________________
આ ભવમાં પણ મોક્ષ મળે એવો છે, તમારે જોઈએ છે ખરો ? શ્રી પ્રશમરતિસૂત્રમાં કહ્યું છે કે
निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानां इहैव मोक्षः सुविहितानाम् ॥२३८॥
આઠ પ્રકારના જાત્યાદિ મદને અને મનસ્વરૂપ કામને જેમણે જીતી લીધા છે, મનવચનકાયાના વિકારોથી જેઓ રહિત છે અને જેઓની પર એવા પુદ્ગલ તથા પરાત્મા સંબંધી આશાઓ શાંત થઈ ગઈ છે એવા સુવિહિત સાધુભગવન્તોને આ સંસારમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાધુભગવન્તોને વીતરાગકલ્પ કહ્યા છે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે બાર મહિનાના દીક્ષાપર્યાયમાં સાધુભગવન્તો અનુત્તરવાસીનાં સુખોને પણ ઓળંગી જાય છે, તો એ સુખ કયું હશે ? મોક્ષના સુખ જેવું જ એ સુખ હોય ને ? અહીં બેઠાં પણ વીતરાગતાનો અનુભવ થાય એવો છે, કરવો છે ? આ ભવમાં મોક્ષ ભલે ન મળવાનો હોય, પણ મોક્ષસુખનો અનુભવ અહીં કરાવે એવું સાધુપણું મળે એવું છે, તો એટલી વિશુદ્ધિ મેળવ્યા વગર નથી રહેવું, એટલું નક્કી કરવું છે ? માત્ર સર્વવિરતિના પરિણામમાં જ નહિ, સમ્યગ્દર્શનના પરિણામમાં પણ એ સામર્થ્ય છે કે આ ભવચકમાં કદી અનુભવ્યો ન હોય એવા અપૂર્વ કોટિન આનંદનો અનુભવ કરાવે, એ સમ્યગ્દર્શન પામવા માટે પણ મહેનત કરવી છે ? આ ભવમાં જેટલું મળી શકે એવું છે એટલું તો મેળવ્યા વગર નથી જ રહેવું-આવો કોઈ સંકલ્પ ર્યો છે ખરો ? આ ભવની સાધનાથી મોક્ષ નથી મળવાનો, આ તો અભ્યાસદશાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org