SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય ? તાવવાળાની બાજુમાં સૂવું નહિ : અહીં માણસનો ત્યાગ કર્યો કહેવાય કે રોગનો ? તેવી રીતે અહીં પણ અતિચારવાળું અનુષ્ઠાન ટાળવાની વાત છે અનુષ્ઠાનને ટાળવાની વાત નથી. રોગદોષને દૂર કરવાની વાત છે, સાધુપણું ન લેવાની વાત નથી. સસાધુપણું લીધા પછી પણ નકામું જવાનું હોય તો ન લઈએ એ સારું ને ? પડાં પહેરીએ તો મેલાં થાય તેના કરતાં વસ્ત્ર વગરના રહેવું સારું ને ? ધંધો કરીએ તો નુકસાન થાય તેના કરતાં ભીખ માંગીને જીવવું સારું ને? પરણીએ તો કંકાસ થાય તેના કરતાં વાંઢા રહીએ તો સારું ને ? તમારે ત્યાં આવા વિચાર નથી આવતા અને અહીં જ આવા વિચાર આવે છે ? ઊજળાં વસ્ત્રો પહેર્યા હોય તો ડાઘ લાગવાની સંભાવના ખરી ને ? તેવા વખતે મેલાં વસ્ત્રો પહેરીને ફરવાનું કે ડાઘ ન લાગે એની કાળજી રાખવાની ? કપડાં મેલાં ન થાય, ચોળાઈ ન જાય એ માટે ઝભ્ભો ઊંચો કરીને બેસનારાને ધર્મ મેલો ન થાય તે માટે અતિચાર કેવી રીતે ટાળવા એ આવડે કે શિખવાડવું પડે ? સંસારના દરેક ક્ષેત્રમાં દોષોની સંભાવના ટાળીને આગળ ધપનારા અહીં સંભવિત દોષોનો ભય રાખી પાણીમાં બેસવાની વાત કરે એ કેવી વિચિત્ર દશા છે ? ખરેખર મોક્ષે જવું છે કે નહિ-એમાં જ શંકા પડે એવું વર્તમાન જીવન છે ને ? દોષોની ઉપેક્ષા કરીને નથી જીવવું, પણ સાથે દોષોના કાલ્પનિક ભયથી બેસી પણ નથી રહેવું. શાવકારો દોષો બતાવતાંની સાથે દોષો ન આવે અને આવેલા દોષો કાઢી શકાય-એવા ઉપાય પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy