________________
નથી. ચિત્તના દોષો ટાળીને જ સાધના કરવાની હોય તો તો સાધના કરી જ નહિ શકાય... આવી શંકાના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે- માનસાતિચારસ્થાપિ મ વત્વાત્ - મનસંબંધી અતિચાર પણ ક્રિયાના ભંગ સ્વરૂપ છે. આજે ઘણાઓને લગભગ આ શિષ્ય જેવી જ ફરિયાદ છે ને ? આજે ઘણા ધર્મ કરનારાઓ કહે છે કે ચિત્ત તો ચંચળ છે, રોક્યું રોકાતું નથી. તેથી શુદ્ધ ક્રિયાઓ કર્યે રાખીએ તોય થોડુંઘણું ફળ તો મળશે ને ? એવાઓને પૂછવું પડે કે તમારાં દુન્યવી કાર્યોમાં ચિત્ત વગર, ઉપયોગ (ધ્યાન) રાખ્યા વગર કરેલી ક્રિયાઓમાં થોડુંઘણું ફળ મળે કે ઊલટું નુકસાન થાય ? ધ્યાન રાખ્યા વગર નોટો ગણીને આપે તો કમાણી કરે કે ગુમાવે ? ધ્યાન રાખ્યા વગર દવા લે તો સાજો થાય કે નવી ઉપાધિ ઊભી કરે ? મન વગર કરેલો ધંધો અને મન વગર કરેલી ચિકિત્સા જો નુકસાનકારી બનતી હોય તો મન વગર કરેલો ધર્મ કઈ રીતે ફળે ? વર્તમાનમાં શુદ્ધ ક્રિયા કરવાના આગ્રહવાળા હજુ મળી આવે પણ ઉપયોગપૂર્વક ક્રિયા કરવાના આગ્રહવાળા કેટલા મળે ? પ્રતિક્રમણ ઊભાં ઊભાં કરનારા મળે પણ પ્રતિક્રમણમાં સૂત્રનાં પદો અને અર્થ ઉપર ઉપયોગ રાખનારા મળે ખરા ? તમે વરસોથી ધર્મક્રિયાઓ કરો છો ને ? તમને કોઈ વાર તમારી ક્રિયા રહી જાય એનું દુ:ખ થાય કે ક્રિયા કરવા છતાં ધ્યાન ન રહ્યાનું દુ:ખ થાય ? ક્રિયા જેમતેમ કરી હોય તો એનું કદાચ દુ:ખ થાય પણ ક્રિયામાં ઉપયોગ ન રાખ્યો હોય, ભાવ ન આવ્યો હોય તેનું કદી દુ:ખ થયું છે ખરું ? મન ચંચળ છે એની ના નહિ, પણ એ મનને દબાવવા માટે પ્રયત્ન
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org