________________
વૃત્તિના કારણે થાય છે. દુ:ખ દુ:ખરૂપ ન લાગે તો આર્તધ્યાન ન થાય. ધંધામાં કષ્ટ કેટલું પડે છે. ત્યાં તમને આર્ત્તધ્યાન થાય છે ? સ૦ ત્યાં તો લાભ પણ થાય છે ને ?
એટલે નક્કી છે ને કે લાભ મળતો હોય, લાભ લેવાની વૃત્તિ હોય તો દુ:ખ ભોગવવામાં આńધ્યાન નથી થતું. તેવી રીતે અહીં પણ કર્મનિર્જરા અને ગુણોનો આવિર્ભાવ : આ બે મોટામાં મોટા લાભ છે. દુઃખના ડુંગરો તૂટી પડે તોય ‘દુઃખ પડે છે’ના બદલે ‘મારાં કર્મ જાય છે' આ પરિણામ આવે તો પરમસમાધિમાં ઝિલાય. ધંધો કરતી વખતે પૈસા મેળવવાનું અને ચિકિત્સા કરાવતી વખતે આરોગ્ય મેળવવાનું મન હોવાથી દુ:ખ મજેથી વેઠાય છે તેમ યોગની સાધના કરતી વખતે મોક્ષ મેળવવાનું મન હોવાથી અસહ્ય દુ:ખો પણ મજેથી વેઠાય છે. યોગમાર્ગ સુધી પહોંચવું હોય તો દુઃખ નથી ટાળવું, દોષો ટાળવા છે. દરિયાકિનારે નાળિયેરના ઝાડ નીચે બેસીને ધ્યાન લગાવવું-એ યોગ નથી, ધર્મસ્થાનમાં જઈને ગુરુની અને ભગવાનની આજ્ઞા મુજબ કઠોર સંયમધર્મનું પાલન કરવું તે યોગ છે. દરિયાકિનારે ધ્યાન લગાવવાથી કદાચ દુ:ખ ટળશે પણ દોષો નહિ ટળે, જ્યારે આજ્ઞા મુજબ ચારિત્ર પાળવાના કારણે દુ:ખ પડશે પણ દોષો ટળ્યા વગર નહિ રહે. આજ્ઞાયોગ હશે તો અનન્તદુ:ખની વચ્ચે પણ સાધના થઈ શકશે અને આજ્ઞાયોગ નહિ હોય તો ગમે તેટલી અનુકૂળતામાં પણ સાધના નહિ થાય. તમને અનુકૂળ સંયોગો મળે તો ઈચ્છા પૂરવાનું મન થાય કે આજ્ઞા પાળવાનું મન થાય ? શરીર સાચવવાનું મન
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org