SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ટાળવાનું શક્ય નહિ બને. શાસ્ત્રમાં જણાવ્યું છે કે સાધુસાધ્વી ભગવંતો પરિષહ અને ઉપસર્ગ સ્વરૂપ વર્તમાનના દુઃખને સહન કરી લે પણ તેને ટાળવા માટે અતિચાર ન સેવે. કારણ કે તેમને પોતાના અનુષ્ઠાનને અખંડિત રાખવું હોય છે. શાસ્ત્રકારો વર્તમાનના દુઃખને ટાળવા માટે પણ અતિચાર સેવવાની ના પાડે છે જ્યારે આજે આપણે અનાગત(ભવિષ્યનાં) દુઃખોને ટાળવા માટે ય અતિચાર સેવતાં અચકાતા નથી. વર્તમાનમાં દુઃખ સહન ન થતું હોય ને અપવાદ સેવવો પડે તો હજુ નભાવાય પણ ભવિષ્યમાં દુઃખ આવશે તો ?’-એવા ભયથી વર્તમાનમાં અતિચાર સેવવા માંડે-એ ચાલે ? પગ દુ:ખે છે માટે ઊભાં ઊભાં પ્રતિક્રમણ ન કરી શકે તો સમજ્યા. એવા વખતે ય દુઃખને ગણકાર્યા વિના, દુ:ખવા છતાં ઊભાં ઊભાં વાતો કયાં નથી કરતાં ?' એમ વિચારીને મક્કમ થઈને ઊભા થઈએ તો અતિચાર ટાળી શકાય. છતાં ય એ ન જ બને અને બેસી રહે તો હજુ નભાવીએ. પરંતુ ‘પગ દુઃખશે” માટે ઊભા ન થાય તો ચાલે ? નવકારશીના બદલે પોરિસિનું પચ્ચખ્ખાણ કરતી વખતે શું વિચારો ? માથું ચઢ્યું છે માટે પોરિસિ નથી કરવી કે માથું ચઢશે’ માટે નવકારશી જ કરવી છે ? વર્તમાન દુઃખને, અસહિષ્ણુતાના કારણે કે આગળ વધીને સહન ન કરવાની વૃત્તિના કારણે ટાળવા માટે અતિચાર ભલે સેવતા હોઈએ પણ અનાગત દુઃખની કલ્પનાથી વર્તમાનમાં અતિચાર નથી સેવવા-એટલો નિયમ આજે સાધુસાધ્વી કરશે ? આ તો અઘરું નથી ને ? એક વાર શુભ પરિણામ આવી ગયા હોય તો તેને ટકાવવા, વિશુદ્ધ બનાવવા માટે આગળ વધવાની હિંમત રાખવાની. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે, દુઃખ આવવાનું હશે તે આમે ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy