________________
હોય તો વાટાઘાટ કરવા બેસો કે તાત્કાલિક ચિકિત્સા શરૂ કરો ? નિદાન ન થયું હોય ને વાટાઘાટ કરવી પડે-એ જુદું પણ નિદાન થયા પછી વાર ન કરો ને ? તેમ અહીં દોષ નડે છે-એવી ખબર પડતાંની સાથે વાતો કરવાના બદલે કામે લાગવાનું, દુઃખ વેઠવા માટે સજજ થવાનું. એકે ય કર્મના ઉદયને આધીન ન થઈએ તો ઉત્થાનદોષ સહેલાઈથી જીતી શકાશે. કર્મ બહુ બહુ તો ઈચ્છા કરાવશે, પ્રવૃત્તિ કરવી કે ન કરવી તે આપણા હાથની વાત છે. કર્મનો ઉદય કાયમ માટે પ્રવૃત્તિ કરાવ્યા જ કરે તો ક્યારેય કોઈ જીવનો મોક્ષ જ ન થાય. કર્મનો ઉદય જોર કરે ત્યારે ભગવાનના વચનનું આલંબન લઈને તેનું કાર્ય થવા ન દઈએ તો નિષ્ફળ થયેલો કર્મોદય ઉત્થાનને આવવા નહિ દે. દુઃખ ટાળીએ તો ઉત્થાન ન ટળે, દુઃખ અધિક વેઠીએ તો ઉત્થાન ટળે. મેઘકુમાર મુનિ દુઃખથી અકળાયા તો ઉત્થાનદોષ હેરાન કરવા આવ્યો. પણ ભગવાનની વાણીથી પ્રતિબોધ પામી, આંખને છોડીને શરીરના કોઈ પણ અંગની ચિકિત્સા કરવી નહિ એમ નિર્ણય કરી અધિક દુ:ખને વેઠવા તૈયાર થયા તો ઉત્થાનદોષને પરાસ્ત કરી શક્યા. દુઃખને હડસેલો મારે તો ક્યા ક્ષેત્રમાં સિદ્ધિ મળે છે ? દુઃખ વેઠવાના અભ્યાસ વગર ક્યાં ચાલે એવું છે ? રમતગમતના ક્ષેત્રમાં સંગીતના ક્ષેત્રમાં ? ખીસામાં હાથ નાંખીને રમવાના મેદાન ઉપર ઊભા રહે તો ચાલે ? તબલચીને હાથ દુઃખે તો વગાડવાનું બંધ કરે ? વાયોલીન વગાડનારા આંગળીમાં ચીરા પડે તોય સાધન નથી ચઢાવતા, લકવા પડી જાય એવો ય કંપ આપવાનું નથી છોડતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org