________________
પણ આવે છે. છતાં એ યાદ ન રાખ્યું ? ગુણસારશ્રેષ્ઠી પૂર્વે ધનાઢ્ય હતા અને પાછળથી કર્મયોગે દરિદ્રાવસ્થા આવી છતાં તેમણે સુગુરુના યોગે જે સુપાત્રદાનનો અને એકાન્તરે ઉપવાસનો નિયમ લીધો હતો તેના પાલનમાં જરા ય કચાશ આવી ન હતી; કારણ કે તેમને મન ગુણ જ સારભૂત હતા, ધન સારભૂત ન હતું. એક વાર પત્નીના અતિઆગ્રહથી સસરાને ત્યાં જવા ભાથું લઈને નીકળ્યા. મધ્યાહે અટવીમાં ઝાડ નીચે ભાથું વાપરવા બેસે છે ત્યારે શું વિચારે છે ? તે ઘા જે મુનિલા વિના ન મુક્તિા ' તેઓ ધન્ય છે કે જેઓ મુનિભગવન્તને દાન આપ્યા વિના ભોજન કરતા નથી. તમે રોજ જમવા બેસો ત્યારે ય આવો વિચાર આવે ખરો ? એમને તો ઉપવાસના પારણે ભર અટવીમાં પ્રયાણના થાકથી શ્રમિત થયેલા હોવા છતાં આવો વિચાર આવે છે. આથી આવી પણ અટવીમાં ચારે દિશાનું અવલોકન કરવા નીકળ્યા. સારા ગૃહસ્થને સુપાત્રદાન વગર ખાવું ભાવે નહિ. શ્રી તીર્થંકરભગવંતો જેમ પરાર્થેકવ્યસની હોય છે તેમ ગૃહસ્થો દાનૈકવ્યસની હોય. ગુણસાર શ્રેષ્ઠીને તેમના ભાગ્યયોગે માસક્ષમણના પારણે ગામમાં ગોચરી ન મળવાના કારણે પાછા ફરતા મુનિભગવંતનાં દર્શન થયાં. તેમના આનંદની સીમા ન હતી. અત્યંત આદરપૂર્વક મુનિભગવંતને વિનંતિ કરી. અટવીમાં મુનિભગવંતનો ભેટો, પોતાની પાસે સૂઝતો આહાર અને દાન આપીને નિસ્તરવાની ભાવના : આ ત્રણેનો સુંદર યોગ થવાથી અપૂર્વ ઉલ્લાસથી બધો જ આહાર વહોરાવી દીધો. મુનિભગવંત પણ માર્ગના જ્ઞાતા હતા. દાતાના ભાવોલ્લાસની વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org