SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુમાં વ્યાપી જઈને વસ્તુને નકામી બનાવે છે તેમ અતિચાર અનુષ્ઠાનના સ્વરૂપને હણી નાખે છે. જે વસ્તુનું તત્ત્વ(સ્વરૂપ) જે નાશ પામે એ વસ્તુ કામ આવે ખરી ? ઘડાનું સ્વરૂપ શું ? પાણી ભરવા કામ લાગે તે જ ને ? જે ઘડાને તડ પડે એ પાણી ભરવા કામ લાગે ખરો ? અનાજનું અનાજ પણું તેને જ કહેવાય ને કે જેનાથી પેટ ભરાય, જે શક્તિ ને પુષ્ટિ આપે ? જે અનાજમાં કીડા પડે તે ખાવાલાયક રહે? એ અનાજ ખાઈએ તો શક્તિ-પુષ્ટિ મળે કે ઝેરરૂપે પરિણમે ? તે જ રીતે અહીં પણ મોક્ષસાધક્તા અર્થાત્ મોક્ષને સાધી આપવું એ અનુષ્ઠાનનું સ્વરૂપ છે. જે અનુષ્ઠાનમાં અતિચાર લાગે તે અનુષ્ઠાન મોક્ષને સાધી આપતું ન હોય તો અતિચારના કારણે અનુષ્ઠાનનું સ્વરૂપ નાશ પામ્યું તેમ માનવું પડે ને ? સડેલું અનાજ જે ઝેરરૂપે પરિણમે તો સડેલો ધર્મ ફળ કઈ રીતે આપે ? સ૦ સડેલો ધર્મ કહો છો તેના બદલે આજ્ઞા મુજબનો નથી એમ કહો ને ? સડેલો કહો તો આકરું લાગે છે. આપણો ધર્મ સડેલો હોય તેનો વાંધો નથી, મહાપુરુષો તેને સડેલો કહે તે આકરું લાગે છે ! મહાપુરુષોના શબ્દો વેધક હોય છે, અસરકારક હોય છે, માટે એમના શબ્દો બોલતાં, સાંભળતાં અને સમજતાં થઈ જવું છે. આપણે આપણા દોષો ટાળી ન શકીએ-એ બને પરંતુ આપણા દોષોની ભયંકરતા સ્વીકારવા પણ હૈયું તૈયાર ન થાય-એ કેમ ચાલે ? દોષોને ટાળવાનું સર્વ કેળવવા પહેલાં દોષોને ઓળખી લેવા પડશે અને તે માટે હૈયું કેળવવું પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy