________________
થાય કે આત્મા સાચવવાનું મન થાય ? ધર્મ કરવાનું મન થાય કે સુખ ભોગવવાનું?
સ) ધર્માત્માને તો ધર્મ કરવાનું મન થાય. - તમને શું થાય, એ વાત છે. ધર્માત્માને શું થાય એ તો ધર્મદેશકો સમજાવશે, તમારે તમારી જાતનો વિચાર કરવાનો. લોકોએ શું કરવું જોઈએ-એના માટે વ્યાખ્યાન નથી સાંભળવાનું. આપણે શું કરવું જોઈએ એ જાણવા માટે વ્યાખ્યાન સાંભળવાનું છે. તમે ડૉક્ટર પાસે જાઓ તો તમને શું થાય છેએની ફરિયાદ કરો કે દર્દીને શું થતું હોય છે એ કહેવા બેસો ? જેને તાવ આવે તેને માથું દુઃખે, આંખો બળે.. એવું કહો કે “મારું માથું દુઃખે છે” એમ કહો? જ્યાં સુધી માત્ર તમારી જાત ઉપર નજર સ્થિર નહિ થાય ત્યાં સુધી કોઈ પણ ધર્મદેશના ફળદાયી નહિ બને. તમારા પોતાના પરિણામ તપાસો તો તમારી જાતને સુધારવાનું મન થશે અને જાતને સુધારવા માટે વ્યાખ્યાન સાંભળો તો સુધરવાનો ઉપાય મળ્યા વિના નહિ રહે. અનુકૂળ સંયોગો મળ્યા પછી શરીર સુધારવાનું મન થાય કે પરિણામ ? પહેલા શરીર સાચવો કે ધર્મ ?
સ) શરીરમાં રહેવું સાધન (શરીર એ જ ધર્મનું પહેલું સાધન છે.)
એ તો લૌકિક વાક્ય છે. આપણે ત્યાં તો “હુ મહાપણું ” આ સૂત્ર છે. શરીરને કષ્ટ આપવાથી મહાને ફળની પ્રાપ્તિ થાય છે-એ લોકોત્તર વચન છે. શરીર સારું હોય તો ધર્મ સારો થાય-એવું નથી. શરીર સારું ન લાગે, શરીરનું મમત્વ મરે તો ધર્મ સારો થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org