________________
કરવા અહીંથી શરૂઆત કરવી છે. આ રીતે જીવવાથી ઈચ્છાઓ પર કાપ મુકાશે, વિષયોનો રાગ ઘટવા માંડશે, વૈરાગ્ય પેદા થશે. આજના દિવસે આટલું તો નક્કી કરીને જ ઊઠવું છે કે નવી વસ્તુ ન વાપરવી. જેનું નામ ન સાંભળ્યું હોય તેવી વસ્તુ બજારમાં ગમે તેટલી આવે, આપણે નથી વાપરવી. કોમ્યુટર, કેયૂટર વગેરે અત્યાર સુધી નથી વાપર્યા તો હવે નથી વાપરવાં, આટલું બની શકે ને ?
સ૦ ધાર્મિક પુસ્તકો માટે કોમ્યુટર વાપરીએ તો ?
આગમનું આયુષ્ય ટકાવવા માટે આ રીતે વાપરવું પડે-એ જુદી વાત છે, અહીં તો તમારા ભોગવટાની વાત ચાલે છે. ભવભીરુ ગીતાર્થભગવન્તો શાસ્ત્રની રક્ષા માટે મર્યાદામાં રહીને પ્રવૃત્તિ કરે તો તે અનુચિત નથી. બાકી પોતે સમર્થ હોવા છતાં શિષ્યોને ભણાવવાને બદલે આખી જિંદગી આની પાછળ ખરચવી
એય વ્યાજબી નથી. એક માર્ગનો જ્ઞાતા સાધુ, એ બોલતું-ચાલતું કોમ્યુટર છે. સાધુભગવતે શું કરવું એ તો પોતે શાસ્ત્રના આધારે નક્કી કરશે, તમારે શું કરવું એનો નિર્ણય યોગ્ય ગુરુભગવન્તના માર્ગદર્શનથી કરજો. પરંતુ એટલું તો નક્કી ને કે આપણા પોતાના ભોગવટા માટે નવી વસ્તુ ન વસાવવી ? જ્યાં સુધી વિષય સાથે લગાવ હશે ત્યાં સુધી ધર્મ કરવા માટે યોગ્ય નહિ બનાય. વિષયનો સંપર્ક ન છૂટે એ બને પરંતુ વિષયનો લગાવ ન છૂટે તો કોઈ પણ જાતનો ધર્મ આરાધી નહિ શકાય. અને વિષયનો લગાવ છોડવાનો ઉપાય એક જ છે કે વિષયનો બિનજરૂરી સંપર્ક ટાળવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org