________________
ખરાબ છે એમાં તો બે મત જ નથી, પરંતુ એ ઈચ્છાનું ઈધન બનનારા વિષયો એથીય ખરાબ છે. ઈચ્છાને ઓલવવા માટે સૌથી પહેલાં ઈધન આપવાનું બંધ કરવું પડશે. સુખની ઈચ્છાને આધીન થઈને તેને શાંત કરવા એમાં વિષયોનું ધન પૂર્યા કરવું એ મોટામાં મોટી મૂર્ખાઈ છે. ગમે તેવો દાવાનળ પણ ઈંધન ન મળે તો એની મેળે શાંત થાય છે અને અખંડ દીપક સતત ઈધન મળ્યા કરવાથી બળ્યા જ કરે છે. પહાડજેવી ઈચ્છાનો પણ જો આવિર્ભાવ કરવામાં ન આવે, એને આધીન થઈને પ્રવૃત્તિ કરવામાં ન આવે તો કકડભૂસ થઈને તૂટી પડશે અને નાનકડી પણ ઈચ્છા પૂરી કરવા બેસીશું તો ઈધન મળવાથી પહાડજેવી બનીને સાધનામાર્ગમાં આડે આવીને ઊભી રહેશે.
સ૦ મનને કાબૂમાં કેવી રીતે રાખવું ?
મનને આધીન ન થવું. મન કાબૂમાં રહેતું નથી એવી ખોટી દલીલો ન કરો. સામો માણસ આપણા કરતાં બળવાન હોય તો ક્રોધને કાબૂમાં રાખતાં આવડે છે ને ? કોઈ ચોર ગળે તલવાર મૂકીને ધન માગે ત્યારે, લોકોનું લોહી પીને ભેગા કરેલા ધનના લોભને કાબૂમાં રાખતાં આવડે છે ને ? મનને આધીન ન થવું એ તમને આવડે તો છે, ક્યાં થવું ક્યાં ન થવું એ તમારી મરજીની વાત છે. તમે “આવડતું નથી' એમ કહો એટલે અમે સમજીએ કે ‘કરવું નથી.' તમે લોકોને છેતરવાનું શરૂ કર્યું તેમ ગુરુને પણ છેતરવાનું શરૂ કર્યું છે. સાચી જિજ્ઞાસા પણ પેદા કરવા વાર લાગશે.. આપણી ઈચ્છાથી તો મનને દબાવતાં આવડે છે, હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org