SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની આજ્ઞા મુજબ મનને દબાવતાં શીખી લેવાની જરૂર છે. ભગવાનની આજ્ઞા જેટલી હોય તેનાથી અધિકની ઈચ્છા નથી કરવી. ઈચ્છા થાય તો ય મેળવવા માટે પ્રયત્ન નથી કરવો. સ, ભવિષ્યનો વિચાર તો કરવો પડે ને ? ભવિષ્યનો એટલે તમારી જાતનો કે સાત પેઢીનો ? તમારી જાતના ભવિષ્યના વિચાર માટે તો આ બધાં શાસ્ત્રો રચાયાં છે. ‘તમારું શું થશે” એની સાચી ચિંતા તો આ મહાપુરુષોએ જ કરી છે. આપણે તો માત્ર “શું થાય છે એની જ ચિંતા કરીએ છીએ શું થશે? એની ચિંતા કરનારા તો આ મહાપુરુષો જ છે. એથી જ તેમણે શાસ્ત્રના પાને પાને સંસારની અસારતા સમજાવીને સંસારના સુખના રાગને મારવાનો ઉપદેશ આપ્યો છે. સવ પ્રારંભિક કક્ષાનો ઉપાય બતાવો ને ? આ પ્રારંભિક કક્ષાની જ વાત છે, સાધુ થવાની વાત નથી. પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોથી દૂર રહેવાનો અભ્યાસ પાડવો એ સાધનાની પ્રાથમિક કક્ષા છે. અગ્નિ બાળે છે માટે અગ્નિથી દૂર રહેવું એ-પ્રાથમિક કક્ષા છે કે ઊંચી વાત છે ? નાના છોકરાઓ અગ્નિ સાથે રમત કરે તો દાઝી જાય, માટે પ્રાથમિક કક્ષામાં એને અગ્નિથી દૂર જ રાખો ને ? કે અગ્નિને અડવા દો ? અહીં પણ ભગવાન કહે છે કે સંસાર દાવાનળ છે. એ દાવાનળથી દૂર થવાની વાત કરવી તે ઊંચું તત્ત્વજ્ઞાન છે કે પ્રારંભની વાત છે ? સ૦ સંસાર દાવાનળસ્વરૂપ લાગતો નથી-તેનું શું ? નાના છોકરાને પણ અગ્નિ બાળનારો નથી લાગતો તો શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy