંદા સહન થતી ન હોવાથી એ છવો બાહ્ય રીતે ક્રિયા ચાલુ રાખે છે. આ રીતે ક્રિયાનો ત્યાગ ન હોવા છતાં અપ્રસન્નતારૂપ વિષથી યુક્ત હોવાથી તે ક્રિયાનો ત્યાગ કરવો એ જ ઉચિત છે. ગમે તેટલી ભૂખ લાગી હોય તોય વિષયુક્ત અનાજ થોડું જ ખવાય ? આ જ કારણસર દીક્ષા ગ્રહણ કર્યા પછી મૂળગુણ અને ઉત્તરગુણોનો નિર્વાહ કોઈ પણ રીતે શક્ય ન જ બને તો વિધિપૂર્વક શ્રાવકનો આચાર પાળવાનું તેવા જીવો માટે ફરમાવ્યું છે. સંસાર ઉપર નિર્વેદ આવવાના કારણે અનુષ્ઠાન કરવા નીકળેલાને પણ સંસાર પર નિર્વેદ આવવાના બદલે અનુષ્ઠાન ઉપર જ નિર્વેદ આવી જાય એ કેટલી બધી વિચિત્ર દશા છે ? ઊંચામાં ઊંચું અનુષ્ઠાન નિર્વેદપૂર્વક કરવું-અનાદરપૂર્વક કરવું તેના કરતાં નિર્વેદ ન આવે એવું અનુષ્ઠાન આદરપૂર્વક કરવું સારું. અનાદર જેવું ભયંકર એકે પાપ નથી. ઉસૂત્રભાષણજેવું એકે પાપ નથી-એમ શાસ્ત્રમાં કહ્યું છે, પરંતુ એમાં ય સૂર-શાસ્ત્ર પ્રત્યેનો અનાદર જ કામ કરે Page #94 -------------------------------------------------------------------------- ________________ છે. માટે આજ્ઞા ઓછી પળાશે તો નભાવાશે, પણ આજ્ઞાનો અનાદર તો કોઈ સંયોગોમાં ન નભાવાય. અહીં શાસ્ત્રકારોએ જે ત્યાગની વાત કરી છે એ સર્વવિરતિધર્મના ત્યાગની વાત લાગતી હોવા છતાં વસ્તુતઃ સર્વવિરતિધર્મ ઉપરના નિર્વેદના-અનાદરના ત્યાગની વાત છે. સર્વવિરતિ પ્રત્યેના અનાદરને ટાળવા સર્વવિરતિ ધર્મનો ત્યાગ કર્યો હોવા છતાં પરિણામે એ સર્વવિરતિ પામવાનો જ ઉપાય છે. નિર્વેદથી-અનાદરપૂર્વક સર્વવિરતિધર્મ પાળવાના કારણે ચારિત્રમોહનીયકર્મ બંધાવાથી સર્વવિરતિ દુર્લભ બને છે. જ્યારે ચારિત્રમોહનીયકર્મના બંધથી બચવા સર્વવિરતિધર્મ પ્રત્યેના નિર્વેદને ટાળવા માટે ગત્યન્તરાભાવે સર્વવિરતિધર્મનો ત્યાગ કરી, સર્વવિરતિધર્મ પ્રત્યેના બહુમાનપૂર્વક જેઓ દેશવિરતિધર્મ સ્વીકારે છે તેઓ ભવિષ્યમાં ક્રમે કરીને સર્વવિરતિધર્મ પામે છે. સવ નુકસાન થાય તો ધંધો થોડો બંધ કરી દેવાય ? નુકસાન થાય તો કમાવાનું બંધ ન કરાય, પરંતુ ધંધો બંધ કરીને નોકરી કરવી પડે, ને કાળી મજૂરી ય કરવી પડે. ત્યાં ધંધો છોડવાનો ઈરાદો છે કે નુકસાન ટાળવાની અને નોકરી કરીને ય પૈસા કમાવાની ભાવના છે ? તેમ અહીં પણ દીક્ષા છોડવાનો ઈરાદો નથી, દોષ ટાળવાની અને પરિણામ ટકાવવાની ભાવના છે. ગ્રંથકારશ્રીએ અહીં બીજી પણ એક સ્પષ્ટતા કરતાં ફરમાવ્યું છે કે સાધુપણાના આચારમાં શિથિલતા આવ્યા પછી પણ જેઓને સાધુવેષ પ્રત્યે-સાધુપણા પ્રત્યે-અત્યંત રાગ છે અને શુદ્ધ પ્રરૂપણાગુણથી જેઓ સુંદર કોટિની નિર્જરા સાધવાનું સામર્થ્ય - - - Page #95 -------------------------------------------------------------------------- ________________ ધરાવે છે તેમ જ, સંવિગ્ન એવા સાધુભગવંતના પક્ષપાતને લઈને સાધુવેષનો ત્યાગ કર્યા વગર સંવિગ્નપાક્ષિકોનો માર્ગ સ્વીકારે છે તેઓ ઉત્થાનદોષના ભાગી બનતા નથી. આંખના જાડા ચશ્માવાળા ડૉક્ટર પણ આંખના સ્પેશ્યાલિસ્ટ હોય તેમ પોતે આચારમાં અત્યંત શિથિલ હોવા છતાં શુદ્ધ પ્રરૂપણા દ્વારા શુદ્ધ આચારમાર્ગને બતાવનારા આ સંવિગ્નપાક્ષિકો હોય છે. જેના હૈયામાં સરળતા હોય, પોતાના દોષોની પીડા હોય, સાધુપણા પ્રત્યે તીવ્ર રાગ હોય તેના માટે આ સંવિઝપાક્ષિકોનો માર્ગ છે. વર્તમાનમાં આવી હૈયાની સરળતા નાશ પામવા માંડી અને વક્તા આવવા માંડી તેથી સંવિગ્નપાક્ષિકોનો માર્ગ રહ્યો નથી. સાધુપણામાં ઉત્થાનદોષ આવ્યા પછી જેઓ તેને ટાળવાનો પ્રયત્ન કરતા નથી, પ્રયત્નવિશેષે પણ ન જ ટળે તો જેઓ વિધિપૂર્વક દેશવિરતિ અથવા સંવિગ્નપાક્ષિકનો માર્ગ સ્વીકારતા નથી તેઓ નિર્વેદપૂર્વક સર્વવિરતિ પાળવાના કારણે ઉત્થાનદોષના ભોગ બન્યા થકા છઠ્ઠ(સર્વવિરતિ), પાંચમુંદશવિરતિ) અને ચોથું(સંવિગ્નપાક્ષિક) ગુણઠાણું ગુમાવીને શાસનભ્રષ્ટ થઈ મિથ્યાત્વ ગુણઠાણે આવી દીર્થસંસારમાં ભટકવા જતા રહે છે. આટલી હદ સુધી પહોંચવું તેના કરતાં થોડી સહનશીલતા કેળવી લઈએ અને સુખનો રાગ ઘટાડી દઈએ તો ઉત્થાનને ટાળવાનું કપરું નથી. શાસ્ત્રકારોએ આપણા હિતની ચિંતા કરવામાં કોઈ કમીના નથી રાખી. સાધન ઓછાં હશે તો ચાલશે પણ પ્રતિબંધ એક પણ ન ચાલે. ઉત્થાનદોષ ટાળ્યા વગર સભ્યત્વ પામવાની યોગ્યતા પણ આવતી નથી. સમ્યકત્વની યોગ્યતા જ્યાં વિકાસ પામેલી હોય Page #96 -------------------------------------------------------------------------- ________________ છે એવી ચોથી દ્રષ્ટિમાં પણ આ ઉત્થાનદોષ હોતો નથી. વર્તમાનમાં પાંચમા-છઠ્ઠા ગુણઠાણાનો ધણી ગણાતો ધર્મવર્ગ આ ઉત્થાનદોષનો ભાગી બનતો હોય તો સમ્યકત્વ પામવું કેટલું કપરું છે-એ સમજાયા વિના નહિ રહે. સમ્યકત્વ પામવું હશે અને ટકાવવું હશે તો ઉત્થાનદોષ ટાળવો પડશે. તે માટે સુખ છોડવું પડશે, દુઃખ વેઠવું પડશે, શરીરની મમતા મૂકવી પડશે. શરીરના આરોગ્ય માટે આંટાફેરા મારવાનું બંધ કરવું પડશે, આત્માના આંટાફેરા ટાળવા માટે દૃષ્ટિ બદલવી પડશે, શરીરને સુધારવાને બદલે આત્માને સુધારવાનું લક્ષ્ય કેળવવું પડશે. વહેલી સવારે કસરત કરવાના બદલે વિહિતક્રિયા-સામાયિક-પ્રતિક્રમણાદિ કરવા લાગે તો સમજવું કે શરીર પરથી નજર ખસી. શરીર તો આમેય નાશવંત છે તેના માટે આ ક્રિયાઓ પડતી નથી મૂકવી. તેમ જ સાથે સાથે આત્માના બદલે શરીરને સુધારવાના લક્ષ્યથી પણ આ ક્રિયાઓ નથી કરવી. આવશ્યક-ષિાઓનો ભોગ લેવાય એ રીતે એકે અનુષ્ઠાન ન કરવું. ભગવાનના શાસનની કોઈ ક્રિયા એવી નથી કે જે વિહિતકાળે કરવામાં આવે છતાં એકબીજાનો છેદ કરે, માત્ર અનુકૂળતાનો ત્યાગ કરી વીર્ય ફોરવવાનું મન જોઈએ. વીર્ય માંગીને નથી મળતું. મળેલા વીર્યનો ઉપયોગ કરીએ, સુખના રાગે તેને છુપાવીએ નહિ તો વીર્ય એની મેળે પ્રગટશે. સમ્યકત્વને પ્રાપ્ત કરવા માટે પણ વીર્ય ફોરવવું પડશે અને મળેલા સમ્યકત્વને ટકાવવા માટે પણ વીર્ય ફોરવવું પડશે. ભગવાનના વચન પર શ્રદ્ધા કેળવી સુખનો રાગ ટાળી આજ્ઞા મુજબ ક્રિયા કરીએ તો સમ્યકત્વ મળે અને સમ્યકત્વ મળ્યા પછી Page #97 -------------------------------------------------------------------------- ________________ સર્વવિરતિ પામવા માટે વીર્ય ફોરવીએ તો સમ્યત્વ ટકે ય ખરું ને પરિપૂર્ણ પણ બને. એક વારના સમ્યગ્દર્શનમાં અનંતા આત્માઓ મોક્ષે જઈ શકે એવું હોવા છતાં ભવચક્રમાં અસંખ્યાતવાર સમ્યગ્દર્શન ગુમાવવું પડે અને પામવું પડે તે ઉત્થાનદોષની આધીનતાનો પ્રતાપ છે. સમ્યકત્વ પામ્યા પછી વીર્ય ફેરવીને અનંતાનુબંધીને ફરકવા પણ નથી દેવા. ભલે ભયોપશમભાવનું સમ્યકત્વ મળ્યું હોય, તોય તેને જવા નથી દેવું. શાસ્ત્રમાં કહ્યું છે કે ક્ષયોપશમભાવનું સમ્યકત્વ છાસઠ સાગરોપમ સુધી ટકાવી શકાય છે. કેટલો મોટો કાળ છે ? કેટલી બધી તક આપી છે ? આટલી તક મળ્યા પછી શા માટે ગુમાવીએ ? આ તકનો ઉપયોગ સર્વવિરતિ પામીને મોક્ષે જવા માટે કરી લેવો છે. શ્રી શ્રેણિક મહારાજા અને શ્રી કુમારપાળ મહારાજા તો એક જ વારના સભ્યત્વથી ચોર્યાશીહજાર વરસ અને ઉપરના સો વરસના કાળમાં તો મોશે પહોંચી જશે. એની અપેક્ષાએ છાસઠ સાગરોપમનો કાળ કેટલો મોટો છે ? અસંખ્યાત વર્ષનો એક પલ્યોપમ અને દસ કોટાકોટિ પલ્યોપમનો એક સાગરોપમ ! આટલા કાળમાં સર્વવિરતિ પામવાનો અને મોક્ષે પહોંચી જવાનો પુરુષાર્થ તો મજેથી થઈ શકે ને ? સ0 આપ આટલું કહો છો તોય અમને દુષ્કર દુષ્કર કેમ લાગે છે ? મોક્ષમાં જવું નથી માટે. સંસારમાં રહેવું છે માટે. જેને પોતાનું સ્થાન છોડીને અન્ય સ્થાને જવું જ હોય તે ગમે તેટલો વિકટ રસ્તો ય પસાર કરે છે ને ? અને જેને જવું જ ન હોય તે Page #98 -------------------------------------------------------------------------- ________________ સીધા રસ્તે ય ન ચાલે. તેથી જ જેને મોક્ષે જવું છે અને સંસારમાં રહેવું જ નથી તેના માટે આ અવરોધોની ચિંતા છે. જેના કારણે, સમ્યકત્વ મળ્યા પછી પણ સર્વવિરતિ પામી શકાતી ન હોય અને મળેલું સમ્યકત્વ પણ ગુમાવવાનો વખત આવતો હોય એ ઉત્થાનદોષને આપણા જીવનમાંથી વહેલામાં વહેલી તકે નાબૂદ કરવો છે. ઉત્થાનદોષવાળી દીક્ષા પણ ન નભાવાય તો ઉત્થાનદોષથી દૂષિત ગૃહસ્થપણાની ક્રિયાઓ તો ક્યાં લઈ જશે એ વિચારી જેવું. આજે નહિ તો કાલે આ દોષને વિદાય આપ્યા વગર લોકોત્તરમાર્ગમાં પ્રવેશ નહિ જ મળે-એ યાદ રાખવું. ૫. ભાન્તિ : પાંચમો દોષ ભ્રાન્તિ નામનો છે. ભાનિ એટલે ભ્રમ. જેને ભ્રમ થાય તેને જે વસ્તુ જેવી હોય તેવી ન દેખાતાં જુદી દેખાય. ભ્રાન્તિ, દૃષ્ટિને મલિન કરે છે. શાસ્ત્રકાર પરમર્ષિઓ માર્ગાનુસારિતાથી માંડીને વીતરાગતા સુધીનો માર્ગ બતાવતા હોય ત્યારે એ માર્ગને જોવા માટે આપણી પાસે આંખ તો હોવી જોઈને ને ? ભગવાનની વાત સમજવા માટે દૃષ્ટિ નિર્મળ જોઈએ અને ભગવાનની વાત માનીને માર્ગે ચાલવા માટે પગ મજબૂત જોઈએ. આંખ નિર્મળ હશે ને પગ નબળા હશે તો વિલંબે ઈષ્ટ સ્થાને પહોંચાશે પણ પગ મજબૂત હશે ને આંખ નિર્મળ નહિ હોય તો ઈષ્ટ સ્થાને નહિ પહોંચાય. તેથી માર્ગે ચાલવા પહેલાં દૃષ્ટિ ચોખ્ખી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તમારે ત્યાં પણ શું નિયમ છે ? જેની દૃષ્ટિ ચોખ્ખી ન હોય તે વાહન હંકારવા બેસે ખરો ? તેમ અહીં પણ Page #99 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ નિર્મળ બનાવ્યા વિના માર્ગે ચાલવાની ઉતાવળ ન કરવી. દૃષ્ટિનો મળ ધોવાઈ જાય અને દૃષ્ટિ નિર્મળ બને, તેનું જ નામ સમ્યગ્દર્શન. ભ્રમના કારણે દૃષ્ટિની નિર્મળતા આવતી નથી અને કદાચ આવી હોય તો ચાલી જાય છે, તેથી ભાગ્નિદોષ ટળ્યા પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમકિતીની દૃષ્ટિ નિર્મળ હોવાથી તેનો બોધ સ્થિર હોય છે, જ્યારે ભ્રાન્તિના કારણે માર્ગનું અસ્પષ્ટવિપરીત દર્શન થાય છે. જે જેવું હોય તેવું માનવું તેને સાચું એટલે કે પ્રમાત્મક જ્ઞાન કહેવાય અને જે જેવું નથી તેને તેવું માનવું તેને ભ્રમાત્મક(બ્રાનિસ્વરૂ૫) જ્ઞાન કહેવાય. જે દેવ નથી તેને દેવ માનવા, જે ગુરુ નથી તેને ગુરુ માનવા, જે ધર્મ નથી તેને ધર્મ માનવો, જે વિધિ નથી અર્થાત્ અવિધિ છે તેને વિધિ માનવી, જે પાપબંધનું કારણ છે તેને પુણ્યબંધનું કારણ માનવું, જે સંસારનું કારણ છે તેને મોક્ષનું કારણ માનવું, જે તત્ત્વ છે તેને અતત્ત્વ માનવું અને જે અતત્ત્વ છે તેને તત્ત્વ માનવું : તેનું નામ ભ્રમ. ખેદ, ઉદ્વેગ, શેપ અને ઉત્થાન આ ચાર દોષ ટાળ્યા પછી પણ લોકોત્તર શાસનમાં પ્રવેશ ન મળતો હોય તો તે આ ભ્રાન્તિદોષના કારણે. ભ્રાન્તિદોષના મુખ્ય બે કારણ છે : એક અજ્ઞાન અને બીજે કદાગ્રહ. અજ્ઞાનજનિત ભ્રાન્તિ ટાળવી સહેલી છે, પણ કદાગ્રહના