________________
પરંતુ વારંવાર એક ક્રિયામાંથી બીજે ચિત્ત જાય તો વિવક્ષિત ફળની સિદ્ધિ ન મળે. સિદ્ધિ સાતત્યથી મળે છે. બે વાર ગાથા બોલી જાય અને પછી ડાફોળિયાં મારે, ફરી પાછી ગાથા બોલે અને મોઢે થઈ ગઈ છે એમ માનીને મોઢે બોલવા જાય તો ભૂલ જ પડે. એના બદલે પચીસ-પચાસ વાર એકધારું ગોખે તો ગાથા કંઠસ્થ થઈ જાય. જે કામ દસ ઘાથી થવાનું હોય તે દસ ઘા કાલાન્તરે મારવામાં આવે તો કામ ન લાગે. પણ એક સાથે દસ ઘા મારે તો તૂટ્યા વગર ન રહે. કોઈ પણ ક્ષેત્રમાં સાતત્ય વગર ફળસિદ્ધિ થતી નથી. સ્વાધ્યાયમાં ચિત્ત ન લાગતું હોય તો ફરિયાદ કરવાના બદલે કામે લાગવાનું. બેઠાં બેઠાં ગાથા ન ચઢે તો ઊભા થઈ જવાનું, ઊભાં ઊભાં ન આવડે તો વચ્ચે ભગવાન રાખીને પ્રદક્ષિણા દઈ, ખમાસમણ દઈને ગાથા બોલતાં જવાનું. તેનાથી ચિત્તની એકાગ્રતા પણ કેળવાશે, પ્રમાદ પણ ઊડી જશે અને બહુમાનના યોગે જ્ઞાનાવરણીયકર્મની નિર્જરા પણ થશે. ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવો હશે તો લેપદોષ ટાળવો જ પડશે. જાત બચાવીને ધર્મ કરનારને ધર્મનું ફળ ન મળે. અત્યાર સુધી દોષોથી ભરેલું જીવન આવ્યા છીએ. આમ ને આમ ક્યાં સુધી ચલાવવું છે ? જવાના દિવસો નજીક આવે છે. આવું બેદરકારીભર્યું વર્તન સુધાર્યા વગર નહિ ચાલે. ભૂતકાળના તેવા પ્રકારના કર્મના યોગે અસ્થિરતા આવી જાય-એ બને. અત્યાર સુધી જે ક્રિયાઓમાં રસ કેળવ્યો છે, ચિત્ત જોડ્યું છે તે ક્રિયાઓમાંથી મનને ખસેડીને ધર્મક્રિયામાં જોડીએ ત્યારે ભૂતકાળના અભ્યાસના યોગે મન ફરી પાછું ત્યાં જાય-એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org