________________
થાય તો જવાબદારી શેઠની, અને શેઠની આજ્ઞાથી ઉપરવટ થઈને ધંધો કરીને સારી કમાણી કરી હોય તોય શેઠ ગડગડિયું આપી દે ને ? આપણે આજ્ઞા મુજબ જીવીએ તો આપણી કોઈ જવાબદારી નહિ, બધી જવાબદારી આજ્ઞા કરનારની.
સ૦ આજ્ઞા કરનારનો નિર્ણય કરવો પડે ને ?
બાર વરસ સુધી કરજો, પણ કર્યા પછી માનજો. ભગવાનનો તો નિર્ણય નથી કરવાનો ને ? આટલો નિયમ લેવો છે કે ભગવાનના વચનમાં શંકા ન કરવી ?
સ૦ ન જ હોય.
તો સંસારથી ખસી જવું છે ? સ૦ શક્તિ મુજબ પ્રયત્ન કરીએ.
શક્તિ મુજબ પણ શરૂ કરવું છે ? આજથી નિયમ લેવો છે કે જે વસ્તુ આજ સુધી વાપરી નથી એ હવે પછી નથી વાપરવી ? પછી તે ખાવાની હોય, પીવાની હોય, પહેરવાની હોય કે ગમે તે વસ્તુ હોય. જે સુખો આજ સુધી નથી જોયાં તે હવે નથી જોવાં. અત્યાર સુધી જેના વગર ચાલ્યું તેના વગર બાકીની જિંદગી મજેથી પસાર થઈ શકે ને ? આમાં તો કશું છોડવાની વાત નથી, જે છે તેનાથી નવી વસ્તુ વસાવવી નથી-આટલું તો બને ને ? આજ્ઞા મુજબના ભોગવટાની શરૂઆત જ અહીંથી થાય છે કે- જેટલાથી નિર્વાહ થાય છે, થયો છે, તેનાથી અધિકની ઈચ્છા પણ નથી રાખવી. વિષયનો રાગ મારવા માટે આ રીતે ત્યાગની શરૂઆત કરવી છે. સંસાર છોડવાની શક્તિ ન હોય તોય એ શક્તિ પેદા
Jain Education International
૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org