કારણે થયેલા ભ્રમને ટાળવાનું કામ ક્યૂરું છે. કોઈ પણ કાર્ય પોતાની ઈચ્છા મુજબ કરવાનો આગ્રહ એ કદાગ્રહ કહેવાય છે. સ્વચ્છંદતા એ કદાગ્રહ છે. પોતાની ઈચ્છાથી જે મળે તેમાં મજા આવે ને ? પોતાની ઈચ્છા મુજબ ખીચડી કે રોટલો ખાવા Page #100 -------------------------------------------------------------------------- ________________ મળે તો ય સારો લાગે અને પારકાની ઈચ્છા મુજબ મિષ્ટાન્ન ખાવા મળે તો ય દુઃખ થાય ને ? તેવી રીતે ભગવાને કહેલું અનુષ્ઠાન પણ જો આપણી ઈચ્છા મુજબ કરવા મળે તો મજા આવે, આજ્ઞા મુજબ કરવું પડે તો મજા ન આવે-આ પ્રતાપ કદાગ્રહથી પેદા થયેલી ભ્રાન્તિનો છે. વર્તમાનમાં ધર્મ ગણાતા જીવનમાં જે થોડોઘણો આનંદ વર્તાય છે તે ય લગભગ સ્વછંદતાના ઘરનો છે. ઈચ્છાનો આગ્રહ બંધાય એટલે ભગવાને જેનો નિષેધ ર્યો હોય તેમાં પણ વિકલ્પ શોધવાની શરૂઆત થાય. બટાટાં વાપરવાની ના પાડી તો તેના પર્યાયરૂપે કાચા કેળાં વાપરવાનું શરૂ કરવું કે કહેવું-એ વ્યાજબી છે ? જેમાં આપણને અભક્ષ્યને સ્વાદ આવતો હોય તે શાસ્ત્રમાં અભક્ષ્ય તરીકે ન ગમ્યું હોવા છતાં આપણા માટે ભક્ષ્ય રહેતું નથી-એ જાણો છો ને ? શ્રી કુમારપાળ મહારાજાને ઘેબરમાં માંસનો સ્વાદ આવ્યો તો પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તેમને ઘેબરનો ત્યાગ કરવાનું કહ્યું ને ? શાસ્ત્રમાં ભક્ષ્યાભઢ્યની વ્યવસ્થા બતાવી છે તે આપણા રાગને દૂર કરવા માટે બતાવી છે, સ્વાદને પુષ્ટ કરવા માટે નહિ. જે અભક્ષ્ય હોય તેમાં સ્વાદ આવતો હોય કે ન આવતો હોય, તે વાપરવાનું જ નહિ; જે ભક્ષ્ય હોય તેમાં પણ સ્વાદ પુષ્ટ થતો હોય તો તેનો ત્યાગ કરવો : એ ભગવાનની આજ્ઞા છે. આ તો એક સામાન્ય દૃષ્ટાન્ત જણાવ્યું. આવા તો અનેક જાતના ભ્રમ ભગવાનના વચનમાં થતા જોવા મળે છે. ભગવાનનું વચન સમજવા ન દે અને માનવા ન દે, તે ભ્રાન્તિ. આજે સામાન્ય ધર્મી વર્ગથી માંડીને સંઘાચાર્ય સુધીની Page #101 -------------------------------------------------------------------------- ________________ કક્ષાએ પહોચેલા કહેવાતા પણ આ ભ્રાન્તિદોષમાં અટવાયા કરે છે. જેના માથે સમસ્ત સંઘને મોક્ષમાર્ગે દોરવાની જવાબદારી છે, તેવા સમર્થ જ્ઞાની પણ ઉન્માર્ગને માર્ગ તરીકે બતાવતા હોય તો તે કદાગ્રહજનિત ભ્રમના કારણે. - સ0 આટલા ઊચે સ્થાને બિરાજમાન પણ આવું કરે ? ઊંચે સ્થાને બિરાજમાન આવું ન કરે, ઊંચા સ્થાનને પચાવી પાડનારા આવું કરે. ઊંચે સ્થાને બિરાજમાન તો તે કહેવાય કે જે ગુરુની આજ્ઞાથી ઊંચે સ્થાને બેઠા હોય તેમ જ ત્યાં બેસીને ય ભગવાનની અને ગુરુની આજ્ઞામાં રહેતા હોય. આવાઓ પોતે ય તરે અને બીજાને ય તારે. તમારે ત્યાં સેનાપતિપદે બિરાજમાન કોણ કહેવાય ? જે રાજાના કહ્યામાં રહે અને પ્રજાની રક્ષા કરે તે ને ? જે પ્રજાને હેરાન કરે અને રાજાની ઉપરવટ થાય તે તો સ્થાનને પચાવી પડેલા કહેવાય ને ? તેમ અહીં પણ જેઓ ભગવાનની આજ્ઞાને બાજુએ મૂકીને વિશ્વાસુ લોકોને ઉન્માર્ગે લઈ જવાનું કામ કરે છે તે બધા શાસનનાં ઊંચા સ્થાનોને પચાવી પડેલા કહેવાય. ભ્રાન્તિદોષને આધીન બનેલાને માર્ગદર્શક માનવા, એ ય એક પ્રકારનો ભ્રમ છે. ભ્રાન્તિદોષના ભોગ બનેલાઓ આજે શાસ્ત્રનું ઓઠું લઈને પોતે માની લીધેલા માર્ગે લોકોને ચલાવવા માટે સંગઠનો કરી રહ્યા છે ને બંધારણો ઘડી રહ્યા છે અને એમના જેવાઓ એમને પીઠબળ આપી રહ્યા છે ! ભગવાનના શાસનનું બંધારણ ઘડવાની જરૂર નથી, શાસ્ત્રકારોએ ઘડી જ આપ્યું છે, આપણે માત્ર એને વળગી રહેવાની જરૂર છે. ધર્મ જ ઈચ્છા મુજબ Page #102 -------------------------------------------------------------------------- ________________ કરવાનો હોત તો ગણધરભગવંતોએ કોઈ શાસ્ત્રની રચના જ કરી ન હોત. આજ્ઞા મુજબ ધર્મ કરવાનો છે, માટે જ તો આ શાસ્ત્રોની રચના છે. ભગવાનના વચન સાથે આપણે બંધાઈ જઈએ એટલે આપણું કામ પૂરું થાય છે, એના બદલે શાસ્ત્રનાં વિધાનો વચ્ચે આપણો આગ્રહ રાખ્યા કરીએ એ ભ્રાન્તિ નહિ તો બીજું શું છે ? સવ બધા પોતપોતાની અપેક્ષાએ શાસ્ત્રનો અર્થ કરે, તેને ભ્રાન્તિ કહેવાય ? ભગવાનના શાસનમાં પોતાની અપેક્ષાને સ્થાન નથી. પોતાની અપેક્ષાને બાજુએ મૂકીને શાસ્ત્રકારોની અપેક્ષાને સમજવાનો પ્રયત્ન કરે અને એ અપેક્ષાને સ્વીકારવા તૈયાર થાય તો સમજવું કે ભ્રાનિ નથી. ભગવાનની વાત સમજવા માટે જેટલી અપેક્ષાઓ લગાડવી હોય તે લગાડવાની છૂટ, પણ ભગવાનની વાતને મરડી નાખે એવી એકે ય અપેક્ષા ન ચાલે. શાસનને ગોદું મારીને આગળ ચાલે તે અપેક્ષા કહેવાય ? શાસ્ત્રમાં જેનો સ્પષ્ટ નિષેધ કર્યો હોય એવી પણ પ્રવૃત્તિ પોતાનો વર્ગ જમાવવા માટે દેશકાળને આગળ કરીને કરે અને કદાચ કોઈ શાસ્ત્રીય રીતે વિરોધ કરે તો લોકોના હૈયામાંથી પોતાનું સ્થાન જતું ન રહે તે માટે પોતાની જાતને ખરાબ કહે અને મિચ્છામિ દુક્કડમ્ આપી પશ્ચાત્તાપનો ડહોળ કરે તેને પાપભીરુ કે ગીતાર્થ કહેવાય ? રિમાન્ડ પર લીધેલો કેદી ગુનો કબૂલ કરે તો તેને નિખાલસ કહેવાય ? આવા “નિખાલસો” અને તેમને નિખાલસ માનીને તેમનો બચાવ કરનારા બંન્ને માર્ગ ચૂકેલા છે. શાસ્ત્રમાં માર્ગદર્શક ગીતાર્થોની ઘણી જવાબદારી બતાવી છે. જે પોતે Page #103 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા પાળે, બીજા પાસે આજ્ઞા પળાવે અને આજ્ઞા પાળવાના ઉપાયો બતાવી માર્ગે ચલાવે તે ગીતાર્થ કહેવાય. જે પોતે દોષોથી દૂર રહે અને બીજાને દોષોથી દૂર રહેવાનો માર્ગ બતાવે તે ગીતાર્થ કહેવાય. વાતવાતમાં અપવાદના નામે અનુકૂળતા માટે બાંધછોડ કરી આપે તે ગીતાર્થ ન કહેવાય. દોષોનો બચાવ કરવાની અને દોષોને ચલાવી લેવાની વૃત્તિ ભ્રાન્તિદોષને જીવતો રાખે છે. જે પોતાના દોષોનો બચાવ કરે, દોષોને ચલાવી લે તેનું સમ્યગ્દર્શન પણ ચાલવા માંડે છે તો સાધુતા તો ક્યાંથી રહે ? લોકોને માર્ગસ્થ બનાવવાની જવાબદારી માથે લઈ બેઠેલો ભોમિયો જ માર્ગ ભૂલી જાય તો તેની પાછળ ભટક્નારાની શી દશા થાય ? સ૦ જેના આધારે ધર્મ પામ્યા હોઈએ, ઉપાશ્રયે આવતા થયા હોઈએ તેવાને પણ છોડી દેવાના ? ઉપકારીને કેવી રીતે છોડાય ? જે લાકડીથી ચાલતા હોઈએ એ લાકડી તૂટી જાય તો તેના આધારે જ ચાલવાનું કે તેને બાજુએ મૂકીને બીજી લાડી લેવાની ? ગુરુભગવાન શાસનના કારણે મહાન છે. જેના કારણે આપણે ભગવાનના શાસનને ઓળખતા થયા તે ગુરુ પોતે જ શાસનને વિદાય આપે તો આપણે એવા ગુરુને ય વિદાય આપવી પડે ને ? જે માતાપિતાએ જન્મ આપ્યો, લાલનપાલન કરી મોટા કર્યા, પગભર બનાવ્યા તે માતાપિતા કાળધર્મ પામે તો તેમનું મડદું ઘરમાં સંઘરી રાખો કે સ્મશાનભેગું કરો ? માતાપિતાના ઉપકારને યાદ કરી બે આંસુ પાડો અને તેમણે આપેલા સંસ્કારને જિંદગી સુધી વળગી ૧૦૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ રહો-એ બરાબર પણ મડદું તો ન રાખો ને ? તેમ જે ગુરુભગવંતે આપણા ઉપર ઉપકાર કર્યો હોય તે પોતે શાસનને વફાદાર રહ્યા ન હોય તો તેમના સાધુપણાનું મડદું થયું છે એમ સમજીને આપણે એમનાથી આઘા રહેવું અને બીજા માર્ગસ્થ ગુરુ માથે કરી લેવાના. સાચા સાધુઓનો આજે ય તોટો નથી, સાચું માનનારાઓનો તોટો છે. મોક્ષમાર્ગ આપણે ધારીએ છીએ એટલો સહેલો નથી. એક તો સંસારના સુખની આસક્તિ જ એટલી સતાવતી હોય કે સાધના કરવાનું મન ન થાય અને માંડ માંડ મન થાય ત્યારે અવરોધો આડા આવે, એવા વખતે ખૂબ સાવધ રહીને કામ કરવું પડે. આપણને માર્ગે ચાલવાનું મન થાય અને આવા ઉન્માર્ગગામી આપણને ભટકાઈ જાય તો આપણી શું દશા થાય ? આવા નામધારીઓથી આપણી જાતને બચાવી લેવા માટે આટલી વાત કરી. બાકી આપણે બીજાના ભ્રાન્તિદોષની ચિંતા નથી કરવાની, આપણા ભ્રાન્તિદોષના કારણે આપણી સાધના અટકી ન પડે-એનો જ વિચાર આપણે કરવાનો છે. ભ્રાન્તિને દૂર કરવા માટે અજ્ઞાન અને કદાગ્રહ બંન્ને ટાળવા પડશે. અજ્ઞાન ટળ્યા પછી પણ મિથ્યાત્વ જોર કરે તો કદાગ્રહ આવે. ‘મારું જ સારું આ મિથ્યાવાગ્રહને જન્માવે છે. તેના બદલે સાચું તે મારું આ વૃત્તિ કેળવીએ તો મિથ્યાત્વ ઓગળવા માડે. મિથ્યાત્વ ઓગળે એટલે કદાગ્રહ ટળે, કદાગ્રહ ટળે એટલે જ્ઞાનીનું પાતંત્ર્ય આવે, જ્ઞાનીનું પાતંત્ર્ય આવે એટલે જ્ઞાનીના ચરણે ભણવા બેસે, ભણવા બેસે એટલે કૃતના પારને પામે, Page #105 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગને પામે અને ક્ષાવિકભાવ પામે. માણતુષમુનિએ “ચઢતું નથી તો ગોખવું નથી’ આ કદાગ્રહ મૂકીને ચૌદ વરસ સુધી આયંબિલ કરીને “ ” અને “ તુષ” એ બે પદો ગુરુભગવંતની આજ્ઞાથી ગોખ્યા તો શ્રુતજ્ઞાનના બદલે કેવળજ્ઞાન પામી ગયા. હઠાગ્રહને મૂક્યા વગર અજ્ઞાન નહિ ટળે અને અજ્ઞાન ટળ્યા વગર કોઈ ગુણ નહિ મળે. શ્રી તીર્થંકરપરમાત્મા કે ગુરુભગવંતો આપણી ઉપર જો કોઈ ઉપકાર કરતા હોય તો તે આ જ ઉપકાર છે કે તેઓ આપણા અજ્ઞાન અને કદાગ્રહથી જન્ય ભ્રમને દૂર કરે છે. શ્રી વિમલનાથ સ્વામી ભગવાનના સ્તવનમાં પૂ. યશોવિજયજી મહારાજે જણાવ્યું છે કે તત્ત્વપ્રીતિકર પાણી પાયું, વિમલાલોકે આંજી છે, લોચન ગુરુ પરમાત્ર દીયે તવ, ભ્રમ નાંખે સવિ ભાંજી છે.... એક વાર ભ્રાન્તિદોષ ટળે એટલે સાધનામાર્ગની યોગ્યતા પૂરી થાય છે. અજ્ઞાનજન્ય બ્રાન્તિ જડતાના ઘરની હોવાથી તેના કારણે ધર્મ દુર્જેય બને છે અર્થાત્ ધર્મ સારી રીતે સમજી શકાતો નથી અને કદાગ્રહજન્ય ભ્રાન્તિ વકતાના ઘરની હોવાથી, તેના કારણે ધર્મ દુરારાધ્ય બને છે અર્થાત્ ધર્મ સારી રીતે પાળી શકાતો નથી. બેય પ્રકારનો ભ્રાન્તિદોષ ટળવાથી ધર્મ સમજવાની અને આરાધવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. કદાગ્રહ ટળે એટલે વકતા જાય અને ઋજુતા આવે અને અજ્ઞાન ટળે એટલે જડતા જાય અને પ્રાજ્ઞતા આવે. ઋજુતા અને પ્રાજ્ઞતામાંથી પણ ઋજુતા પહેલી છે. કારણ કે જે ઋજુ હોય તેને સમજાવવાનું સહેલું છે, તેને સહેલાઈથી Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રાજ્ઞ બનાવી શકાય. જેમ જેમ કદાગ્રહ ટળે ને ઋજુતા આવે તેમ તેમ પ્રાજ્ઞતા આવતી જાય અને જેમ જેમ પ્રાજ્ઞ બનતો જાય તેમ તેમ પોતાનો આગ્રહ ઓસરતો જાય, પોતાની ઈચ્છાઓ પર કાપ મુકાય અને બીજાનું માનવાની વૃત્તિ કેળવાય. આ રીતે ઋજુતા પ્રગટે અને અજ્ઞાન નાશ પામે એટલે જ્ઞાનનો ધોધ વરસવા માંડે અને આરાધનાનું પૂર વહેવા માંડે. સ૦ જડતાવાળાને સાચું કેવી રીતે સમજાવવું ? લોકોને સમજાવવા માટે ધર્મ નથી, આપણી જાતને સમજાવવા માટે ધર્મ છે. આપણે સરળ બનીએ તો સાચું સમજી શકીએ, બીજાને સાચું સમજાવવા માટે સરળ બનાવવા નથી બેસવું. સઆપણે સાચું જાણતા હોઈએ તો બીજાને ન સમજાવવું ? સામો યોગ્ય હોય તો સમજાવવું અને અયોગ્ય હોય તો સમજાવવામાં ફાયદો નથી. બધા સાધુભગવંતોને પણ શાસ્ત્રમાં દેશનાનો અધિકાર નથી આપ્યો તો તમે શા માટે ઉપદેશ આપવાની ઉતાવળ કરો છો ? સવ જે આપણને ગમે તે બીજાને આપવાનું મન થાય ને ? પૈસો ગમે છે, છતાં બીજાને આપવાનું મન થાય છે ? પૈસો ગમવા છતાં આપવાની ઉતાવળ નથી કરતાં તો ઉપદેશ આપવાની ઉતાવળ શા માટે કરો છો ? સ) સામો ખોટું કરતો હોય તો ? તો તેને અમારા જેવા પાસે લઈ આવવાનો. કોઈ માંદો પડે Page #107 -------------------------------------------------------------------------- ________________ તો જાતે સારવાર કરવા બેસો કે ડૉક્ટર પાસે લઈ જાઓ ? બીજાને સુધારવાના પ્રયત્નમાં લગભગ જિંદગી પૂરી થવા આવી, હવે તો જાત સામે જુઓ ! એક વાર આપણો ભ્રમ ટળી જાય, માર્ગનું સ્પષ્ટ દર્શન થઈ જાય પછી પગ ઉપાડવાના. દલીલો કરવાથી નિસ્તાર નહિ થાય. સાચું સમજાવવાની જવાબદારી અમારી, પણ સાચું માનવાની જવાબદારી તમારી છે. જેટલું પૂછવું હોય તેટલું પૂછી લો, પણ સાચું સમજીને સાચું માનવું હોય તો પૂછજો. જિજ્ઞાસાભાવે પૂછવાનો વાંધો નથી પરંતુ માત્ર ચર્ચા માટે પૂછોએનો કોઈ અર્થ નથી. અહીં જે ભ્રાન્તિદોષનું વર્ણન કર્યું છે, તે ક્રિયા કરતી વખતે તે દોષ કઈ રીતે નડે છે-તેને આશ્રયીને કર્યું છે. ગ્રંથકારશ્રી ફરમાવે છે કે भ्रान्तौ विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥८॥ ભ્રાન્તિ(ભ્રમ) દોષ હોય ત્યારે ચિત્તનો વિભ્રમ થવાના કારણે ‘આ કર્યું કે આ ન કર્યું' વગેરે સંબંધી સંસ્કાર નથી હોતા. તેથી તેના અભાવમાં યોગની પ્રવૃત્તિ તેના વિરોધી એવા અનિષ્ટફળને પ્રાપ્ત કરાવે છે. ચિત્તનો વિભ્રમ એટલે મનની વિકલતા. મન વિકલ . હોય ત્યારે ‘મેં આ કર્યું કે નહિ ?’ ‘હું આ બોલ્યો કે નહિ ?' આના સંસ્કાર નથી હોતા. મનની વિકલતાના કારણે સંસ્કાર વિપરીત બને છે અને વિપરીત સંસ્કારના કારણે સાચા સંસ્કારનો નાશ થાય છે. આવા સંસ્કારના અભાવમાં જે ક્રિયા કરવામાં આવે તે ક્રિયાના ૧૦૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ ફળને ક્યાંથી આપે ? ઉપયોગશૂન્ય ક્રિયાઓ ઈષ્ટ ફળ આપવાના બદલે અનિષ્ટ ફળને આપે છે તેનો અનુભવ તો તમને સારામાં સારો છે. રોગની ચિકિત્સા કરાવતી વખતે ચિત્ત ભ્રમિત થાય તો પરિણામ કેવું આવે છે દવા લીધી કે ન લીધી-એવો ભ્રમ થાય ત્યારે દવા ન લીધી હોય ને લીધી છે એમ માનીને દવા ન લો તો રોગ ન જાય અને લીધી હોય છતાં નથી લીધી એમ માનીને લો તો આડઅસર થાય. રસોઈ કરતી વખતે પણ એવું જ છે ને ? દાળમાં મીઠું નાખ્યું કે ન નાખ્યું, ચામાં સાકર નાખી કે ન નાખી તેનો ભ્રમ થાય તો રસોઈ બગડે કે ખાવાલાયક રહે છે જે ક્યિા જે ફળને મેળવવા માટે શરૂ કરી હોય તે ક્રિયા તે ફળને તો ન આપે અને ઊલટું અનિષ્ટ ફળ આપે, તે ભ્રાન્તિદોષના કારણે. આ તો એવી દશા થઈ કે વિનય પ્રવુળો રયામા વાનરમ્ (ગયા હતા ગણપતિની મૂર્તિ બનાવવા અને બનાવી વાનરની મૂર્તિ) ગયા હતા મોક્ષ મેળવવા અને ઊભી કરી આવ્યા દુર્ગતિ. ગયા હતા સંસાર ટાળવા અને ટાળી આવ્યા મોક્ષને. જો ઈષ્ટફળને પામવાની તાલાવેલી હોય અને અનિષ્ટફળથી બચવું હોય તો આ ભ્રાન્તિદોષને દૂર કર્યા વગર નહિ ચાલે. સ0 સાવ રહી જાય એના કરતાં બે વાર કરીએ તો વાંધો નહિ ને ? તમારે ત્યાં એવું ચાલે છે ખરું? મીઠું સાવ રહી જાય એના કરતાં બે વાર નાંખીએ તો વાંધો નહિ ને ? ધિસ્થ થર્વ કમ્ (અધિક કરીએ તો અધિક ફળ મળે.) આ સિદ્ધાંત Page #109 -------------------------------------------------------------------------- ________________ તમારા વ્યવહારમાં લાગુ પડે ત્યારે અહીં લગાડવા આવજો. સાવ રહી જાય એ ય ન ચાલે અને બે વાર થાય એ ય ન ચાલે. ખમીસ પહેર્યા વગર બહાર ન જવાય અને બે ખમીસ એકી સાથે પહેરીને ય બહાર ન જવાય. તેમ સાવ રહી જાય તોય ફળ ન મળે અને બે વાર થાય તો ય ઈષ્ટફળ ન મળે. ' સ0 ભ્રાન્તિદોષ શેના કારણે નડે ? - ઈષ્ટ સ્થાને પહોંચવાની તાલાવેલી નથી એના કારણે. ક્ષેપદોષમાં જેમ ચિત્ત વચ્ચે વચ્ચે બીજે જાય છે તેમ અહીં ચિત્ત બીજે નથી જતું પરંતુ જેમ નજરમાં દોષ હોય તો બે ચંદ્ર દેખાય, પીળિયો થાય ત્યારે ધોળું પણ પીળું દેખાય, રૂપેરી રંગમાં જેમ ચાંદીનો ભ્રમ થાય તેમ અનુપયોગના કારણે, આગળ વધીને ઉપેક્ષાના કારણે આવા પ્રકારનો ભ્રમ થતો હોય છે. સવ દોષ નડે તેમાં કર્મ પણ કારણ ખરું ને ? | દુઃખ કર્મથી આવે કે કર્મ વગર ? પૈસા જાય તો કર્મના ઉદયે જાય ને ? અપમાન થાય તો કર્મના ઉદયે થાય ને ? દુઃખ અશાતા વેદનીયના ઉદયના કારણે આવે છે છતાં ડૉક્ટર પાસે દોડો છો ને ? લાભાન્તરાયનો ઉદય થાય તો પૈસા ન મળે, મળેલા પણ જતા રહે તો ય અનેક નુસખા અજમાવી, કાળાધોળાં કરીને પણ પૈસા કમાવાની મહેનત કરો ને ? અપયશનામકર્મનો ઉદય હોય ત્યારે જ કોઈ અપમાન કરે છે છતાં પોતાનો બચાવ કરવાનો, ખુલાસો કરીને પણ અપયશ ટાળવાનો પ્રયત્ન કરો છો ને ? માત્ર અહીં જ કર્મનો ઉદ્ય છે-એમ કહીને બેસી રહેવું છે ? દુઃખી, Page #110 -------------------------------------------------------------------------- ________________ દરિદ્ર કે હીન અવસ્થા ય કર્મના કારણે આવે અને ભ્રમ વગેરે દોષો પણ ચારિત્રમોહનીય કે દર્શનમોહનીયર્મના ઉદયના કારણે આવે છે, છતાં ટાળવાનું શું ? દરિદ્રતા વગેરે ટાળવું એ આપણા હાથની વાત નથી જ્યારે ભ્રમાદિ દોષો ટાળવા એ આપણા હાથની વાત છે. કારણ કે સંસારનું સુખ કર્મના યોગે મળે છે જ્યારે દોષોને ટાળવા માટે કર્મના વિયોગની જરૂર છે. કર્મનો વિયોગ આપણા પુરુષાર્થને આધીન છે. દોષો આવે છે કર્મના કારણે, પરંતુ દોષો નડે છે મનના કારણે. જેને ઈષ્ટ સ્થાને પહોંચવાનું મન હોય તેને કોઈ દોષ નડે નહિ તેથી દોષોને દૂર કરવા પહેલાં ઈદને પામવાની તાલાવેલી જાગે એવું કરવાની જરૂર છે. ૬. અન્યમુદ્ દોષ : ભ્રાન્તિદોષ જવાના કારણે હૈયામાં સરળતા આવે છે. સરળ બનેલું હૈયું ભગવાનના દરેક વચનને દલીલ કર્યા વગર સ્વીકારી લે છે. ભગવાન સંસારને અસાર કહે છે અને સંયમને સારભૂત કહે છે-એ જાણીને તે સાધુપણું લેવા તૈયાર થાય છે. શાસ્ત્રમાં મોક્ષમાર્ગને જુગામીનો માર્ગ કહ્યો છે. કારણ કે સરળ જીવોનો સંસાર જલદીથી છૂટી જાય છે અને સાધુપણાની પ્રાપ્તિ થાય છે. આ રીતે સાધુપણું સ્વીકારીને સાધના કરવા નીકળેલા પણ સિદ્ધિને શેના કારણે પામી શકતા નથી તે જણાવવા માટે આગળના ત્રણ દોષો બતાવ્યા છે. આગળના દોષો સાધુભગવંતને આશ્રયીને છે એનો અર્થ એ નથી કે શ્રાવકોને એ દોષો નડતા નથી. જ્યાં પૂર્વના દોષો પડેલા હોય ત્યાં ઉત્તરના દોષો તો રહેવાના જ. આથી આ દોષોનું Page #111 -------------------------------------------------------------------------- ________________ વર્ણન ઉપેક્ષાપૂર્વક સાંભળવાની જરૂર નથી. આજે નહિ તો કાલે તમારે પણ સાધુ થવું છે ને ? તો એ સાધુપણાના પાલનમાં ક્યા ક્યા અવરોધો આવે છે એનું પણ જ્ઞાન હોવું જોઈએ ને ? સાધુપણામાં આવ્યા પછી પણ જે દોષોના કારણે પાછા પડાતું હોય તે દોષોના કારણે આપણું શું થશે-આટલો પણ વિચાર આવી જાય તો દોષોથી બચવા માટે સાવધાની કેળવવાનો પરિણામ જાગ્યા વગર નહિ રહે. જે સંસ્કાર અને જે સ્વભાવના કારણે સાધુપણામાં આ દોષો હેરાન કરે છે એ સંસ્કારને ભૂસવા માટે અને એ સ્વભાવને સુધારવા માટેની શરૂઆત જો ગૃહસ્થપણામાં કરવામાં આવે તો સાધુપણામાં આવ્યા પછી આ અવરોધ આપણને અટકાવી નહિ શકે. એમ સમજીને આ દોષોના વર્ણન વખતે સાધુભગવંત સામે નજર કરવાને બદલે તમારી જાતને નજર સામે રાખશો તો આ વર્ણન તમારા માટે પણ પરમલાભનું કારણ બન્યા વગર નહિ રહે. જ્યારે જે ક્રિયાનો આરંભ ક્ય હોય ત્યારે તે કિયાથી અન્ય ક્રિયામાં જે આનંદ હોય તેને અન્યમુદ્ર નામનો દોષ કહેવાય છે. સાધુભગવંતને તે તે કાળે તે તે ક્યિા કરવાનું વિધાન શાસ્ત્રમાં છે. જે કાળે જે અનુષ્ઠાન કરવાનું શરૂ કર્યું હોય તેના કરતાં બીજા અનુષ્ઠાન ઉપર અત્યંત રુચિ હોવાના કારણે ચાલુ ક્રિયામાં ભલીવાર આવતો નથી, તેને અન્યમુદ્ નામનો દોષ કહેવાય છે. સૂત્ર ભણતી વખતે અર્થ ભણવાનો રસ હોય, અર્થ ભણતી વખતે સૂત્ર ગોખવામાં રસ હોય; એનું નામ અન્યમુદ્ર તમારી ભાષામાં કહીએ તો પારકે ભાણે લાડવો મોટો લાગે : તેના જેવો આ અન્યમુદ્દોષ છે. તમારા Page #112 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં પણ આ અન્યમુદ્દોષ પાલવે એવો નથી. બીજાનું ઘર સ્વર્ગ જેવું લાગે અને પોતાનું ઘર નરક જેવું લાગે એના કારણે વ્યવહારમાં પણ લોકો દુઃખી થાય છે. પોતાનું સારું ન લાગે અને બીજાનું સારું લાગે-એનું નામ અન્યમુદ્. તેવા વખતે પોતાના ઘરને સ્વર્ગ જેવું માને અને બીજાની સામે નજર જ ન કરે તો સુખેથી જીવી શકાય ને ? સાત પ્રકારના નયમાંથી જાસૂત્રનયની એ માન્યતા છે કે જે વસ્તુ આપણા કામમાં આવે તે જ વસ્તુ કહેવાય. જીવનો અનાદિનો એ સ્વભાવ છે કે તેને પરવસ્તુમાં જ આનંદ આવે, એવા વખતે પર ઉપરથી નજર ખસેડી સ્વ ઉપર સ્થિર કરે તો અન્યમાં આનંદ પામવાનો સ્વભાવ ટાળી શકાય. જે વખતે જે ક્રિયા કરવાની કહી હોય, તે વખતે એ જ ક્રિયા આપણા હિતનું કારણ બને, તેને બદલે અન્ય ક્રિયામાં રાગ કરવાથી આપણું હિત સધાય નહિ. સ્વાધ્યાય કરતી વખતે ચૈત્યવંદનમાં ચિત્ત હોય, વૈયાવચ્ચ કરતી વખતે સ્વાધ્યાયમાં ચિત્ત હોય, વાચના સાંભળતી વખતે ઓળો બાંધવામાં ચિત્ત હોય, ઓઘો બાંધતી વખતે કે પડિલેહણ વખતે ગાથા ગોખવામાં ચિત્ત હોય, ક્રિયા એક કરે અને ચિત્ત બીજે લાગેલું હોય તે અન્યમુદ્દોષ. સ૦ ક્ષેપદોષમાં પણ ચિત્ત બીજે જાય છે ને ? તો બન્નેમાં ફરક શું ? - ક્ષેપદોષમાં વચ્ચે વચ્ચે ચિત્ત બીજે જાય છે અને તે પણ ચિત્તની ચંચળતાના કારણે જાય છે. જ્યારે અહીં અન્યમુદ્દોષમાં તો વિહિત ક્રિયા કરતાં અન્ય ક્રિયામાં અતિશય રાગ હોવાથી ચિત્ત Page #113 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જોડાયેલું હોય છે. ક્ષેપદોષ વખતે ચિત્ત ચંચળ હોય છે, અન્યમુદ્દોષ વખતે ચિત્ત ચંચળ નથી હોતું, અન્યમાં આસક્ત હોય છે. ક્ષેપદોષ પહેલે ગુણઠાણે હોવાથી તે દોષ વખતે ધર્મના કાર્યમાંથી સંસારના કાર્યમાં ય ચિત્ત વચ્ચે વચ્ચે જતું હોય છે. જ્યારે અન્યમુદ્દોષ મુખ્યત્વે છઠે-સાતમે રહેલાને નડે છે તેથી અહીં તો સાધુપણાની એક ક્રિયા કરતી વખતે બીજી ક્રિયામાં મન પરોવાયેલું હોય છે. ક્ષેપદોષ તો નુકસાનકારી છે જ, પરંતુ અન્યમુદ્દોષ અપેક્ષાએ વધુ નુકસાનને કરનારો છે. પૂર્વ પૂર્વ દોષોની હાજરીમાં ઉત્તર દોષો વિદ્યમાન હોવાથી આમ તો પૂર્વ પૂર્વ દોષો બળવાન ગણાય, પરંતુ ગુણની પ્રાપ્તિને પણ અકિંચિત્કર બનાવવાનું કામ ઉત્તર દોષો કરતાં હોવાથી ઉત્તરદોષો અપેક્ષાએ બળવાન છે. ઊંચે સ્થાને રહેલાને નાના પણ ગુનાની મોટી સજા લોકના કાયદામાં પણ જણાવી છે ને ? તેવી રીતે અન્યમુદ્દોષ પણ સાધુભગવંતને મહાન અપાયને કરનાર અર્થાત અત્યંત નુક્સાનકારી બને છે-આ જ વસ્તુને જણાવતાં ૯ મી ગાથામાં જણાવ્યું છે કે अन्यमुदि तत्र रागात् तदनादरतार्थतो महापाया। सर्वानर्थनिमित्तं मुद्विषयाङ्गारवृष्ट्याभा ॥९॥ આરંભેલા અનુષ્ઠાન કરતાં અન્ય અનુષ્ઠાનમાં જે આનંદ આવે છે તેને અન્યમુદ્દોષ કહેવાય છે. આ અન્યમુદ્દોષ હોય ત્યારે અન્ય અનુષ્ઠાન પ્રત્યે અતિશય રાગ હોવાના કારણે ચાલુ (આરંભેલ) અનુષ્ઠાન પ્રત્યે અનાદરભાવ જન્મે છે. આ અનાદરભાવ; પરમાર્થથી મહાન અપાય(નુક્સાન)નું કારણ બને છે, Page #114 -------------------------------------------------------------------------- ________________ સર્વ અનર્થોનું નિમિત્ત બને છે અને જે અનુષ્ઠાનમાં આનંદ છે તે અનુષ્ઠાન ઉપર અંગારાની વૃષ્ટિ કરવા જેવું કામ અન્યમુદ્દોષના કારણે થાય છે. જે બીજથી ફળની પ્રાપ્તિ થવાની હોય તે બીજ ઉપર અંગારો ચંપાય તો શું હાલત થાય ? સાધુપણામાં આ અન્યમુદ્દોષ ટાળવામાં ન આવે તો દોષની આધીનતામાં જીવન પસાર થાય-એવું છે. એના બદલે જે સમયે જે ક્રિયા કરવાની હોય તેમાં પ્રીતિ કેળવી લે તો દોષરહિત જીવન જીવી શકાય. સ૦ સાધુપણાની બધી ક્રિયા નિર્જરા કરાવે તો જેને જેમાં રુચિ હોય તે કરે તો શું વાંધો આવે ? - જ્યારે જે ક્ષિા વિહિત હોય, ત્યારે જ તે ક્યિા નિર્જરાનું કારણ બને. સારી પણ ક્રિયા અકાલે કે અસ્થાને કરે તો નિર્જરાનું નહિ, પણ વિરાધનાનું કારણ જ બને. સાધુભગવંત ગોચરી વાપરે તોય નિર્જરા જ કરે ને ? તો રાત્રે વાપરે એમાં કાંઈ વાંધો ખરો ? સ0 રાત્રે ન વપરાય. કેમ ? સવ ભગવાને ના પાડી છે. તેમ અહીં પણ જે કાળે જે ક્રિયા કરવાનું વિધાન હોય તેનાથી અન્ય ક્રિયા, તે કાળે કરવાની ભગવાને ના પાડી છે. અન્ય ક્રિયા પણ ભગવાને કહેલી હોવા છતાં વર્તમાનમાં તેનો અવસર ન હોવાથી તે અવિહિત બની જાય છે. સાધુપણાની સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે બધી જ ક્રિયાઓ ભગવાને કહેલી હોવા છતાં દરેક ક્રિયા પોતપોતાના કાળે Page #115 -------------------------------------------------------------------------- ________________ જ વિહિત(કરવાયોગ્ય) ગણાય. તમારા ઘરનો નોકર બધાં જ કામ તમારા કીધે કરતો હોય છતાં દરેક કામ પોતપોતાના કાળે કરે તો બરાબર કહેવાય ને ? પાણી ભરવાના સમયે કચરો કાઢવા બેસે અને કચરો કાઢવાના સમયે કપડાં ધોવા બેસે-તો તે ચાલે ? નહિ ને ? તેમ અમારે ત્યાં પણ ‘જે જે સામાચારી' જણાવ્યું છે. માત્ર આચાર પાળવા એ સામાચારી નહિ; તે તે કાળે તે તે આચાર પાળવા તેનું નામ સામાચારી. જો બધા જ આચાર ગમે તે કાળે પાળવા છતાં નિર્જરાનું કારણ બનતા હોત તો જાણે જાહે સામાચારી' જણાવ્યું ન હોત, માત્ર આચારને જ સામાચારી કહી હોત. કીમતીમાં કીમતી અલંકાર પણ યોગ્ય સ્થાને ગોઠવવામાં આવે તો તે શોભાને વધારે, નહિ તો વિટંબનાનું કારણ બને. તેમ ઊંચામાં ઊંચું અનુષ્ઠાન પણ યોગ્ય કાળે કરવામાં આવે તો નિર્જરાનું કારણ બને અન્યથા કર્મબંધ કરાવવા દ્વારા મહાન અપાયને લાવી આપે. લગ્નપ્રસંગે પહેરવાનાં વસ્ત્રો ઊંચામાં ઊંચાં, પરંતુ એ સ્મશાને પહેરીને જાય તો ચાલે ? અને ઘરનાં કપડાં પહેરીને ધંધે જાય તે ય ચાલે ? બંન્ને કપડાં કામનાં, પણ પોતપોતાના અવસરે કામનાં. તેમ ભગવાને કીધેલી ક્રિયાઓ બધી જ સારામાં સારી અને તારનારી હોવા છતાં પોતપોતાના અવસરે જ તે ફળદાયી બને. ભગવાને ભાખેલી ક્રિયાઓ પોતપોતાના કાળે સમાન પ્રાધાન્યવાળી છે. કોઈ ક્રિયા આદરણીય કે કોઈ અનાદરણીય નથી. કોઈ વધુ આદરણીય કે કોઈ ઓછી આદરણીય પણ નથી. આમ છતાં એક ક્રિયા કરતી વખતે બીજી ઉપર વધુ આદર રાખવો એ વસ્તુત: તો ૧૧૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના વચન પ્રત્યેનો અનાદર છે. અને વચનનો અનાદર એ મોટામાં મોટું પાપ હોવાથી સર્વ અનર્થનું કારણ છે. ભગવાનના વચનના અનાદરથી મિથ્યાત્વનો બંધ થાય છે, દુર્ગતિમાં જવું પડે છે, દુઃખે કરીને જેનો અંત લાવી શકાય એવો સંસાર વધે છે. જે અનુષ્ઠાન સર્વવિરતિમાંથી યથાખ્યાતચારિત્રને લાવી આપે એવું હતું તે અનુષ્ઠાન અન્યમુદ્દોષના કારણે ક્રમે કરી મિથ્યાત્વનો બંધ કરાવી સખ્યત્વથી પણ ભ્રષ્ટ કરવાનું કામ કરે છે-એ ઓછું નુક્સાન છે ? ઘાતિકર્મનો ઘાત કરવા માટે સમર્થ પણ અનુષ્ઠાન ગુણનો ઘાત કરી આપે-એ જ મહાન અપાય છે. અવિહિત કાળે વિહિત એવી ક્યિા કરવા છતાં જે તે અન્યમુદ્દોષના કારણે વ્યર્થ જતી હોય, આગળ વધીને અનર્થકર બનતી હોય તો જે ક્રિયાઓ સાધુપણામાં સર્વ કાળે નિષિદ્ધ છે તેનું તો આચરણ કેવી રીતે કરાય ? આજે સાધુસાધ્વીઓએ આટલો નિયમ લેવો છે કે ભગવાન જેની ના પાડે છે, તે નથી કરવું? પ્રવૃત્તિ ઓછી-વધતી થાય તો વાંધો નહિ પણ નિવૃત્તિમાં અપવાદ નથી રાખવો. ભગવાને સ્વાધ્યાય કરવાનું કહ્યું છે તે ન બને તો ય વિકથા નથી જ કરવી-આટલું નક્કી કરવું છે ? આટલું નક્કી થાય તોય ઘણા દોષોથી બચી જવાય. ઈચ્છા મુજબ, ફાવે એ સમયે સ્વાધ્યાય પણ ન કરાય તો ઈચ્છા મુજબ વિકથા તો ક્યારે ય ન જ કરાય ને ? અનુકૂળતા મળે કે ન મળે, પ્રતિકૂળતા વેઠવી પડે કે ન વેઠવી પડે, ભગવાનની આજ્ઞા હણાય-એવું એકે ય કામ નથી કરવું. વર્તમાનમાં આપણા સાધુપણાના દોષોને ઝીણવટથી Page #117 -------------------------------------------------------------------------- ________________ તપાસવામાં આવે તો તેમાં અન્યમુદ્દોષનો મોટો ફાળો છે-એમ લાગ્યા વગર નહિ રહે. આજ્ઞાની રુચિના બદલે અનુષ્ઠાનની રુચિ કેળવાય-એટલે આ દશા થાય. “મને આમાં મજા આવે છે, માટે હું આ કરું.’ આ અનુષ્ઠાનની રુચિ છે. કરવાનું ઈચ્છા મુજબ અને પાછું ભગવાનની આજ્ઞા માની એમ કહેવાય ! એના બદલે ઈચ્છા થાય કે ન થાય, રુચિ જાગે કે ન જાગે, મજા આવે કે ન આવે, આજ્ઞા છે તો કરી લેવું છે-આનું નામ આજ્ઞારુચિ. આજ્ઞામાં જે સુખ છે, જે કલ્યાણ છે તે આપણી ઈચ્છામાં નથી. ભગવાનની આજ્ઞા મુજબનું કોઈ પણ અનુષ્ઠાન એવું નથી કે જે બીજાની સાથે ટકરાય. આમ છતાં એક કરતી વખતે બીજાનો લોભ રાખીએ તો બંન્નેના ફળથી ભ્રષ્ટ થવાય. સ0 આવો લોભ ગુણઠાણાના અભાવે જાગે ? આમાં ગુણઠાણાની ખામી નથી, સંકલ્પબળની ખામી છે. દોષોમાં ઉપાદેયબુદ્ધિ ન હોય ત્યાં સુધી ગુણઠાણું તો ટકી જાય, પરંતુ આજ્ઞાપાલનનો સંકલ્પ કાચો હોવાથી આવો લોભ જાગે. આ લોભ જાગ્યા પછી તે વચનના અનાદર સુધી પહોંચે ત્યારે ગુણઠાણું ન રહે. એના બદલે સંકલ્પબળ મજબૂત બનાવતાં આવડે તો ગુણઠાણું ન હોય તોય ખેચી લવાય. એક વાર સંસારની અસારતાનું ભાન થાય, ભગવાનની તારક્તા પ્રત્યે બહુમાન જાગે તો સંકલ્પબળ એવું દૃઢ થાય કે બધા દોષોને પહોંચી વળાય. મરુદેવા માતા હજાર વરસ સુધી રડ્યા. પરંતુ જેવું સંસારનું સ્વરૂપ સમજાયું, પોતાની ભૂલ સમજાઈ, ‘ધિક્કાર છે મને !' આ પરિણામ જાગ્યો, Page #118 -------------------------------------------------------------------------- ________________ વિતરાગપરમાત્માની તારક્તા ઉપર બહુમાન જાગ્યું તો અન્યત્વભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન પામી ગયા. સવ અમને તારક પ્રત્યે બહુમાન કેમ નથી જાગતું ? તરવું નથી માટે. વૈદ્ય પ્રત્યે બહુમાન કોને જાગે ? રોગ કાઢવો હોય તેને કે બીજાને ? તમારે સંસાર કાઢવો છે ? જેને તરવાની ભાવના જ ન હોય તેને તારનારા મળે કે ન મળે શું ફરક પડે ? બહુમાન સિદ્ધિના આશયમાંથી જન્મે છે. સિદ્ધિનો આશય જ ન હોય તો સાધન પર બહુમાન ક્યાંથી પ્રગટે છે જેને સિદ્ધિનો આશય જન્મે તેને તારક પ્રત્યે એવું બહુમાન જાગે કે જેથી તે ક્યારેય આજ્ઞાની ઉપરવટ ન થાય. ચોવીસે કલાક આજ્ઞા માનવાનું નક્કી કર્યા પછી પણ એ આજ્ઞા હણાતી હોય તો તે અન્યમુદ્રદોષના કારણે. જે કાળે જે ક્રિયા કરવાની હોય તે શરૂ ક્ય પછી તેમાં જ ઓતપ્રોત બની જવું; તે ક્રિયા દુઃખી થઈને નથી કરવી, અવિધિએ નથી કરવી, ઉપેક્ષાપૂર્વક પણ નથી કરવી, આશાના બહુમાનપૂર્વક કરવી છે અને એ કાર્ય પૂરું થયા વિના બીજું હાથમાં પણ ન લેવું અને બીજામાં મન પણ ન જોડવું, તો આ અન્યમુદ્દોષ સહેલાઈથી જીતી શકાશે. અન્યમુદ્દોષ આજ્ઞા ઉપર ઘા કરતો હોવાથી તેને આપણા જીવનમાંથી જલદીથી વિદાય આપવી છે. ગુરુભગવંતની આજ્ઞાથી કોઈ કામ કરવું પડે, તો તેમાં એકે દોષ નથી આવવાનો, પરંતુ આપણી ઈચ્છાના કારણે અન્યત્ર આનંદ આવે-એ અવસ્થામાંથી બહાર નીકળ્યા વગર નહિ ચાલે. અન્યમુદ્રદોષના કારણે સાધુભગવંતનાં અનુષ્ઠાનો પણ Page #119 -------------------------------------------------------------------------- ________________ મહાઅનર્થને કરનારા બનતાં હોય તો એના કારણે ગૃહસ્થપણાના અનુષ્ઠાનનું શું થાય-એ જાતે જ વિચારી લેવું. ગૃહસ્થપણાનાં જિનવાણીશ્રવણ, ત્રિકાળપૂજા, ઉભયતંક આવશ્યક, વગેરે દરેક અનુષ્ઠાનો પણ ભગવાને તે તે કાળે વિહિત તરીકે જણાવ્યાં છે. છતાં જિનવાણીશ્રવણ વખતે પૂજામાં રસ હોય અથવા નવકારવાળી ગણવામાં રસ હોય, ચૈત્યવંદનાદિ ભાવપૂજા કરતી વખતે પ્રક્ષાલાદિ દ્રવ્યપૂજામાં રસ હોય તો અન્યમુદ્દોષ નડવાનો જ. પ્રતિક્રમણ કરવાના સમયે ભાવના ભણાવવા જાય તો ચાલે ? સવ પ્રતિમણ એ વિરતિની ક્રિયા છે તેમ ભાવના ભણાવવી એય ભક્તિનો જ પ્રકાર છે ને ? વિરતિથિી વધે તેવી કોઈ વ્યક્તિ છે ? વિરતિ સાચી આવી જાય તો ભાવના ભણાવવા જેવી બધી ભકિત તેમાં સમાઈ જાય. સાધુ વિરતિમાં છે તેથી એને પૂજા-ભાવના ભણાવવાની રહેતી નથી, છતાં તેની પ્રભુભક્તિ શ્રાવક કરતાં ચઢિયાતી છે. કારણ કે ભગવાનની આજ્ઞા પાળે છે. શ્રાવક પણ સામાયિક-પૌષધ જેવી વિરતિમાં હોય ત્યારે ભાવના ભણાવવા ન બેસે. એવી વિરતિમાં ન રહ્યો હોય ત્યારે ભક્તિનો આશ્રય લે. ભક્તિનો માર્ગ એ ય વિરતિનો માર્ગ છે. ભક્તિ ભવથી તરવા માટે છે. વિરતિના કારણે ભવથી કરાય છે, તેથી ભક્તિ પણ વિરતિ માટે છે. વિરતિનો ભોગ લેવાય-એવી ભક્તિ ન કરાય, વિરતિ વહેલી ઉદયમાં આવે-એવી ભક્તિ કરાય. ભગવાનની ભકિતમાં આનંદ આવે-એમાં ના નથી પણ આજ્ઞા પાળતી વખતે ટાઢ ચઢે-એ કેમ ચાલે ? શાસ્ત્રમાં કહ્યું Page #120 -------------------------------------------------------------------------- ________________ છે કે ભગવાનની ત્રિકાળ પૂજા કરતાં પણ ભગવાનની આજ્ઞાનું પાલન મહાન છે, તો આજ્ઞાનો ભોગ લેવાય એવી રીતે એક પણ અનુષ્ઠાન કેવી રીતે કરાય ? સભગવાનની આજ્ઞાનું પાલન ઘણું અઘરું છે. તમને આ બધું અઘરું કેમ લાગે છે ? અર્થ માટે અને કામ માટે આખી દુનિયાની આજ્ઞા માનનારાને ધર્મ માટે કે મોક્ષ માટે ભગવાનની આજ્ઞા માનવાની અઘરી