________________
ગુમાવે, અક્કલ જાય, વિર્યાન્તરાયનો ક્ષયોપશમ પણ કામ ન લાગે તે ઉત્થાનદોષ. જે દોષોને વિદાય આપી હતી તે દોષો સામે ડોકિયું કરી-કરીને તેને આવકારવાનું કામ કરે તો ઉત્થાનદોષ નડે જ ને ? સુખ છોડીને દુઃખ વેઠવા માટે સાધના શરૂ કર્યા પછી પણ દુઃખ અકારું લાગવા માંડે ને સંસારના સુખનો લોભ સતાવે એટલે સંસાર છોડીને આવેલાને સંસાર યાદ આવે, અનુકૂળતા મૂકીને આવેલાને અનુકૂળતા ઉપાદેય લાગવા માંડે, જે વિષયકષાયનો ત્યાગ કર્યો તેનું આકર્ષણ વધવા લાગે. એના કારણે ગુરુવચન ગમે નહિ, વિનય સચવાય નહિ, વિવેક જળવાય નહિ : એટલે સમજવું કે ઉત્થાનદોષ ઘર કરી ગયો છે. આ ઉત્થાનદોષ; સારું કાર્ય કર્યાનો પશ્ચાત્તાપ પેદા કરાવીને ભૂતકાળની અને વર્તમાનની સાધનાને વેરવિખેર કરીને ભૂંડા ભવિષ્યને સર્જવાનું કામ કરે છે, જે વિકાસ સાધીને આગળ નીકળ્યા હોઈએ તે વિકાસને રૂંધી નાખે છે, નકામો બનાવે છે.
સ, આના નિવારણનો ઉપાય શું ?
ગયેલા દોષો સામે નજર પણ નથી કરવી, તે દોષોને આવવાના નિમિત્તથી પણ દૂર રહેવું, ગુણીજનોના સહવાસમાં રહેવું. રોગ ગયા પછી ઊથલો ન મારે માટે પથ્ય સેવો છો ને ? ડાયાબિટિસ કાબૂમાં આવ્યા પછી ય સાવધાની રાખો છો ને ? કોઈક વાર ધ્યાનબહાર રહેવાથી થોડીક અસર લાગે તો પછી એકદમ સાવધ થઈ જાઓ ને ? તેમ અહીં પણ દોષો ઊભા થઈ રહ્યા છે એવું લાગે કે તરત સજાગ થઈ જવાનું. કચરો જામ્યો હોય તો વિચાર કરવા બેસો કે સાવરણી લઈને ફરી વળી ? રોગ થયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org