________________
સવ તામલીતાપસેનો તપ કેવો કહેવાય ?
તેમની અવિધિ તો અજ્ઞાનમૂલક હતી, પ્રમાદ કે કદાગ્રહમૂલક નહિ. તેમને મોક્ષના માર્ગનું જ્ઞાન ન હતું એટલું જ. પરંતુ પોતે જેને મોક્ષનો ઉપાય માનતા હતા તેના સેવનમાં વેઠ નથી ઉતારી, તેથી જ ભવાન્તરમાં જતાંની સાથે સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ ગયું. કારણ કે મોક્ષે જવાની અભિલાષા હોવાથી મોક્ષના પોતે માનેલા ઉપાયનું સેવન અપ્રમત્તપણે ઉલ્લાસથી હતું. મોક્ષનું કે મોક્ષના ઉપાયનું વાસ્તવિક જ્ઞાન ન હતું છતાં તપ કરતાં વેઠ નથી ઉતારી. અશુદ્ધ ક્રિયા પણ શુભભાવથી કરવામાં આવે તો મોક્ષબાધક સામગ્રીનો બાધ કરે છે, જ્યારે શુદ્ધ ક્રિયા અશુભભાવથી કરે તો મોક્ષસાધક સામગ્રીનો-યોગીકુળમાં જન્મનો-બાધ કરે છે : આ બે વચ્ચેનું અંતર સમજાય છે ? યોગની પ્રવૃત્તિ જ યોગમાં બાધા પહોંચાડેએ કેટલું વિચિત્ર છે એ સમજી શકાય છે. આવી વિચિત્ર પરિસ્થિતિ ઉગના કારણે સર્જાય છે. આ ભવમાં તો જનમતાંની સાથે યોગીનું કુળ આપણને મળી ગયું છે, ભવાન્તરમાં આ સામગ્રી દુર્લભ બને એવું નથી કરવું. ભવાન્તરમાં જનમતાંની સાથે યોગ શબ્દ સાંભળવા મળે એવી સાધના અહીં કરી લેવી છે. જનમતાંની સાથે ઊંચું શ્રુતજ્ઞાન કદાચ ન મળે પણ જાતિસ્મરણજ્ઞાન તો મળી શકે ને ? શ્રી નાગકેતુને જાતિસ્મરણજ્ઞાન થયું હતું, શ્રી વજસ્વામી મહારાજાને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, તે શેના યોગે ? જનમતાની સાથે ધર્મ, દક્ષા શબ્દ સાંભળ્યો તેના યોગે ને ? જે કુળમાં જનમતાંની સાથે સમ્યગ્દર્શન, દીક્ષા, યોગ વગેરે શબ્દો સાંભળવા મળે, ધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org