________________
કર્યાં એ વિચારીએ તો આળસ ખંખેરાઈ જાય અને કર્ત્તવ્યપાલનમાં અપ્રમત્ત બનાય. ગમે તેટલી ઊંઘ આવતી હોય છતાં ‘સ્વાધ્યાય બાકી છે, નહિ કરું તો ભુલાઈ જશે' એ વિચાર ઊંઘ ઉડાડીને પણ ગોખવા બેસાડે ને ? સ્વકૃતપુણ્યપાપના આલોચનના કારણે ઘણા સાધુપણું પામી ગયા અને કેવળજ્ઞાન પણ પામી ગયા. દૃઢપ્રહારી, ઈલાતીપુત્ર, ફૂરગડુમુનિ વગેરે અનેક આત્માઓ આ આલોચન દ્વારા સાધુપણાની કઠોર સાધના અને સાધનાના પરમફળને પામી ગયા.
આ રીતે સિદ્ધાન્તકથા, સત્સંગ, ગુરુવિનય, મૃત્યુનું પરિભાવન અને સ્વકૃતપુણ્યપાપનું આલોચન : આ પાંચ, સંસારથી તારનારા યોગમાર્ગના પરમ ઉપાય છે. તેરમા ષોડશની સાથે ડી મેળવી હવે આપણે ચૌદમા ષોડશની વાતો ઉપર આગળ ચાલવું છે. યોગમાર્ગે પ્રયાણ કરવાની ઈચ્છાવાળાને ક્યા કયા અવરોધો નડે છે તે જણાવવા પહેલાં ચૌદમા ષોડશની પહેલી ગાથાથી યોગ કેટલા પ્રકારનો છે તે જણાવે છે -
सालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं खल्वाद्यस्तत्त्वगस्त्वपरः ।। १४- १॥ સાલંબન અને નિરાલંબન : એમ બે પ્રકારનો ઉત્તમ યોગ છે. શ્રી જિનેશ્વરદેવના રૂપનું જે ધ્યાન તે સાલંબનયોગ અને તેઓશ્રીના આત્મતત્ત્વનું જે ધ્યાન તે નિરાલંબનયોગ કહેવાય છે. શ્રી જિનેશ્વરદેવનાં બાહ્ય તત્ત્વો અર્થાત્ તેઓશ્રીની પ્રતિમા, સમવસરણ, અષ્ટમહાપ્રાતિહાર્ય વગેરેનું આલંબન લેવા પૂર્વક તેઓશ્રીનું'ધ્યાન ધરવું તે સાલંબનયોગ અને તેઓશ્રીનાં અભ્યન્તર
૧૨ BCER
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org