SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવે છે. તેથી માત્ર દોષોના કાલ્પનિક ભયે ગુણથી વંચિત નથી રહેવું : આટલું આજે નક્કી કરવું છે ? અનુષ્ઠાન થઈ જાય ને અતિચાર લાગ્યા કરે તો કામ ન થાય. થોડો પ્રમાદ ખંખેરી નાખીએ, ઉપયોગ રાખીએ અને વીર્ય ફોરવીએ તો વિશુદ્ધિ કેળવીને નિરતિચારતા લાવવાનું કામ અઘરું નથી. નિરતિચારસાધુતા આવે પછી જ સામર્થ્યયોગમાં જવાય. નિરતિચાર થઈને આઠમા ગુણઠાણે જવું હોય તો છઠ્ઠાને વિશુદ્ધ બનાવવા માટે મહેનત કરવા માંડવાની. છઠ્ઠ ગુણઠાણું પ્રમત્તસંવતનું છે એનો અર્થ એ નથી કે ત્યાં પ્રમાદના યોગે અતિચાર લાગ્યા જ કરે. છઠે ગુણઠાણે અતિચારની સંભાવના હોવા છતાં ટાળવા હોય તો ટાળી શકાય. અભવ્યના આત્માઓ દ્રવ્યથી સાધુપણું પાળે છતાં અતિચાર એકે ન સેવે. હૈયામાં નવમા સૈવેયકના સુખની તીવ્ર અભિલાષા પડી હોવાથી પહેલે ગુણઠાણે જ હોય. પરંતુ મનથી ભગવાનના વચનથી વિપરીત વિચારે નહિ, વચનથી વિપરીત બોલે નહિ અને કાયાથી વિપરીત આચરે નહિ. આશય વિપરીત હોવાથી દ્રવ્યસાધુતા કહી છે બાકી દ્રવ્યથી ય નિરતિચાર ચારિત્ર પાળે. જો પહેલા ગુણઠાણે સંસારના સુખની લાલચે અતિચાર ટાળવાનું સામર્થ્ય મળતું હોય તો છઠે ગુણઠાણે મોક્ષની અભિલાષાથી નિરતિચાર ચારિત્ર પાળવું શું કઠિન છે ? શ્રી તીર્થંકરના આત્માઓ છસાતમે હોવા છતાં છઠે ગુણઠાણે પણ તેઓ એકે અતિચાર નથી સેવતા. અતિચારને ટાળીને ધર્મ કરવો છે-આવો પરિણામ જાગશે એ દિવસે ધર્મ વિશુદ્ધ બનશે. જ્યાં સુધી દુખ ભોગવવાના બદલે દુઃખ ટાળવાની જ વૃત્તિ હશે ત્યાં સુધી અતિચારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy