________________
તો કરવો પડે ને ? આજે તો એવું ય કહેનારા મળે છે કે મન ઉપર દબાણ કરીએ તો મન ઉછાળો મારે છે.” એવાઓને પૂછવું પડે કે ઊલટી જેવું થતું હોય તો દબાવવા મહેનત કરો કે ઊછળવા દો ? દબાવવા છતાં ઊછળે એ બને, પણ પ્રયત્ન કયો ? વમન દબાવે અને મનને ઊછળવા દે, એ ચાલે ? વમનને શમાવવા માટે જેટલી મહેનત કરો છો એટલી ય મહેનત મનને દબાવવા માટે કરી ? કહે છે કે “મન માંગે એટલે આપી દેવાનું, નહિ તો મન આધ્યાન કરે !' તમારા પોતાના છોકરા કોઈ વસ્તુ માંગે તો તરત આપી દો કે ના પાડો ? સમજાવવા છતાં ન માને તો દબડાવો ને ? તે છતાં રોકકળ કરે તો જરૂર પડ્યે ધોલ પણ મારો ને ? કદાચ આપો તો ય બીજી વાર માંગવાની ટેવ ન પડે એ રીતે આપ ને ? અને જો એનું અહિત થાય એવી જ વસ્તુ હોય તો કોઈ સંયોગોમાં ન જ આપો ને ?
સવ ખોટા સંસ્કાર ન પડવા જોઈએ ને ?
પોતાના છોકરાને ખોટા સંસ્કાર ન પડે એ માટે જેટલી કાળજી રાખો છો એટલી કાળજી તમારી જાતને ખોટા સંસ્કાર ન પડે એ માટે રાખી છે ? છોકરો માંગે તો ન આપવું અને મને જે માંગે તે આપી દેવું, ખાવા માંગે તે ખાવા આપવાનું, વિસ્થા કરે તો કરવા દેવાની.. આ કયાંનો ન્યાય ? મન માંગે તો તેને ક્યારે સમજાવ્યું? ક્યારે દબડાવ્યું ? દબડાવીને ન માને તો ધોલ મારીને આપ્યું કે માગતાંની સાથે જ આપી દીધું? છોકરાના આર્તધ્યાનની ચિંતા કરવાના બદલે તેના હિતની ચિંતા કરો છો તેમ મનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org