________________
થઈ છે, માટે આજે તો સૂવું જ નથી...' આવો વિચાર આવે ખરો ? આ તો દીક્ષાના ઉત્સવ-મહોત્સવ-મેળાવડા વગેરેના ઉજાગરાનો થાક દીક્ષામાં ઉતારે, તો તે પ્રયાણ કઈ રીતે કરશે ? શાસ્ત્રકારો કહે છે કે ખેદદોષ પહેલા ગુણઠાણે પહેલી દૃષ્ટિમાં જાય છે, જ્યારે આજે છઠ્ઠી-સાતમાના ધણી ગણાતાઓમાં આ દોષ વર્તાયા કરે તો માનવું ન પડે કે વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે જે ઉત્સાહથી લીધેલી દીક્ષાનો ઉત્સાહ પણ ઠંડોગાર થતો હોય તો તે આ ખેદના કારણે. ખેદના કારણે ઈષ્ટ સ્થાને જવાની તાલાવેલી નાશ પામે છે અને આગળ વધીને જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જવાની તૈયારી શરૂ થાય છે. આવી હાલતમાં મુકાવા પહેલાં ખેદદોષને વિદાય આપવા તત્પર થવાની જરૂર છે. શક્તિ અને ઉલ્લાસને નકામા બનાવનાર આ ખેદ છે. સાધુપણું પણ જો ખેદોષના કારણે હારી જવાતું હોય તો ખેદના કારણે આપણું શું થશે-આવી ચિંતા થાય તો ખેદદોષને ટાળવાનું સરળ બનશે. સંસારની અસારતા અને મોક્ષની ઉપાદેયતાનું પરિભાવન કરીએ તો મોક્ષસાધક ક્રિયાઓ કરવા માટે મન તત્પર બન્યા વગર નહિ રહે અને તેથી ખેદદોષ પણ ટળવા માંડશે. ૨. ઉગ :
ખેદદોષ ટળી ગયા પછી પણ ઉગ નામનો દોષ સાધનામાં અવરોધ કરે છે. ઉગ એટલે ક્રિયા કરવાનો કંટાળો. ક્રિયા કરવાના કારણે શરીરને થાક ન લાગે છતાં ક્રિયામાં કંટાળો આવવાથી ક્યિા જેમતેમ કરાય છે. દિયા કષ્ટસાધ્ય લાગવાના કારણે ક્રિયા
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org