લાગે ? તમે તો આજ્ઞા પાળવા ટેવાયેલા છો, માત્ર પાત્ર બદલવાની જરૂર છે. લોકોત્તરમાર્ગમાં ને લૌકિકમાર્ગમાં જે કોઈ ભેદ છે તે આશયભેદના કારણે છે. બાકી જેને જે પામવું છે તેની પ્રત્યેના અવરોધો એકસરખા છે, અવરોધો ટાળવાનો ઉપાય પણ સરખો છે. ત્યાં સંસારનું-અર્થકામનું સુખ મેળવવા માટે પ્રયત્ન ચાલે છે જ્યારે અહીં સંસારનું સુખ છોડી સાધુપણાનો ધર્મ અને આગળ વધીને મોક્ષનું સુખ પામવા માટેનો પ્રયત્ન ચાલે છે, બાકી પદ્ધતિ તો એકસરખી જ છે. ત્યાં માતાપિતાની આજ્ઞા માનવાની-સેવા કરવાની, અહીં ગુરુની આજ્ઞા માનવાની-સેવા કરવાની. માતાપિતાને છોડીને ગુરને માથે રાખવા તેનું નામ સાધુપણું. માતાપિતા ઉપકારી નથી માટે છોડવાનાં છે એવું નથી. માતાપિતા ઉપકારક હોવા છતાં તારક નથી બની શકતા માટે તેમને છોડવાનાં છે અને ગુરુ તારક હોવાથી તેમને સ્વીકારવાના છે. માતાનું વાત્સલ્ય મૂકીને સાધુ બનેલા, ગુરુમાં તારતા જોવાના બદલે વાત્સલ્ય શોધ્યા કરે તો માનવું પડે કે તેમનો સંસારત્યાગનો Page #121 -------------------------------------------------------------------------- ________________ આશય સચવાયો નથી. આજે ગુરુનો ગુરુમાતા તરીકે વ્યવહાર થઈ રહ્યો છે તે વ્યાજબી નથી. ગુરુને ગુરુમાતા નહિ ગુરુભગવંત માનવાની જરૂર છે. ગુરુ ભગવાન છે, માતા તો અષ્ટપ્રવચન માતા છે. અષ્ટપ્રવચનમાતાને મૂકીને ગુરુને માતાતુલ્ય માનવા છે-એનો અર્થ એ જ માનવો પડે કે ગુરુ પાસે વાત્સલ્ય જોઈએ છે, માર્ગપ્રવર્તન નથી જોઈતું. શાસ્ત્રકારોએ ગુરુને તીર્થકરતુલ્ય જણાવ્યા છે, આપણે એમને માતાતુલ્ય નથી માનવા. માતા કહેવાથી તારકતાનો ભાવ નથી આવતો, આપણા દોષો નભાવવાની ભાવના જાગે છે. વાત્સલ્યની જરૂર શેના માટે પડે ? દોષો કાઢવા માટે કે નભાવવા માટે ? દોષો કાઢવા માટે તો દોષોના જ્ઞાનની અને દોષોને દૂર કરવાના ઉપાયના જ્ઞાનની જરૂર છે. ગુરુભગવંત આપણી ભૂલો બતાવે અને એને સુધારવાનો ઉપાય બતાવે તે જ તેમની તારકતા છે. ગુરુ-શિષ્યનો સંબંધ સંસારના સંબંધો ભૂલવા માટે છે. સંસારના સંબંધો ભૂલવા માટે સાધુભગવંતને વેષની સાથે નામ પણ બદલી આપવામાં આવે છે, તો આપણે સંસારના સંબંધ યાદ આવે એવા શબ્દો ગુરુ સાથે શા માટે જોડવા ? આ જ શ્રી ષોડશકપ્રકરણમાં નામસ્થાપનને જ તાત્ત્વિકદીક્ષા કહી છે. મુંડન ક્ય પછી ગયેલા વાળ પાછા આવે છે જ્યારે ગયેલું નામ પાછું નથી આવતું. તેથી મુંડનને દીક્ષા ન કહેતાં નામસ્થાપનને દીક્ષા કહી છે. સાધુનો સંસાર સાથેનો છેલ્લો સંબંધ પણ અહીં જ પૂરો થાય છે. સંસારનું કોઈ પણ રીતે સ્મરણ સાધુપણામાં ન થાય તે માટે જ્ઞાનીભગવંતોએ પૂરતી કાળજી રાખી છે. આપણે એ માર્ગને Page #122 -------------------------------------------------------------------------- ________________ વળગી ન રહીએ તે આપણું કલ્યાણ ક્યાંથી થાય ? સવ સાધુને સંસારી નામથી ન બોલાવાય ? સંસારનો સંબંધ જેમણે છોડ્યો છે તેમને સંસારનો સંબંધ યાદ આવે એવું એકે વર્તન આપણે નથી કરવું. તમારે પણ સંસાર છોડવો છે ને ? તો બીજાને સંસાર યાદ આવે, એવી પ્રવૃત્તિ નથી કરવી. સવ સાધુભગવંત પોતે પોતાને એ નામે ઓળખાવે તો ? એવા વખતે આપણું ચાલે તો તેમને વિનયપૂર્વક સમજાવીને વારવા માટે, તેમનો સંસાર ભુલાવવા માટે પ્રયત્ન કરવો, નહિ તો તેવાઓથી આપણે આઘા રહેવું. પરંતુ આપણે પોતે બીજાને સંસાર યાદ કરાવવામાં નિમિત્ત બની આપણું સાધુપણું દુર્લભ નથી બનાવવું. આપણે બીજાને સંસાર ન ભુલાવી શકીએ તો ય પરિચય તો એવા જ સાધુઓનો કરવો કે જેઓ સંસાર ભૂલીને બેઠા હોય, એક સંસાર છોડીને બીજો સંસાર ઊભો ન કરતા હોય અને આપણા પણ સંસારને ભુલાવી દેતા હોય. સંસાર જ્યાં સુધી છોડી ન શકાય ત્યાં સુધી જ્યાં સંસાર ભૂલી શકીએ એવાં સ્થાનોમાં અવારનવાર જઈએ તો આપણો સંસારનો રસ સુકાયા વગર નહિ રહે. ૭. રોગ દોષ : સાતમો રોગ નામનો દોષ છે. રોગ એટલે અતિચાર. અન્યમુદ્ર દોષ ટળી જાય એટલે જે ક્યિા કરે છે તેમાં જ રસ હોય છે, તેનાથી અન્ય ક્રિયામાં પ્રીતિ નથી હોતી છતાં પ્રમાદ વગેરેના કારણે એ ક્રિયામાં અતિચાર સેવવાનું બને છે તેને રોગદોષ કહેવાય છે. mational Page #123 -------------------------------------------------------------------------- ________________ રોગદોષ પીડા એટલે અતિચારસ્વરૂપ અથવા ભંગ એટલે કે અનાચારસ્વરૂપ છે. આ રોગદોષ છઠ્ઠા ગુણઠાણા સુધી હોય છે. સાતમા અપ્રમત્તસંયત ગુણઠાણે રોગ દોષ હોતો નથી. આ રોગ દોષ ટાળીએ એટલે વર્તમાનની સાધના પૂર્ણ થાય છે. કારણ કે છેલ્લો આસંગદોષ તો સાતમા ગુણઠાણાના અંતે આઠમે જાય છે અને વર્તમાનમાં છઠ્ઠા-સાતમા ગુણઠાણાથી આગળ જઈ શકાતું નથી. વર્તમાનમાં સાધનાનો આ છેલ્લો અવરોધ છે. આ ભવમાં મોક્ષ મળી શકે એવું નથી છતાં મોક્ષને નિફ્ટ બનાવવા માટેનો પ્રયાસ અહીં પૂરો કરી લેવો છે. સાતમું ગુણઠાણું પામ્યા વગર મરવું નથી એટલો નિર્ણય જો થઈ જાય તો આ સાતે દોષો ટાળીને આ જ ભવમાં સિદ્ધિની સમીપ પહોંચી જવાય. છઠે ગુણઠાણે રોગ દોષની અર્થાત્ અતિચારની સંભાવના હોવાથી ત્યાં સાતિચાર ચારિત્ર મનાય છે અને સાતમા ગુણઠાણે અતિચાર ન હોવાથી નિરતિચાર ચારિત્ર મનાય છે. સસાતિચાર ચારિત્ર અને નિરતિચાર ચારિત્રમાં કેટલો ફરક પડે ? કાણાંવાળું કપડું અને કાણાં વગરનું કપડું : એ બેમાં જેટલો ફરક પડે એટલો. ફૂટેલા ભાજનમાં અને આખા ભારતમાં જેટલો ફરક પડે એટલો. તડ પડેલું કે ભાંગી ગયેલું પાત્ર જેમ પાણી વગેરે ભરવા કામ નથી લાગતું તેમ સાતિચાર ચારિત્ર પણ ફળની પ્રાપ્તિ માટે કામ નથી લાગતું. સવ અતિચાર એટલે શું ? Page #124 -------------------------------------------------------------------------- ________________ આચારના પાલનમાં જે કાંઈ સ્મલના થાય તેને અતિચાર કહેવાય. સાધુપણામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય : આ પાંચ ગુણોને નિર્મળ બનાવવા માટે પાંચ આચાર બતાવ્યા છે. એ પાંચ આચારનું પાલન ન કરે, કરે તો આજ્ઞા મુજબ ન કરે, જેમતેમ કરે તો તે તે આચારમાં અતિચાર લાગે છે. ભગવાને જે કીધું હોય તે ન કરવું અને ન કીધું હોય તે કરવું તેનું નામ અતિચાર. અતિચારના કારણે આચાર ખંડિત થાય છે જ્યારે અનાચારના કારણે આચાર નાશ પામે છે. સાધુભગવંત સ્વાધ્યાયના કાળે ન ભણે અને અકાળે ભણવા બેસે, દિવસે ભગત સાથે વાતોના તડાકા મારે ને સંધ્યા સમયે અંધારું થાય ત્યાં સુધી પુસ્તક લઈને ગોખ્યા કરે તો જ્ઞાનાચારના પાલનમાં અતિચાર લાગે. સ્વાધ્યાય કરતી વખતે બીજે આનંદ ન હોય છતાં સ્વાધ્યાય ઝોલાં ખાતાં ખાતાં કરે, ઉપેક્ષાપૂર્વક કરે, વિનય-બહુમાનપૂર્વક ન કરે, પરસેવાવાળા હાથ પુસ્તકને લગાડે, પુસ્તક વગેરે જ્ઞાનનાં સાધન નાભિથી ઉપરના ભાગમાં ન રાખે, જ્યાં-ત્યાં રખડતાં રાખે, વ્યવસ્થિત ગોઠવીને ન મૂકે, સ્વાધ્યાય વગેરેનાં સૂત્રો ઝપાટાબંધ અસ્પષ્ટ રીતે બોલે, પોતાની આવડતનો ગર્વ કરે, બીજા અણઆવડતવાળા કે ઓછી આવડતવાળાની હાંસી-મશ્કરી કરે. આ બધા જ્ઞાનાચારના અતિચારો છે. કોઈ કોઈ વાર આ રીતે થાય તો તે અતિચાર, પરંતુ વારંવાર રોજ આ પ્રમાણે ચાલ્યા કરે તો એ અતિચારો અનાચારસ્વરૂપ બનતાં વાર ન લાગે. આ જ રીતે દર્શનાચાર વગેરેના પણ અતિચારો બતાવ્યા છે. સાધુપણામાં સિત્તેર પ્રકારની ચરણસિત્તરી અને સિત્તેર Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની કરણસિત્તરી : એ બેના મળીને એકસો ચાળીસ ગુણો થાય. એ ગુણોના પાલનમાં પ્રમાદાદિના કારણે જે કાંઈ કચાશ થાય તે બધી અતિચારસ્વરૂપ હોવાથી સાધુભગવંતના એકસો ને ચાળીસ અતિચાર જણાવ્યા છે. ગૃહસ્થના સમ્યક્ત્વમૂળ બાર વ્રતના એક સો ચોવીસ અતિચાર થાય, જ્યારે સાધુભગવંતના એક સો ચાળીસ અતિચાર બતાવ્યા છે. કારણ કે જેનો ધંધો મોટો તેને નુકસાન વધારે. જેનાં ઊજળાં વસ્ત્રો હોય તેને મેલ વધુ લાગે, જેનાં વસ્ત્રો મેલાં જ હોય તેને વધારે મેલ લાગે તો ય દેખાય નહિ. સાધુભગવંતનાં વ્રતો મોટાં છે, ગુણો અધિક છે અને વિશુદ્ધિ વધારે છે માટે તેમના અતિચાર પણ વધારે છે. જેમ ગુણોની પ્રાપ્તિ થતી જાય તેમ જવાબદારી વધતી જાય છે. એવા વખતે ક્રિયાઓ અભ્યાસથી આત્મસાત્ ન કરી હોય, સાવધાની-ઉપયોગ-ન રાખ્યો હોય તો અતિચાર લાગ્યા વગર ન રહે. તાદાત્મ્યભાવે-ઓતપ્રોત થઈને દિલ દઈને કામ કર્યું હોય તો એકે અતિચાર ન લાગે. અનુષ્ઠાન કરતી વખતે એક પણ અતિચાર ન સેવાય એની કાળજી રાખીએ તો રોગદોષ ટાળી શકાય. અતિચાર ટાળવાના બદલે અતિચારની તપાસ જ ન કરે, કેટલા અતિચાર સેવ્યા એનો ખ્યાલ જ ન રાખે તો મહારોગ લાગુ પડ્યો છે એમ માનવું. અનાજમાં કીડા પડવાના કારણે અનાજ નકામું થાય છે તેના જેવો આ રોગદોષ છે. ખેડૂતને લણવાના એક દિવસ પહેલાં જો કીડા પડી જાય તો તેવા વખતે ખેડૂતની શી હાલત થાય ? સ૦ પોક મૂકીને રડે. (૧૨૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે અહીં પોક મૂકીને ક્યારે રડ્યા ? પીડા ને ભંગ તો રોજના ચાલુ છે છતાં મજેથી જીવતા હોઈએ તો માનવું પડે ને કે મહારોગ લાગુ પડ્યો છે ? શાસ્ત્રકારો આપણને પોક મૂકીને રડવાનો વખત ન આવે તે માટે પહેલેથી ચેતવે છે, જ્યારે આપણું સર્વસ્વ લૂંટાયા પછી પણ આપણને અસર ન થતી હોય તો તેનું કારણ વિચારવું પડે ને ? એ માટે રોગદોષની ભયંકરતા સમજી લેવી છે. સાતિચાર ચારિત્ર પણ થોડુંઘણું ફળ તો આપે ને ? આવી શંકાના નિરાકરણમાં, આ રોગદોષનું વર્ણન કરતાં દસમી ગાથામાં ગ્રંથકારશ્રીએ જે ફરમાવ્યું છે તે યાદ રાખી લેવું. रुजि निजजात्युच्छेदात् करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं तेनैतद्वन्ध्यफलमेव ॥