________________
મોક્ષ નિશ્ચિત થઈ ગયો. પથ્થરનાં રત્નો થયાં એવું જાણ્યા પછી પણ પોતાના નિર્મળ અધ્યવસાયના કારણે ઉત્પન્ન થયેલા આનંદને વ્યક્ત કરતાં ગુણસાર શ્રેષ્ઠી પોતાની પત્નીને કહે છે કે ‘પ્રિયે ! એવો ભાવ જો આ ભવચક્રમાં બીજી વાર આવી જાય તો હું આ સંસારમાં નહિ હોઉં!' જેને પથ્થરનાં રત્નો થયાં, તેના હૈયા ઉપર તેની કોઈ અસર નથી; તો આપણું ચિત્ત ત્યાં-રત્નોમાં- જ ઠરે એ કેમ ચાલે ? સારાં આલંબનોને પણ આપણી દુષ્ટ વાસનાઓથી વાસિત થઈને વિકૃત કરીશું તો આપણી પાસે તરવાનું કોઈ સાધન નહિ રહે. મહાપુરુષોનાં ચરિત્રો વાંચતાં-સાંભળતાં આવડે તો આપણી અર્થકામની લાલસા ઉપર કાપ મુકાયા વગર નહિ રહે. અર્થકામ ઉપરથી નજર નહિ ખસે તો ધર્માત્મા કઈ રીતે બનાશે ? અત્યાર સુધી ઘણું ખાધું, ઘણું પીધું, ઘણું ભોગવ્યું. ભગવાનના વચનની ઉપરવટ થઈને સુખ માણ્યું ને દુ:ખ ટાળ્યું, ઘણી ભૂલો કરી. હવે કંઈક પામવું હોય તો સુખ ટાળીને દુ:ખ ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. સત્ત્વ કેળવી લો. માર્ગ આપણી પાસે છે, માર્ગ બતાવનારા ગુરુભગવન્તો અને શાસ્ત્રવચનો મોજૂદ છે. એ વચન ઉપર અતૂટ વિશ્વાસ કેળવીને ચાલવા માંડવું છે. નહિ-જેવા દુ:ખથી ગભરાઈને તુચ્છ સુખ ખાતર આટલી સુંદર સામગ્રીને વેડફી નાખીને દુર્લભ નથી બનાવવી. દુ:ખનો દ્વેષ હળવો થાય તો ક્રિયામાર્ગ ઉપરનો દ્વેષ પણ દૂર થઈ જશે, પરિણામે ઉદ્વેગ સહેલાઈથી ટાળી શકાશે અને ભવાન્તરમાં ય યોગીકુળમાં જન્મ, યોગીજનોનો પરિચય, યોગમાર્ગની પ્રાપ્તિ અને પાલન...વગેરે મોક્ષસાધક સામગ્રી સુલભ બનશે.
Jain Education International
૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org