________________
શું નહિ કરવાનું એ ઘરે સમજાવો કે સ્થળ ઉપર ? રમતનો અભ્યાસ રમતના મેદાનમાં કરવા બેસવાનું કે પહેલાં તૈયારી કરીને પછી મેદાનમાં જવાનું ? અને અહીં પ્રતિકમણની વિધિ પ્રતિક્રમણ કરતાં કરતાં બતાવવાની ?
સ૦ પ્રતિક્રમણમાં કાઉસગ્ગ બોલાય ?
બધા અજ્ઞાની ભેગા થયા છે માટે આવું ચલાવવું પડે છે. ઘરાક સામે ઊભો હોય તો પોતાના છોકરાને માલનો ભાવ પુછાય ? - સ0 એ તો ઈશારામાં પૂછી લઈએ !
તો અહીં પણ ઈશારાથી પૂછી લેવાનું. ત્યાં જેમ કોઈ ન જાણે તેમ પૂછતાં આવડે છે ને ? તેમ અહીં પણ કોઈનું પ્રતિક્રમણ ડહોળાય નહિ એ માટે ઘરેથી જ વિધિ શીખીને પછી આવવાનું અને કદાચ ભૂલી ગયા હો તો કોઈ જાણે નહિ તેમ બાજુવાળાને ઈશારાથી પૂછી લેવાનું. જે ક્રિયા કરવાની છે તેનું મહત્ત્વ સમજાય, આવશ્યકતા જણાય તો તેના વિધિનું જ્ઞાન મેળવી લેવાનું મન થયા વગર ન રહે. વિધિનો, સ્વરૂપનો, ફળનો જાણકાર ન હોય અને કાર્ય કરવા બેસે-એવું તમારે ત્યાં બને ખરું ? અજ્ઞાનીને તમારા કોઈ ક્ષેત્રમાં અધિકાર છે ખરો ? અહીં અજ્ઞાન ચલાવી લેવાનું ફાવે છે એ પણ ક્રિયા પ્રત્યેના દ્વેષને જ સૂચવે છે ને ? આ રીતે ક્રિયા કરીએ અને વેઠ ઉતારીએ તો, શાસ્ત્રકારો કહે છે કે ભવાન્તરમાં યોગીના કુળમાં જન્મ નહિ મળે. તમારે ત્યાં પણ વેઠ ઉતારે તો કામ બગડે છે ને ? તો અહીં ઊંચામાં ઊંચી ક્રિયા અવિધિથી કરે, જેમતેમ કરે તો પરિણામ સારું ક્યાંથી આવે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org