१०॥. રોગ નામનો ચિત્તદોષ હોય, ત્યારે અનુષ્ઠાનસામાન્યનો અર્થાત્ અનુષ્ઠાનની અનુષ્ઠાનત્વ જાતિનો ઉચ્છેદ થવાથી, જે અનુષ્ઠાન કરાય છે તેનાથી નિયમે કરીને ઈષ્ટ ફળની સિદ્ધિ થતી નથી. આ રીતે એ અનુષ્ઠાન, અનનુષ્ઠાનસ્વરૂપ અર્થાત્ અનુષ્ઠાન ન કરવા જેવું થવાથી વધ્યફળવાળું છે એટલે નિષ્ફળ જાય છે. ગાથામાં ગ્રંથકારશ્રીએ નિયમે કરીને' અર્થાત્ ચોક્કસપણે સાતિચાર અનુષ્ઠાન નિષ્ફળ જાય છે એમ જણાવ્યું છે તેના ઉપરથી સમજી શકાય છે કે નિરતિચાર અનુષ્ઠાન વિના ફળ મળે નહિ અને સાતિચાર અનુષ્ઠાનથી જે મળે તેને ફળ કહેવાય નહિ. અતિચારના કારણે અનુષ્ઠાનનું અનુષ્ઠાનત્વ (અનુષ્ઠાનપણું) રહેતું નથી. અનુષ્ઠાનત્વ એ અનુષ્ઠાનનું સ્વરૂપ છે. ઝેરનું ટીપું સમસ્ત Page #127 -------------------------------------------------------------------------- ________________ વસ્તુમાં વ્યાપી જઈને વસ્તુને નકામી બનાવે છે તેમ અતિચાર અનુષ્ઠાનના સ્વરૂપને હણી નાખે છે. જે વસ્તુનું તત્ત્વ(સ્વરૂપ) જે નાશ પામે એ વસ્તુ કામ આવે ખરી ? ઘડાનું સ્વરૂપ શું ? પાણી ભરવા કામ લાગે તે જ ને ? જે ઘડાને તડ પડે એ પાણી ભરવા કામ લાગે ખરો ? અનાજનું અનાજ પણું તેને જ કહેવાય ને કે જેનાથી પેટ ભરાય, જે શક્તિ ને પુષ્ટિ આપે ? જે અનાજમાં કીડા પડે તે ખાવાલાયક રહે? એ અનાજ ખાઈએ તો શક્તિ-પુષ્ટિ મળે કે ઝેરરૂપે પરિણમે ? તે જ રીતે અહીં પણ મોક્ષસાધક્તા અર્થાત્ મોક્ષને સાધી આપવું એ અનુષ્ઠાનનું સ્વરૂપ છે. જે અનુષ્ઠાનમાં અતિચાર લાગે તે અનુષ્ઠાન મોક્ષને સાધી આપતું ન હોય તો અતિચારના કારણે અનુષ્ઠાનનું સ્વરૂપ નાશ પામ્યું તેમ માનવું પડે ને ? સડેલું અનાજ જે ઝેરરૂપે પરિણમે તો સડેલો ધર્મ ફળ કઈ રીતે આપે ? સ૦ સડેલો ધર્મ કહો છો તેના બદલે આજ્ઞા મુજબનો નથી એમ કહો ને ? સડેલો કહો તો આકરું લાગે છે. આપણો ધર્મ સડેલો હોય તેનો વાંધો નથી, મહાપુરુષો તેને સડેલો કહે તે આકરું લાગે છે ! મહાપુરુષોના શબ્દો વેધક હોય છે, અસરકારક હોય છે, માટે એમના શબ્દો બોલતાં, સાંભળતાં અને સમજતાં થઈ જવું છે. આપણે આપણા દોષો ટાળી ન શકીએ-એ બને પરંતુ આપણા દોષોની ભયંકરતા સ્વીકારવા પણ હૈયું તૈયાર ન થાય-એ કેમ ચાલે ? દોષોને ટાળવાનું સર્વ કેળવવા પહેલાં દોષોને ઓળખી લેવા પડશે અને તે માટે હૈયું કેળવવું પડશે. Page #128 -------------------------------------------------------------------------- ________________ દોષો તો લાગ્યા જ કરે છે, આપણે જાતે શોધી શક્તા ન હોઈએ અને શાસ્ત્રકારો વીણી-વીણીને આપણા હાથમાં આપતા હોય ત્યારે આનાકાની કરવાના બદલે કબૂલ કરતાં શીખી લેવું છે-આપણી મહેનત નકામી ન જાય એની જેટલી ચિંતા આપણને છે એનાથી કંઈકગણી ચિંતા આ મહાપુરુષોને છે. સ) આપણા અનુષ્ઠાનનું અનુષ્ઠાનત્વ નાશ પામ્યું છે-એની ખબર કેવી રીતે પડે ? માણસમાં માણસાઈ છે કે નહિ એની ખબર પડે છે ને ? કેવી રીતે ? માણસાઈનાં લક્ષણો તપાસો ને ? તેમ અહીં પણ લક્ષણો તપાસવાનાં. જે અતિચાર સેવતો હોય તે બતાવીએ ત્યારે ગુસ્સો આવે, મોઢું ચઢી જાય, બધા આવું જ કરે છે, હું એકલો કરું છું ?' વગેરે બોલે તો સમજવું કે અનુષ્ઠાનનું સ્વરૂપ હણાઈ ગયું છે. અતિચાર સેવતાંની સાથે સ્વરૂપ હણાઈ જાય એવું નથી, અતિચાર સેવ્યાનો ખ્યાલ આવે ને તરત પાછો ફરી જાય, બીજી વાર નહિ કરવાની કાળજી સાથે આલોચના લઈને શુદ્ધ થાય તો સ્વરૂપ ટકી રહે. પોતાની ભૂલ બતાવે ત્યારે શરમથી મોટું મૂકી જાય, પગમાં પડીને ભૂલ કબૂલ કરે અને સુધરવા મહેનત કરે તો સ્વરૂપ નાશ ન પામે. આટલું તો શક્ય બને ને ? અનુષ્ઠાનનું સ્વરૂપ નાશ પામે એટલે માત્ર નામનું જ અનુષ્ઠાન રહે. અનાજમાં રોગ લાગ્યા પછી ઘઉં, ચણા, બાજરો બોલો ખરા પણ કામમાં ના આવે માટે ખરીદો નહિ ને ? અને કદાચ ખરીદ્યા પછી સડી જાય તો ય ફેંકી દો ને ? ત્યારે અનાજ ફેક્યું કહેવાય કે સડો કાઢ્યો Page #129 -------------------------------------------------------------------------- ________________ કહેવાય ? તાવવાળાની બાજુમાં સૂવું નહિ : અહીં માણસનો ત્યાગ કર્યો કહેવાય કે રોગનો ? તેવી રીતે અહીં પણ અતિચારવાળું અનુષ્ઠાન ટાળવાની વાત છે અનુષ્ઠાનને ટાળવાની વાત નથી. રોગદોષને દૂર કરવાની વાત છે, સાધુપણું ન લેવાની વાત નથી. સસાધુપણું લીધા પછી પણ નકામું જવાનું હોય તો ન લઈએ એ સારું ને ? પડાં પહેરીએ તો મેલાં થાય તેના કરતાં વસ્ત્ર વગરના રહેવું સારું ને ? ધંધો કરીએ તો નુકસાન થાય તેના કરતાં ભીખ માંગીને જીવવું સારું ને? પરણીએ તો કંકાસ થાય તેના કરતાં વાંઢા રહીએ તો સારું ને ? તમારે ત્યાં આવા વિચાર નથી આવતા અને અહીં જ આવા વિચાર આવે છે ? ઊજળાં વસ્ત્રો પહેર્યા હોય તો ડાઘ લાગવાની સંભાવના ખરી ને ? તેવા વખતે મેલાં વસ્ત્રો પહેરીને ફરવાનું કે ડાઘ ન લાગે એની કાળજી રાખવાની ? કપડાં મેલાં ન થાય, ચોળાઈ ન જાય એ માટે ઝભ્ભો ઊંચો કરીને બેસનારાને ધર્મ મેલો ન થાય તે માટે અતિચાર કેવી રીતે ટાળવા એ આવડે કે શિખવાડવું પડે ? સંસારના દરેક ક્ષેત્રમાં દોષોની સંભાવના ટાળીને આગળ ધપનારા અહીં સંભવિત દોષોનો ભય રાખી પાણીમાં બેસવાની વાત કરે એ કેવી વિચિત્ર દશા છે ? ખરેખર મોક્ષે જવું છે કે નહિ-એમાં જ શંકા પડે એવું વર્તમાન જીવન છે ને ? દોષોની ઉપેક્ષા કરીને નથી જીવવું, પણ સાથે દોષોના કાલ્પનિક ભયથી બેસી પણ નથી રહેવું. શાવકારો દોષો બતાવતાંની સાથે દોષો ન આવે અને આવેલા દોષો કાઢી શકાય-એવા ઉપાય પણ Page #130 -------------------------------------------------------------------------- ________________ બતાવે છે. તેથી માત્ર દોષોના કાલ્પનિક ભયે ગુણથી વંચિત નથી રહેવું : આટલું આજે નક્કી કરવું છે ? અનુષ્ઠાન થઈ જાય ને અતિચાર લાગ્યા કરે તો કામ ન થાય. થોડો પ્રમાદ ખંખેરી નાખીએ, ઉપયોગ રાખીએ અને વીર્ય ફોરવીએ તો વિશુદ્ધિ કેળવીને નિરતિચારતા લાવવાનું કામ અઘરું નથી. નિરતિચારસાધુતા આવે પછી જ સામર્થ્યયોગમાં જવાય. નિરતિચાર થઈને આઠમા ગુણઠાણે જવું હોય તો છઠ્ઠાને વિશુદ્ધ બનાવવા માટે મહેનત કરવા માંડવાની. છઠ્ઠ ગુણઠાણું પ્રમત્તસંવતનું છે એનો અર્થ એ નથી કે ત્યાં પ્રમાદના યોગે અતિચાર લાગ્યા જ કરે. છઠે ગુણઠાણે અતિચારની સંભાવના હોવા છતાં ટાળવા હોય તો ટાળી શકાય. અભવ્યના આત્માઓ દ્રવ્યથી સાધુપણું પાળે છતાં અતિચાર એકે ન સેવે. હૈયામાં નવમા સૈવેયકના સુખની તીવ્ર અભિલાષા પડી હોવાથી પહેલે ગુણઠાણે જ હોય. પરંતુ મનથી ભગવાનના વચનથી વિપરીત વિચારે નહિ, વચનથી વિપરીત બોલે નહિ અને કાયાથી વિપરીત આચરે નહિ. આશય વિપરીત હોવાથી દ્રવ્યસાધુતા કહી છે બાકી દ્રવ્યથી ય નિરતિચાર ચારિત્ર પાળે. જો પહેલા ગુણઠાણે સંસારના સુખની લાલચે અતિચાર ટાળવાનું સામર્થ્ય મળતું હોય તો છઠે ગુણઠાણે મોક્ષની અભિલાષાથી નિરતિચાર ચારિત્ર પાળવું શું કઠિન છે ? શ્રી તીર્થંકરના આત્માઓ છસાતમે હોવા છતાં છઠે ગુણઠાણે પણ તેઓ એકે અતિચાર નથી સેવતા. અતિચારને ટાળીને ધર્મ કરવો છે-આવો પરિણામ જાગશે એ દિવસે ધર્મ વિશુદ્ધ બનશે. જ્યાં સુધી દુખ ભોગવવાના બદલે દુઃખ ટાળવાની જ વૃત્તિ હશે ત્યાં સુધી અતિચારને Page #131 -------------------------------------------------------------------------- ________________ ટાળવાનું શક્ય નહિ બને. શાસ્ત્રમાં જણાવ્યું છે કે સાધુસાધ્વી ભગવંતો પરિષહ અને ઉપસર્ગ સ્વરૂપ વર્તમાનના દુઃખને સહન કરી લે પણ તેને ટાળવા માટે અતિચાર ન સેવે. કારણ કે તેમને પોતાના અનુષ્ઠાનને અખંડિત રાખવું હોય છે. શાસ્ત્રકારો વર્તમાનના દુઃખને ટાળવા માટે પણ અતિચાર સેવવાની ના પાડે છે જ્યારે આજે આપણે અનાગત(ભવિષ્યનાં) દુઃખોને ટાળવા માટે ય અતિચાર સેવતાં અચકાતા નથી. વર્તમાનમાં દુઃખ સહન ન થતું હોય ને અપવાદ સેવવો પડે તો હજુ નભાવાય પણ ભવિષ્યમાં દુઃખ આવશે તો ?’-એવા ભયથી વર્તમાનમાં અતિચાર સેવવા માંડે-એ ચાલે ? પગ દુ:ખે છે માટે ઊભાં ઊભાં પ્રતિક્રમણ ન કરી શકે તો સમજ્યા. એવા વખતે ય દુઃખને ગણકાર્યા વિના, દુ:ખવા છતાં ઊભાં ઊભાં વાતો કયાં નથી કરતાં ?' એમ વિચારીને મક્કમ થઈને ઊભા થઈએ તો અતિચાર ટાળી શકાય. છતાં ય એ ન જ બને અને બેસી રહે તો હજુ નભાવીએ. પરંતુ ‘પગ દુઃખશે” માટે ઊભા ન થાય તો ચાલે ? નવકારશીના બદલે પોરિસિનું પચ્ચખ્ખાણ કરતી વખતે શું વિચારો ? માથું ચઢ્યું છે માટે પોરિસિ નથી કરવી કે માથું ચઢશે’ માટે નવકારશી જ કરવી છે ? વર્તમાન દુઃખને, અસહિષ્ણુતાના કારણે કે આગળ વધીને સહન ન કરવાની વૃત્તિના કારણે ટાળવા માટે અતિચાર ભલે સેવતા હોઈએ પણ અનાગત દુઃખની કલ્પનાથી વર્તમાનમાં અતિચાર નથી સેવવા-એટલો નિયમ આજે સાધુસાધ્વી કરશે ? આ તો અઘરું નથી ને ? એક વાર શુભ પરિણામ આવી ગયા હોય તો તેને ટકાવવા, વિશુદ્ધ બનાવવા માટે આગળ વધવાની હિંમત રાખવાની. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે, દુઃખ આવવાનું હશે તે આમે ય Page #132 -------------------------------------------------------------------------- ________________ આવ્યા વગર નહિ રહે, એના ભયથી વર્તમાનની સાધના ચૂકવી નથી. તમે પણ શું કરો છો ? તાવ આવશે માટે ધંધે ન જાઓ કે તાવ આવ્યો હોય તો ન જાઓ ! સ૦ તાવ આવ્યો હોય તો ય જઈએ, જવું જ પડે. જો ત્યાં વર્તમાન દુ:ખને ગણકાર્યા વગર અતિચાર ટાળીને આચાર બરાબર પાળી શકાતા હોય તો અહીં કાંઈ વાંધો ન આવે ને ? સ૦ સાધુસાધ્વી નવકારશી કરે તો ય આચાર જ ગણાય ને ? અસહિષ્ણુતાના કારણે (ભૂખ સહન ન થતી હોય તો) કરે તો આચાર. બાકી છતી શક્તિએ નવકારશી કરે તો અતિચાર જ નહિ અનાચારકોટિમાં જાય અને એમાં ય આંચકો ન લાગે, ઉપાદેયબુદ્ધિ આવે તો ગુણઠાણું ય જાય. ઉત્સર્ગના સ્થાને અપવાદ સેવે તો અધર્મ, અપવાદના સ્થાને અપવાદ સેવે તો અધર્મ નહિ. અપવાદના સ્થાને ઉત્સર્ગ સેવે તોય અધર્મ થાય. ઉત્સર્ગ અને અપવાદનો જ્ઞાતા સાધુ પોતાની મર્યાદાનું પાલન કરે, ઉલ્લંઘન ન કરે તો અતિચારથી બચી શકે. દુઃખ વેઠ્યા વગર તો નાનામાં નાનો ધર્મ પણ કરી શકાય એવો નથી. એક નવકારશીનું પચ્ચક્ખાણ પણ જો અતિચાર લગાડ્યા વગર કરવું હોય તો સૂર્યોદય પહેલાં ઊઠવું પડે. સૂર્યોદય પછી નવકારશીનું પચ્ચખ્ખાણ લઈએ તો અતિચાર લાગે. તમે હો કે અમે હોઈએ અતિચાર ટાળીને આરાધના કરવાનું કામ આપણે ધારીએ એટલું સહેલું તો નથી, પરંતુ જો કોઈ એમ કહેતું હોય કે આજના કાળમાં નિરતિચારચારિત્ર પાળવાનું અશક્ય છે-તો એ ખોટું છે : એટલું માત્ર આપણે સમજી લેવું છે. ૧૨૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ આપણી દૃષ્ટિ ફેરવીએ અને વૃત્તિ બદલીએ તો આજે પણ આ શક્ય બનાવી શકાય એવું છે. બાકી આપણે વર્તમાનમાં જે રીતે જીવી રહ્યા છીએ એ જીવનપદ્ધતિ જોતાં અતિચારો ટાળીને ધર્મ કરવાનું કામ કપરું છે, એમ લાગ્યા વગર નહિ રહે. આ રોગ દોષનું વર્ણન સાંભળી અતિચારની દૂષક્તા અને નિરતિચારચારિત્રની તારક્તા સાધુસાધ્વી સમજી લે તો તેમને આપણે ક્યાં ઊભા છીએ ને આપણે ક્યાં સુધી પહોંચવાનું છે એ બે વચ્ચેનું અંતર જણાયા વગર નહિ રહે. દોષપૂર્ણતાને લઈને અતિચાર કે અનાચારભર્યું જીવન ટાળી ન શકીએ તો ય; આપણા દોષોને સંપૂર્ણપણે ઓળખી લઈને, સ્વીકારી લઈએ તો આપણે લોકો કરતાં મહાન છીએ, બહુ સારું સાધુપણું પાળીએ છીએ, ઉક્ટ આરાધના કરીએ છીએ...” આવા બધા ઘાતક પરિણામોથી ચોક્કસ બચી શકીશું. સાધુસાધ્વીને જેમ અનાગત દુ:ખના ભયે અતિચાર સેવવાની ના પાડવી છે તેમ તમને પણ એક નિયમ આપવો છે કે આજે આ રોગ દોષનું વર્ણન સાંભળી આપણે અનાગત(ભવિષ્યના) સુખની લાલચે પાપ નથી કરવું. આટલું તો બનશે ને ? ધર્માત્મા તો પોતાના સુખ માટે પાપ કરવા રાજી હોય જ નહિ. છતાં સંસારમાં