________________
હોવા છતાં, ઉગને દૂર કરવા માટે મહેનત ન કરીએ તો ક્રિયા ચાલુ હોવા છતાં ક્રિયાથી જલદી છૂટવાનો ભાવ આવ્યા વગર નહિ રહે. આ ક્રિયાથી ક્યારે છૂટું ?' આ પરિણામના કારણે, આરંભેલા કાર્યમાં મનવચનકાયાને સ્થિર કરવાના બદલે એ કાર્ય પડતું મૂકવા માટેના ઉપાયોમાં જ મનવચનકાયાની પ્રવૃત્તિ ચાલુ હોવાથી પ્રણિધાન નાશ પામે છે અને ખેદ આવીને ઊભો રહે છે. એના બદલે આ સંસારથી ક્યારે છૂટું ?', 'કર્મથી ક્યારે છૂટું ?' આ પરિણામ કેળવી લઈએ તો ક્રિયાનું કષ્ટ કષ્ટરૂપ નહિ લાગે. જે દુખને ગણકારે નહિ તે દોષોથી બચી શકે. દુઃખને દુઃખ માનીને વેઠે, દીનતાથી વેઠે તો ઉગ ન ટળે. પરિષહોનું દુઃખ વેઠતી વખતે “આ પરિષહો મારા શરીરને જ પીડા કરનારા છે, મારા આત્મગુણના ઘાતક નથી ઊલટા આવિર્ભાવક છે. એવું માનીને વેઠવાના કારણે સાધુભગવન્તોને પરિસહ વેઠવામાં મજા આવે છે. એવી જ રીતે ક્લિાઓ કરતી વખતે પણ જે કષ્ટ પડે છે તેને દુઃખરૂપ માનીને વેઠવાના બદલે આપણા પોતાના જ પરમસુખનું કારણ છે-એમ માનીને વેઠીએ તો ક્લિાઓમાં આનંદનો પાર નહિ રહે અને ઉગ તો ક્યાંય ભાગી જશે. એના બદલે દુઃખમાં દુઃખની લાગણી જન્મી, તો ઉગ ઘર કરી જશે. આત્મહિતને સાધનારી ક્રિયાઓ વેચ્છાપૂર્વક કરવી છે, નાછૂટકે નહિ. જેને સંસારમાં રખડવું છે એના માટે કોઈ બંધન નથી અને જેને સંસારમાં રહેવું નથી તેને
ગમે તેવું બંધન બંધનરૂપ લાગતું નથી. જ્યાં સુધી સુખશીલતાનો - રાગ પડ્યો હશે ત્યાં સુધી નાનું પણ બંધન કષ્ટકર લાગવાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org