________________
કરવામાં આળસ આવે, ડ્યિા કરવાનો ઉત્સાહ જ ન જાગે, કરવા છતાં તેમાં આનંદ ન આવે તેને ઉદ્વેગ કહેવાય. મેદવાળો તો માર્ગમાં અટકી જાય છે, ક્યિા કરતો જ નથી, જ્યારે ઉગવાળો ક્રિયા કરે છે ખરો, પરંતુ વેઠ ઉતારવાનું જ કામ કરે છે.
સ૦ ઉગ હોય અને ક્રિયા ચાલુ હોય એ કેવી રીતે ?
શેઠની નોકરી કરીએ એવી રીતે. ન કરવાની વૃત્તિ ઘર કરી ગઈ હોય અને સંયોગો એવા હોય કે કર્યા વગર ચાલે એવું ન હોય, ત્યારે ક્રિયામાં ઉગ આવે. સાધનામાર્ગમાં કષ્ટ તો પડવાનું જ. એ કષ્ટથી કાયર બને તો ક્રિયા કરવામાં આનંદ ફક્યાંથી આવે ? ક્રિયાનો આનંદ એ જુદી વસ્તુ છે અને ક્રિયાસમાપ્તિનો આનંદ એ જુદી વસ્તુ છે. આજે મોટા ભાગના ક્રિયા કરનારાઓમાં ક્લિાસમાપ્તિનો આનંદ જેવો દેખાય તેવો ક્રિયા કરવાનો આનંદ દેખાતો નથી, તે આ ઉગદોષનો જ પ્રભાવ છે. તમને ક્રિયા કરવામાં આનંદ આવે કે ક્રિયા પૂરી થાય એમાં આનંદ આવે ? તપ કરવામાં મજા આવે કે તપ પૂરો થાય તો મજા આવે છે પ્રતિક્રમણ ચાલુ હોય ત્યારે મજા આવે કે પૂરું થાય ત્યારે મજા આવે ? આ ઉગ ક્રિયામાં આનંદ આવવા દેતો નથી. ઉદ્વેગને દૂર કરવામાં ન આવે તો એ ખેદને ખેંચી લાવવાનું કામ કરે છે. પૂર્વ પૂર્વ દોષો હોય ત્યાં ઉત્તરદોષો તો હોય જ, જ્યારે ઉત્તરદોષો હોય ત્યાં પૂર્વ દોષો ન પણ હોય. પરંતુ ઉત્તરદોષો ટાળવા માટે પ્રયત્ન કરવામાં ને આવે તો પૂર્વના દોષો ગયેલા હોવા છતાં પાછા આવીને અવરોધ કરવાનું કામ કરે છે. ઉદ્ગ ના પરિણામ વખતે ખેદ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org