________________
વેચવાવાળી ગમે તેટલો ઝઘડો થાય તોય માર્કેટ છોડીને ન જાય, કેમ ? એને ધંધો કરવો છે. તેમ તમારે ધર્મ કરવો હોય તો સાધર્મિકના બે અક્ષર પણ ન ખમી શકો ? ધર્મ કરવો હોય તો માથું ઠેકાણે રાખીને જીવવું પડશે. વાતવાતમાં માથું જાય તો, આ દોષો પાયમાલ કરી નાખશે. માટે ચેતી જાઓ તો સારું. કષાય બીજા ઉપર કરીએ, પણ કર્મ તો આપણને જ બંધાય છે. નાના માછલાને મોટું માછલું જડે, છતાં તે સમુદ્રને છોડતું નથી તેમ અહીં પણ ‘અપમાન સહન કરીને પણ માન કાઢવા માટે જ આવ્યો છું, નિર્જરા કરવા જ આવ્યો છું...' આ રીતે મન કેળવે તો ગૃહસ્થપણામાંથી જ નિર્જરા કરવાની યોગ્યતા પ્રગટે. સાધુસાધ્વી ભગવંતો પણ શીખી લે કે-કષાય ઊભો થાય ત્યારે આપણે બેસી જવું; ઊભા થઈને બગલમાં ઓઘો ઘાલીને ખુલાસો કરવા ન જવું, હાથમાં પુસ્તક લઈને ગોખવા બેસવું અથવા મૌન ધારણ કરી કામ કરવું-તો આજે ઉત્થાનને પહોંચી વળાય. અમને આચાર્યભગવતે કહ્યું હતું કે ગુસ્સો આવે તો શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની દસ ગાથા ઉચ્ચારપૂર્વક બોલવી. તમને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ન આવડે તો શ્રી દશવૈકાલિક સૂત્રની ગાથા બોલો તોય ચાલે, એય ન કર્યું હોય તો છેવટે શ્રી ભરફેસરની સઝાય આવડે ને ? તેનો સ્વાધ્યાય કરી જવો. મહાપુરુષોનાં ચરિત્રમાં જ નહિ, તેઓશ્રીનાં પુણ્યનામમાં પણ એ તાકાત છે કે આપણા સંક્ષિણ પરિણામને શાંત કરે. ક્રોધાદિ ક્ષાયને કાઢવા હોય તો તેનું એક કાર્ય થવા નથી દેવું. એક વખત પણ ગુસ્સો આવે તો કડકમાં કડક સજા આપણે જાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org