________________
સુંદર આચારવિચાર સંસ્કારમાં મળે, દીક્ષા સુલભ બને, મોક્ષની સાધના કરવાની અનુકૂળતા મળે એવું કુળ મળી ગયા પછી હવે ગુમાવી નથી દેવું. લોકોત્તર ધર્મ પામવા માટે ઘણા આત્માઓને ફાંફાં મારવાં પડ્યાં છે ! એ અપેક્ષાએ તો શ્રી ગૌતમસ્વામી મહારાજા કરતાં ય આપણું ભાગ્ય ચઢિયાતું મનાય ને ? તેમને જૈનકુળ નહોતું મળ્યું. જનમથી જ યજ્ઞયાગ કરનારા મિથ્યાત્વીકુળના સંસ્કાર મળ્યા હતા. એમની અપેક્ષાએ આપણું કુળ કેવું ?! છતાં એક મહાન પાપનો ઉદય કે આવું કુળ પણ ગમતું નથી. મિથ્યાત્વી કુળમાં જન્મેલા, ભગવાનને સર્વજ્ઞ માનવા પણ તૈયાર ન હતા તેવાઓ પણ અંતે ભગવાનનું માનીને તરી ગયા. જ્યારે આપણે ભગવાનને ભગવાન તરીકે પામ્યા પછી પણ તેમનું માનવાના બદલે આપણી ઈચ્છા મુજબ જીવીને સંસારમાં રખડવાના ધંધા શરૂ કર્યા છે-આ કેવી વિષમતા છે ? આ તો જાણે રબારીને રતન મળ્યું ! રબારીને મળેલું રતન કાગડો ઉડાડવા જ કામ લાગે ને ? વ્યાપારીને પથરા મળે તો ય વેચીને બે પૈસા ઉપજાવે. ગુણસાર શ્રેષ્ઠી જ્યારે દાનભૂમિમાંથી પથરા લઈ ગયા હતા ત્યારે વ્યાપારીને વજન માટે કામ લાગશે તો વેચીને બે પૈસા મળશે-એવા આશયથી લઈ ગયા હતા ને ? ગુણસારશ્રેષ્ઠીનું કથાનક તો જાણો છો ને ?
સ૦ પથ્થરનાં રત્નો થયાં હતાં તે જ ને ?
મહાપુરુષોનાં ચરિત્રોમાંથી પણ તમને આવું બધું જ યાદ રહે ને ? એ કથાનકમાં જેમ પથ્થરનાં રત્નો થયાની વાત આવે છે તેમ એક જ વારના સુપાત્રદાનથી નિર્મળ સમ્યત્વ પામ્યાની વાત
(93
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org