________________
દોષો તો લાગ્યા જ કરે છે, આપણે જાતે શોધી શક્તા ન હોઈએ અને શાસ્ત્રકારો વીણી-વીણીને આપણા હાથમાં આપતા હોય ત્યારે આનાકાની કરવાના બદલે કબૂલ કરતાં શીખી લેવું છે-આપણી મહેનત નકામી ન જાય એની જેટલી ચિંતા આપણને છે એનાથી કંઈકગણી ચિંતા આ મહાપુરુષોને છે.
સ) આપણા અનુષ્ઠાનનું અનુષ્ઠાનત્વ નાશ પામ્યું છે-એની ખબર કેવી રીતે પડે ?
માણસમાં માણસાઈ છે કે નહિ એની ખબર પડે છે ને ? કેવી રીતે ? માણસાઈનાં લક્ષણો તપાસો ને ? તેમ અહીં પણ લક્ષણો તપાસવાનાં. જે અતિચાર સેવતો હોય તે બતાવીએ ત્યારે ગુસ્સો આવે, મોઢું ચઢી જાય, બધા આવું જ કરે છે, હું એકલો કરું છું ?' વગેરે બોલે તો સમજવું કે અનુષ્ઠાનનું સ્વરૂપ હણાઈ ગયું છે. અતિચાર સેવતાંની સાથે સ્વરૂપ હણાઈ જાય એવું નથી, અતિચાર સેવ્યાનો ખ્યાલ આવે ને તરત પાછો ફરી જાય, બીજી વાર નહિ કરવાની કાળજી સાથે આલોચના લઈને શુદ્ધ થાય તો સ્વરૂપ ટકી રહે. પોતાની ભૂલ બતાવે ત્યારે શરમથી મોટું મૂકી જાય, પગમાં પડીને ભૂલ કબૂલ કરે અને સુધરવા મહેનત કરે તો સ્વરૂપ નાશ ન પામે. આટલું તો શક્ય બને ને ? અનુષ્ઠાનનું સ્વરૂપ નાશ પામે એટલે માત્ર નામનું જ અનુષ્ઠાન રહે. અનાજમાં રોગ લાગ્યા પછી ઘઉં, ચણા, બાજરો બોલો ખરા પણ કામમાં ના આવે માટે ખરીદો નહિ ને ? અને કદાચ ખરીદ્યા પછી સડી જાય તો ય ફેંકી દો ને ? ત્યારે અનાજ ફેક્યું કહેવાય કે સડો કાઢ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org