________________
અપ્રમત્તતા એવી કેળવવાની કે કાઉસ્સગ્નમાં ય બગાસું ન આવે.
સવ કાઉસ્સગ્નમાં તો આગાર આપ્યા છે ને ?
તે તો રોગી વગેરેના બચાવ માટે આપ્યા છે, બેફિકર માણસોને છૂટ આપવા માટે નથી આપ્યા. જમતી વખતે બગાસું આવે છે ? નહિ ને ? તેમ અહીં પણ બગાસું આવે જ નહિ-એ રીતે શરીર અને મન કેળવી લેવાનું. ક્રિયામાં દ્રવ્યથી કે ભાવથી : કોઈ પણ જાતની ચંચળતા જોઈએ. શ્રી પુણિયાશ્રાવકને સામાયિમાં ચિત્ત ન લાગ્યું તો અનીતિનું દ્રવ્ય ઘરમાં આવ્યાની શંકા પડી. છેવટે છાણાં સૂકવતાં પાડોશીનું છાણું આવી ગયું હશેએમ માનીને કાઢી નાંખ્યું ત્યારે સ્થિરતા આવી. તમને અસ્થિરતા આવે ત્યારે આવી કોઈ ચિંતા થાય ખરી ? પુણિયાશ્રાવકને છાણામાં પણ અનીતિ ન પાલવી, તમને તો હીરા-સોના-ચાંદીમાં પણ અનીતિ નડે નહિ ને ? આવાને સ્થિરતા ક્યાંથી મળે ? ક્રિયામાંથી આ ક્ષેપદોષ ટાળતાં આવડે તો પ્રણિધાનપૂર્વકની ક્રિયા અવિલંબે ફળને પ્રાપ્ત કરાવી આપે છે. - હવે જો કોઈ એમ કહે કે “ક્ષેપદોષથી યુક્ત ક્રિયા કરીએ તો થોડુંઘણું તો ફળ મળશે ને ?' આવી શંકાના નિરાકરણ માટે ગાથામાં શાલિ(ડાંગર)નું ટાંત આપ્યું છે. ડાંગરનાં બીજ વાવ્યા પછી તેમાંથી નાનાં છોડવાં ઊગે છે. તે છોડવાં ઉખેડી બીજી જગ્યાએ વાવીએ ત્યારે ડાંગર ઊગે છે. પરંતુ વારંવાર જો એ રીતે ઉખેડીને વાવવામાં આવે તો ડાંગર ન પાકે. તે રીતે અહીં પણ બાહ્યભાવમાંથી ચિત્ત ખસેડીને એકવાર તો ક્રિયામાં જોડવું પડે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org