SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સવ આંગણું સારું રાખે તો ઘર સારું ચોખ્ખું) રહે ને ? ઘર ચોખ્ખું રાખવું હોય તો આંગણામાં કચરો ન નાખવો. આંગણું ચોખ્ખું શા માટે રાખો ? ઘર ચોખ્ખું રહે એ માટે જ ને ? જરૂર પડે તો ઘરને ચોખ્ખું રાખવા ઘરનો કચરો આંગણામાં નંખાય, પણ આંગણું ચોખ્ખું રાખવા આંગણાનો કચરો ઘરમાં ન નખાય. તેમ અહીં પણ આત્માને સારો બનાવવા શરીરનો ઉપયોગ કરવાનો, પણ શરીરને સુખી બનાવવા આત્માનો ભોગ નથી આપવો. શરીરની ર્તિ અને સ્વસ્થતા જળવાઈ રહે એ માટે આજે યોગના નામે જે આસનો કરાય છે તે યોગાસન નથી, ભોગાસન છે. શરીર ઘાણીમાં પિલાય છતાં ચિત્ત ચલાયમાન ન થાય : એવી અવસ્થા કેળવાય તો ધ્યાન આવે. શરીરના પૂજારી યોગના ઉપાસક ન બની શકે. શરીરની રક્ષા માટે યોગાસનના અર્થી બનેલાઓને ભૌતિકવાદમાંથી અધ્યાત્મવાદ તરફ વળનારા માનવા એ તો યોગનો ઉપહાસ કરવા જેવું છે. અસલમાં આવાઓ અધ્યાત્મ તરફ (આત્માની સન્મુખ) નથી વળ્યા, અધિશરીર (શરીરની સન્મુખ) વળેલા છે. સવ એવાં યોગાસનથી પણ માનસિક શાંતિ તો મળે છે ને ? શરીરની સુખાકારિતામાં મન પ્રસન્ન રહે એ પણ એક પ્રકારની અસમાધિ છે એ જાણો છો ? શરીરના સુખમાં મન શાંતિ અનુભવે એ મિથ્યાત્વનો પ્રકાર છે. આત્માની સ્વસ્થતામાં સમાધિ માણવી એ સમ્યત્વનો પ્રકાર છે. શરીર કે મનના અસ્તિત્વને સ્વીકારવાથી આસ્તિક્તા નથી આવતી. “આત્મા છે' એવું માને તો આસ્તિકતા આવે, માટે જ એને સમ્યકત્વના સ્થાનમાં ગયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy