________________
અર્થાત્ કેવળજ્ઞાનાદિ ગુણો સ્વરૂપ તત્ત્વોનું આલંબન લેવા પૂર્વક ધ્યાન ધરવું તે નિરાલંબનયોગ. બાહ્ય તત્ત્વ કર્મજન્ય હોવાથી વિભાવરૂપ છે માટે તે આત્માથી કથંચિદ્ર ભિન્ન(ા) છે જ્યારે અભ્યન્તર તત્ત્વ શુદ્ધાત્મસ્વરૂપ હોવાથી આત્માનો સ્વભાવ છે, માટે તે આત્માથી અભિન્ન છે. જેમ મેલું કપડું એ વિભાવદશા છે તેથી કપડું અને મેલ બને એક નથી, પડાથી મેલ છૂટો પાડી શકાય છે, જ્યારે શુદ્ધ ઊજળું) પડું એ સ્વભાવદશા છે તેથી કપડું અને શુદ્ધિ(ઊજળાશ) બંને એક જ છે, એને જુદાં પાડી શકાય નહિ. એવી જ રીતે શ્રી તીર્થંકરભગવન્તની સમવસરણની ઋદ્ધિ વગેરે તીર્થંકરનામકર્મથી જન્ય હોવાથી એ નામકર્મ જ્યારે ખપી જાય ત્યારે બાહ્ય સ્વરૂપ રહેતું નથી, જ્યારે કેવળજ્ઞાનાદિ ગુણો તો સિદ્ધાવસ્થામાં પણ આત્માની સાથે જ હોય છે.
સ0 તીર્થંકરનામર્મ કેવી રીતે ખપે ?
શ્રી તીર્થકરના આત્માઓ ‘સવિ જીવ કરું શાસનરસીની ઉત્કટકોટિની ભાવનાથી તીર્થંકરનામકર્મની નિકાચના કરતા હોય છે. સર્વ જીવોને શાસનના રસિયા બનાવવાની ભાવના દેશના આપવા દ્વારા સફળ બને છે, કારણ કે દેશના દ્વારા જ શાસનનો રસ બીજા આત્માઓ સુધી પહોંચાડી શકાય. આથી તીર્થંકરનામકર્મના ઉદય (રસોદય) ના કારણે શ્રી તીર્થંકરભગવન્તો દેશના આપવાનું કામ કરે છે, અને દેશના આપવાના કારણે તેમનું તે કર્મ ક્ષય પામે છે. તીર્થકર નામકર્મ ક્ષય પામ્યા બાદ આયુષ્યકર્મ બાકી હોય તોપણ શ્રી તીર્થંકરભગવન્તો દેશના આપતા નથી અને આયુષ્યકર્મ પૂરું થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org