રહ્યા છો, સુખનો રાગ ગયો નથી તેથી વર્તમાનમાં સુખ મેળવવા માટે પાપ કરવાનું ટાળી ન શક્તા હો તો ય અનાગત સુખ માટે પાપ નથી કરવું-આટલું નક્કી કરવું છે ? ધંધામાં અનીતિ કરો છો તે વર્તમાન સુખ માટે છે કે અનાગત સુખ માટે છે ? અનીતિ ન કરો તો વર્તમાનમાં સુખે જીવી શકાય ને ? પેટભર ખાવાનું અને સાંધ્યા વગરનાં વસ્ત્રો મળી રહે ને ? Page #134 -------------------------------------------------------------------------- ________________ સ) અનીતિથી પૈસા કમાવવાનું બંધ કેવી રીતે કરવું ? જેટલું હોય તેટલાથી ચલાવી લેવું, જેટલું મળે તેમાં સંતોષ માનવો. રોટલી અને દાળ બે દ્રવ્ય વાપરીએ તો પેટ ભરાય ને કે ભૂખ્યા રહો ? સવ પહેલેથી મિષ્ટાન્ન ખાવાની ટેવ પડી હોય તો ? ડાયાબિટિસ થાય કે કેન્સર થાય તો શું કરો છો ? પહેલેથી ખાતાં હોવા છતાં છોડો છો ને ? મોળું મોઢામાં જતું ન હોય છતાં પરાણે નાંખો છો ને ? સત્યાં મરણનો ભય છે, શરીર સાચવવું છે. તો અહીં પણ પાપનો ભય છે માટે છોડી દેવું છે, ભગવાનનું વચન સાચવવું છે, માટે નથી વાપરવું. કર્મ છોડાવે ત્યારે છોડવું છે કે ભગવાનનું કહ્યું માની ડાહ્યા થઈને ચેતી જવું છે ? મારા ભગવાને અનીતિ કરવાની ના પાડી છે, ભૂખ્યો મરીશ કે બે વસ્તુ ઓછી ખાઈશ તો ચાલશે પણ અનીતિનું પાપ કરીને લહેર નથી કરવી' આટલું સત્ત્વ કેળવતાં શીખી જાઓ તો ગૃહસ્થપણાનાં પાપોથી બચાશે, સાધુપણું વહેલું ઉદયમાં આવશે અને સાધુપણામાં આવ્યા પછી પણ આ રોગાદિ દોષો ન નડે એવી અવસ્થા પામી શકાશે. ૮. આસંગ : પાંચમી દષ્ટિમાં પાંચમો ભાન્તિ નામનો દોષ ટળી જવાના કારણે સમ્યકત્વ મળે છે. પાંચમા ગુણઠાણાના અંતે છઠ્ઠો અન્યમુદ્દોષ જવાના કારણે છઠું ગુણઠાણું મળે છે. છઠ્ઠા ગુણઠાણે સાધુપણું મળ્યા પછી તે નિરતિચારપણે પાળવા માટે મહેનત કરે તો છઠ્ઠાના અંતે સાતમો રાગદોષ જવાથી સાતમું અપ્રમત્ત ગુણઠાણું Page #135 -------------------------------------------------------------------------- ________________ મળે છે. સાતમા ગુણઠાણે કેવળજ્ઞાનાદિ ગુણમય શુદ્ધ આત્મસ્વરૂપ જોવાની તાલાવેલી જાગે તો સાતમા ગુણઠાણાના અંતે આઠમો આસંગદોષ ટળી જવાના કારણે સામર્થ્યયોગના પહેલા પગથિયારૂપ આઠમું ગુણઠાણું અને આઠમી દષ્ટિ મળે છે. આઠમું ગુણઠાણું મળ્યા પછી અંતમૂહર્તમાં વીતરાગતા અને કેવળજ્ઞાન મળે છે...આ રીતે આઠ દોષો દૂર થવાના કારણે યોગની સાધના પૂર્ણતાને પામે છે. આસંગ એટલે વિહિત એવા અનુષ્ઠાન પ્રત્યેનો તીવ્ર રાગ. પોતે જે અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાનમાં વિહિત (આજ્ઞા મુજબનું) એવા અન્ય અનુષ્ઠાન કરતાં અતિશય પ્રીતિ હોય તેને આસંગ કહેવાય છે. આપણી ભાષામાં કહીએ તો આસંગ એટલે એક પ્રકારનો પ્રશસ્ત રાગ. આપણા અનુષ્ઠાન પ્રત્યે અત્યંત પ્રીતિ હોવાથી આપણી પાસે જે ધર્મ છે તેનાથી ચઢિયાતો ધર્મ પ્રાપ્ત થતો નથી. મળેલા ગુણનો સંતોષ, ચઢિયાતા ગુણની પ્રાપ્તિથી દૂર રાખે છે, માટે આ આસંગને શાસ્ત્રકારોએ દોષ તરીકે વર્ણવ્યો છે. આસંગને દોષ તરીકે વર્ણવેલો હોવા છતાં વર્તમાનમાં આપણા માટે ગુણરૂપ છે. આસંગ દોષ ખરાબ ખરો, પરંતુ જેના સાત દોષ ટળી ગયા હોય એને માટે. બાકી સાત દોષ જેને નડતા હોય તેને તો એ સાત દોષ કાઢવા માટે આસંગ કામ લાગે એવો છે. જેને વિહિત અનુષ્ઠાન ઉપર અત્યંત પ્રીતિ હોય તેને એ અનુષ્ઠાનમાં થાક લાગે ? એમાં કંટાળો આવે ? એમાં ચિત્ત વિચલિત થાય ? ચિત્તની પ્રસન્નતા હણાય ? અનુષ્ઠાન કરતી વખતે અનુપયોગદશા હોય ? અન્ય ક્ષિામાં ઉપયોગ જાય ? પ્રમાદ નડે ? નહિ ને ? તેથી સાત દોષ કાઢવા પહેલાં આસંગને દોષરૂપ માની કાઢવાની જરૂર નથી, સાતને કાઢીને પછી એને કાઢવાનો છે માટે એને છેલ્લે Page #136 -------------------------------------------------------------------------- ________________ વર્ણવ્યો છે. કાંટો કાઢવા માટે કાંટો હાથમાં લેવો પડે ને ? અને કાંટો નીકળી ગયા પછી હાથમાં લીધેલો કાંટો પણ ફેંકી દેવાનો ને? એમ અહીં પણ સાત દોષ કાઢવા માટે આસંગ રાખવાનો, સાત દોષ ગયા પછી, આસંગને રાખી નહિ મૂકવાનો. અત્યારે આપણે જે અવસ્થામાં જીવીએ છીએ તે અવસ્થામાં આસંગ ગુણરૂપ હોવા છતાં જે કક્ષામાં એ દોષ નડે છે તે કેવી રીતે નડે છે તે સમજાવવા માટે અને આસંગદોષને ટાળ્યા વગર સિદ્ધિ મળતી જ નથી તે જણાવવા માટે આસંગદોષનું વર્ણન કરવું છે. આસંગદોષને જણાવતાં અગિયારમી ગાથામાં ફરમાવ્યું છે કે आसङ्गेप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् । भवतीष्टफलदमुच्चैस्तदप्यसङ्गं यतः परमम् ॥ १९ ॥ આસંગદોષ હોય ત્યારે પણ અનુષ્ઠાનનું કોઈ જ ફળ મળતું નથી. કારણ કે આવું દોષવાળું અનુષ્ઠાન કરવાનું શાસ્ત્રમાં વિહિત નથી. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન તો કોઈ પણ જાતના સંગ એટલે કે રાગ વિના નિરન્તરપણે (સતત) કરવાયોગ્ય છે. તેથી ‘આ જ સુંદર છે' આવા પ્રકારના અનુષ્ઠાન પ્રત્યેના આસંગરૂપ દોષથી યુક્ત અનુષ્ઠાન નિષ્ફળ છે. આસંગદોષની હાજરીમાં મોક્ષસાધક બધાં અંગ મળવા છતાં મોક્ષરૂપ ફળ નથી મળતું, તેથી અનુષ્ઠાન અફળનિષ્ફળ મનાય છે. શાસ્ત્રમાં જણાવેલું પણ અનુષ્ઠાન આપણા રાગના સંગથી રહિત હોય અને આજ્ઞા પ્રત્યેના બહુમાનથી યુક્ત હોય તો જ તે પરમકોટિનું બને છે અને પરમકોટિનું અનુષ્ઠાન જ ઈષ્ટ એવા મોક્ષરૂપ ફળને સારી રીતે આપે છે. જેને સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તેને સાધન પ્રત્યે રાગ થાય એ ન પાલવે. જ્યાં ઊભા છીએ એ જ સારું છે-એવું લાગે તો (૧૩૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ આગળ ન વધાય, ઈષ્ટ સ્થાને ન પહોંચાય. ઈષ્ટ સ્થાને પહોંચાડનાર વાહન ગમે તેટલું સુંદર હોય, વેગવત્તું હોય, ઠંડકનો અનુભવ કરાવતું હોય પણ એ વાહનમાં જ બેસી રહો તો ઈષ્ટ સ્થાને પહોંચો ખરા ? ઘરનાં પગથિયાં સ્ફટિકનાં બનાવેલાં હોય કે આરસપહાણનાં બનાવેલાં હોય, પગથિયાં ઉપર હવા પણ સારી આવતી હોય છતાં ઘરમાં જવું હોય તો પથિયું છોડ્યા વગર ન જવાય ને ? તેમ સાતમું ગુણઠાણું ગમે તેટલું નિરતિચાર હોય, અપ્રમત્ત અવસ્થાવાળું હોય તોય છેવટે પગથિયારૂપ છે. જો મોક્ષમાં જવું હશે તો એ છોડવું જ પડશે, એની પ્રીતિ રાખ્યું નહિ ચાલે. આસંગદોષના કારણે સ્થિતિ ટકી રહેશે પણ પ્રગતિ નહિ થાય. અનુષ્ઠાન અભ્યાસના કારણે ગમે તેટલું આત્મસાત્ કર્યું હોય પરંતુ આસંગદોષ ટાળવામાં ન આવે તો ઈષ્ટસ્થાન સુધી નહિ પહોંચાય. ભવ અને મોક્ષમાં સમાનબુદ્ધિ આવ્યા વગર આઠમે ગુણઠાણે ન જવાય તો અનુષ્ઠાનની પ્રીતિ લઈને આઠમે ક્યાંથી જવાય ? સાતમું ગુણઠાણું ક્ષયોપશમભાવનું છે, ક્ષાયિકભાવ તો તેરમે ગુણઠાણે છે. ક્ષયોપશમભાવ પણ નાશવંત છે માટે ત્યાં લાંબો કાળ સ્થિર નહિ રહેવાય, તેથી ક્ષાયિકભાવમાં જવા તૈયાર થવું જ પડશે. ક્ષયોપશમભાવ છોડીને ક્ષાયિકભાવમાં જવા મહેનત નહિ કરીએ તો પાછા ઔયિકભાવમાં જવાનો વખત આવશે-માટે જે છે એ સરસ છે-એમ માની બેસી નથી રહેવું. અપૂર્ણતામાં સંતોષ ઃ એ પૂર્ણતાનો અવરોધક છે. તમને પણ આનો અનુભવ છે ને ? તમારા ધંધામાં તમે આગળ વધવા મહેનત કરો છો કે જે છે તેમાં બરાબર છે એમ માનીને બેસી રહો ? જેટલી સ્થિતિ હોય, એટલી aaaaaaax 937 ää¤Ãä ૧૩૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ ને એટલી જ સ્થિતિ રહે તો ધંધો સારો ચાલે છે એમ કહો ? મળેલા ધનમાં સંતોષ માની બેઠેલા જેમ બજારમાં આગળ ના વધી શકે તેમ મળેલા ગુણમાં સંતોષ માની બેઠેલા યોગમાર્ગમાં આગળ ન વધી શકે. સમ્યકત્વમાં સંતોષ માને તેને દેશવિરતિ ન મળે, દેશવિરતિમાં સંતોષ માને તેને સર્વવિરતિ ન મળે ને સર્વવિરતિમાં સંતોષ માને તેને વીતરાગતા ન મળે. જે આગળના ગુણઠાણે જવા માટે પ્રયત્ન કરે તેનું જ ગુણઠાણું ટકે અને તેનું ગુણઠાણું ફળે. માટે જ તો કહ્યું છે કે સમ્યત્વ માટે જે પ્રયત્ન કરે તે મંદમિથ્યાત્વી. સર્વવિરતિ માટે પ્રયત્ન કરે તે સમકિતી અને દેશવિરતિ, તેમ જ વીતરાગતા માટે પ્રયત્ન કરે તે સર્વવિરતિધર. સવ દેશવિરતિમાં સંતોષ ન હોય પણ ચારિત્રમોહનીયમ ગાઢ હોય તો સર્વવિરતિ ન મળે ને ? કર્મ ગાઢ હોય તો વાંધો નહિ, ઢીલાં પાડવાનું મન છે કે નહિ ? આગળ વધવાનું મન છે કે નહિ ? સવ મન તો હોય, પણ શક્તિ હોય તો આગળ વધાય ને ? શકિત હોય તો આગળ વધાય કે શક્તિ મેળવીને આગળ વધવાનું ? શક્તિ હોય તો ધંધો કરવાનો કે શક્તિ મેળવીને ધંધો કરવાનો ? શક્તિ હોય તેટલું ખાવાનું કે પાચનશક્તિ મંદ પડી હોય તો દવા લઈને પાચનશક્તિ વધારીને ખાવાનું ? ત્યાં બધે શક્તિ મેળવીને વાપરવી છે અને અહીં છતી શક્તિ ગોપવવાનું ચાલુ હોય તો ક્યાંથી મેળ ખાય ? ધર્મસ્થાનમાં શક્તિ મેળવવા માટે આવવાનું હતું એના બદલે જેટલી મળી છે એટલી પણ શકિત વાપરવાની તૈયારી ન હોય તો, કર્મ ગાઢ નહિ હોય તો ય ગાઢ બનશે. કર્મ Page #139 -------------------------------------------------------------------------- ________________ ઢીલાં પાડવાં હોય તો આપણે મજબૂત થવું પડશે, ઢીલા પચે નહિ ચાલે. સંસારનો અંત લાવવો છે ને ? સંસારનો અંત લાવવાની ઈચ્છા નહિ હોય અને માત્ર દુઃખનો અંત લાવવાની ઈચ્છા હોય તો આ દોષોનું નિવારણ કરવાનું શક્ય નહિ બને. સપૌષધ કરતાં પૂજામાં રસ વધારે હોય માટે તિથિએ પૌષધ ન કરે તો ચાલે ? પૌષધ થઈ શકે એવો ન હોય ને પૂજા કરે એ બને, પરંતુ પૂજામાં રસ વધારે છે માટે પૌષધ કરવો નથી તેથી પૂજા કરતો હોય તો ન ચાલે. આપણો રસ કામ ન લાગે, આજ્ઞાનો રસ કેળવતાં થઈ જવું. આ આસંગદોષ ટાળવા માટે અનુષ્ઠાન પ્રત્યે રાગ કરવાના બદલે પરમાત્માના પરમતારક વચનનો વિચાર કરીને માત્ર વચનપાલન માટે તે તે કાળે વિહિત તે તે અનુષ્ઠાન પ્રત્યે રુચિ કેળવવી જોઈએ. એક અનુષ્ઠાનની રુચિ મોક્ષપ્રાપ્તિનો અવરોધ કઈ રીતે કરે છે તે સમજાવવા માટે અગિયારમી ગાથાની ટીકામાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી ગૌતમસ્વામી મહારાજાનું દૃષ્ટાંત આપ્યું છે. શ્રી ગૌતમસ્વામી મહારાજાને પરમાત્મા પ્રત્યે સ્નેહરાગ હોવાથી તેમનું ગુરુભક્તિરૂપ અનુષ્ઠાન; આસંગદોષથી યુક્ત હોવાથી તેમને છઠ્ઠા-સાતમા ગુણઠાણે જ રાખનારું બન્યું, મોહનું ઉમૂલન કરાવવા દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવવા માટે સમર્થ ન નીવડ્યું. જ્યારે એ આસંગદોષ દૂર કર્યો ત્યારે ક્ષણવારમાં મોહને છેદીને કેવળજ્ઞાન પામી ગયા. કર્તવ્ય ખાતર મોહનો ત્યાગ કરતાં આવડે તો આસંગદોષ ટાળી શકાય. માતાપિતાનો રાગ ગમે તેટલો સારો પણ કમાવવા જતી વખતે તે રાગને આગળ કરાય કે રાગને Page #140 -------------------------------------------------------------------------- ________________ દબાવીને જવું પડે છે તેમ અનુષ્ઠાનનો રાગ ગમે તેટલો સારો હોવા છતાં તે રાગ કાઢીએ તો જ વીતરાગ થવાય. મોહ ખાતર કર્તવ્યને ચૂકી જવું તેનું નામ આસંગદોષ. અહીં શાસ્ત્રકાર શ્રી ગૌતમસ્વામીજીનું દષ્ટાંત આપ્યું છે અને આસંગદોષને જાણવા માટે એ ઉપયોગી છે, માટે સમજી લેવું છે. બાકી આપણને તો શ્રી ગૌતમસ્વામી મહારાજા જેવી ગુરુભક્તિ મળે તો ય કામ થઈ જાય : એવી અવસ્થા છે. શ્રી ગૌતમસ્વામી મહારાજાનો ભગવાન પ્રત્યેનો સ્નેહરાગ પણ ગુરુભક્તિ માટે થયો, પરમગુરુ એવા પરમાત્માના હૈયામાં પેસવા માટેનો એ રાગ ન હતો. જ્યારે આજે આપણું ગુરુ પ્રત્યેનું બહુમાન પણ લગભગ ગુરુભગવંતના હૈયામાં પેસવા માટેનું હોય-એવું લાગે છે. કેટલો પંથ કાપવાનો બાકી છે-એ વિચારી લેવું. શાસ્ત્રકારો તારક એવાં અનુષ્ઠાન ઉપર પણ રાગ કરવાની ના પાડે છે, આપણે મારક એવાં સંસારનાં સુખો અને એ સુખનાં સાધનો ઉપરથી પણ રાગ ખસેડી શકતા ન હોઈએ તો આપણું શું થશે ? આ અવસ્થામાંથી બહાર નીકળવા માટે પુરુષાર્થ આપણે જ કરવો પડશે. સંસારના સુખનો રાગ દૂર ન કરી શકીએ ત્યાં સુધી પણ એટલું તો નક્કી કરી લેવું છે કે આ રાગ સફળ ન થાય અર્થાત્ આપણું ધાર્યું સુખ ન મળે તો રોવા નથી બેસવું, દીનતા નથી રાખવી. મારા ભગવાને સુખ ઉપર રાગ કરવાની ના પાડી છે, સુખ ન મળ્યું તો સારું થયું કે રાગનું નિમિત્ત તો ટળ્યું-એમ સમજીને સ્વસ્થતા જાળવી રાખવી છે-આમાં તો કાંઈ વાંધો નથી ને ? સુખ ન મળે તો દીન ન બનવું એ સુખના રાગને મારવાનો પહેલો ઉપાય છે, સુખ મળ્યા પછી તેને ટાળવા માટે પ્રયત્ન કરવો તે રાગને મારવાનો બીજો ઉપાય અને ટાળ્યા પછી પણ ન ટળે Page #141 -------------------------------------------------------------------------- ________________ તો રોગના ઓષધની જેમ ભોગવી લેવું-એ ત્રીજો ઉપાય. તમને કયો ઉપાય ફાવે એવો છે જે પહેલા બે ઉપાયોને સેવ્યા વિના સીધો ત્રીજો ઉપાય સેવવા મહેનત કરે તો રાગ મરે નહિ, ઊલટો વધ્યા વગર ન રહે. સુખના રાગને મારવાના અને દુઃખના દ્વેષને દૂર કરવાના પરિણામમાંથી યોગસાધનાની શરૂઆત થાય છે અને એ રાગદ્વેષ મરે એટલે સાધના પૂર્ણ થાય છે. અનાદિ-અનંત આ સંસારનો ત્યાગ કરીને મોક્ષે પહોંચવાનો માર્ગ, એ માર્ગમાં આવતા અવરોધો અને એ અવરોધો ટાળવાનો ઉપાય : આ બધાનું જ્ઞાન આપવાનું કામ ગ્રંથકારશ્રીએ આ શ્રી ષોડશકગ્રંથમાં કર્યું છે. શાસ્ત્રકારોએ જણાવેલી વાતોને સમજવાનું અને સમજીને પગ ઉપાડવાનું કામ આપણે કરવાનું છે. આજે નહિ તો કાલે જ્યારે પણ મોક્ષમાં જવું હશે ત્યારે આ જ માર્ગે આવવું પડશે. આપણે ચાલીએ છીએ એ માર્ગ નથી. જ્ઞાનીઓએ બતાવ્યો છે એ એક જ મોક્ષમાર્ગ છે. સ0 મોક્ષના અનેક માર્ગો છે-એમ કહેવાય છે ને ? મોક્ષસાધક યોગો અસંખ્યાતા છે, પરંતુ મોક્ષમાર્ગ તો એક જ છે. જેમાં મુસાફરી કરવાનાં સાધનો અનેક હોય. કોઈ રથમાં બેસીને જાય, કોઈ હાથી ઉપર બેસીને જાય, કોઈ બળદગાડામાં જાય, માર્ગ તો એક જ હોય ને ? શ્રી તત્ત્વાર્થસૂત્રમાં લખ્યું છે કે સવિનજ્ઞાનવાત્રિાળિ મોક્ષમા ! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનસમ્મચારિત્ર એ મોક્ષમાર્ગ છે. અહીં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમારિત્ર : એમ ત્રણેને જુદાં જુદાં કરીને ત્રણ માર્ગ નથી બતાવ્યા, ત્રણેનો સમુદિત(સમુદાયવાળો) એક જ માર્ગ છે એમ Page #142 -------------------------------------------------------------------------- ________________ જણાવવા માટે મોક્ષમાત્ત્વ: અહીં એકવચનનો પ્રયોગ કર્યો છે. જો અનેક માર્ગો હોત તો મોક્ષમાŕ: એમ બહુવચન કર્યું હોત. યોગ અસંખ્યાત હોવા છતાં જ્ઞાનાદિત્રણની એકાત્મતા-સ્વરૂપ માર્ગ એક જ છે. તેથી સાધુભગવંત પ્રયત્ન કરે તો આ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની એકતા માટે પ્રયત્ન કરે. આ ત્રણની એકતા થવાય એવી બીજી કોઈ એકતા માટે સાધુભગવંતો પ્રયત્ન ન કરે. દરેક યોગોમાં આજ્ઞામૂલકત્વ સ્વરૂપ મોક્ષસાધકતા એક જ પ્રકારની છે માટે માર્ગ એક જ છે. સ૦ બધાની રુચિ જુદી જુદી હોય તો ? નાના છોકરાને માટી ખાવાની રુચિ હોય તો તેને માટી ખાવા અપાય ? કોઈને રોટલીની રુચિ હોય, કોઈને ખાખરાની રુચિ હોય તો કોઈને પૂરીની રુચિ હોય : તેનો વાંધો નહિ, કારણ કે પરિણામે ભોજનની જ રુચિ છે ને ? પરંતુ ભક્ષ્યના બદલે અભક્ષ્યની રુચિ હોય તે ચાલે ? એ જ રીતે એક ભક્ષ્યની રુચિના ? કારણે બીજા ભક્ષ્યને અભક્ષ્ય ન કહેવાય ને ? ભક્ષ્યરૂપે બધાં ભક્ષ્ય સરખાં તેમ મોક્ષસાધકરૂપે બધા યોગો સરખા. અસંખ્યાત યોગોમાંથી એક યોગ ઉપર બહુમાન વધે, પ્રીતિ વધે એટલે બીજા યોગ ઉપરનું બહુમાન ઘટવાનું, તેથી બીજો યોગ આજ્ઞામૂલક હોવા છતાં તેનો અનાદર કર્યાનું પાપ લાગવાનું. બધા જ યોગો ભગવાનની આજ્ઞા મુજબના હોવાથી બધા ઉપર સમાન આદર રાખવો : એ જ એક માર્ગ છે. યોગની સાધનાનો અવરોધ કરનાર આઠ દોષોનું વર્ણન અહીં પૂરું થાય છે. આ આઠ દોષો ટાળવાના કારણે યોગીનું ચિત્ત D¤¤¤¤¤¤¤ 936 DDDDD¤¤¤ |૧૩૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ કેવા પ્રકારનું બને છે, તે યોગી કેવા પ્રકારના હોય છે, તેઓ ધ્યાનને કેવી રીતે ધરે છે...વગેરે વર્ણન આ ષોડશકની છેલ્લી ચારપાંચ ગાથાથી કરવામાં આવ્યું છે. આપણી પાસે હવે સમય વધુ નથી, તેથી સંક્ષેપમાં એ વર્ણન કરીને આપણે પૂરું કરવું છે. ગ્રંથકારશ્રી જણાવે છે કે આ આઠ દોષ દૂર થવાના કારણે યોગીનું ચિત્ત શાંત, ઉદાત્ત, ગંભીર, ધીર, સંક્લેશથી વર્જિત બને છે. શાંતતા એટલે કષાય વગરની અવસ્થા. જેમાં રાગ પણ ન હોય, દ્વેષ પણ ન હોય, મોહ એટલે કે અજ્ઞાન ન હોય, કોઈ પણ જાતની ઈચ્છા ન હોય તેવું ચિત્ત શાંતરસથી યુક્ત કહેવાય છે. ઉદાત્તતા એટલે સર્વત્ર ઔચિત્યનું પાલન કરવું. જેમાં “આ મારું અને આ બીજાનું એવો ભાવ હોય તે ચિત્ત લઘુચિત્ત કહેવાય છે. આવા પ્રકારની ચિત્તની લઘુતા જેને નથી હોતી તેઓ સમસ્ત પૃથ્વીને પોતાના કુટુંબરૂપે ગણે છે અર્થાત્ સર્વ આત્માને પોતાના આત્મા સમાન ગણે છે-આવા આત્માઓનું ચિત્ત ઉદાત્ત કહેવાય છે. ઉદાત્તવૃત્તિના કારણે તેઓ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, તેમનું ઔચિત્ય ક્યાંય હણાતું નથી. ગંભીરતા એટલે બીજાના દોષો પચાવી જાણવા. અર્થાત્ બીજાના દોષો જાણવા છતાં તેના પ્રત્યે દુર્ભાવ ધારણ ન કરવો અને એની કર્માધીનતાને આગળ કરી ચિત્તને સ્વસ્થ રાખવું તેનું નામ ગંભીરતા અને ધીરતા એટલે ગમે તેવા દુઃખમાં પણ ચિત્તની અવિચલિત અવસ્થા. આ રીતે જે યોગીઓનું ચિત્ત શાંત-ઉદાત્ત વગેરે ભાવોથી વાસિત હોય, સંક્લેશથી વિવર્જિત હોય તેઓને સ્વપ્ન વગેરે બાહ્ય નિમિત્તો પણ શુભનાં સૂચક-શુભોદયને જણાવનારાં હોય છે. આવા પ્રકારનું સુંદર ચિત્ત પ્રવૃત્તચક્યોગીઓને હોય છે, કુલયોગી કે Page #144 -------------------------------------------------------------------------- ________________ ગોવયોગીઓને નથી હોતું. સામાન્યતઃ કુળયોગી તેઓને કહેવાય છે કે જેઓ યોગીઓના કુળમાં જન્મેલા હોવાથી યોગીઓના આચાર પાળે છે. ગોવયોગી તેઓને કહેવાય છે કે જેઓ યોગીકુળમાં જનમવા છતાં યોગીના આચારને પાળતા નથી. જ્યારે, જેઓ યોગીકુળમાં ન જન્મ્યા હોય તો ય યોગીઓના આચારને પાળે છે તે બધા પ્રવૃત્તચક્યોગી કહેવાય છે. યોગમાર્ગની પ્રત્યે પ્રીતિ ધરવાના કારણે યોગનું ફળ પામવા માટે રાત અને દિવસ પ્રવર્તતા અનુષ્ઠાનનું ચક અર્થાત્ સમુદાય જેમની પાસે છે તેવા પ્રવૃત્તચક્યોગીઓને આવું યોગીચિત્ત મળે છે. આવા ચિત્તવાળા યોગીઓ; વિવિક્ત એટલે એકાન્ત સ્થાને, ઊભા રહીને અથવા પવાસન-પર્યકાસન વગેરે આસને, કાયાને સંયમિત કરીને અર્થાત્ ડાંસ, મચ્છર વગેરેને ગણકાર્યા વિના અને જેઓ યોગમાર્ગનું આરાધન કરીને યોગી થયા છે તેઓનું સંસ્મરણ કરવા પૂર્વક આગમાનુસારે શ્રી જિનેશ્વર ભગવંતના સ્વરૂપનું વચનનું ધ્યાન ધરે છે. ધ્યાન એ આત્માનો ગુણ છે. આવા ધ્યાનની શિબિરો ન હોય, શિબિરો તો નેત્રશિબિર કે હાડકાં વગેરેની શિબિર હોય. ધ્યાન તો ગુરુભગવંતની નિશ્રામાં રહીને ક્રમસર દોષોનું ઉમૂલન કરીને પ્રાપ્ત કરવાનું હોય છે. દોષોનો સમુદાય ગુણોને આવતાં અટકાવે છે. દોષો જવા માંડે એટલે મસર ગુણોનો ઢગલો થતો જાય. જે અનુષ્ઠાન કે જે ક્રિયા આપણી વિષયકષાયની પરિણતિને દૂર ન કરતી હોય, આપણી સ્વછંદતાનો નાશ ન કરતી હોય અને ભગવાનની તથા ગુરુભગવંતની આજ્ઞાને આધીન ન બનાવતી હોય તે ક્રિયામાં આપણને આઠ દોષો નડી રહ્યા છે-એમ સમજવું. Page #145 -------------------------------------------------------------------------- ________________ યોગપ્રાપ્તિના અવરોધક એવા આ ખેદાદિ આઠ દોષોનું સ્વરૂપ સમજાઈ જાય તો તેને ટાળવાનું કામ અઘરું નથી. સંસારમાં રહેવું નથી અને મોક્ષે જવું જ છેઃ આ ભાવના દઢ હોય તો માર્ગ સરળ છે. આ દોષો ટાળવાનો અભ્યાસ અનાદિનો છે, હવે માત્ર દિશા બદલવાની બાકી છે. ધંધામાં કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં આઠમાંથી એકે દોષ નભે એવો નથી. થાક લાગે તો ય ન ચાલે, વેઠ ઉતારો તો ય ન ચાલે, બીજા કામમાં ચિત્ત જાય તો ય ન ચાલે, પ્રસન્નતા હણાય તો ય ન ચાલે, ઉપયોગ ન રહે તોય ન ચાલે, જે ધંધો કરો છો તેના કરતાં બીજો ધંધો કરવો સારો એવું માનો તોય ભલીવાર ન આવે, ઊંઘ આવે તો ય ન ચાલે અને જેટલા મળ્યા એટલામાં સંતોષ માનો તો ય ન ચાલે. ધંધામાં જેમ આ આઠે દોષો ટાળો તો જ દરિદ્રતા ટળે અને શ્રીમંત બનાય તેમ ધર્મ કરતી વખતે આ આઠે દોષો ટાળવામાં આવે તો સંસાર છૂટી જાય, મે કરીને શાંતતા, ઉદાત્તતા વગેરે ગુણોનો સમુદાય પ્રાપ્ત થાય અને અંતે પરમગુણકારી એવા મોક્ષપદની પ્રાપ્તિ થાય. આપણે સૌ પણ આ રીતે વહેલામાં વહેલી તકે આઠ પ્રકારના દોષો ટાળીને શ્રી તીર્થંકરપરમાત્માના વચનનું ધ્યાન ધરવા સ્વરૂપ યોગની પ્રાપ્તિ દ્વારા આત્માના પરમાત્મસ્વરૂપના આવિર્ભાવ માટે પ્રયત્નશીલ બનીને મોક્ષપદને પામીએ એ જ એક શુભાભિલાષા LAURE&{{salakaff&&&&&R ૧૪૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ # પ્રકાશન સહકાર : પૂજ્યપાદ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મ.સા. ની પ્રથમ વાર્ષિક સ્વર્ગતિથિ વિ.સં. 2057 ચૈત્ર વદ - 7 ને અનુલક્ષી ચાર દિવસની વાચના-શ્રેણીનું અમોએ આયોજન કરેલું. તે દરમ્યાન પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. સાહેબે ફરમાવેલ વાચનાનાં સારભૂત અવતરણોનું પ્રકાશન કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. લિ. શા. ભરતભાઈ મફતલાલ '(નવસારી : 396445)