________________
અજ્ઞાનથી અવિધિ કરતા હોય તો ષ ન હોય એવું બને, પરંતુ જ્ઞાન આપ્યા પછી અવિધિ કરતા હોય તો ષ માનવો પડે ને ? આજે ધર્મસ્થાનમાં આવનારને ખરેખર વિધિનો ખ્યાલ ન હોય એવા કેટલા ? અને વિધિ જાણવા છતાં અવિધિ કરનારા કેટલા ? આજે પૂજા-પ્રતિમણાદિ ક્ષિાઓ અવિધિએ કરનારાને વિધિનું જ્ઞાન નથી માટે આ રીતે કરે છે કે અવિધિવાળી ક્રિયાઓ પણ થોડું ઘણું ફળ આપે છે-એમ માનીને ચલાવે છે ? અને જેઓને વિધિનું જ્ઞાન નથી એવાઓ પણ સંસારની બધી ક્રિયાઓ વિધિનું જ્ઞાન મેળવીને જ કરે છે ને ? અહીં પણ વિધિનું જ્ઞાન મેળવી લેવું જોઈએ ને ? જે ક્ષિા પ્રત્યે રાગ હોય તે ક્રિયાની વિધિ જાણવાનું મન થાય ને ? અને જો વિધિ જાણવાનું મન ન થાય તો ક્રિયા પ્રત્યે દ્વેષ છે એમ માનવું પડે ને ? પહેલાના કાળમાં તો વિધિના જ્ઞાન વગર ધર્મસ્થાનમાં જતા નહિ. શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજ જ્યારે દૃષ્ટિવાદ ભણવા માટે આચાર્યભગવંત પાસે ગયા ત્યારે ઉપાશ્રયમાં પેસવાનો વિધિ જાણતા ન હતા તેથી કોઈ જાણકારની રાહ જોઈને ઊભા રહ્યા. કોઈ શ્રાવક આવ્યો ત્યારે એની વિધિ જોઈને એ પ્રમાણે શીખીને અંદર પેઠા. આજે તો વિધિના જ્ઞાન વગરના, જ્ઞાન મેળવવાની ભાવના વગરના; ધર્મસ્થાનમાં પેસવા માંડ્યા છે. તેથી ધર્મ કરનારાઓની સંખ્યા વધવા છતાં જાણે ધર્મ રસાતળ ગયો હોય એવું લાગે છે. લગ્નમંડપમાં છોકરાને બરાબર શિખામણ આપીને પછી લઈ જાય અને ધર્મસ્થાનમાં આવે ત્યારે સ્થળ ઉપર ભાષણ આપવા બેસે! લગ્નમંડપમાં કે ભોજનમંડપમાં જઈને શું કરવાનું ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org