________________
બનવાજોગ છે. એવા વખતે સાધકનું કર્તવ્ય છે કે પ્રયત્નવિશેષ પણ મનને પાછું વાળી સ્થિર કરવું. સંસારની ક્રિયાઓમાં જોડાયેલું ચિત્ત સંસાર સાથે જોડી રાખશે, જ્યારે આ તારક ક્રિયાઓમાં જોડેલું ચિત્ત મોક્ષ સાથે જોડી આપવાનું કામ કરે છે. તમારે ધર્મક્રિયાઓ કરીને પણ સંસારમાં જ રહેવું છે કે મોક્ષે જવું છે ? જો મોક્ષે જવું હોય તો ક્ષેપદોષની બિલકુલ ઉપેક્ષા સેવ્યા વગર તેને દૂર કરવા માટે કાયમ માટે તત્પર રહેવું. ૪. ઉત્થાન :
જેઓ સાચા હૈયાથી આરાધના કરવા માટે તૈયાર થયા છે તેઓ માટે આપણે આ યોગમાર્ગના અવરોધક આઠ દોષોની વાત શરૂ કરી છે. આરાધના કરવા નીકળેલા પણ માત્ર આરાધનાનો આભાસ ઊભો કરવાનું કામ કરતા હોય તો તે આ ઉત્થાનદોષનો પ્રભાવ છે. ગયેલા દોષો પાછા આવવા તેને ઉત્થાન કહેવાય છે. ખેદ જવાના કારણે થાક ન લાગે, ઉદ્વેગ જવાના કારણે કંટાળો ન આવે અને ક્ષેપ જવાના કારણે ચંચળતા પણ નાશ પામે. આ રીતે ફૂર્તિથી, ઉત્સાહથી અને સ્થિરતાપૂર્વક યોગમાર્ગમાં પ્રયાણ કરનારને ભૂતકાળના તેવા પ્રકારનાં વિચિત્ર કર્મોના ઉદયે, ગયેલા દોષો પાછા આવીને હેરાન કરે છે અને તેથી સાધનાનો ઉલ્લાસ પડી ભાંગે છે. જેનો જેનો ત્યાગ કરીને સાધનામાર્ગે પ્રયાણ આરંભ્ય હતું તે ફરી પાછું ઉપાદેય લાગવાથી, ત્યાગના કારણે જે ચિત્તની પ્રસન્નતા આવી હતી તે હણાઈ જાય છે. રાગાદિદોષોની આધીનતા ટાળવાના કારણે ચિત્ત પ્રશાન્તવાહી બન્યું હતું, જ્યારે ઉત્થાનના કારણે ફરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org