________________
છે. દૃષ્ટાન્તો તો અનેક છે અને પ્રસંગો પણ અનેક પ્રકારના બનતા હોય છે, તેના ઉપરથી બોધપાઠ લેવા માટે હૈયું જોઈએ. ઈલાચી પુત્ર કેવી રીતે બોધ પામ્યા, તે યાદ છે ને ? દૃશ્ય કેવું જોયું ને વિચારણા કેવી કરી ? વસ્તુ એક જ હોવા છતાં જોવાની રીતમાં ફરક પડે તો પરિણામમાં પણ ફરક પડે ને ? એક સ્ત્રીના મડદાને ચોર જુએ, કામી જુએ, કૂતરું જુએ ને યોગી જુએ : એમાં કેટલો ફરક પડે ? ચોર સ્ત્રીના દાગીના જુએ, કામીપુરુષ સ્ત્રીની સુંદરતા જુએ, કૂતરું સ્ત્રીના શરીરની ભસ્યતાને જુએ, જ્યારે યોગીજનો તો સ્ત્રીના મૃત કલેવરને જોઈ તેની અનિત્યતાને ચિતવે. એક વાર દૃષ્ટિ ફરે તો ગમે તે પ્રશ્ય તારક બન્યા વગર ન રહે. ઈલાચીપુ રૂપરૂપના અંબારસમી સ્ત્રીને ન જોઈ, મનોહર મોદક ન જોયા, મુનિભગવન્તનો પુણ્યોદય પણ ન જોયો પરંતુ આ બધાની વચ્ચે મુનિવરની નિરીહતા જોઈ. હું કન્યાની લાલચે રાજાના ધન માટે નાચું છું. આ મુનિવરને મળે છે તોય નથી લેતા અને મને મળતું નથી છતાં મેળવવાની મહેનત કર્યા કરું છું, મારામાં અને આ મુનિવરમાં કેટલું બધું અંતર છે ? આ મુનિવરનો અવતાર ધન્યતાને પાત્ર છે અને ભોગમાં વિલાસી એવા મને ધિક્કાર છે.' આ વિચારણાએ ચઢી ગયા તો કેવળજ્ઞાન પામી ગયા. મહાપુરુષોના જીવનમાં ત્યાગ જોવાનો હોય કે ભોગ ? ભોગ ઉપરથી નજર ખસી અને ત્યાગ ઉપર નજર સ્થિર થઈ તો અંતર્મુહૂર્તમાં વિસ્તાર થઈ ગયો. ભૂતકાળના કર્મના ચોગે આવેલા આવેગને શમાવવાની તાકાત માર્ગાનુસારી વિચારણામાં હોય છે. માતાપિતાનું ન માનનારે પણ ભગવાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org