SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયનો બિનજરૂરી સંપર્ક ચાલુ રાખીને વિષયોનો વૈરાગ્ય કેળવવાની વાત તો એક જાતની આત્મવંચના છે. સવ સ્થૂલભદ્ર મહારાજા વિષયના સંપર્કમાં કેવી રીતે રહ્યા હતા ? - જ્ઞાન અને ચારિત્રના માધ્યમથી, જ્ઞાન અને આજ્ઞાનું માધ્યમ જેની પાસે હોય તેને વિષયનો સંપર્ક નડે નહિ, એ વાત સાચી પરંતુ વિષયનો સંપર્ક ટાળવાની વૃત્તિ વગર આજ્ઞાનું અને જ્ઞાનનું માધ્યમ આવતું નથી-એ ભૂલવાજેવું નથી. સ્થૂલભદ્ર મહારાજ વેશ્યાને ત્યાં કેવી રીતે રહ્યા, એ પૂછવાનું મન થયું, પણ તેમણે દીક્ષા કેવી રીતે લીધી એ પૂછવાનું મન ન થયું ? આપણું વચન અને આપણી કાયા; આપણા મનનો ઢાળ કઈ દિશામાં છે એ સમજાવવાનું કામ કરે છે. તમારા મનનો ઢાળ વિષયના ત્યાગ તરફ હોત તો તમને દીક્ષા કેવી રીતે લીધી’ એ પ્રશ્ન ઊઠત. તમારે વિષયનો સંપર્ક કરતાં રહીને વૈરાગી થવું છે માટે આવો પ્રશ્ન ઊઠ્યો. સ્થૂલભદ્ર મહારાજાએ દીક્ષા કેવી રીતે લીધી એ જાણો છો ? બાર-બાર વરસ સુધી જેની સાથે પ્રીતિ હતી તેવી પોતાની પ્રિયાને પૂછવા પણ નથી ગયા, એને સમાચાર પણ નથી મોક્લાવ્યા. તમારી આટલી તૈયારી છે ? એ મહાપુરુષો તો સત્ત્વશાળી હતા, નિષ્પાપ જીવન જીવનારા હતા, એમનું નામ લેવા માટે પણ ભવોભવની સાધના જોઈશે. આપણી અયોગ્યતા ઉપર મહોરછાપ મારવા માટે મહાપુરુષોનું આલંબન નથી લેવાનું, આપણી અયોગ્યતાને સુધારવા માટે આ આલંબનો શાસ્ત્રમાં આપ્યાં પS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy