________________
પૂર્ણતાના આરે પહોંચાડવા માટે ખેદાદિ દોષો ટાળવા જરૂરી છે, નહિ તો આરંભેલી સાધના પણ અપૂર્ણ રહેવાની. મોક્ષે જવા માટેની સાધના કરનારા પણ જો અનુત્તરાદિ દેવલોકને પામે તો તેમની સાધના અધૂરી રહી છે- એમ માનવું પડે ને ?
સવ સર્વાર્થસિધવિમાનમાં ગયેલા તો પૂર્ણતાના આરે પહોંચ્યા કહેવાય ને ?
આપણી અપેક્ષાએ પૂર્ણતાના આરે પહોચેલા ગણાય, એ બરાબર. પરન્તુ તેમને પોતાને તો સાત લવની આરાધના અધૂરી રહેવાથી તેત્રીસ સાગરોપમ અને ઉપરાન્ત પૂર્વકોડવર્ષ જેટલો કાળ વધ્યો - એવું લાગે ને ? તળેટીએ રહેલા, શિખરની નજીક પહોચેલાને પહોંચી ગયા' તરીકે જુએ, પરંતુ શિખર પાસે રહેલા તો બાકી છે એ જ જુએ ને ? આપણી તો એ વાત છે કે સાધનાની પરાકાષ્ઠાએ પહોંચીને અટકવું ન પડે એ માટે શરૂઆતથી જ અવરોધોને સ્થિરતાપૂર્વક ટાળતા જવું છે. સાધના ગમે તેટલી ઉત્કટ હોય પણ આયુષ્ય બંધાઈ જાય તો બાજી હાથમાંથી સરી પડે છે. દૃઢપ્રહારીને આયુષ્ય બંધાયું ન હતું તો છ મહિનામાં સાધના પૂરી થઈ ગઈ. આયુષ્ય ક્યારે બંધાવાનું છે એ ખબર નથી, તેથી કાયમ માટે વિશુદ્ધ પરિણામ સાચવી રાખવા. વિશુદ્ધિ ટકાવતાં આવડે તો આયુષ્યના બંધથી બચી શકાય. આયુષ્ય ન બંધાયું હોય તો મોક્ષસાધક સાધના પૂર્ણ કરી શકાય.
સવ આ ભવમાં તો મોક્ષ મળવાનો નથી તો વિશુદ્ધિ શું કામ લાગવાની ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org