SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર પ્રત્યે નફરત ન જાગી હોય, મોક્ષે જવાનું મન ન હોય, ક્ષિા પ્રત્યે રુચિ ન હોય છતાં ધર્મ કહેવડાવવું હોય, ધર્મથી સુખ મેળવવું હોય ત્યારે આવું બને. સ0 ઢેષ હોય તો મોટું ય ન જુએ, અહીં તો ધર્મસ્થાનમાં આવીને ક્રિયાઓ કરે છે છતાં દેશી કઈ રીતે કહેવાય ? આ ઠંડો દ્વેષ છે. મોઢું બગાડવું, ગુસ્સો કરવો, સામે ન જોવું, વસ્તુ પછાડવી...આ બધો પ્રગટ ટ્રેષ છે. જ્યારે ગુસ્સો ક્ય વગર કામ બગાડવું આ અપ્રગટ છેષ છે, અભ્યન્તર દ્વેષ છે. દેખીતી રીતે દ્વેષ ન લાગે છતાં ષ હોય એવું બને ને ? સૂર્યકાંતા રાણીને કેવો દ્વેષ હતો ? પ્રદેશી રાજાના ગળે છૂટા વાળ મૂકીને વળગી, તે દ્વેષ કહેવાય ? છતાં ગળે વળગીને ગળે અંગૂઠો દબાવ્યો એ અપ્રગટ દ્વેષ જ હતો ને ? તેમ અહીં પણ ક્રિયાની અરુચિના કારણે ક્રિયા બિલકુલ કરે જ નહિ તે પ્રગટ દ્વેષ અને ક્રિયા કરવા છતાં તેમાં વેઠ ઉતારે, અવિધિ કર્યા કરે એ અપ્રગટ દ્વેષ છે. શક્તિ ન હોય ને ન કરી શકે એ જુદી વાત છે, બાકી શક્તિ છતાં વિધિને ઠેબે ચઢાવે તો દેશ જ કહેવાય ને ? અવિધિને ઈરાદાપૂર્વક સેવે તેને ક્રિયા પ્રત્યે દ્વેષ છે-એમ સમજી લેવું. શાસ્ત્રમાં કહ્યું છે કે શાસ્ત્રમાં જણાવેલી ક્રિયાઓ, શાસ્ત્રનું અતિક્રમણ કરીને કરે અર્થાત્ શાસ્ત્રની આજ્ઞા મુજબ ન કરે, અવિધિ મુજબ કરે, તે નિયમા શાસ્ત્રનો દેશી છે-એમ સમજવું. સ0 ઘણી વખત, ખબર ન હોવાથી અવિધિ કરે-એવું ય બને ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy